ઈર્ષાની આગ
“ તું રમતમાં ને રમતમાં મુન્નાનું જરાપણ
ધ્યાન રાખતી નથી. એ કેવો રડી રહયો છે.” અસ્મિતાબેને ગુસ્સે થઈને તેની નવ વરસની દિકરી આરૂષિને તમાચો મારી
દીધો.અને .....
આરૂષિ પણ છોભીલી પડી ગઈ. ત્રીજા
ધોરણમાં ભણતી આરૂષિની ઉંમર પણ હજુ રમવા જેટલી જ હતી. સવા વરસ પહેલા જન્મેલ મુન્નાને લીધે તે મોટી બહેન બની ગઈ હતી.
મમ્મીની ગેરહાજરીમાં, મમ્મીના આરામ સમયે હવે મુન્નાને
રમાડવાની, મુન્નાને રડતો શાંત કરવાની જવાબદારી
હવે આરૂષિને માથે આવી પડી હતી.
આરૂષિ મનમાં ને મન માં વિચારતી રહેતી, હજુ તો મારે ઢીંગલી સાથે રમવું છે, બહેનપણીઓ સાથે લંગડી રમવી છે, એકલા એકલા નાચવું છે, પણ તેને બદલે આટલી બધી જવાબદારી?
અશોકભાઈ અને અસ્મિતાબેનને ઘેર નવ વરસ
પહેલા આરૂષિનો જન્મ થયો ત્યારે આનંદનો માહોલ થઈ ગયો હતો. અશોકભાઈને સોનાં ચાંદી
અને જવેલરીની પોતાની મોટી દુકાન હતી. છ માણસો કામ કરતાં હતા. મહિને લાખો રૂપિયાનો
વેપાર થતો હતો, સુખી અને સંપન્ન કુટુંબ હતું. ઘેર
કામવાળી અને રસોઈ વાળી બેન હાજર હતા. તેથી અસ્મિતાબેનને પણ સમય મળી રહેતો. આખો
દિવસ આરૂષિની દેખભાળ, સારસંભાળ અને માવજતમાં કાઢી નાખતાં
અશોકભાઈ પણ દુકાનેથી રાત્રે ઘેર આવી આરૂષિને
અડધો પોણો કલાક રમાડતા.
આરૂષિના રમકડાં અને કપડાંની પસંદગી માટેની વાતચિતમાં
બન્નેના કલાકો પસાર થઈ જતાં. તેના ઉપર ગુલાબી રંગ શોભે છે, કે બ્લ્યુ રંગ તે નકકી કરી બન્ને જણા
સાથે તેની ખરીદી કરવા જતા. આરૂષિ માટેના
રમકડાં ખાસ મુંબઈથી અશોકભાઈ લઈ આવેલા. તેને માટે ડીંગડોંગ મ્યુઝિકવાળું રમકડું, ચાવી વાળો બંદર, આંખો પટપટાવીને સુંદર અંગ્રેજીમાં
બોલતી ડોલી વિગેરે અશોકભાઈ મુંબઈમાં ફરીને લાવ્યા હતા.
આરૂષિ ખુબ જ ખુશ હતી, જાણે કે તેના પપ્પામમ્મીનો પ્યાર તેના
માટે જ સર્જાયો હતો !
આરૂષિ ને મગની દાળનો શીરો અને ગળી
લાપસી ખુબ જ ભાવતાં તો અસ્મિતાબેન તેને માટે રજાઓમાં ખાસ બનાવતા.
આરૂષિ સ્કુલે જતી થતાં તેને માટે ખાસ
મોંઘા ભાવનું દફતર બેગ તેમણે પરદેશથી મંગાવેલ હતું. શહેરની સૈાથી મોંધી સેંટ જહોન
નર્સરી સ્કુલમાં ડોનેશન આપી તેનું એડમિશન લીધું હતું. સ્કુલ બસ હતી, છતાં તેને લેવા મુકવા લગભગ દરરોજ
અસ્મિતાબેન ગાડી લઈને જતાં. તે કોઈ વખત કામમાં હોય તો ખાસ અશોકભાઈ દુકાનેથી નીકળી
આરૂષિને સ્કુલે પોતાની ગાડીમાં મુકી આવતા.
આરૂષિનો રૂમ ખાસ બાળકોને પસંદ પડે તેવા
રંગોથી સજાવેલ હતો. સામસામી દિવાલો બદામી રંગની બનાવી અંદર મિકીમાઉસના મોટા કટ આઉટ
ચોંટાડેલા. તેના રૂમમાં અનેક રમકડાં અને સ્ટોરીબુકસનો પાર ન હતો. એકલી આરૂષિને
માબાપનો પ્રેમ, રમકડાં અને સ્ટોરીબુકસ મળતાં તેને
સ્વર્ગની યાદ આવી જતી.
સવા વરસ પહેલાં નાના મુન્નાના આગમનથી
આરૂષિ ખુશ થઈ ગઈ. તેને રમાડવાની, તેડવાની, રમતો જોવાની આરૂષિને મજા પડતી.
જેમજેમ મુન્નો મોટો થતો ગયો, તેમ તેમ તેના માતાપિતાનો પ્રેમ એકલી
આરૂષિને બદલે મુન્ના સાથે વિભાજીત થવા લાગ્યો. આરૂષિના રમકડાં ધીમે ધીમે મુન્નાને
જવા લાગ્યા. સુંદર મ્યુઝિકવાળું રમકડું આરૂષિને બહું જ ગમતું, પણ તેના મમ્મીએ મુન્નાને આપી દીધું.
કારણકે તેનાથી મુન્નો શાંત થઈ જતો હતો.
આરૂષિને ગમતો સંદર રંગબેરંગી રૂમ પછી
મમ્મીપપ્પાએ મુન્ના માટે નકકી કર્યો. આરૂષિને બાજુના નાના રૂમમાં સુવાનું ગોઠવી આપ્યું.
આરૂષિ ખુબ ગુસ્સે થઈ પણ મમ્મીપપ્પાના નિર્ણય સામે તે શું બોલી શકે?
હવે મુન્નો એક વરસનો થઈ ગયો હતો, તે ચાલવા પણ લાગ્યો હતો, તે હવે ઘરમાં રાંધેલો બધો ખોરાક પણ
ધીમેધીમે ખાવા લાગ્યો હતો.
’’મમ્મી આજે રવિવારે રજા છે, તો મને ભાવતો મગનો શીરો બનાવને !’’ આરૂષિએ મમ્મીને વહાલ કરતાં કહયું.
’’જોતી નથી, મુન્નાને ગાજરનો હલવો બહુ ભાવે છે, આજે હું તે બનાવું છું.’’ તેની મમ્મીએ ગુસ્સે થઈને કહયું.
આરૂષિ હબક ખાઈ ગઈ. તેની અદેખાઈની આગ
ભડકી ઉઠી ’’મને ભાવતાં શીરાને બદલે મુન્નાને ભાવતો
હલવો? ’’ તેને મમ્મી ઉપર અને મુન્ના ઉપર ખુબ ગુસ્સો આવતો હતો.
અઠવાડિયા પછી આરૂષિની સ્કુલમાં વેશભુષા
હરિફાઈ હતી, તેમાં આરૂષિ સુંદર પરીનો વેશ પરિધાન
કરવાની હતી.
’’મમ્મી, આજે તું ગાડીમાં મને મુકવા આવીશ ?’’ આરૂષિએ પ્રેમથી પુછયું. તેને એમ કે મમ્મીતો આવશે જ ને !
“પણ કેમ ?” અસ્મિતાબેને પ્રશ્ન પુછયો.
’’મમ્મી, હું પરી બનવાની છુ તેથી મારો ડ્રેસ
બગડી ના જાય તે માટે’’
’’ના, આજે મારે મુન્નાને નવડાવીને તૈયાર કરવાનો છે, તેમાં સમય લાગશે, તુ સ્કુલ બસમાં જ જતી રહેજે’’ અસ્મિતાબેનને ખ્યાલ ન આવ્યો કે, તે તેની દિકરીના મનમાં જલનની આગ
પ્રગટાવી રહી છે.
મહિના પછી આરૂષિની પરીક્ષાનું રીઝલ્ટ હતું, તેનો ’એ’ગ્રેડ હતો. બધાના પપ્પા રીઝલ્ટ લેવા
આવવાના હતા. ’’પપ્પા, કાલે મારૂ રીઝલ્ટ છે, સ્કુલે આવશોને ?’’આરૂષિએ પૂછયું.
’’ના મારે હમણાં દુકાને બહું કામ છે.’’ અશોકભાઈએ પ્રેમથી ના પાડી. ખરેખર તેમને
તહેવારોને લીધે દુકાનમાં બહુ જ કામ રહેતું હતું. હવે
આરૂષિ હબક ખાઈ ગઈ. ગઈ કાલે તો મમ્મીપપ્પા મુન્નાને લઈને એમ જ ફરવા ગયા હતા અને
મારૂં આટલું સારૂ રીઝલ્ટ લેવા આવવાની પણ પપ્પા ના પાડે છે? આરૂષિના મનમાં મમ્મી પપ્પા પ્રત્યે
ગુસ્સો આગ બનીને ટપકી રહયો. તેના મનમાં થયુ ’’આ મુન્નો આવતાં જ મારી આ દશા થઈ છે, નહિ તો પહેલા તો મમ્મીપપ્પા મને કેટલું બધું વહાલ કરતા હતા??
આરૂષિના મનમાં મુન્ના પ્રત્યે અદેખાઈ
અને ઈર્ષાની આગ ભડક ભડક થવા લાગી હતી. પહેલા બાળકને ખુબ લાડપ્યાર અને ધ્યાન આપનાર માબાપ
જયારે બીજું બાળક આવતાં તેના તરફ ઢળવા લાગે છે, ત્યારે તેમને મનમા ય ખ્યાલ નથી હોતો કે તે પહેલા બાળકને અન્યાય કરી, ઈર્ષા જલાવી રહયાં છે.
વેકેશનમાં દિલ્હી બધાં ફરવા ગયા ત્યારે
ખુશ હતા. બન્ને બાળકોને પ્રાણીઓની સમજ પડે એટલે અશોકભાઈ પ્રાણીબાગમાં લઈ ગયા.
દિલ્હીના પ્રાણીબાગમાં માણસોને ચાલવાના
રસ્તા ઊંચા લેવલ પર છે, અને પ્રાણીઓના પિંજરા નીચા લેવલ પર છે, તેથી ચાલવામાં અને પ્રાણીઓને જોવામાં
બહુ જ ધ્યાન આપવું પડે છે,
જરાક પગ લપસ્યો કે સીધા હિંસક પ્રાણીના
પિંજરાની અંદર.
અશોકભાઈ અને અસ્મિતાબેન મુન્નાને બધા જ પ્રાણીઓ
બતાવી રહયા હતા. ’’જો મુન્ના, આ રીંછ જો’’ મમ્મી બોલ્યા તો વળી પપ્પા બોલ્યા ’’ચાલો, ત્યાં સિંહના પિંજરામાં, મુન્નાને સિંહ બતાવીએ’’
આરૂષિ પણ સાથે જ હતી. પણ તેની કોઈ પરવા
જ નહીં, તેને કાંઈ સમજાવવાનું જ નહીં. તે મનમાં
સમસમી રહી હતી.
મુન્નાને તરસ લાગી એટલે અશોકભાઈ બહાર
ગાડીમાં પાણી લેવા ગયા. અસ્મિતાબેનને બાથરૂમ જવું હતું, તેથી આરૂષિને મુન્નો સોપીને સુચના આપી, જો હું બાથરૂમ જઈ આવું, ત્યા સુધી મુન્નાનું ધ્યાન રાખજે.
મુન્નો નીચો નમી નમીને સિંહને
પિંજરામાં જોઈ રહયો હતો. આરૂષિ ઈર્ષાની આગમાં જલી રહી હતી. તેના જલતા દિમાગમાં એક
હિંસક આઈડીયા સુઝી ગયો.
તેણે આજુ બાજુ જોયું, બધે બપોરની શાંતિ હતી, આજુ બાજુ કોઈ નહી. ધીમેથી તેણે
મુન્નાને ધકકો માર્યો, અને મુન્નો પડયો સિંહના પિંજરામાં.
સિંહની ત્રાડથી આખો પ્રાણીબાગ ધુ્રજી
ગયો. ચારે બાજુ દોડધામ મચી ગઈ. સિંહ તેના પિંજરામાં પડેલા મુન્નાને ખાઈ રહયો હતો.
અશોકભાઈ અને અસ્મિતાબેન દોડતા આવીને બુમો પાડી રહયાં હતા, મુન્નાને બચાવો, ’’મુન્નાને બચાવો.’’ પણ તેને બચાવવા અંદર કોણ પડે??
ત્રણ મિનિટમાં ખેલ ખતમ ! સિંહે
મુન્ન્નાને ફાડી ખાધો. પ્રાણી બાગમાં એકઠી થયેલી ભીડ માબાપ ઉંપર ફીટકાર વરસાવી રહયાં હતા.
માબાપ પોતે મુન્નાનું અંગત ધ્યાન ન રાખી શકયા
તેનો વિલાપ કરી રહયાં હતા. આરૂષિ સામે જોઈને અસ્મિતાબેન ખીજાયા અને એક લાફો ચોડીને
કહયું. ’’મેં તને મુન્નાનું ધ્યાન રાખવાનું
કહયું હતું, છતાં પણ તે ધ્યાન કેમ ના રાખ્યું.??’’
આરૂષિએ રડતાં રડતાં જવાબ આપ્યો ’’ મમ્મી હું શું કરૂં, હું પકડું એ પહેલા તો તેનો પગ લપસી ગયો
અને પડયો પિજરામાં.’’
મા બાપને કયાં ખબર હતી કે તેમણે બે
બાળકોના ઉછેરમાં ભુલ ખાધી હતી??
સિંહને પ્રથમ વખત માનવબાળનું કુમળું
માંસ ખાવા મળ્યું. તેથી ખુશ થઈને ત્રાડો પાડી રહયો હતો. પ્રાણીબાગમાં એકઠાં થયેલા
લોકો પણ મા બાપના ચોંધાર રૂદનથી હચમચી ઉઠયાં હતા. એક માત્ર બહારથી રડી રહેલી આરૂષિ
મનમાં ખુશ હતી ’’હાશ ! હવે મને એકલી ને જ મા બાપનો
પ્રેમ મળશે.’’
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ઈર્ષાની આગ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories