અમીની ઉતાવળ
“આ શું છે બધુ ? અમી, આ તારી સાથે ફોટામાં કોણ છે ? આ છોકરો કોણ છે ? આ તેની સાથેના ચેટીંગ અને એસ.એમ.એસ. કેટલા
સમયથી ચાલે છે ?
અમે તને કોલેજ ભણવા મોકલીએ છીએ કે લવના લફરા કરવા ?” આશાબેન ને તેની વીસ વર્ષ ની કોલેજીયન
તરૂણી પુત્રી અમીને ગુસ્સે થઈ ને પૂછ્યા.
ઉતાવળે કોલેજ જતાં અમી તેનો સ્માર્ટ
મોબાઈલ ફોન ઘેર ભૂલી ગઈ હતી.,
તે અનાયાસે તેના મમ્મી આશાબેનનો હાથમાં આવી ગયો હતો.
અમી રડવા જેવી થઈ ગઈ. ટી.વાય.બીએ.માં ભણતી અમી
છેલ્લા છ માસથી તેની સાથે જ ભણતા આશિક સાથે પ્રેમમાં પડી હતી. બન્નેએ સાથે પાડેલા સેલફી ફોટા, એમ.એમ.એસ. મેસેજીસ, વ્હોટસેપના મેસેજીસ બન્ને વચ્ચેના પ્રેમનો ચોખ્ખો એકરાર કરતાં હતા, તે
જોઈને આશાબેન
ગુસ્સા થી ફાટી ગયા.
તેમણે તરત જ તેમના પતિ અશોકભાઇને દુકાને ફોન કરી ઘેર બોલાવી લીધા.
અશોકભાઇ ઘેર આવી, આ બધું જોઈને ગુસ્સે થઈ અમીને ધમકાવવા લાગ્યા.કેટલા વખતથી આ બધું ચાલે છે ? ભણવાને બદલે આવા લફરાં કરે છે, પછી પરિણામ કેવું આવશે ?
અમીએ રડતાં રડતાં બધી વિગતથી બન્ને ને વાકેફ કર્યા. પપ્પા,અમે બન્ને એકબીજાને છ માસથી સાચો પ્રેમ કરીએ છીએ,તેનું નામ આશિક છે, સ્વભાવે સારો છે, અને ભણવામાં હોશિયાર છે. અમે ભવિષ્યમાં લગ્ન પણ કરવાનું નક્કી કરેલ છે.
“પણ તે કઈ જ્ઞાતિનો
છે, તેના પપ્પા શું કરે છે ? તેનું ઘર અને કુટુંબ કેવા છે ?” અશોકભાઈએ
ચિંતામાં સવાલો નો મારો ચલાવ્યો.
“એ લોકો આપની જ જ્ઞાતીના છે, સુખી ઘરના છે, અને આશિક એકનો એક છોકરો છે.તેના પપ્પા
ધનસુખભાઈ જથ્થાબંધ રેડીમેઈડ ગારમેન્ટ
ના વેપારી છે.” અમીએ જવાબ આપ્યો.
આશાબેન હજુ ગુસ્સામાં જ હતા. તેમણે ગુસ્સામાં કહયું “તારે ભણતા આ બધું કરવાની શું જરૂર પડી ? હવે અમારે તારી કોલેજના પ્રોફેસર
ને અને પ્રિન્સીપાલને મળીને સખત પગલા લઈ તારૂ ધ્યાન રાખવાનું કહેવું પડશે, નહિતર
તારૂ આ છેલ્લું વરસ બગડી જશે.”
અમી પ્રિન્સીપાલના નામથી જ ધ્રુજી ઉઠી એ ખૂબ જ કડક સ્વભાવના અને તરત જ વિધ્ધ્યાર્થીને સસ્પેન્ડ કરી નાખે તેવાં હતા. તે હતાશામાં સરી પડી અને વિચારવા લાગી. મારે લીધે આશિકને
પણ પ્રિન્સીપાલ સસ્પેન્ડ
કરી નાખશે તો ? તે ઊંડી નિરાશામાં સરી પડી અને વિચારવા લાગી હવે આવું જીવન જીવવાનો શો
અર્થ ?
અશોકભાઈએ ગેરેજમાંથી ગાડી કાઢી. આશાબેને પ્રિન્સીપાલને
બધું બતાવવા અમીનો મોબાઈલ સાથે લઈ લીધો, અને બન્ને ઉપડ્યા અમીની કોલેજ તરફ.
ગાડીમાં બેઠાં બેઠાં બન્નેને તેમની દિકરી અમી ના ભવિષ્ય ની ચિંતા હતી. આશાબેન બોલ્યા જુવાન દિકરી એટલે સાપનો ભારો, એ વાત હવે મને બિલકુલ સાચી લાગે છે.
રસ્તામાં ધીમેધીમે બન્નેનો ગુસ્સો નરમ પાડવા લાગ્યો. અશોકભાઇ ને અચાનક યાદ આવ્યું. અરે ! આ આશિક મારા સ્કૂલમિત્ર ધનસુખનો છોકરો તો નથી ?
તેણે મોબાઇલમાં ફરીથી આશિકનો ફોટો ધ્યાનથી જોયો અને બોલ્યા આ તો તે જ
છોકરો લાગે છે. જો બે વરસ પહેલા
તેને જોયેલો, પણ હવે યાદ આવ્યું. ધનસુખ તેના બહુ
વખાણ કરતો હતો.
તેમણે તરત જ ધનસુખને મોબાઈલ જોડ્યો. “શું ચાલે છે, ધનસુખ, તારી દિકરો ગ્રેજ્યુએટ થઈ ગયો?”
ધનસુખને અચાનક તેના સ્કૂલફ્રેન્ડ અશોકના ફોનથી નવાઈ લાગી. તેણે જવાબ આપતાં કહ્યું “ હા, મારો દિકરો આ વર્ષે જ ગ્રેજ્યુએટ થઈ જશે. તારી દિકરી અમીના શું ખબર છે, બન્ને એક જ કોલેજમાં ભણે છે, એતો ખબર છે ને ?”
“હા, એના માટે જ હું અને આશા અત્યારે જ તારે ઘેર આવીને છીએ, અર્જન્ટ
વાત કરવી છે.” અશોકભાઇ બોલ્યા.
“શું વાત છે ? અર્જન્ટ કેમ મળવું
છે ?” ધનસુખભાઈએ પુછ્યું.
“એ તો અમે ત્યાં
આવીને જ છીએ, પછી રૂબરૂ બધી વાત કરીએ.” અશોકભાઇ બોલ્યા.
અને તે બન્ને કોલેજમાં
પ્રિન્સીપાલને મળવાને બદલે સીધાં ધનસુખભાઈના બંગલે ઉપડ્યા. રસ્તામાં અશોકભાઈએ આશાબેને કહયું “આપણે દિકરી ને ભણાવી ગણાવી અંતે તો લગ્ન કરીને સાસરે જ મોકલવી છે ને ! જો
સારૂ પાત્ર હોય અને બન્ને એકબીજાને પસંદ કરતાં હોય તો ખોંટું શું છે ?”
આશાબેને પણ હકારમાં કહયું. “જો ઘર અને વાર સારા હોય તો બધું બરાબર છે.”
ધનસુખભાઈએ તેમના પત્ની ઉષાબેન અને પુત્ર આશિકને ઘેર બોલાવી બધી વાત કરી તૈયાર જ રાખ્યા હતા. અશોકભાઇ અને આશાબેને તેમના ઘેર આવીને મોબાઈલ ના ફોટા અને ચેટીંગ આશિકના પપ્પા મમ્મીને બતાવ્યા. આશિક નીચું જોઈને આ બધું સાંભળી રહયો હતો.
ધનસુખભાઈ તો નવાઈ પામ્યા “અરે ! તું તો છુપો રૂસ્તમ નીકળ્યો. મારા જ ભાઈબંધની છોકરી પટાવી દીધી. તને તેની સાથે ખરેખર પ્રેમ છે ને ? હું
ઓળખું છુ અમી ને, તે તો બહુ જ
સંસ્કારી ડાહી અને દેખાવડી છોકરી છે. અમારી ચિંતા અને
ગુણિયલ વહુ શોધવાનું કામ તો તેજ પૂરૂ કરી દીધું.”
અશોકભાઇ અને આશબેનને પણ આશિક જોતા જ ગમી ગયો હતો. તંદુરસ્ત શરીર,સરસ ઊચાઇ અને ભણવામાં પણ હોશિયાર પછી બીજું
શું જોઈએ ? બન્ને એ અંદર અંદર મસલત કરીને ધનસુખભાઈ અને ઉષાબેન ને કહયું. “મોં મીઠું કરાવો. અમારા તરફથી સબંધ બાંધવાની હા છે.”
તો ઉષાબેને
કહયુ “તમારી દિકરી અમીને તો અહી બોલાવી તે ની શું મરજી છે ?”
આશાબેને જવાબ આપ્યો. “તેની તો હા જ હોયને ! અમારે
ઘેર જઈને તેને સરપ્રાઇઝ આપીને ખુશ કરી કેવી છે, માટે
અમે ઘેર જઈને જ તેને વાત કરીશું.”
બધાં ખુશખુશાલ હતા.સબંધ પાકો કરવા બધાએ ગોળધાણા ખાઈ મોં મીઠું કર્યું. આશિક પણ ખુશી થી
પાગલ હતો.
કલાક પછી બન્ને પોતાની ગાડીમાં બેસી ઘેર જતાં હતા ત્યારે હરખાઈ રહયા
હતા. અમી આ સાંભળી ને ખુશ થશે. અશોકભાઇ બોલ્યા.
આશાબેને ખુશ થતાં કહયું “બન્ને
સાથે ગ્રેજ્યુએટ થઈ જાય પછી આપણે લગ્નનું મુહૂર્ત કઢાવી લઈશું.”
બન્ને એ ઘેર પહોચી ઓટોમેટિક લેચકીથી મેઇન
દરવાજો ખોલી અંદર ગયા અને બૂમ પાડી “અમી અહી આવ.”
પણ કોઈ જવાબ ન મળ્યો. તેથી અંદર અમીના રૂમ
તરફ ગયા,
પણ રૂમ અંદરથી બંધ હતો.
દશ મિનિટ સુધી ખખડાવવા છ્તા તેણે અંદરથી
દરવાજો ના ખોલતા કશુંક અજુગતું બની ગયાની શંકા ગઈ.
આજુબાજુના બીજી ચાર પાંચ માણસોને બોલાવી
જોરથી દરવાજો તોડ્યા અંદર અમીની લાશ દુપટ્ટા વડે પંખા પર લટકી રહી હતી. માબાપ હબક
ખાઈ ગયા. નીચે ટેબલ ઉપર અમીના હસ્તક ચિઠ્ઠી પેન નીચે દબાયેલ ટેબલ ઉપર પડી હતી.
“મમ્મીપપ્પા, તમે બને અમર પ્રેમની અસલિયત જાણ્યા કે
સમજ્યા વગર સીધાં અમારી કોલેજના પ્રિન્સીપાલ પાસે
ફરિયાદ કરવા ગયા , તે અમને બન્નેને
સસ્પેન્ડ કરી દેશે. મારે લીધે આશિકની
જિંદગી પણ બગડી જશે. તેથી હવે જીવન
જીવવાનો કાઓઈ મતલબ જ નથી. મારા મોત માટે કોઈ
જવાબદાર નથી.”
આપની દિકરી અમી.
માબાપ બોર બોર જેટલા આંસુ પાડી રડી રહયા હતા. તેમણે વિચાર્યું. અરે રે પ્રેમ
કરીને એક કલાક જેટલી ધીરજ પણ ના ધરી. ઉતાવળે આવું અંતિમ
પગલું ભરી લીધું ?
તેમને કોણ સમજાવે કે તરુણાવસ્થામાં આવતો
ક્ષણિક આવેગ અને ભૂલ કેટલો મોટો અનર્થ કરી નાખે છે ??
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
અમીની ઉતાવળ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories