દાદીમા નો મોતિયો
સુનંદાબેન
હવે સીત્તેર વર્ષના થઈ ગયા હતા. ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી. હાથપગમાં જાણે
જોર જ રહ્યું ના હતુ.
મોંમાંથી લગભગ બધા જ દાંત પડી ગયા હતા. ખોરાક ચાવવાની અને ખાવાની તકલીફ વધી ગઈ
હતી. આંખોનું તેજ જાણે
ધીમે ધીમે ઘટી જવાથી દેખાવાનું ધુંધળું થઈને લગભગ બંધ થઈ ગયું હતુ. સમયનું પંખી તો
ઉડીને જાણે સડસડાટ પસાર થઈ રહ્યું હતું.
હજુ
પંદર વર્ષ પહેલા જ તેમનો એકનો એક દીકરો અમિત ગ્રેજ્યુએટ થઈને નોકરીએ લાગી ગયો હતો.
તેમના વર મનોજભાઈની પણ પ્રાઈવેટ કંપનીમાં ટૂંકા પગારની નોકરી હતી. ખર્ચના બે છેડા
માંડ માંડ ભેગા થતા હતા. છતાં પેટે પાટાબાંધીને ખૂબ કરકસર કરીને તેમણે
અમિતને ભણાવ્યો હતો. અમિતનો દેખાવ સુંદર હતો પાછો
ગ્રેજ્યુએટ થઈને નોકરીએ લાગી ગયો એટલે એક પછી એક સારા ઘરના માંગા આવવા લાગ્યા હતા. છેવટે પૈસે ટકે
સુખી એવા જમનાદાસની એકની એક દીકરી પ્રિતી સાથે અમિતના લગ્ન ગોઠવાઈ ગયા. વેવાઈ
પૈસાદાર એટલે તેની બરોબરી કરવા મનોજભાઈને ખેચાવું પડતુ હતુ. સુનંદાબેન ટકોરતાં, તો કહેતા કે ‘‘હશે, હવે આપણે તો એક જ છોકરો છે ને !’’
છેલ્લે લગ્નના બીલો ચુકવવાના આવ્યા ત્યારે ખબર પડી કે ખર્ચ ધારવા કરતાં ઘણો વધી ગયો હતો. આ મોંઘવારીમાં તેમના દરેક બજેટ ખોટા પડી ગયા હતા. છેવટે સીત્તેર હજારનું દેવું કરીને મનોજભાઈએ બીલો તો ચુકવી દીધાં, પણ દેવાનો બોજ તેમનું હૃદય સહન ના કરી શક્યું, અને માત્ર અઠ્ઠાવન વર્ષની ઉંમરે પહેલાજ એટેકમાં મનોજભાઈ, ફકત અડધા જ કલાકમાં ઘરના સહુંને રડતા રાખી, દુનિયાને સદાય માટે રામ રામ કરી ગયા.
સુનંદાબેન
એકલા પડી જવાથી તૂટી ગયા. એકનો એક દીકરો અમિત અને પ્રિતી જ તેનો સધિયારો હતા. દિવસોને જતાં કયાં વાર
લાગે છે? ત્રણ વર્ષ પછી અમિત અને પ્રિતીને ઘેર દીકરા જયનું આગમન
થતાં ઘર ખુશીઓથી ભરાઈ ગયું. અમિતની પત્ની પ્રિતી દેખાવડી અને પૈસાદાર મા બાપની
દીકરી હતી. કરિયાવરમાં પણ તે
દાગીનાં, ફ્રીઝ, ફર્નીચર વિગેરે
લાવી હતી. એટલે ઘરમાં તેનો રૂઆબ જામી ગયો હતો. અમિતને પ્રાઈવેટ નોકરીમાં પગાર
તો ઠીક હતો પણ આ મોંઘવારીમાં દસ-પંદર હજાર રૂપિયા તો
કયાંય ચટણીની જેમ ઉડી જાય છે. અમિત અને પ્રિતી ખુબજ કરકસરપૂર્વક ખર્ચ કરતાં, જય પણ બાર વર્ષનો થઈ ગયો હોવાથી તેના ભણતર
માટે રૂપિયાની જોગવાઈ જરૂરી હતી.
સુનંદાબેનનો
મોટાભાગનો સમય જય સાથે પસાર થઈ જતો. પૌત્ર જયને પણ સુનંદાદાદી સાથે જ રમવાની વધારે
મજા આવતી. હમણાં હમણાં ઝાખું દેખાવાથી અને ડાબી આંખે
બિલ્કુલ ના દેખાતું હોવાથી સુનંદાબેને દીકરા અમિતને ફરિયાદ કરી.
‘‘બેટા અમિત મને હમણાં ઝાખું દેખાય છે, કોઈ ડોકટરને બતાવીએ તો ?’’
‘‘પ્રાઈવેટમાં તો ડોકટરની ફી વધારે હશે, તેને બદલે બાજુના ધર્માદાના દવાખાને બતાવી દઈએ’’ અમિતને બદલે પ્રિતીએ જવાબ આપ્યો.
‘‘પણ ધર્માદામાં
કેવું જોશે ?’’ અમિતનો અંતરાત્માં ભાંડતો હતો.
‘‘આમાં નિદાન કરાવવામાં શું નુકશાન છે ?’’ પ્રિતીના મગજમાં પાંચસો રૂપિયા બચાવવાની ગણત્રી
હતી. અંતે ધર્માદાના દવાખાનામાં ફકત દશ રૂા.માં કેસ કાઢી આંખોની
તપાસ કરવામાં આવી ઉમરનો તકાજો અને દૃષ્ટિની
નબળાઈથી નિદાન તો સ્પષ્ટ હતું. બન્ને આંખોમાં મોતિયો આવી રહ્યો હતો, અને ડાબી આંખમાં તો મોતિયો પાકી ગયો હતો, તેથી તાત્કાલિક
ઓપરેશન જરૂરી હતુ. સુનંદાબેનની ઓપરેશનની ઈચ્છા પ્રાઈવેટની હતી, પણ ખર્ચના વીસ પચ્ચીસ હજાર લાવવા કયાથી
??
અંતે
અમિતે મા ને ધર્માદાના દવાખાને ફકત ત્રણ હજારમાં ઓપરેશન માટે મનાવી લીધા.
પ્રિતીબેનને
આ વાતની ખબર પડતાં બગડયાં. ‘‘આ ઉંમરે ના દેખાય તો શું વાંધો છે ? ભગવાનની ભકિત તો ઘેર બેઠા ય કરાયને ! છ મહિને
સગવડ થયે ઓપરેશન કરાવીશું.’’ માજીના ઓપરેશનના ત્રણ હજારની પણ પ્રિતીબેન
બજેટમાં જોગવાઈ ના કરી શકયા અમિત પણ તેની
પત્ની આગળ કાંઈ જ બોલી ના શક્યો.
સુનંદાબેનનો
જીવ કકળી ગયો. તેમને દેખાવાનું સાવ ઓછું થઈ ગયું હતું. ચાલતાં ચાલતાં બે વખત તો
પડી ગયા. પ્રિતીબેન વધારે ઉકળી ઉઠયા. ‘‘માજી ખોટો ઢોંગ
કરે છે.?’’
ઉતરાણના
આગલા દિવસે જયની સ્કુલમાં પતંગ હરિફાઈ હતી. જયને પતંગ ચગાવવામાં કોઈ હરાવી શકે તેમ
ન હતુ. પ્રથમ નંબરનો મેડલ તો જયને જ મળશે તે વાત સ્કુલમાં બંધા જાણતાં હતા. અમિત અને પ્રિતી
પણ ઉત્સાહમાં આવી ગયા હતા. પ્રિતીને પિયરથી બધા જોશમાં હતા. શેઠ જમનાદાસે પોતાના ભાણીયા જયને
પતંગ હરિફાઈમાં સૂર્યપ્રકાશથી બચવા ઇમ્પોર્ટેડ ગોગલ્સ માટે ત્રણ હજાર રૂપિયા મોકલાવી દીધા હતા. ઉત્તરાણને હવે એક જ દિવસની વાર હતી. તેથી પ્રિતીબેને આગલા દિવસે
સવારે જ જય માટે ઇમ્પોર્ટેડ ગોગલ્સ મંગાવવાનું નક્કી કર્યું. અમિતને સવારે ઓફિસે
જવાનું હતું, અને સુનંદાબેનને ચાર કલાક માટે તેની બહેનપણી
સાથે દેવદર્શન જવાનુ
હતું. તેથી ત્રણ હજાર રૂપિયા પ્રિતીબેને જયને અને તેના મિત્ર અશોકને આપી સારામાં
સારા ગોગલ્સ ખરીદવા મોકલ્યો. ચાર કલાક પછી જય અને અશોક બિલકુલ નિરાશ વદને
ઉતરેલા ચહેરે આવ્યા અને ‘‘રસ્તામાં તેમનું પાકીટ કપાઈ જતાં ત્રણ હજાર
રૂપિયા જતા રહ્યાની વાત કરી’’
પ્રિતી
બેન ગરમ થઈ ગયા ‘‘આવોને આવો બેદરકાર રહ્યો, હવે કાલે પતંગ હરિફાઈમાં શું કરીશ ? બીજા રૂપિયા તો અત્યારે ક્યાંથી લાવવા ??’’
“કઈ નહી ગોગલ્સ વગરજ હરીફાઈમાં ભાગ લઈશ.” કહીને જયે મમ્મીને આશ્વાસન આપ્યું. બીજે દિવસે હરિફાઈ જોવા અમિત અને પ્રિતી સાથે આવવા સુનંદાબેને પણ હઠ પકડી. પ્રિતીબેને ટોણો માર્યો ‘‘માજી બન્ને આંખે દેખાતું નથી, તો આકાશમાં જોશો શું??’ ‘‘મને તો ફકત જયનો અવાજ સંભળાય તો પણ બહું છે.’’ સુનંદાબેન બોલ્યા. સામો સૂર્ય હોવાથી જયને પતંગ દેખાતો જ નહોતો પહેલાં જ રાઉન્ડમાં તે હરિફાઈ હારી ગયો હતો.
અમિત અને પ્રિતી બેન ચીડાઈ રહ્યાં હતાં. ‘‘આટલી પણ સાચવણ શકિત ન હોયતો જીદંગીમાં આગળ કઈ રીતે વધીશ ?’’
જય શું જવાબ આપે ? તેણે તો ગોગલ્સના ત્રણ હજાર પોતાના દાદીના મોતિયાના ઓપરેશન
માટે વાપરી નાખ્યા હતા. તે અને તેનો મિત્ર અશોક બજારમાં ગોગલ્સ લેવાને બદલે
દાદીમાને લઈ ચાર કલાકમાં મોતિયો ઉતરાવી પરત આવી ગયા હતા.
સુનંદાદાદી
ડાબી આંખે મોતિયો ઉતરી જવાથી, જય સામે જોઈને આશિર્વાદ વરસાવી રહ્યા હતા. જયને આ પતંગ
હરિફાઈ હારી જવાનો કોઈ ગમ ન હતો, તેણે જીંદગીની
બાજી જીતી લીધી હતી.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
દાદીમા નો મોતિયો - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)
mmm.jpg)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories