મયંકનો પ્યાર - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી
“ડોક્ટર સાહેબ, આપણી અહીની સ્કૂલમાં વિધાર્થીઓમાં લોહીની ઊણપ વધારે લાગે છે કે નહીં?” મંગળ વિધાલયના પટાવાળા દ્વારા આ સવાલ પૂછતા મને આશ્ચર્ય થયું. મે તેના સામે જોયું. સારા ધરનો, દેખવાડો, વ્યવસ્થિત દેખાતો લગભગ પિસ્તાલીસ વરસનો પટાવાળો હોંશિયાર લાગ્યો. મે પૂછ્યું “ તારું નામ શું?”
તેણે જવાબ આપ્યો “ મયંક જાની.” મે પૂછ્યું તું કેટલું ભણેલો છે? તારા ધરમાં કોણ કોણ છે? છોકરા કેટલા છે?”
“ સાહેબ, બાર ધોરણ ફેલ છું. સારા ધરનો છું. મારા પપ્પા સ્ટેટ બૈંકમાં ઓફિસર હતા: મારા લગ્ન હજી થયા જ નથી, તેથી છોકરાનો સવાલ જ નથી” મયંકે ઉત્તર વાળ્યો.
અમે સ્ટાફ સાથે મંગળ વિધાયલમાં વિધાર્થીઓના હેલ્થ ચેકઅપ અને આરોગ્ય શિબિર માટે આવેલા હતા. બધા ચેકઅપના કામમાં વ્યસ્ત હતા, ત્યારે મયંકે મારી પાસે આવી સવાલ જવાબ ચાલુ કરેલ હતા. મને તેની વાતમાં રસ પડ્યો. મે પુછ્યું “બૈંકના ઓફિસરનો છોકરો અને બાર ધોરણ ફેઇલ? લગ્ન પણ હજુ સુધી થયા નથી, નક્કી કોઈ એવો બનાવ બનેલ હશે, કે જેને કારણે આ પરિસ્થિતી પેદા થઈ.”
પહેલાં તો તે ખુલીને બધી વાત કરવા તૈયાર જ ન હતો. પછી જાણે કે ત્રીસ વરસ પહેલા શાળા જીવનમાં પહોચી ગયો. ઊંડા શ્વાસ લેતા તે બોલ્યો “ સાહેબ, હું પહેલાથી ભણવામાં હોશિયાર હતો. હમેશાં ક્લાસમાં પહેલો કે બીજો નંબર જ આવે. અમારી શાળામાં કોએજયુકેશન હોવાથી છોકરાં અને છોકરીઓ સાથે ભણતા. દશ ધોરણ સુધી તો જાણે કોઈ તફાવત લાગતો જ નહીં. બધા સાથે જ રમતાં અને લેશન કરતાં.
આગિયારમાં ધોરણમાં પ્રવેશ થતાં જ અમારામાં તરુણાવસ્થના ફેરફારો થવા લાગ્યા. પહેલાં સાથે જ રમતાં છોકરા અને છોકરીઓ જાણે કે હવે છૂટા પડી પોતપોતાના ગ્રુપમાં જ ફરવા લાગ્યા. એ જ વખતે અમારા ક્લાસમાં નવી દેખાવડી, રૂપાળી છોકરીનું આગમન થયું. તેનું નામ હતું “માલતી જોષી.” નમણો ચહેરો, ગોરો વાન અને જમણા ગાલ ઉપર કાન પાસે તલ તેની સુંદરતમાં વધારો કરતા હતા. ક્લાસના દરેક વિધાર્થી તેને ઝંખતા પણ તે કોઈને દાદ આપતી નહીં. જો કે મને પણ તે બહુ ગમતી હતી. રમતા, જમતાં, સૂતાં તેના જ વિચારો આવ્યા કરતાં” આટલું કહેતા તે શરમાઇ ગયો.
મને રસ પડી ગયો, મે પુછ્યું “શું વાત છે? તને તેની જોડે પ્યાર થયો કે નહીં?”
સાહેબ એ જ વાત કરૂ છુ. બારમાં ધોરણમાં તેનું પદાર્થ વિજ્ઞાન બહુ કાચું છે. દાખલા તો તને ફાવતા જ નહી. એક દિવસ ચાલુ ક્લાસે શિક્ષકે કહ્યું “માલતી તારું પદાર્થ વિજ્ઞાન બહુ કાચું છે. એવું હોય તો મયંક પાસેથી શીખતી હોય તો સારૂ.” મને તો આ સાભળીને ભાવતુતુને વૈધે કહ્યું જેવો ઘાટ થયો. તે સામેથી રિસેસમાં મારી પાસે પદાર્થ વિજ્ઞાન શીખવા આવવા લાગી. ધીમે ધીમે અમારી દોસ્તી જામતી ગઈ. ક્લાસના બધા વિધાર્થીઓ અમારી ઉપર જલી રહ્યા હતા.
એક દિવસ તો મે દાખલો શીખવતાં કહ્યું “ માલતી, તું મને બહુ જ ગમે છે, હું તારા માટે કઇ પણ કરવા તૈયાર છું.” તે શરમાઇ ગઈ. ધીમેથી બોલી. “પરીક્ષામાં પણ આવી જ રીતે મદદ કરજે.”
બારમાંની બોર્ડની પરીક્ષામાં અમારા નંબર અનાયાસે પાસે આવી ગયા. પદાર્થ વિજ્ઞાનનું પેપર મે તો પુરૂ કરી નાખ્યું હતું. તેણે દાખલા માટે મદદ માંગી. મે મદદ કરવા મારૂ જવાબપત્ર તેને આપી, તેનું લઈ લીધું.
બરાબર તે જ વખતે બોર્ડની ચેકિંગ સ્કવોર્ડ અમારા ક્લાસમાં આવી. અમારી ચોરી પકડાઈ ગઈ. તે રડવા જેવી થઈ ગઈ. તેની આંખમાં આસું જોઈને હું પીગળી ગયો. મે બધા વાંક મારા ઉપર લઈ લીધો. મે કબૂલ કર્યું કે ચોરી કરવા માટે મે તેનું પેપર લીધું છે. તેનો કોઈ વાંક નથી.
મારૂ પેપર સ્ક્વોવાર્ડએ કબજે કરી મને પરીક્ષમાંથી ઉઠાડી દીધો. બોર્ડમાંથી મને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો.
“અરે! આટલું મોટું બલિદાન એક છોકરીના કહેવાતા પ્રેમમાં! “મે નવાઈ પામતા પૂછ્યું.
“ સાહેબ, હું તેના પ્રેમમાં પાગલ હતો. મને તો જરા પણ દુ:ખ ના થયું. માલતી ભણીને આગળ વધી જાય એ જ મારી ઇચ્છા હતી. પણ પછી તે એમ.એસ.સી.એમ.એડ. થઈ, ક્યાં જતી રહી. તે ખબર ના પડી.”
પછી શું થયું?” મે દુ:ખી સ્વરે પૂછ્યું. “પોતાના છોકરાની આવી આકરી સજાથી મારા પપ્પાને એટેક આવી ગયો અને તેમનો દેહાંત થઈ ગયો. તેની ચિંતામાં મારી મમ્મીનું મગજ ભમી ગયું. મારી ઉપર બે નાના ભાઇઓની જવાબદારી આવી પડી. ભણતર રખડી પડ્યું. આ શાળામાં માંડ માંડ પટવાળાની નોકરી મળી ગઈ.”
“પણ તે લગ્ન કેમ ના કર્યા?” મે સ્વાભાવિક પૂછ્યું. તેણે ગંભીર બની જવાબ આપતા કહ્યું “ હું હજી માલતીના પ્રેમમાં પાગલ છું. શરૂઆતમાં જીંદગીના વરસો ક્યાં જતાં રહ્યા એ જ ખબર ના પડી. તેમાં લગ્નનો વિચાર જ ના આવ્યો. મને લાગે છે કે માલતી પણ મારા વિયોગમાં ઝુરતી હશે. મે તેને શોધવા બહુ પ્રયત્ન કર્યો, પણ હજી ક્યાંય સફળતા મળતી નથી. સાંભળ્યું છે કે તે હવે શિક્ષકમાંથી પ્રિન્સિપાલ બની ગઈ છે.” કહેતાં કહેતા મયંક ભાવુક બની ગયો.
બીજા જ અઠવાડિયે શાળામાં નવા પ્રિન્સિપાલ તરીકે માલતીબેન આવે છે, એવી વાત ફરી વળી. મયંક વિચારમાં પડી ગયો “આ મારી જ માલતી હોય તો મને પ્રેમ કરતી હશે કે નહીં?”
ખરેખર એ માલતી જોષી જ નીકળી. ધીર ગંભીર ચાલ, પ્રૌઢ પણ નમનો ચહેરો અને જમણા ગાલમાં તલ મયંક ખુશ થઈ ગયો.
બીજા જ દિવસે તેની કેબિનમાં જઈ પૂછ્યું “મેડમ,યાદ આવે છે, હું તમારો શાળાનો દોસ્ત મયંક જાની. ફિઝિક્સના બોર્ડના પેપરમાં મે જ તમને મદદ કરીને બચાવી લીધાં હતાં.”
માલતીબેન મોઢું બગાડ્યું અને યાદ કરતાં બોલ્યા, “ હા, હા, પણ તેનું હવે શું છે? અહી મને પૂછ્યા વગર કેબિનમાં કેમ આવ્યો?” મયંક તેની માલતીના આ વલણથી નિરાશ થઈ ગયો.
“મેડમ, મે તમારી યાદમાં હજી સુધી લગ્ન પણ નથી કર્યા.” મયંકે રડસમ ચહેરે પૂછ્યું.
“ તો હું શું કરું? મારા પતિ તો સચિવાલયમાં ઓફિસર છે અને અમારે બે બાળકો પણ છે, આ બધી વાતો હવે યાદ કરીને શું ફાયદો?” માલતીબેન પ્રિન્સિપાલ ગુસ્સે થઈને બોલ્યા.
મયંક રડસમ ચહેરે બહાર નીકળી ગયો. તેનું ર્હદય અંદરથી રડી રહ્યુંહતું. “અરેરે! જેને માટે મે મારી કેરીયર અને જિંદગી બરબાદ કરી તેનું આવું વર્તન??
છતા પણ તેને દિલમાં ઊંડે ઊંડે આશા હતી કે મારી દોસ્તી અને પ્રેમ સાચા છે. માલતીને તેની ભૂલનો અહેસાસ થશે જ અને પછી અમારી દોસ્તી જામી જશે.
બીજા દિવસે મયંક પ્રિન્સિપલની ઓફિસ પસાર કરતો હતો, ત્યારે તેનું નામ સાંભળી ઊભો રહી ગયો.માલતિબેન બીજા બે શિક્ષકબેનો સાથે સ્ટાફના ગપાટાં મારી રહયા હતા. તે બોલ્યા.
“પેલો પટાવાળો મયંક મને તો ગાંડો લાગે છે. મારા પ્રેમમાં પરીક્ષામાં તેણે ચોરીનું આળ પોતાના માથે લઈ લીધું અને હવે ભણ્યા વગર પટાવાળો છે. હાહાહા....”
“મેડમ; તમારો જુવાનીમાં દેખાવ જ એવો સુંદર હશે કે બધા તમારા પ્રેમમાં પડી જાય” જ્યોત્સનાબેન માખણ મારતાં બોલ્યાં.
“અરે! એ ગાંડો તો મારા પ્રેમમાં હજી પરણ્યો જ નથી.” માલતિબેને હસતાં હસતાં બીજી બે બહેનો સાથે તાલી દઈ, ત્રણે બહેનો જોર જોરથી હસવા લાગ્યા.
પોતાના બલિદાન, દોસ્તી, પ્રેમ અને ધીરજના છોતરે છોતરા ઊડતાં જોઈ અને સાંભળી મયંક સડક થઈ ગયો. કાપો તો લોહી ના નીકળે ! તેની આંખમાથી ડબડબ આંસુઓ નીકળી રહયા હતા. તેનું મગજ ચકરાઇ ગયું. શાળામાંથી તે ગાંડાની જેમ ધર તરફ “ માલતી માલતી” ની બૂમો પાડતો દોડી ગયો. બહાર રેડિયો પર ગીત વાગી રહ્યું હતું.
દોસ્ત દોસ્ત ના રહા,પ્યાર પ્યાર ના રહા, જિંદગી હમે તેરા,એતબારના રહા
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મયંકનો પ્યાર - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictitious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories