31 ડિસેમ્બર 2025

મોબાઇલની મોંકાણ - ગુજરાતી લઘુ બોધ વાર્તા


મોબાઇલની મોંકાણ


 

        ડૉ. જિનેન્દ્ર શેઠ એટલે સૌથી અલગ પ્રકૃતિનો ડોક્ટર. ખરેખરો જૈન અને અહિંસાનો પૂજારી. કોઈપણ માણસના દુ:ખ દર્દ તેનાથી સહન જ ના થાય. દર્દીઓના દુ:ખાવા અને તકલીફ સાથે પોતે પણ વણાઈ જાય.

        બી.જે. મેડિકલ કોલેજની સાથે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું જોડાણ છે, એટલે ગુજરાત અને આજુબાજુના રાજયોના બગડેલા સિરિયસ અને ન સમજાય તેવા કેસો અહી જ દાખલ થવા આવતા. ઓપીડી હોય ત્યારે આખા દિવસમાં પચ્ચીસથી પચાસ સિરિયસ કેસ દાખલ થયેલા જ હોય. એમાંથી બે કે ત્રણ બાળક વધારે સિરીયસ હોય તે જીવ ગુમાવે, એ સ્વાભાવિક છે. આવા કેસ જોઈને જીનેન્દ્રનો મુડ ઓફ થઈ જાય.

        બીચારો એક વરસનો મુન્નો આટલી બધી મહેનત કરવાં છતાં બચી ના શક્યો, એમ વિચારી ડો. જિનેન્દ્રને આખી રાત ઉઘ ન આવી. ખાવાનું પણ ભાવે નહીં. મે  તેને સમજાવ્યો. ડોક્ટર માટે પરગજુ ર્હદય જરૂરી છે, પણ આમ દરેક કેસમાં જિનેન્દ્ર, તું નરમ પડી જાય તે કેમ ચાલે? તે છોકરો તારો શું સગો હતો?’

            પણ મુન્નો આપણી મહેનતથી બચ્યો કેમ નહીં?” જીનેન્દ્ર ડિપ્રેસનમાં બોલ્યો. દરેક કેસ સાથે તે લાગણીથી જોડાઈ જતો.

        એ જમાનામાં મોબાઇલ કે એસ.એમ.એસની સુવિધા ન હતી. ડોક્ટરો બાળકોના વોર્ડમાં હોઈએ  ત્યારે બહારની દુનિયાનો સંબધ કપાઈ જતો. જીનેન્દ્રની શ્રીફળ વિધિ રવિવારે સવારે તેના ઘરે નક્કી થઈ હતી. છોકરી પણ તેની જ્ઞાતિની હતી અને દેખાવમાં સુંદર હતી. જીનેન્દ્ર આખો દિવસ તેની વાતો અને વખાણ કર્યા કરતો.

        એ જ રવિવારે સવારે અમારા યુનિટની ઇમરજન્સીનો દિવસ હતો, ગામડેથી ફક્ત એક વરસની ગોરીનો કેસ ગંભીર હાલતમાં મા-બાપ લઈને આવ્યા. ઝાડા ઉલ્ટીથી તેના શરીરનું પાણી બિલકુલ ખલાસ થઈ ગયું હતું. ડૉ જીનેન્દ્રને તો તેની શ્રીફળ વિધિમાં જવાનું હતું. પરંતુ ગોરીની આવી ગંભીર હાલત તેનાથી જોવાઈ નહીં. તેણે તરત સારવાર ચાલુ કરી. મહેનત કરીને તેની નસ શોધી કાઢી તેમાં સલાઇનના બાટલા અને ઈંજેકશનો ચાલુ કરી દીધા. જીનેન્દ્રને સમયનું ભાન ન રહ્યું અને ચાર કલાકનો સમય જતો રહ્યો.

        ડૉ.જીનેન્દ્રની સગાઈવિધિ સવારે દસ વાગે હતી. છોકરીવાળા એકવીસ માણસો સાથે શ્રીફળ લઈને તેના ઘરે આવી ગયા હતા. પણ મુરતિયાનો પત્તો ન હતો. બધાએ ડૉ.જીનેન્દ્રને સમજાવીને માંડમાંડ તત્કાલ ઘરે મોકલ્યો, પણ તેનો જીવ તો ગોરીમાં જ હતો.

        વિધિ પતાવીને બપોરે બે વાગે આવતાવેત તેણે પૂછ્યુંગોરીને કેમ છે?” સૌને નવાઈ લાગી. હજુ સવારે તો સગાઈ થઈ છે, તેની વાતો કરવાને બદલે આ ડોક્ટર તેના દર્દીની ચિંતા કરી રહ્યો છે. ડોક્ટરનો ધર્મ છે, દર્દીની જીંદગી મહેનત કરીને બચાવવાની, તેની ના નથી, પણ આ રીતે દર્દીની તકલીફ સાથે લાગણીથી જોડાઈ જવું જીનેન્દ્રમાં જ હતું.

        બધાએ તેને શાંતિથી બેસીને સમજાવ્યું ડોક્ટર જીંદગી ઔર મોત ઉપરવાલે કે હાથ મે હૈ, હમ તો સીર્ફ મહેનત કરતે હૈ આ ગોરી તારી કોઈ સગી નથી, તો પણ આટલી ચિંતા શા માટે? પણ જીનેન્દ્ર એટલે જીનેન્દ્ર. બે દિવસની મહેનત પછી ગોરી સ્વસ્થ થઈને ઘરે ગઈ ત્યારે જ જીનેન્દ્રને શાંતિ થઈ.

        બધા મિત્રો તેને સમજાવતા રહ્યા. ડોક્ટર તેનો ધર્મ બજાવે, દર્દીઓને બચાવે તે યોગ્ય છે. પરંતુ દર્દી સાથે લાગણીથી જોડાઈ જઈ તેમાં એકરસ થઈ બીજું બધું ભૂલી જવું યોગ્ય નથી. સમય, કાળ, પરિસ્થિતિ અને પૈસા આ તમામ બાબતોનું પણ સાથે સાથે ધ્યાન હોવું જરૂરી છે. પણ શું થાય? ડો.જીનેન્દ્રના સ્વભાવને કઈ રીતે બદલાય??

        બાળકોના નિષ્ણાત ડોક્ટરની, એમ.ડી.ની.ડિગ્રી લઈ ડૉ.જીનેન્દ્ર પોતાનું નર્સિંગહોમ ચાલુ કર્યું, પાલડી ચાર રસ્તા. તેનો સ્વભાવ હજુ એવો ને એવો જ હતો. સીરીય દર્દીને જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી જીનેન્દ્ર ને ચેન પડે જ નહીં. બધાને એજ ડર હતો કે પ્રાઈવેટ પ્રેકટિસમાં આ જ નબળાઈ તેને નડી જશે. દર્દીની સારવાર ચાલુ હોય ત્યારે તે એટલો ઓતપ્રોત થઈ જાય કે આજુબાજુ શું ચાલે છે, તેનું તેને ભાન જ ના હોય.

        ઉતરાયણની સખત ઠંડીમાં રાત્રે તેના નર્સિંગહોમમાં ડબલ ન્યુમોનિયા સાથે દમ ચડવાનો દીપુનો કેસ આવ્યો. ડૉ.જીનેન્દ્રએ તેને દાખલ કરી સારવાર ચાલુ કરી. આખી રાત મહેનત કરી. દીપુને જરા સારું લાગ્યું એટલે થાકી ગયેલા ડૉ.જીનેન્દ્ર ઘરે જવા નીકળ્યા. ઘરે પહોચી કપડાં બદલી આરામ કરવા જતાં હતા ને નર્સિંગહોમથી સિસ્ટરનો ફોન આવ્યો. સાહેબ જલ્દી આવો દીપુને ફરી શ્વાસ ઉપડ્યો છે. ડૉ.જીનેન્દ્ર બેચેન બની ગયા. તેણે વિચાર્યું આ ફરી કેમ દમ ઉપડ્યો હશે? હું ગમે તેમ દીપુને બચાવીને જ રહીશ. ફરી તેણે કપડાં બદલ્યા, ગાડી કાઢી અને પાલડી ચાર રસ્તા મારી મૂકી. રોડની સામી બાજુએ ગાડી પાર્ક કરી તે રોડ ક્રોસ કરવા ઉતર્યો. તેનો જીવ અને ધ્યાન દીપુની સારવાર ઉપર જ હતા. ત્યાં જ સિસ્ટરનો ફરી ફોન આવ્યો. સર, દીપુનો શ્વાસ વધી ગયો છે ડોક્ટરનો મોબાઈલ કાન ઉપર હતો, તેનું ધ્યાન સૂચનો ઉપર હતું. તેણે ઓર્ડર કર્યો. સીસ્ટર બાટલામાં એમાઈનોફાઈલીન નાખો, ઑક્સીજન ચાલુ કરો ત્યાં જ સામેથી ધસમસતી રાજકોટ અમદાવાદની પ્રાઈવેટ લક્ઝરી બસ આવી રહી હતી.

        ડ્રાઈવરે બે વખત હોર્ન માર્યા. પણ ડોક્ટરનું ધ્યાન જ નહીં તે તો મોબાઈલ ઉપર સૂચનો જ આપે જતાં હતા. બસની અંદર બેઠેલા તમામ પ્રવાસીઓને નવાઈ લાગી. આ યુવાન  મોબાઈલ પર વાતો કરે છે, પણ બે ડગલાં પાછળ કેમ ખસતો નથી?” બધાના જીવ તાળવે ચોંટી ગયા.

        બસની સ્પીડ વધારે હતી. બસના ડ્રાઇવરે જોરદાર બ્રેક મારી, પણ સ્પીડ વધારે હોવાથી બસ આગળ ધસી જ ગઈ. અને... એક જોરદાર ધડાકા સાથે યુવાનના શરીર ઉપરથી બસના બે ટાયર ફરી ગયા.

        બસની અંદરના બધા ચીસ પાડીને નીચે ઉતરી દોડ્યા. ડોક્ટરની લાશ લોહી નીકળતી હાલતમાં પડી હતી. માથું બિલકુલ છૂંદાઇ ગયું હતું. અનાયાસે મોબાઈલ ફંગોળાઈને દૂર ફેંકાઈ ગયો હોવાથી ચાલુ હતો. એક પ્રવાસીએ મોબાઈલ ઉપાડી કહ્યુંહેલો, હેલો.

        સામેથી સિસ્ટરનો આવાજ આવ્યો. ડોક્ટર, દીપુને હવે આરામ છે, ચિંતા કરતાં નહીં. બધાને ખબર પડી કે, આ ડોક્ટર છે, અને દર્દીની જીંદગી બચાવતા ખુદ ઉપર પહોચી ગયા છે, ત્યારે સહુની આંખો ભીની થઈ. ડોક્ટરના બુરા સમાચાર નર્સિંગહોમમાં પહોંચતા બધે જ ગમગીની છવાઈ ગઈ.

        દર્દીઓના દુ:ખ દર્દ સાથે જોડાઈ જનાર ડોક્ટર ખરેખર આદર્શ છે, પણ આટલી હદ સુધી? આ સત્ય ઘટના (નામ અને સ્થળ બદલાવેલ છે) પ્રસ્તુત કરતાં દુ:ખ થાય છે જીંદગીના ભોગે પ્રાપ્ત આ આદર્શિતા ધન્ય છે, પણ???

        મોબાઈલ જેવા ઉપકરણો બધાને ઉપયોગી છે, પણ ચાલુ વાહને, રસ્તો ઓળંગતા, વાતચીત ચાલુ રાખવી યોગ્ય ખરી ??

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

મોબાઇલની મોંકાણ - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories