18 ફેબ્રુઆરી 2026

ગેરસમજ- ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ગેરસમજ


રોજ સાંજે છ વાગ્યે નગમા ગુલાબના ફૂલોનો ગુલદસ્તો લે અને શાહીબાગ ઓવરબ્રીજ પાસેના કબ્રસ્તાનમાં જાવેદની કબર પાસે દશ મિનિટ શાંતિથી બેસે અને જતી રહે, કોઈ જોડે વાતચીત નહીં, બસ કામથી કામ. આ ક્રમ છેલ્લા પાંચ વરસથી ચાલુ હતો.

        સત્યાવીસ વરસની દેખાવડી, રૂપાળી નગ્માએ હજુ સુધી લગ્ન કર્યા ન હતા, તેના પપ્પા-મમ્મી, વડીલો સમજાવીને થાકી ગયા, પણ નગ્માએ ચોખ્ખું કહી દીધું, ના એટ્લે ના.

        નગ્માને વિચાર કરતાં પાંચ વરસ પહેલાની એ લૉગાર્ડનમાં જાવેદ સાથેની સાંજ યાદ આવી ગઈ. નગ્મા અને જાવેદ બંને બાજુબાજુના મહોલ્લામાં રહેતા પ્રેમથી રંગાયેલા પંખીડા હતા. બંનેના કુટુંબના વડીલોની વરસો જૂની દુશ્મનાવટ હતી. બંને કુટુંબોના સભ્યો એકબીજા સામે જોવાથી કે વાત કરવાથી પણ કતરાતા, તો લગ્નનો તો વિચાર જ અશક્ય હતો.


નગ્માના પ્યારમાં પાગલ જાવેદ તેનો હાથ પોતાના હાથમાં લઈ બોલ્યો
, તારા વગર એક દિવસ ગુજારવો પણ મુશ્કેલ છે.


        નગ્માએ પણ પ્રેમથી જવાબ આપ્યો, જાવેદ, મારી પણ આ જ હાલત છે, પણ આપણાં લગ્ન શક્ય નથી, કરવું શું ?


        જો મને ખબર પડી કે તારા લગ્ન કોઈ બીજા સાથે થઈ રહ્યા છે, તો મારાથી જીવાશે નહીં. જાવેદે ઉત્તેજિત અવસ્થામાં કહ્યું. પ્રેમનો આવેગ જાવેદના મગજ પર સવાર હતો.


        ના, જાવેદ ના, એવું ના કરીશ, મારા મમ્મી પપ્પા મારા માટે અમારી જ્ઞાતિનો યોગ્ય છોકરો શોધી રહ્યા છે. નગ્માએ વિનંતી કરી.


        એને ના પાડી દે. જાવેદ ગુસ્સામાં હતો.


        એક દીકરી થઈને મારાથી ના કઈ રીતે પડાય ?” નગ્મા રડમસ થઈ ગઈ.

        જો તારા લગ્ન નક્કી થશે તો હું સાબરમતીમાં કૂદીને મારી જાન કુરબાન કરી દઇશ. આવેશમાં જાવેદ બોલ્યો.

        એવું ના કરીશ, જાવેદ, જો તું આત્મહત્યા કરીશ તો હું પૂરી જિંદગી લગ્ન જ નહીં કરું. નગ્મા પણ પ્રેમના આવેશમાં બોલી.

       


એ જ હપ્તાના રવિવારે સાંજે ઉસ્માન તેના માતાપિતા સાથે નગ્માને જોવા આવ્યો. નગ્માએ ચોખ્ખી જ ના પાડી
, પણ ઉસ્માનને તો ચાંદના ટુકડા જેવી નગ્મા ગમી ગઈ, તેણે તો નગ્મા સાથે જ લગ્ન કરવાની જિદ્દ પકડી અને તેના સપના જોવા લાગ્યો.

        જાવેદ સુધી ઉસ્માન નગ્માને જોઈ આવ્યો છે, અને શાદી કરવાનો છે, એ વાત પહોંચી ગઈ, આ જાણી નગ્મા સહેમી ગઈ, હવે શું થશે ? અને બીજા દિવસે છાપામાં સમાચાર વાંચીને બધા સહેમી ગયા.

        જાવેદ નામના યુવાને સાબરમતીમાં કૂદીને આત્મહત્યા કરી.

        નગ્મા સહેમી ગઈ, તે રૂમમાં જ ખૂબ રડી. અરેરે ! જાવેદે તો પોતાના વચન ખાતર કુરબાની આપી આપઘાત કર્યો, અને તેણે પણ નિર્ણય જાહેર કર્યો.

        હું જીવનભર લગ્ન નહીં કરું.

        ઘરના તમામ વડીલોએ ખૂબ સમજાવી, બેટા, જે થયું, બધુ ભૂલી જા, નવેસરથી જિંદગી બસર કર.

        પણ નગ્મા એકની બે ના થઈ અને તેનો ક્રમ થઈ ગયો. રોજ સાંજે જાવેદની કબર પર ફૂલ ચડાવવાનો.

        સામને જતાં ક્યાં વાર લાગે છે ? પાંચ વરસ વીતી ગયા.

        કબ્રસ્તાનના રખેવાળને ચિંતા અને નવાઈ થતી. આ જાવેદ તેનો કોઈ સગો નથી, ખાવિંદ નથી, તો પાંચ વરસથી ? આ રૂપાળી નગ્મા તેની કબર પાસે આવી ફૂલ ચડાવે છે, શા માટે ?

        ચિંતામાં તેણે બધી વાત જાવેદના દૂરના કાકા સલીમભાઈને કરી, તે અચંબામાં પડી ગયા.

        નગ્માના પપ્પા ગફુરભાઈ તેના જૂના મિત્ર હતા. આખી વાત તેમણે ગફુરભાઈ પાસેથી સાંભળી નગ્માનું શાદી ન કરવાનું કારણ જાણ્યું.

        ગફુરભાઈએ સલીમભાઈને વિનંતી કરતાં કહ્યું, નગ્માને સમજાવોને.

        લીમભાઈએ આખી વાત જાણતા હતા, તેમણે નગ્માને પ્રેમથી બેસાડી પૂછ્યું, બેટા, તું શાદી કેમ નથી કરતી.?”

       

નગ્માએ રડતાં રડતાં જવાબ આપ્યો, ચાચા, જવેદે મારા પ્યારને ખાતર પોતાની જાન કુરબાન કરી, મે પણ વચન આપ્યું છે કે હું જીવનભર શાદી નહીં કરું.

        હવે સલીમભાઈ હસવા લાગ્યા. તે બોલ્યા, બેટા, આ બધી તારી ગેરસમજ છે. જાવેદ તો પાકો શરાબી અને જુગારી હતો. તે જુગારમાં છ લાખ રૂપિયા હારી ગયો હતો, અને લેણદારો તેને ખતમ કરવાની ધમકી આપતા હતા, તેથી હતાશામાં તે સાબરમતીમાં કૂદી ગયો, બેટા એને તારા પ્યારથી શા માટે જોડે છે ? સલીમભાઇનો જવાબ સાંભળી નગ્મા અને તેના વડીલો સડક થઈ ગયા.

        નગ્મા માનવા જ તૈયાર ન હતી. તેની સાબિતી શું છે ?”

        બેટા, જાવેદના ટેબલના ખાનામાથી પાંચ દિવસ પછી ચિઠ્ઠી નીકળી તેમાં લખેલ હતું. પોલીસે પણ આ ચિઠ્ઠી વાંચી કેસ ફાઇલ બંધ કરી, તેથી છાપામાં પછી જાવેની આત્મહત્યાના કોઈ સમાચાર આવ્યા જ નહી. સલિંભાઈએ ફોડ પાડ્યો.

        ઓહ ! મે કેટલી મોટી ભૂલ કરી. જાવેદની આત્મહત્યાનું કારણ તો જુદું જ હતું. કહેતા નગ્મા બેસી પડી.

        શું થાય ? ગેરસમજનો ખુલાસો થયા પછી હવે નગ્મા લગ્ન માટે માની છે, પણ આટલી મોટી ઉંમરે સારો છોકરો મળે ક્યાથી ? પ્રયત્નો ચાલુ છે.

 


લાસ્ટ સ્ટ્રોક -
કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા ખોટી ગેરસમજ તો નથી ને, તેની તપાસ જરૂરી છે.

 

 




------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ગેરસમજ- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories