“પ્રમોદભાઈ, હવે તો તમારું મેનેજરનું પ્રમોશન આવવું જ જોઈએ” ઓફિસના દરેક સ્ટાફના મોઢે આ જ વાત હતી. વીસ વરસથી ઓફિસમાં સીનિયર એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં પ્રમોદભાઈની નિયમિતતા અને કામ પ્રત્યેની વફાદારી અને સૂઝ જાણીતા હતા. તેમના જ લેવલના અશોકભાઇ આચાર્ય પણ સીનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા, તેમની ઓફિસમાં બાવન માણસોનો સ્ટાફ હતો, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનું બહુ મોટું કામ હતું. ગયા મહિને જ મેનેજરને વય નિવૃતિના કારણે વિદાય સમરભમાં બધા હવે મેનેજર કોણ બનશે, તેની ભાંજગડમાં હતા. પ્રમોદભાઈ અને અશોકભાઇ બંનેને આશા હતી કે શેઠ મેનેજર તેમને જ બનાવશે, પણ બેમાંથી કોણ પસંદ પામશે તે શેઠ શ્રી સંપતલાલ સતાણીની મનસૂફીને આધીન હતું.
પ્રમોદભાઈના પત્ની પ્રિયા પણ તેમને પ્રમોશન મળે તેની રાહ જોઈ રહ્યાં હતા. પ્રિયા પરીખ આડત્રીસ વરસના થયા, છતાં પણ હજુ યુવાન અને દેખાવડાં લાગતાં હતા. તેનો મીઠો અવાજ, મોટી આકર્ષક આંખો, કાળા ભમ્મર વાળ, સુંદર રતુમડાં હોઠ અને છાતીનો ઉભાર કોઈને પણ આકર્ષવા સમર્થ હતા. પ્રમોદ અને પ્રિયાનું લગ્નજીવન અને દાંપત્યજીવન સુખી હતું, પણ શેરમાટીની ખોટ હતી. સંતાનમાં કોઈ નહીં.
મેનેજરનું પ્રમોશન મળી જાય તો મહિને દશ હજારની આવકમાં ફેર પડી જાય તેમ હતો. પ્રિયાએ સવારે ચ્હા નાસ્તામાં યાદ કરાવ્યુ. “ હવે તો મેનેજરનું પ્રમોશન તને મળશેને પ્રમોદ.”
“ના, ના, કંઇ કહેવાય નહીં, મારી જેટલો જ અશોક આચાર્ય સીનિયર છે, શેઠ કોને પ્રમોશન આપે તે કહેવાય નહીં.” પ્રમોદે જવાબ આપતા કહ્યું.
“પણ તારી છાપ તો શેઠ આગળ સારી છે, કોઈ ખોટું કામ નહીં, કોઈ મેમો નહીં, પછી શું ?” પ્રિયાએ પૂછ્યું.
“ના, પણ અશોકને શેઠની ચમચાગિરી વધારે આવડે છે. તે કોઈને કોઈ પ્રસંગે શેઠને ખુશ કરવા પ્રયત્નો કરતો રહે છે. મને એવું ના આવડે, વળી હું સ્પષ્ટવક્તા છું, જે હોય તે મોઢામોઢ કહી દેવાનું, તેથી સ્ટાફમાં કેટલાકને હું અપ્રિય પણ લાગુ છું.” પ્રમોદે નિસાસો નાખતાં કહ્યું.
“એક કામ કર, આ રવિવારે શેઠને સવારે લંચ પર બોલાવ. હું સરસ રસોઈ જમાડીને શેઠને ખુશ કરી દઇશ.” પ્રિયાએ દાણો નાખ્યો.
પ્રમોદને પણ આઇડિયા સારો લાગ્યો.એ બહાને શેઠ ઘરે આવશે, અને પ્રિયાને પણ મળશે.
શેઠ સંપતલાલ પચાસની ઉંમરે પણ તંદુરસ્ત અને કડેધડે હતા. છ માસ પહેલા જ તેમના પત્નીનું કોરોનાથી મોત થયું હોવાથી સાવ એકલા પડી ગયા હતાં. રવિવાર સવારનું લંચનું આમંત્રણ તેમણે ખુશ થઈને સ્વીકારી લીધું.
પ્રિયાએ શેઠને ખુશ કરવા દિલ દઈને મીષ્ટાન ફરસાણ વગેરે બનાવી સુંદર તૈયાર થઈને ઊભી હતી. સંપતરાયે આવતાવેંત સુંદર આકર્ષક પ્રિયાને જોઇ ખુશ થઈ ગયા. તેમના મોંમાંથી લાળ પડવા લાગી.
ભોજન કરતાં તેમણે પ્રમોદને સ્પષ્ટ વાત કરી, “તારી પત્ની પ્રિયાએ ખૂબ સુંદર અને સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. હવે તમારું પ્રમોશન વિચારવું પડશે, પણ તે પહેલા મારી એક શરત છે.”. પ્રમોદ ખુશ થઈને ચિંતામાં પડી ગયો, શરત વળી શું હશે ? તેણે ખુશ થઈને કહ્યું “ શેઠ જે કહેશો તે કરવા તૈયાર છું”. સંપતલાલ મોંમાંથી લાળ પાડતાં બોલ્યાં, “ બસ, એક કલાક મને તારી પત્ની સાથે મોજ કરવા દે”.
બંને આ સાંભળી ચિંતામાં પડી ગયા. પ્રિયાએ ઇશારાથી ના પાડી દીધી. પણ પ્રમોદ પ્રમોશનના મોહમાં પાગલ હતો. તે પ્રિયાને બાજુનાં રૂમમાં સમજાવવા લઈ ગયો.
“ડિયર, એક વખત શેઠને ખુશ કરી દે, હું મેનેજર બની જાઉં પછી તો આપણો વટ પડી જશે.”
પ્રમોદે લાલચમાં પ્રિયાને સમજાવી.
“આ તું શું બોલે છે, તારી જ પત્નીને બીજાને સોંપતા વિચાર નથી આવતો.” પ્રિયા ગુસ્સે થઈ ગઈ. પ્રમોદે બહુ સમજાવી, પણ પ્રિયા માને જ નહીં ને !
“જો તું ના પડીશ, તો હું તને છૂટાછેડા આપી દઇશ.” પ્રમોદે લાલચમાં છેલ્લું હથિયાર અજમાવ્યું. પ્રિયા નરમ પડી ગઈ.
શેઠ સંપતલાલ ખુશ થતાં પ્રિયાને રૂમમાં લઈ જઇ, દરવાજો બંધ કરી દીધો.
મેનેજરની લાલચે પ્રમોદ લાળ પાડતો બેઠો હતોને, અચાનક તેના અંતરાત્માએ લપડાક મારી. “ગાંડા, તારામાં ચરિત્ર, લાજ, નીતિમત્તા કે પત્ની રક્ષા જેવુ છે કે નહીં, આ તું શું કરવા બેઠો છે.? તેની લાલચનો કીડો ખરી પડ્યો. એકદમ તે ગુસ્સે થઈ ઉભો થયો, અને દરવાજો ખખડાવવા લાગ્યો.
સંપતલાલ હવે કામ બગડશેની લ્હાયમાં ઝડપી બની ગયા. તેમણે દરવાજો ખોલ્યો જ નહીં. પ્રમોદનાં ગુસ્સાની એક જ લાતે દરવાજો તુટી ગયો. અંદર શેઠને હટાવવા તે દોડ્યો.
સંપતલાલ શર્ટ કાઢીને બકરી જેવી સુતેલી પ્રિયા ઉપર ઝૂકી રહ્યા હતાં, ને પ્રમોદે તેને ધક્કો મારીને બહાર કાઢ્યા. “સંપતલાલ આવી લંપટગીરી હું નહીં ચલાવું. અને તેનો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂક્યા. પ્રિયા મૂક બનીને આ નાટક જોતી રહી. અંતે તેના પતિને સદબુદ્ધિ સુઝી તે જોઈ તેને હર્ષનાં આંસુ આવી ગયા.
મારથી બચવા શર્ટ વગર સંપતલાલ દોડીને પોતાની ગાડીમાં ભાગ્યા. હજુ દશ મિનિટ પહેલા મને હા પાડનાર પ્રમોદને એકદમ શું થઈ ગયું, તે સંપતલાલને સમજાતું નહોતું, હવે હું તેને છોડીશ નહીં વિચારતા સંપતલાલ ગુસ્સે થતાં ઘેર પહોચ્યા. તેમનો શરીરસુખ મેળવવાનો તલસાટ, પ્રમોદનાં ગુસ્સા આગળ ઠંડો પડી ગયો.
બીજે દિવસે પ્રમોદ ઓફિસે ગયો, ત્યારે જ તેને શેઠના ગુસ્સા અને પ્રત્યાઘાતની ખબર હતી. પણ તે તો શેઠની લંપટગિરીમાંથી પત્નીને બચાવી તેના વિચારથી નિજાનંદમાં મસ્ત હતો, જે થવાનું હોય તે થાય તેવી માનસિકતા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.
ઓફિસ સ્ટાફ વિચારી રહ્યો હતો, કે પ્રમોદને મેનેજરનું પ્રમોશન મળવાનું લાગે છે, તેથી ખુશ જણાય છે. કેટલીક ખુશીઓ બધાને ક્યાં સમજાય છે ?
શેઠે આવતાવેંત ગુસ્સામાં પ્રમોદને બોલાવી તેને નોકરીમાંથી બરતરફ કર્યાનો ઓર્ડર પકડાવી દીધો. પ્રમોદ બેફિકરાઈથી હાથમાં ઓર્ડર પકડી બહાર નીકળ્યો.
ઓફિસ સ્ટાફ મેનેજરના પ્રમોશનને બદલે પ્રમોદને ડિસમીસ કર્યો જાણી નવાઈ પામ્યા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
શેઠની નિયત - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories