’’ જો તારે વધારે કાંઈ કરવાનું નથી એક સીત્તેર વરસના માજીને પતાવી દેવાના છે’’ બાબુ ટકલાને બેસાડીને પરેશ સમજાવી રહયો હતો.
’’મને શું મળશે? ’’બાબુ ટકલાએ પૂછયું.
’’માજી સીત્તેર વરસના છે, અને તેની બન્ને આંખે મોતિયો છે, લગભગ નહીં બરાબર જ દેખાય છે, તેથી તારૂ કામ સરળ છે.’’ પરેશે પૂર્વભુમિકા બાંધતા કહયું, તને કામ પુરૂ થયે પચાસ હજાર રોકડાં આપીશ, તેમાં પચાસ ટકા એડવાન્સ મળશે.
આખા ગામમાં બાબુ ટકલો સોપારી લેવા પ્રખ્યાત હતો. ભલભલા ચમરબંધી શેઠીયાઓ, રાજકારણીઓના તેણે ઢીમ ઢાળી નાખ્યા હતા. તે લાખથી ઓછી કિંમતની સોપારી લેતો જ ન હતો. તેથી તે ના પાડીને ઉભો થવા ગયો.
પરેશે ફરી તેનો હાથ પકડી વિનંતી કરી બેસાડી દીધો.’’ જો તને મારૂં શર્ટ અને પેન્ટ આપીશ તારી ઊંચાઈ અને બોડી મારા જેવા જ છે, તેથી તને આંધળી માંજી ઓળખી નહી શકે, તને એનો દિકરો જ માનશે, અને ઘરમાં આરામથી આવવા દેશે, પછી તો તારૂં કામ સરળ થઈ જશે.’’ પરેશે બધું સમજાવતાં કહયું.
’’ પણ મેં એના દિકરાને કયાં જોયો છે? ’’બાબુ ટકલાએ કહયું.
’’અરે ! એ હું જ છું. તારે મારી મા ને જ ટપકાવવાની છે’’ કહેતા પરેશ ખંધુ હસ્યો
’’તારે જ તારી માને કેમ મારવી છે ?’’ હવે ટકલાને વાતમાં રસ પડયો, પણ દુ:ખ થયું.
’’છેલ્લા બે વરસથી મને જુગારી લત પડી ગઈ છે. બે મહિનાથી તો હું કામ જવાને બદલે સીધો જ જુગારના અડ્ઢા પર જ જાઉ છું. છેલ્લા બે દિવસમાં હું જુગારમાં આઠ લાખ રૂપિયા હારી ગયો છું, એ મારે તરત જ ચૂકવવા પડે તેમ છે, નહિતર જીતી ગયેલા જુગારીઓ મને પતાવી દેશે.’’ પરેશે ફોડ પાડતાં કહયું.
’’પણ એમાં તારી માને કેમ પતાવવી પડે તેમ છે? ટકાલાને હવે નવાઈ સાથે ગુસ્સો આવતો હતો.
’’મારી માને ખબર પડી ગઈ છે કે હું બે મહિનાથી નોકરીને બદલે જુગાર રમવા જાઉ છું. અઠવાડીયાથી તેની ટકટકથી કંટાળી હું ઘરેથી ભાગી જઈ અહીં રૂમ ભાડે રાખી રહું છું આમેય હવે ડોસીને સીત્તેર તો થયા, વધારે જીવી ને શું કામ છે? એ ઉકલી જાયતો અમારૂ બાપ દાદા નું જુનુ મકાન, મારા હાથમાં આવે કારણકે હું એક જ વારસદાર છું તેને વેચતાં સહેજે પંદરથી વીસ લાખ આવે, તો મારૂં દેવું ચુકવાઈ જાય, અને વધેલા રૂપિયા હું ફરીથી જુગાર રમી હારેલા રૂપિયા પાછા જીતી શકું’’ પરેશે વિસ્તારપુર્વક બાબુ ટકલાને સમજાવ્યું.
ટકલાને ખુબ ગુસ્સો આવતો હતો. પોતાની જ વૃધ્ધ માની સંભાળ લેવાને બદલે સોપારી આપનાર તેને પહેલો જ મળ્યો હતો.તેનું મન આ કામ માટે માનતું ન હતું, પણ શું થાય ? તેનો ધંધો જ સોપારી લેવાનો હતો. તેથી પરાણે હા પાડી, પચાસ ટકા એડવાન્સ લીધી.
પરેશે તેને એડ્રેસ, કયારે જવાનું શું કરવાનું વિગેરે સમજાવી દીધું.
બીજા દિવસે રાતના સાડા દશ વાગે સવિતા માની ડેલી ખખડી, લાકડીને ટેકે ધીમે ધીમે આવીને માજી એ દરવાજો ખોલ્યો. આંખો ખેંચી ખેંચી ને આવેલ આદમીનો ચહેરો ઓળખવા મથામણ કરી રહયા હતા, પણ મોતિયાને લીધે અને અંધારામાં ચહેરો બરાબર દેખાતો ન હતો, પણ તેના દીકરાનું શર્ટ ઓળખી ગયા. તેને લાગ્યું કે તેનો દિકરો પરેશ પાછો ઘેર આવી ગયો છે. તેથી ખુશ થઈ રડી પડયા.
’’આવી ગયો દિકરા ? આઠ દિવસથી મને એકલી મુકીને કયાં જતો રહયો હતો ? તારી યાદમાં રડી રડી ને મેં આઠ દિવસથી કાંઈ ખાધું જ નથી’’ કહેતાં કહેતાં સવિતામાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા.
દુ:ખી થયેલો બાબુ ટકલો ધીમે પગલે ઘરમાં ઘુસ્યો. તેણે આજુબાજુ નજર કરી જોઈ લીધું કે કોઈ એ તેને જોયો તો નથી ને ?
અંદર ઘુસી માજીને મારવા તેણે ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાઢવા હાથ નાખ્યો. પહેલી વખત આજ તેનો હાથ ધ્રુજી રહયો હતો. ત્યાં સવિતામાં અંદર આવી બોલ્યા.’’ બેટા તે કાંઈ ખાધુપીધું કે નહી ? બેસ, પહેલા હું તારા માટે ચ્હા બનાવું છું, પછી હું તારી જમવાની વ્યવસ્થા કરૂં છું’’ કહેતા લાકડીને ટેકે અંદર જતાં માજી સાત દિવસના ભુખ્યા હોવાથી ગબડી પડયા.
’’અરર.. મારે આવા ભુખ્યાં, આંધળા માજીને ટપકાવવાના છે ? એ પણ તેના જ દીકરાના કહેવાથી ? જેના માટે માજી મરી રહયા છે, એ દિકરાએ જ તેની સોપારી આપી ?’’ વિચારતાં ખુંખાર ટકલાંની આંખમાંથી પહેલી વખત આંસુ નીકળી ગયા. તેનું દિલ પીગળી ગયું.
ભલભલા હિંસક જાનવર પણ પ્રેમ અને આત્મીયતા આગળ નરમ પડી જાય છે. ત્યારે આ તો માણસ હતો. તેની ચાલીસ વરસની જીંદગીમાં પહેલી વખત તે પોતે રડી પડતાં પાછો પડી ગયો. તેનો વિચાર બદલી ધીમે પગલે બહાર નીકળી , બાજુ વાળા પાડોશીને માજીનું ધ્યાન રાખવાનું સોંપી નીકળવા ગયો, ત્યાં પાડોશી એ ચિંતા જતાવી ’’ બિચારા સવિતામાનો છોકરો ભાગી ગયો ત્યારથી બેહાલ થઈ ગયા છે.’’
“અત્યારે તે પડી ગયા છે, જલ્દી તેની સારવાર કરાવો” કહી બાબુ ટકલો ત્યાંથી નીકળી ગયો.
રાત્રે સાડા અગ્યાર વાગે તે પરેશની રૂમ પર પહોંચી ગયો. પરેશ તેની રાહ જોઈ ને જ બેઠો હતો.
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories