પારકી અમાનત
“ડોક્ટર સાહેબ,
આ વખતે કેમ લાગે છે ?
શબાનાને ત્રણ વખતથી પ્રેગનન્સી સારી રીતે આગળ વધે છે પણ છેલ્લા સમયે બાળક અંદર જ મારી જાય છે.
અમે તો હવે આશા છોડી દીધી છે, આ છેલ્લો પ્રયત્ન છે, શબાના પણ હવે કંટાળીને
નિરાશ થઈ ગઈ છે” આરીફભાઈએ નિરાશ થઈને તેમના
ગાયનોકોલોજિસ્ટ નાયક સાહેબને વાત કરી,અને
તેમની આંખ ભરાઈ ગઈ.
“ના આ વખતે તો પ્રેગનન્સી સારી રીતે આગળ વધી રહી છે, બાળકનો
વિકાસ પણ
સારો છે,વાંધો નહિ આવે. તેમને
ટોક્ષોવાઇરસનું
ઇન્ફેકશન હોવાથી ગર્ભ
છેલ્લે છેલ્લે મારી જાય છે” ડોક્ટર સહબે ફોડ પાડતા
કહ્યું.
“સારું તમે બનતો,
શ્રેષ્ઠ પ્રયત્ન કરજો,
રૂપિયાની કાઈ ચિંતા નથી.”આરીફભાઈ બોલ્યા.
આરીફભાઈને પોતાનો
પેઈન્ટનો મોટો બેપાર હતો. લાખો રૂપિયાનો
કારોબાર હતો પણ તેમનો વારસદાર કોઈ નહિ, શબીનાબેનને
હજી
ખોળાનો ખૂંદનાર નસીબમાં નહતો, શાદીને ચૌદ વરસ થઈ ગયા હતા, પણ દર વખતે બાળક છેલ્લા
સમયે અંદર જ મરી જતું હતું.
આ
વખતે છેલ્લો પ્રયત્ન કરી રહ્યા હતા. દર અઠવાડિયે ડોક્ટરને ચેકઅપ, દવાઓ,આરામ વિગેરે નિયમિત ચાલુ હતું.
અંતે ડિલિવરીનો સમય આવી પહોંચ્યો, ડોક્ટર નાયક બે ક્લાક વહેલા
આવી ગયા હતા. સિઝેરીયન ઓપરેશન પ્લાન કરી દીધું હતું. આવનાર બાળક માટે બાળકના
ડોક્ટરને કોલ પણ આપી દીધો હતો. શહેરની
સૌથી
સારી અને મોટી ડાયમંડ હોસ્પીટલમાં દિવસની અનેક ડિલિવરીઓ થતી હતી.
આરીફભાઈ ઉત્તેજનાપૂર્વક આટા મારી રહ્યા હતા. તેમને આ વખતે તો સરસ
પરિણામની અપેક્ષા હતી. પણ.........
ત્રીસ મિનિટ પછી રડમસ ચેહરે
ડોક્ટર બહાર આવ્યા,”સોરી,
આરીફ્ભાઇ બબો જન્મ
સાથે મરેલો જ છે. (એસ. બી.ચાઇલ્ડ)
“શું
વાત કરો
છો ?” આરીફ્ભાઇ તૂટી ગયા “હવે શું કરીશ ?” તેમને કાઇ જ સુઝતુ ન હતું.
હજુ
શબાનાબેન બેભાન અવસ્થામાં ઓપરેશન થિયેટરમાં જ હતા.તેમની સંભાળ રાખવા ચોવીસ કલાકની આયા શકીરાબેન બોલ્યા.
“ સાહેબ,એક ઉપાય છે, થોડો ખર્ચ થશે, પણ મેડમ ખુશ થઈ જશે.”
“શું
ઉપાય છે ?” આરીફભાઈએ પુછ્યું.
“સાહેબ, હું એક અનાથાશ્રમવાળાને
ઓળખું છુ, જે ફક્ત અઢી લાખ
રૂપિયામાં તાજા જન્મેલા બાળકની વ્યવસ્થા કરી આપશે.”
આરીફ્ભાઇ
વિચારમાં પડી ગયા. પારકું લોહી લેવું કે નહિ ? પરંતુ શબાનાબેનની સ્થિતિનો વિચાર આવતા તેમણે તરત જ નિર્ણય કરી
લીધો. તેમણે ઓફિસમાં ફોન કરી મેનેજર જોડે અઢી લાખ રૂપિયા મંગાવી લીધા.
રૂપિયા લઈ શકીરાબેન અડધા કલાકમાં
સુંદર જન્મેલો બાબો લઈ આવ્યા. બાબો રૂપાળો અને સારા ઘરનો લાગતો હતો, તેના
ડાબા ગાલ ઉપર તલ હતો, તેથી
વધારે
સુંદર લાગતો હતો. આરીફ્ભાઇ ખુશ
થઈ ગયા, તેમણે બાબાને શબાનાબેનની બાજુમાં સુવડાવી દીધો.
શબાનાબેનને ભાન આવતા સુંદર રૂપાળા બાબાને
જોઈ ખુશખુશાલ થઈ ગયા, મનમાં તેનું નામ નોમાન પણ
વિચારી લીધું.
બપોરે અચાનક ફોન આવતા આરીફ્ભાઈના પિતાને
છાતીમાં દૂ:ખાવો ઉપડતા, શબાનાબેનના ટાંકા પછી
તોડાવવાનું કહી એ લોકો નોમાનને લઈ બિલ ભરી ઘેર જતાં રહ્યા. કેસ રેકોર્ડ કરવાનો રહી
ગયો.
બે કલાક પછી ડાયમંડ હોસ્પીટલમાં દોડાદોડ
મચી ગઈ હતી. ચારે તરફ હોસ્પિટલનો સ્ટાફ અને ડોક્ટરો દોડાદોડ કરી રહ્યા હતા.
ડીલક્ષરૂમમાંથી માલતિબેનનો તાજો જન્મેલી બાબો અચાનક ગુમ થઈ ગયો હતો. તેમના પતિ
મૃગેશભાઈ પણ ડોક્ટરો અને સ્ટાફ સાથે ઝધડી રહ્યા હતા. બે કલાકમાં બાબો જાય ક્યાં ?
હજુ
સવારે તો મૃગેશભાઈ ઘેર ટિફિન લેવા ગયા,અને
માલતીબેન નહાવા ગયા,
એટલી વારમાં પારણામાંથી બાબો
ગુમ !
આટલો નાનો બાબો જાય
ક્યાં ? બહુ જ મથામણ પછી
સાંજે મૃગેશભાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરી.
“સાહેબ મારો બાબો અચાનક સવારના ડાયમંડ હોસ્પીટલમાં ડિલિવરી બાદ
ગુમ થયો છે, હજુ સુધી મળેલ નથી” મૃગેશભાઈ રડમસ અવાજે બોલ્યા.
“ડાયમંડ
હોસ્પિટલ
તો ખૂબ પ્રતિસ્ઠિત છે,એમાં આવું થાય નહિ, બાબો કેવો હતો, કોઈ નીશાન ?” ઈન્સ્પેક્ટર મલેક સાહેબ પુછ્યું.
“સાહેબ, અમારો બાબો રૂપાળો હતો, તેના ડાબા ગાલ ઉપર તલ હતો," માલતીબેન રડતાં રડતાં
બોલ્યા.
મૃગેશભાઈ અને માલતીબેનને બેબી પછી સાત
વર્ષે આ બાબો આવેલ તેથી ખૂબ ખુશ હતા. તેમની પોતાની બે મોટી કેમિકલની ફેક્ટરી અને
મિલકતો હતી, કરીડપતિ પાર્ટી કહીએ તો પણ વાંધો નહી.
છેલ્લા પાંચ દિવસમાં ડિલિવરી થયેલ ડાયમંડ હોસ્પિટલના તમામ બાળકોના
માબાપને ઘેર પોલીસે તપાસ કરી પણ પરિણામ શૂન્ય
! (આરીફ્ભાઈ ઉતાવળે
રાજા લઈ
ગયા હોવાથી કેસ રેકોર્ડ થયેલ જ ન હતો).
પાંચ દિવસ પસાર થઈ ગયા છતાં પોલીસ તેના બાળકને શોધી શકી નહી.
માલતીબેનની આંખો રડી રડીને લાલ ટેટા જેવી બની ગઈ હતી. બધા ચિંતામાં પડી ગયા,તેમના
બાબાનું થયું શું ? આસમાન ગળી ગયું કે પાતાળમાં પેસી ગયો ?
શબાનાબેન તો નોમાનને રમાડતા રમાડતા ઉપરવાલાનો આભાર માનતા થાકતા નહી. આરીફ્ભાઈ
પણ નોમાનને પામીને ખુશ હતા. તેમની આયા શકીરા
તેની
માતા ગામડે બીમાર છે, તેને મળીને બીજા દિવસે
આવવાનું કહીને ગઈ તો ગઈ, પાછી ફરી જ નહી. નાના
નોમાનને રાખવાની તમામ જવાબદારી શબાનાબેન અને આરીફ્ભાઈ ઉપર હતી, છતાં બંને આનંદમય
હતા.
પાંચ દિવસ પછીના દરેક ગુજરાતી અખબારના
પહેલા પાને આવેલી જાહેરાત વાંચી
આરીફભાઈ
ચમકી ગયા.
“ડાયમંડ
હોસ્પીટલમાંથી
પાંચ દિવસ પહેલા રૂપાળો તંદુરસ્ત બાબો ગુમ થયેલ છે તેના ડાબા ગાલ ઉપર તલનું નિશાન
છે. રડી રડીને માતાની હાલત ગંભીર છે. શોધી આપનારને પાંચ લાખ રૂપિયા ઈનામ.”
હવે આરીફભાઈને બધી ખ્યાલ આવવા માંડ્યો. ગામડે
જઈને આવું છુ, કહીને હજુ સુધી શકીરાબેન કેમ આવેલ નથી, તે ખબર પડી ગઈ હતી. પણ હવે કરવું
શું ?
શબાનાબેનનો નોમાન સાથેનો લગાવ વધી ગયો
હતો. પરંતુ એ જે માતાનું સંતાન હતો તેનો વલવલાટ વધી ગયો હતો.
આરીફભાઈને મગજમાં પારકી
અમાનત રાખવી કે તેના અસલ માતપિતાને પરત કરવી તેનો જંગ ચાલુ થઈ ગયો.
એક મન વિચારતું હતું કે માંડમાંડ અઢી લાખ
ખર્ચીને અમે ઓલાદ મેળવેલ છે, તેને પરત કેમ કરવી ? ત્યાં તો બીજા મને લપડાક
મારી બીજા કોઇની ઓલાદ પચાવીએ તો તેના માબાપની શું હાલત થાય ???
અંતે સત્યનો
વિજય થયો, તેમણે ખૂબ વિચારીને
શબાનાબેનને બની
ગયેલી બધી વાત કરી, અંતે ડરતા ડરતા નોમાનને
તેના અસલ માબાપને પરત કરવો જોઇયે, તેવોપ્રસ્તાવ મુકયો.
શબાનાબેન હબકી ગયા. એકદમ ખીજાઈને બોલ્યા “હું મારા વ્હાલા નોમાનને બીજાને કઈ રીતે આપું ?”
પણ પછી...... તેમને ખ્યાલ આવ્યો કે આ બાળક
પોતાનું નથી તો, તેના અસલ માં-બાપને
સોંપવું જ જોઈએ ને ! હું પરવરદિગારને શું
જવાબ આપીશ ? તેની માની શું હાલત થઈ
હશે ??
દિલ ઉપર પથ્થર રાખી, તેમણે નોમાનને ઊંચકી આરીફભાઈને કહ્યું. “ચાલો,
તેના માં-બાપને
પરત કરવા.”તેમની આંખમાંથી ટપક ટપક આંસુ પડી રહ્યા હતા.
સમીસાંજે મૃગેશભાઈના બંગલે સોંપી પડી ગયો હતો.
માલતીબેન
બેઠા બેઠા રડી રહ્યા હતા, શબાનાબેને અંદર જઈ બાબાને
તેમના ખોળામાં મુકતા કહ્યું “ લો, બેન,આપની
અમાનત
આપણે મુબારક !!”
“હે
!”કહેતા માલતીબેન અને
મૃગેશભાઈ ચમકી ગયા. આતો ખરેખર તેમનો વ્હાલો મુન્નો જ હતો. તેના ડાબા ગલ ઉપર તલ
ચમકી રહ્યો હતો. છાતીસરસો ચાંપતા તેમની
આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી.
બે હાથ જોડીને આરીફભાઈએ બધી વાત કરીને
કહ્યું “ભૂલમાં અમારી પાસે આપનો બાબો આવી ગયો હતો. છાપામાં
વાંચીને આપને પરત કરવા આવ્યા છીએ.”અને બંને બહાર નીકળી ગયા.
નેકીના પંથે જઇ રહેલું
દંપતી તેમના કલેજાના ટૂંકડાને અંતરાત્માનો અવાજ
સાંભળી, તેની મૂળ જનતાને સોંપીને
ભરમુક્ત બની ગયું.”
મૃગેશભાઈ અને માલતીબેન ફાટી આંખે અલ્લાહના આ ઓલિયા દંપતીને સલામ કરતાં જોઈ રહ્યા. અચાનક
મૃગેશભાઈને યાદ આવ્યું, “તમારા ઇનામના પાંચ લાખ
રૂપિયા લેતા જાવ.”
“એ
રકમ કોઈ
અનાથાશ્રમ કે યતીમખાનામાં અમારા તરફથી
ખૈરત કરી દે જો.” આરીફ્ભઈ આટલું બોલીને ભારે
હૈયે બહાર નીકળી ગયા. શબાનાબેનની આંખોમાં બે બિંદુ
ચમકી રહયા હતા.
ઉપરવાળા પણ આ અનોખા બલિદાનને અસલી માતપિતા
અને મુન્નાના મિલનને
નિરખીને અમીછાંટણા રૂપે આ આસમાનમાંથી અશ્રુઓ
વહાવતા રહ્યા.
સેટેલાઈટ પોલીસ હજુ સુધી અઢી લાખ રૂપિયાની
ઉચાપન કરનારા આયા શકીરાને શોધી રહેલ છે.
------------------------------x--------------------------------x---------------------------------x-------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પારકી અમાનત - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories