22 નવેમ્બર 2023

વિધવા વીણાબેન - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 વિધવા વીણાબેન - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

વિધવા વીણાબેન - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી


ગોર મહારાજ ઉભા થયા અને જાહેર કર્યું કે વરકન્યા હવે પતિ પત્ની બની ગયા છે. લગ્ન સંપન્ન થયા છે તેથી હવે સાત અખંડ સોભાગ્યવતી બહેનો આવી નવવધૂને સોભાગ્ય બક્ષી શકે છે. લગ્ન દરમ્યાનની આ એક પરંપરગત વિધિ છે. જેમાં વડીલ અખંડ સોભાગ્યવતી મહિલાઓ નવવધૂને કાનમાં “સદા અખંડ સોભાગ્યવતી રહો” તેવું આર્શિવચન સંભળાવે છે.

“અત્યારે કન્યાને સોભાગ્ય આપવાની વિધિ ચાલુ થશે, એમાં વિધવા વીણાબેનની હાજરીથી અપશુકન થશે, તેથી તેને મંડપની બહાર જવા કહો” કન્યાપક્ષના વડીલ જમનાકાકી બાજુવાળા બહેન સાથે ધીમેથી ગુસપુસ કરતાં કહેતા હતા.

“પણ એની હાજરીથી અમારી દીકરીને અપશુકન થાય તો ભવિષ્યમાં તે પણ વિધવા થઈ જાય. સોભાગ્ય આપવા માટે તો અખંડ સોભ્ગયવતી જ જોઈએ” જમાનકાકી હજુ જોશભેર પોતાની વાત જ સાચી ઠેરવી રહ્યા હતા.

આ ગણગણાટ ધીમે ધીમે બહાર આવી ગયો. “વરરાજના માતૃશ્રીને જ મંડપની બહાર જવાનું? વીણાબેન આ સાંભળી દુ:ખી દુ:ખી થઈ ગયા. તે વિચારવા લાગ્યા “મારા જ એકના એક દીકરાના લગ્નમંડપની બહાર જવાનું? હું વિધવા છુ.તેમાં મારો શું વાંક?”

અને વીણાબેન ભૂતકાલમાં સરી પડ્યા. કેટલો સુખી હતો તેમનો સંસાર! તેમના પતિ જશવંતલાલ બેકમાં ઓફિસર હતા. લગ્નના ત્રીજા વર્ષે પુત્રરત્ન જશનો જન્મ થયો, અને કુટુંબમાં આનંદ આનંદ થઈ ગયો. સુખી દિવસો પસાર થઈ રહ્યા હતા. માતા પિતાના પ્રેમ અને વાત્સલ્યથી જશ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. શાળામાથી જ ભણવામાં જશ હોશિયાર નિવડતા તેના માબાપે તેના ઉચ્ચ શિક્ષણની અને ડીગ્રીની આશ જગાડી હતી. બનેની ઇચ્છા તે એમ.બી.એ. થઈને મોટો ઓફિસર બને તેવી હતી.

પરંતુ દશ વર્ષ પહેલાની એ ગોઝારી સાંજ યાદ આવતા જ વીણાબેન ધ્રુજી ગયા. તેમના પતિ બેંકમાથી છુટીને સ્કુટર ઉપર ઘરે આવી રહ્યા હતા ને અચાનક પાછળથી મોટી ટ્રકે ટક્કર મારી. જશવંતલાલ ઉછળીને પડ્યા નીચે અને તેમની ખોપરી ફાટી ગઈ. મગજની અંદરની બ્લીડિંગ થઈ જવાથી સ્થળ ઉપર જ તેમનું મોત થઈ ગયું.

જશવંતલાલનો મૃતદેહ ધેર આવતા જ વીણાબેન અને જશ શૂન્ય મસ્તક થઈ ગયા. અચાનક અકસ્માત અને વૈધવ્ય આવતા વીણાબેન ભાંગી પડ્યા. આખો દિવસ રૂમમાં શૂન્ય મસ્તક બેસી રહેવાનુ અને હવે શું થશે ના વિચારો કરવાના. પણ એમ બેસી રહેવાથી મૃત વ્યક્તિ પરત ફરે ખરો?

બધાએ બહુ સમજાવી અને કહ્યું “તમારો નહીં પણ એકના એક દીકરા જશનો તો વિચાર કરો. મહિના પછી  વીણાબેનને વાસ્તવિકતાનું ભાન થયું. તે પોતે જો આમ ભાંગી પડશે તો જશનું શું? તેના ભવિષ્યના સપનાઓનું શું?

મહિના પછી બધાં સગાવહાલાની હિમતથી જશને મોટો કરી ભણાવવાનું બીડું ઝડપથી લીધું.કમાવા માટે ચારે તરફ પ્રયત્ન ચાલુ કરી દીધા. તેમાં તેમના પતિની બેંકમાં જ રહેમરાહે કારકુનની નોકરી મળી ગઈ. ઘરનું કામ કાજ, બેંકની નોકરી અને જશના ભણતરની દોડદોડીમાં દશ વરસ ક્યાં જતા રહ્યા તે ખબર જ ના  પડી.

અંતે જશ સેટ થઈ ગયો. સરસ કંપનીમાં સારી કાયમી નોકરી મળી ગઈ. રમીલબેને જ્ઞાતિમાં સારી છોકરીની શોધ ચલાવી. એમ.બી.એ. થયેલ દેખાવડા જશને પામવા છોકરીઓના માતપિતાના લાઇન લાગી ગઈ.

પસંદ પામેલી જાનકી દેખવાડી અને માલદાર ઘરની હતી પણ ઘરના બધા સયુક્ત કુટુંબમાં રહેતા અને જુનવાણી વિચારોના હતા. તેમાંય તેના ઘરમાં તેના મોટા કાકી જમનાકાકીનું ચલણ હતું. તેનો બોલ કોઈ ઉથાપી નહોતો શકતા. લગ્ન મંડપમાં જમનાકાકીએ વહેમ ઘાલ્યો કે સૌભાગ્ય દેવામાં વિધવાની હાજરી અપશુકન કરશે, એમાં ચારે તરફ ચડભડ થઈ ગઈ.પણ કન્યાપક્ષવાળા હતા, પૈસાદાર અને રૂઆબદાર એટલે તેમના વડીલનું કહ્યું તો બધાએ માનવું જ પડે. વરપક્ષવાળા પણ આ બાબતે, અપશુકન થશેતો વહેમ આવતા પાછા પડી ગયા.

અંતે વીણાબેન કોચવતા મને ઉભા થયા અને મંડપ છોડી બહાર નીકળી ગયા. વરરાજના મમ્મીએ જ લગ્નમંડપની બહાર જવું પડે તે વિચારથી વરરાજા જશ દુ:ખી થઈ ગયા. તેને મનમાં વિચાર આવ્યો. આ બધું ખોટું થઈ રહ્યું છે. આમ વિચારીને તે મમ્મીને પરત લેવા દોડ્યો.

આ રીતે દોડતા વરરાજની લાંબી ફેન્સી, સિલ્કની શેરવાનીને ચોરીમાં રહેલ અગ્નિ લાગી ગયો. ભડભડ શેરવાની સળગવા લાગી. બધા આગ લાગી કહી દોડવા લાગ્યા, અને મિનિટમાં મડપ ખાલીખમ !!

રમીલબેને દૂરથી આ દ્રશ્ય જોયું. માનો જીવ ઝાલ્યો રહે? તે તો પરત દોડ્યા પુત્ર તરફ. તરત જ જશની પાસે જઈને હાથથી આગ ઓલવવા લાગ્યા. બંને હાથમાં દાઝ લાગી ગઈ, અંદરનું માંસ અને હાડકાં શેકાઈ ગયાં. દૂર રહે રહે જમાનાકાકી અને બીજા બધા બૈરાંઓ બૂમો પાડતા હતા. “વીણાબેન ભાગો, આમને આમ તમે જ સળગી જશો.” પણ વીણાબેન ત્યાથી હટવાનું નામ જ લેતા ન હતા. “ મા  તે મા, બીજા બધાં વગાડાના વા” પાછા પડીને ભાગે એ બીજા, મા નહીં! “તેનો દિકરો હજુ આગમાં ઘેરાયેલો હતો.”

સહુ દૂર રહે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આગ હજુ મચક આપતી ન હતી. ત્યાં વીણાબેનની નજર બાજુમાં પડેલી ચાદર ઉપર ગઈ, દોડીને તેમણે જશને ચાદર લપેટી દીધી. અંદર ઓક્સિજનના મળતા આગ ઓલવાઈ ગઈ. બધે હાશ થઈ ગઈ. વરરાજા થોડા દાઝી ગયા પણ બચી ગયા. જાનકીનું સોભાગ્ય લગ્નના દિવસે જ હણાઈ જાત. અપશુકનિયાળ વિધવા માતા બળેલા હાથે બીજી બાજુ પડી ગઈ. કાળા બળેલા હાથ સખત દર્દ હોવા છતાંય એક ઉહકારો, સરખો નહીં! વાહ જનનીની જોડ ક્યાંથી મળે?

હવે જશથી ના રહેવાયું તેને કન્યાપક્ષના જાજરમાન મહિલાઓ, જમાનાકાકી અને અન્ય વડીલો સામે જોઈ અત્યંત કરૂણ સ્વરે કહ્યું” જે વિધવાની હાજરીથી જ તમારી દીકરીનું સોભાગ્ય નંદવાય એવી શંકા કરતાં હતા, પણ આજે તેને લીધે જ જાનકીનું સોભાગ્ય બચી ગયું” વીણાબેન માટે તત્કાલ એમ્બુલન્સ બોલાવી દાખલ કરાવી દીધા. 

ભારે કપડાં, સોનાના દાગીનાથી લથપથ જમનાકાકી અને કન્યાપક્ષની બહેનો બહારથી ચમકતા હતા, પણ તેમના મો કાળામેશ થઈ ગયા.સફેદ રંગના વીણાબેનના તેજ આગળ ઝંખવાઇ ગયાં.





Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories