ગરિમાની લાલચ
"મમ્મી, હું તો સચિનની આળસ અને એદીપણાથી કંટાળી ગઈ છું." ગરિમાએ
પોતાના બે વરસના મુન્ના સાથે પિયર આવતાવેંત વાત કરી. "શું થયું બેટા ? જમાઈ સચિન તો શાંત અને સાલસ માણસ છે."તેના મમ્મી
શોભનાબેનને નવાઈ લાગી.
"જા ને મમ્મી, મોંઘવારી કેટલી
બધી વધી ગઈ છે. પણ સચિન હજી તેની જૂની કોમ્પ્યુટર ઓપરેટરની વીસ હજારની નોકરી જ કરે
જાય છે. કોઈ જમ્પ લેવાની, વધારે પગારની નોકરીની મહત્વકાંક્ષા
કે મહેનત જ કરતો નથી. આટલા રૂપિયામાં ત્રણ માણસનું પૂરું કેમ થાય? બચત શું થાય ?" ગરિમા અકળાતા બોલી.
"બેટા, એને જે મળે તેમાં જ સંતોષ રાખ, આપણે આપણા પતિની આવક પ્રામાણે
જ ખર્ચ કરવાનો. વધારે લાલચ શું કામની ?" મમ્મીએ સમજાવતા
કહ્યું.
"મમ્મી તુંય સાવ જુનવાણી વિચારની જ છે." ગરિમા ગુસ્સે થતાં બોલી. "સારું તેને સમજાવી જોજે. બહુ ઝગડા
કે બોલાચાલી કરતી નહીં. સંતોષ રાખતા શીખ." શોભનાબેને શિખામણ આપી. આ મમ્મી પણ
સાવ જમાઈ તરફી જ વિચારે છે. મારે જ કાઇ કરવું પડશે. મન જ્યારે લાલચથી લપટાઈ જાય
ત્યારે સારા નરસાનું ભાન રહેતું નથી.
"મોંઘવારી
તો જો કુદકે ને કુદકે વધી રહી છે. સાવ આટલા પગારમાં તો આપણા ત્રણ જણનું શું થાય? કાઇ વધારાનો પાર્ટ ટાઈમ જોબ કે બીજું કમાવાનું કાઇ શોધ." ગરિમાએ કહ્યું.
"હું
મારા કામથી ખુશ છું, મને દોડાદોડીની જિંદગી
નથી જીવવી." સચિને જવાબ આપ્યો.
"આપણી
બચત તો હોવી જોઈએ ને ! ભવિષ્યમાં જરૂર પડે તો કામમાં આવે." ગરિમા બગડી.
"મને
તો જે મળે છે, તેમાં જ સંતોષ છે," સચિન મક્કમ હતો.
"હું
તો આખો દિવસ ઘરે બેસીને કંટાળી જાઉ છું. ક્યાંય ફરવા પણ વેકેશનમાં જવાનું નહીં."
ગરિમા બહુ ગુસ્સે થઈ.
“ઘરે
શાંતિથી રહેવામાં શું વાંધો છે ?” શાંતિથી
સચિને જવાબ આપ્યો.
ગરિમા
અને સચિનના લગ્નને પાંચ વરસ થઈ ગયા હતા. બે વરસનો મુન્નો પણ ઘરમાં ખેલતો કૂદતો થઈ
ગયો હતો. સચિન શાંત, સંતોષી અને લાલચ
વગરનો સીધો સાદો પુરુષ હતો, જ્યારે ગરિમા લાલચુ, મહત્વકાંક્ષી અને હજી વધુની લાલસા ધરાવતી સ્ત્રી હતી. બન્નેને આ બાબતથી
શરૂઆતથી વાદ વિવાદ અને બોલાચાલી થયા કરતી. અંતે વાત ઝગડા પછી જ પૂરી થતી. ગરિમાને
લાગ્યું મારે બીજા કોઈને સાથે રાખીને સચિનને સુધારવો પડશે. દાંપત્યજીવન તૂટતું
બચાવવા અંતે તેને તેની ખાસ બહેનપણી સંધ્યા યાદ આવી. સંધ્યા દેખાવે નમણી પર જરા
ભીનેવાન હતી, તેથી હજુ સુધી તેના લગ્ન થયા નહોતા.
સંધ્યાને
ઘરે બોલાવી, ગરિમાએ બધી વાત વિગતે કરી. સંધ્યાએ
બધી વિગત સમજી સચિનને વધારે કમાવા માટે તૈયાર કરવાનું બીડું ઝડપી લીધું. સાંજે નોકરીમાંથી છૂટીને સચિન ઘરે આવ્યો ત્યારે સંધ્યા અને ગરિમા તેની રાહ
જોઈને જ બેઠા હતા. સંધ્યા તો સચિનને જોતી જ રહી ગઈ. સુંદર ઊંચાઈ, મસ્ક્યુલર બોડી, આકર્ષક ચહેરો જોઈને તે આકર્ષાઈ ગઈ.
ગરિમાએ
કહ્યું."સચિન આ મારી કોલેજની ફ્રેન્ડ સંધ્યા છે." અને સંધ્યા સામે
જોઈ કહ્યું. "સંધ્યા, આ મારા મિસ્ટર
સચિન છે."
"હાય, કેમ છો?” સંધ્યાએ હાથ મિલાવવા
લંબાવ્યો.
"મજામાં”"
કહેતા સચિને તેનો મુલાયમ હાથ દબાવ્યો. હાથ સ્પર્શતા આનંદથી બન્ને રોમાંચિત થઈ ગયા.
ગરિમાએ શરૂઆત કરી. "સચિન, સંધ્યાનું પણ
આ જ કહેવું છે, આ મોંઘવારીમાં ફક્ત વીસ હજાર પગારમાં ત્રણ
જણાનું માંડ માંડ પૂરું થાય. ખરુને, સંધ્યા."
"હા, હા, સચિન હવે તમારે બીજી કોઈ સર્વિસ કે
પછી પાર્ટ ટાઈમ જોબ શોધી આવક વધારવી જોઈએ."” સંધ્યાએ ટાપસી પૂરી.
સચિન
વિચારમાં પડી ગયો. "જુઓ, હું મારી
નોકરીથી ખુશ છું, મારે વધારે હાય વોય કરીને પૈસા ભેગા કરવાની
કોઈ તમન્ના નથી. શું લઈને આવ્યા છે અને શું લઈને જવાના?"
આમ કહીને તેણે શ્રી કૃષ્ણનો શ્રીમદ ભગવદગીતાનો એક બોધ સંભળાવી દીધો.
સંધ્યા
અને ગરિમા એકબીજા સામે જોઈ રહ્યા. આ માણસ સુધરે એવું લાગતું નથી. સંધ્યાએ એને બહુ
સમજાવવા કોશિશ કરી, વધારે પગાર અને
બચતની જરૂરિયાત સમજાવી, પણ સચિન તેની વાતમાં અડગ રહ્યો. એક કલાકની માથાકૂટ પછી
સંધ્યા બનેને પોતાના ઘેર આવવાનું આમંત્રણ આપી, પોતાનું
એડ્રેસ સમજાવી છૂટી પડી. સચિને પણ પોતાનું સી.જી. રોડ પરની ઓફિસનું એડ્રેસ આપી, મળવાનું આમંત્રણ આપ્યું. ત્રણ દિવસ પછી સચિન સાંજે ઓફિસથી બહાર નીકળતો
હતો ને સામેથી સંધ્યાને આવતી જોઈ.
"હાય
સચિન, તારી ઓફિસ અહીં જ છે ?" સંધ્યાએ જાણે અજાણ્યા બની પૂછ્યું.
"હા, આ સામે દેખાય છે એ જ." સચિને જવાબ આપતા પૂછ્યું "સામે
કોફી ડે માં જઈશું ?"
સંધ્યા
ખુશ થઈ ગઈ. તેણે પણ આવું જ વિચાર્યું હતું. "ચાલો, સાથે ગરમ નાસ્તો પણ કરીશું."બન્ને કોફી-ડેમાં ખૂણાના ટેબલ પર બેઠા. "ગરિમાની
રોજની કચકચથી હું કંટાળી ગયો છું. શું કરવું
એ જ સમજાતું નથી?”" સચિને કોફી પીતા કહ્યું અને
સંધ્યાનો હાથ પકડી લીધો. સંધ્યાએ પણ તેનો હાથ દબાવતા સામે પ્રેમ જતાવ્યો. પછી તો આ
રોજનું થયું. કોઈવાર કોફી પીવા તો, કોઈવાર ચા ના ગલ્લે, બન્નેની મુલાકાતો વધતી ગઈ. બન્ને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થવા લાગ્યા.
ગરિમાને
જરા પણ શંકા ના થઈ. મોડું થાય તો સચિન ઓવરટાઈમ કરીને વધારે પૈસા મળશેની લાલચ આપતો, અને ગરિમા ખુશ થતાં ભોળવાઈ જતી.
મહિના
પછી સચિને ખુશખબર આપતા કહ્યું "સંધ્યા, પાર્ટી આપવી પડશે. મને યુએસની
મલ્ટિનેશનલ કંપનીમાં પચાસ હજારની નોકરી મુંબઇમાં મળી ગઈ છે. પછી ભવિષ્યમાં યુએસ
જવાનો ચાન્સ પણ છે." સંધ્યાએ ખુશ થઈ, તેનો હાથ
પકડી લીધો, અને કહ્યું "હું તારી સાથે જ છું. આપણે
લગ્ન કરી લઈશું."
"આ
ગરિમાની લપમાંથી મને છોડાવ." સચિને વિનંતી કરી. સંધ્યાએ કહયું "હું
કાંઈક કરૂ છું."
બીજા
જ દિવસે તે ગરિમા પાસે પહોંચી અને ચડાવતા કહ્યું "આ માણસ સાવ આળસુ છે, તે
કાંઈ મહેનત કરશે નહીં."
"તો
શું કરવું ? સમજાતું નથી." ગરિમા બોલી.
"છોડી
દે તેને. તમારા બન્નેની મંજુરીથી છૂટાછેડા તરત મળી જશે. તું તો દેખાવડી છે, બીજું
પાત્ર મળી જશે." સંધ્યાએ દાણા નાખતાં કહયું. ગરિમા તેના ચડાવામાં આવી ગઈ.
બન્નેની મંજુરીથી બે મહિનામાં છૂટાછેડા મળી ગયા.
ત્રીજા
મહીને સચિન અને સંધ્યા લગ્ન કરીને મુંબઈ જતાં રહ્યા. મુન્ના સાથે ગરિમા જોડે લગ્ન
કરવા કોઈ તૈયાર ન થયું. ગરિમાએ કંટાળીને સચિનને મોબાઈલ જોડ્યો. "શું છે
ગરિમા? હું તો અત્યારે મુંબઈ છું સરસ પચાસ હજારની જોબ છે." સચિને કહ્યું.
"હે ! શું વાત છે ?" ગરિમા ઓઝપાઈ ગઈ. તેણે સંધ્યાને મોબાઈલ જોડ્યો.
"હાય,
ગરિમા ! મેં સચિન સાથે લગ્ન કરી લીધા છે. ચારપાંચ મહિનામાં તો અમે યુએસ શિફટ થઇ
રહયા છીએ ..!!," કહીં સંધ્યાએ ફોન કાપ્યો.
ગરિમા
'હે !' કહીને બેસી પડી. અરર ! મેં જ હાથે કરીને લાલચમાં આવીને આટલો સરસ પતિ અને
યુએસ જવાની તક ગુમાવી. પણ હવે શું થાય ?
રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું ??
લાસ્ટ સ્ટ્રોક : આપણને જે મળ્યું છે, તેમાં
જ સંતોષ રાખવો. હજુ વધારેની લાલચમાં, જે છે તે પણ ગુમાવવાનો વખત આવશે. લાલચનો કોઈ
અંત નથી.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ગરિમાની લાલચ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories