તરુણાવસ્થા
શહેરની
નામાંકિત આર્ટ્સ કોલેજની આજુબાજુ છેલબટાઉ જુવાનિયાઓ બાઇક ઉપર આંટાફેરા માર્યા
કરતાં. આશિષ પણ ગ્રેજ્યુએટ થયેલી મધ્યમવર્ગનો રૂપાળો ,ગામડાનો તરવરિયો યુવાન હતો, તેની ફેશન અને બાઇક ચલાવવાની સ્ટાઈલ
ઉપર કોઈપણ છોકરી મોહી પડતી. પૈસાદાર કુટુંબની છોકરીઓને ફસાવવાનો આવા રોમેન્ટીક
જુવાનોનો ધંધો હતો.
ડો.પ્રવીણ
શેઠની એકની એક દીકરી પ્રિયા રૂપાળી અને નખરાળી હતી. આખી કોલેજના છોકરાઓ તેની આગળ
પાછળ ફર્યા કરતા, પણ તે કોઈને કાંઠું આપતી નહિ. પૈસાદાર
ડોક્ટર પિતાની પુત્રી હોવાથી પૈસાની તેને કોઈ ચિંતા ન હતી. મોટી લક્ઝુરિયસ
કારમાંથી ડ્રાઈવર દરવાજો ખોલી આપે પછી પ્રિયાને ઊતરતી જોઈને કોલેજના તમામ છોકરાઓ
નિસાસો નાખી દેતા.
આશિષને
હજુ નોકરી કે કોઈ કામકાજ હતા નહિ. તેથી પ્રિયાની કોલેજની આજુબાજુ આંટા મારતાં
પ્રિયા તેની આંખમાં વસી ગઈ. તેને કોઈપણ ભોગે પ્રિયાને મેળવવી હતી. જો કે તેના
ઈરાદાઓ મલીન હતા. તેની નજર પ્રિયાની દોલત ઉપર હતી. તેથી તે પ્રિયાની આગળ પાછળ
ફર્યા કરતો.
એક
દિવસ યુનિવર્સિટી રોડ પરથી પ્રિયા ફોર્મ ભરવા એકલી ચાલતી જતી હતી., ત્યારે તેના પર્સમાંથી મોબાઈલ પડી ગયો
અને તેનું ધ્યાન હતું નહિ. અચાનક પાછળથી ફૂટડો યુવાન બાઈકમાંથી ઉતર્યો અને બોલ્યો, “મેડમ તમારો મોબાઈલ.”
“હેં ! પડી ગયો લાગે છે.” પ્રિયાએ ચોંકીને પાછળ જોયું, તેને આ યુવાનની ઈમાનદારી ગમી ગઈ.
“મારૂ નામ આશિષ શાહ. મારો બંગલો
સેટેલાઈટ, પ્રહલાદનગરમાં જ છે. ચાલો કોફી પીશું?”
પ્રિયા
તેનાથી આકર્ષવા લાગી. કોફી પીતાં આશિષે તેના પિતા મોટા ઉદ્યોગપતિ હોવાનું જણાવ્યુ.
પણ પોતે સાદગીમાં માનતો હોવાથી મોટરને બદલે બાઇક જ ચલાવે છે અને બાપના પૈસા
વાપરવાને બદલે પોતાના કમાયેલા પૈસા જ વાપરે છે તેમ જણાવ્યુ.
પ્રિયા
હવે તો આશીષની સાદગીની ફેન બની ગઈ. તેમનું મળવાનું દરરોજનું થઈ ગયું. દરરોજ નવા
થિયેટરમાં પીકચર જોવાનું,
ગાર્ડનમાં ફરવાનું વગેરે ચાલુ થતાં
બંને સાવ નજીક આવી ગયા અને એકબીજાને જીવનસાથી બનવાના કોલ આપી દીધા.
એક
દિવસ પ્રવીણભાઈ ઉપર પ્રિયાની કોલેજના પ્રોફેસરનો ફોન આવ્યો.”તમારી દીકરી રોજ કોલેજમાં બંક મારે છે. તેનું ધ્યાન રાખો નહિતર વરસ બગડી જશે.”
પ્રવીણભાઈ
ચિંતામાં પડી ગયા. મિત્ર હોવાને નાતે તેમણે ડૉ. જોષીને ફોન કર્યો. ડોક્ટરે જવાબમાં
સલાહ આપતા કહ્યું, “તપાસ કરો , તમારી દીકરીની મુગ્ધાવસ્થાનો આ પિરિયડ
ખૂબ જ લપસણો અને ખતરનાક હોય છે. કોઈ જોડે મન તો નથી મળી ગયું ને ?”
પ્રવીણભાઈ
ચિંતામાં હતા ,”હાં , મે પણ સાંભળ્યુ છે. કોઈ આશિષ નામના છોકરા સાથે મહિનાથી ફર્યા કરે છે.”તેમણે કહ્યું.
“સંભાળીને આગળ વધજો. આ સમય સાચવી લેવાનો
છે. સામું પાત્ર યોગ્ય છે કે નહિ તે ચકાસણી કરો. જો વધારે સખત બનશો તો દીકરી
ગુમાવશો.” ડૉ. જોષીએ ચેતવણી ઉચ્ચારી.
પ્રવીણભાઈએ અને તેમના પત્ની સુષ્માબહેન પ્રિયાને બોલાવી, બધી વિગતો જાણી ખૂબ સમજાવી પણ તે એકની
બે ના થઈ. તેના મન ઉપર આશિષનું ભૂત સવાર હતું. છેવટે કંટાળીને તેમણે આશિષને તેના
માતાપિતા સાથે મળવા ઘરે બોલાવ્યાં.
સાંજે
ચા-નાસ્તા માટે બાઇક ઉપર આશિષ એકલો જ આવ્યો. પ્રવીણભાઈ અને સુષ્માબહેન વિચારમાં
પડી ગયાં. આશિષે કહ્યું કે તેના માતાપિતા USAની ટુર ઉપર છે, તેથી
વાત પણ થાય તેમ નથી.
પ્રવીણભાઈ
તેના દેખાવ અને સ્ટાઈલથી પ્રભાવિત હતા, પરંતુ તેનું બેકગ્રાઉંડ હજુ સમજાતું ન હતું, તેમણે તેના સગાવહાલાની પૂછપરછ કરી તો
આશિષે કહ્યું, “અમારી આટલી બધી પ્રગતિ થઈ હોવાથી બધા
અમારી ઉપર અદેખાઈથી જલી રહ્યા છે. એટલે કોઈ જોડે અમારે સંબંધ જ નથી.” પ્રવીણભાઈને હજુ તેની વાતોમાં વિશ્વાસ
પડતો ન હતો. પણ પ્રિયા તેના પ્રેમમાં ગળાબૂડ થઈને સૂધબૂધ ખોઈ બેઠી હતી. તેના માબાપ
હજુ વધારે તપાસ કરીને આગળ વધવાનું વિચારતા હતા, પ્રિયાને તેના માબાપ જુનવાણી અને રૂઢિચુસ્ત લાગ્યા. તે વિચારવા લાગી:
“મારે લગ્ન તો આશિષ જોડે કરવા છે. તેમાં
તેના માતાપિતાની તપાસની શી જરૂર છે ?”
ખરેખર
આ મુગ્ધાવસ્થાનો ગાળો મગજની વિચારશક્તિ ગુમ કરી યુવક-યુવતીઓને પ્રેમ અને જાતીય
આકર્ષણમાં જ ગળાબૂડ કરી દે છે.
બીજે
જ દિવસે આશિષ ચિંતામાં આવીને બોલ્યો :”પ્રિયા, આપણે તરત જ લગ્ન કરી લેવા પડશે. મારા
માબાપ મને છોકરી જોવા USA
બોલાવે છે.” પ્રિયા ચિંતામાં પડી. કોઈપણ હિસાબે
આટલો સારો છોકરો તે છોડવા માગતી ન હતી.
એ
જ દિવસે ભાગીને મુંબઈ લગ્ન કરી લેવાનું નક્કી થયું. મુંબઈમાં રહેવા,ખાવાપીવાની વ્યવસ્થા માટે રૂપિયા તો
જોઈશે ને ? આશિષે કહ્યું.”હું મારા ખાતામાંથી રૂપિયા ઉપાડીશ તો SMS એલર્ટથી અમેરીકામાં પપ્પાને ખબર પડી
જશે. તેને બદલે તું બને તેટલી રોકડ અને દાગીના લઈ આવે તો સારું.”
પ્રિયાએ રાત્રે છૂપી રીતે તેના થેલામાં પપ્પાના
કબાટમાંથી સાઇઠ હજાર રોકડા,સોનાના અને હીરાના સેટ અને તેના તમામ
દાગીના ભરી દીધા. તેના મમ્મીને કહ્યું,”હું હમણા મારી ફ્રેન્ડની નોટ્સ લઈને આવું છુ.”
મમ્મીપપ્પા
તેમની દીકરીની ભણવાની વાત સાંભળી ખુશ થયાં.
મુંબઈની
છેલ્લી ટ્રેન પકડવાની હોવાથી બંનેએ કાલુપુર સ્ટેશન બહાર ટિકિટબારી ઉપર મળવાનું
નક્કી કર્યું હતું. આશિષ રાહ જોતો જ ઊભો હતો. તેને જોતાં જ પ્રિય ખુશ થઈ ગઈ. “હાશ ! હવે તો શાંતિથી મુંબઈ જઇ લગ્ન કરીશું. પછી તો આશિષના મમ્મીપપ્પા તેમના
બંગલે બોલાવી જ લેશે ને !”
આશિષ
કહ્યું, “ આજે તો ખૂબ ખુશ છે ને ! બધા કામ થઈ ગયા
ને !” પ્રિયાએ પોતાના દાગીના અને રૂપિયા ભરેલો થેલો બતાવ્યો. સ્ટેશન પર ભીડ
ખૂબ જ હતી તેથી આશિષે કહ્યું .”લાવ
તારું જોખમ મને આપી દે નહિતર કોઈ ખેંચી જશે.” પ્રેમમાં અંધ બનેલી પ્રિયાએ પોતાનો થેલો વિચાર્યા વગર આશિષને આપી
દીધો. થોડીવાર પછી આશિષ પ્રિયાને બેસાડી ચા-નાસ્તાની વ્યવસ્થા કરી આવું કહીને ભીડમાં
ખોવાઈ ગયો.
ગુજરાત
મેલ પ્લેટફોર્મ પર આવી ગયો. પ્રિયા રાહ જોતી રહી. આશિષનો કોઈ પતો જ ન હતો. મોબાઈલ
પણ સ્વીચ ઓફ આવતો હતો. હમણાં આવશે, રાહ જોતી પ્રિયા ગુજરાત મેલને ઉપડતો જોઈ રહી પણ આશિષ ક્યાય દેખાતો ન
હતો.
બીજા
ચાર કલાક વીતી ગયા. પ્રિયાને મનમાં ઘ્રાસકો પડ્યો. છેક મોડે મોડે છેતરાઈ ગયાનો
અહેસાસ થયો. આશિષ તો રૂપિયા અને દાગીના લઈને છુ થઈ ગયો હતો.
પ્રિયાથી
હવે ઘેર ફોન થાય તેમ ન હતો કે પાછા જવાય
તેમ પણ ન હતું, કારણ કે તે ઘેરથી ચોરી કરીને આવી હતી.
તેનું દિલ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. તેને પસ્તાવો થઈ રહ્યો હતો કે મમ્મીપપ્પાની
વાત માની, બધી તપાસ કરી આગળ વધી હોત તો સારું
હોત. તેનું મગજ બહેર મારી ગયું હતું. હવે જીવવાનો કોઈ અર્થ જ ન હતો. રેડિયો પર ગીત
વાગી રહ્યું હતુ, “અબ જી કે ક્યાં કરેંગે, જબ દિલહી તૂટ ગયા”.
તે
સામેથી આવતી ફાસ્ટ ટ્રેન સામે દોડી, યુવાનીમાં કરેલા પ્રેમના અંધવિશ્વાસના કુરચેકુરચા ઊડી ગયા અને
પ્રિયાનો દેહ અનેક ટુકડાઓમાં લોહીના ખાબોચિયા સાથે પડેલો જોઈ સર્વ પ્રવાસીઓના
રુવાંટા ઊભા થઈ ગયા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
તરુણાવસ્થા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


.jpeg)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories