બે ઘરનો પરોણો ભૂખે મરે
“અનાર, આપણે હવે બંને
સોફ્ટવેર સૉફ્ટવેર એંજિનિયર થઈ ગયા છીએ, ઘરે વાત કરીને
લગ્નનો વિચાર કરવો જોઈએ.” ભાવિક જાનીએ એલ.ડી.એન્જીનિયરીંગ કોલેજના
પ્રાંગણમાં પોતાની સાથે ભણતી ક્લાસમેટ અને પ્રેમિકા અનાર વ્યાસને કહ્યું.
બંને
બ્રાહ્મણ હતા, પણ પેટા જ્ઞાતિ જુદી હતી, તેથી શરૂઆતમાં
થોડો વિરોધ થયો, પણ અંતે બંનેના
માબાપ માની ગયા અને છ માહિનામાં ધામધુમથી લગ્ન સંપન્ન થઈ ગયા.
એસ. જી. હાઇવે પર આવેલી ગ્લોબ સૉફ્ટવેર કંપનીમાં બંનેએ સાથે અરજી કરી હતી અને બંને સાથે જ સિલેક્ટ થઈ ગયા. ગ્લોબ કંપની મોટી હતી અને યુરોપ તથા અમેરિકાના સૉફ્ટવેર પ્રોજેકટ બનાવતા હોવાથી કંપનીને તગડી આવક હતી અને તગડો પગાર હતો.
બંને સાથે જ ઘરેથી જતાં અને આવતા હોવાથી એક નવી જ ગાડી લઈ લીધી. શરૂઆતનું પહેલું વરસ તો સુખમાં વીતી ગયું, હજુ બાળક માટેનું વિચાર્યું જ ન હતું.
સમય જતાં બંનેના ઇગો કલેશ થવા લાગ્યો. કામની બાબતમાં, શોખની બાબતમાં બંને અલગ પાડવા લાગ્યા. ભાવિકને એક્શન મૂવી જોવું ગમે તો અનારને સોશિયલ મૂવી સિવાય બીજા ગમે જ નહીં. ભાવિકને ક્રિકેટ મેચ જોવી હોય તો અનારને સામાજિક સિરિયલોમાં રસ હોય. ભાવિકના ઘરડા માબાપની ટકટક પણ હવે અનારને પરેશાન કરવા લાગી હતી.
“ભાવિક, તારી મમ્મી મને વાંક વગર ટોકયા જ કરે છે, તેમને સમજાવ.” અનાર બૂમો પાડે, પણ ભાવિક તેની માં ને શું સમજાવે ?
બંને ઘરડા લોકોને સાંજે ખિચડી કે ભાત જેવુ ઘરનું હલકું ખાવા જોઈએ, જ્યારે અનારને નુડલ્સ અને પાસ્તા જ ખાવા જોઈએ.
ભાવિક કોનો પક્ષ લે ? એને મનમાં ઊંડે
ઊંડે યુ.એસ.એ. કે કેનેડા જઈને ડોલર કમાવાની ઈચ્છા હતી. પણ અનારને ભારત
છોડવું જ ન હતું.
અંતે બંનેએ એસ.જી. હાઇવે પર નવા બંધાતા ફ્લેટમાં ત્રણ બી.એચ.કે.નો લક્ઝુરીયસ ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું.
તેમની ઓફિસમાં યુ.એસ.એ.થી ભણીને આવેલો યુવાન ભુષણ પંડ્યા મુંબઈથી અહી અમદાવાદમાં મેનેજર તરીકે ટ્રાન્સફર થઈને આવ્યો કે સ્ટાફમાં ચહલ પહલ વધી ગઈ. આકર્ષક અને દેખાવડો ભુષણ ઓફિસની તમામ યુવતીઓમાં પ્રિય બની ગયો હતો. તેની કામ લેવાની આવડત જ અદભૂત હતી. તેનાં હેન્ડસમ દેખાવથી યુવતીઓ પાગલ હતી.
અનાર જે પ્રોજેકટમાં કામ કરતી હતી તે કંપની માટે પ્રતિષ્ઠા સમાન હતો, તેમાં જો સફળ થઈ જાય તો કંપનીને લાખો ડોલરનો ફાયદો નક્કી હતો.
હેડઓફિસથી મેનેજર ભુષણને તે પ્રોજેકટ સુપેરે પાર પાડવા સૂચનો આવ્યા જ કરતાં, તેને માટે તે અનારને પોતાની ઓફિસમાં બે કલાક બેસાડી સમજાવતો.
હવે ભાવિકનો
પુરુષ ઇગો ઘવાવા લાગ્યો.
તેનામાં ઈર્ષા અને શકના ભાવ પણ પેદા થવા લાગ્યા.
“મેનેજર મારી યુવાન પત્નીને જ કેમ આટલી બધી વાર સુધી
બોલાવ્યા કરે છે ?” આ શંકાએ તેને અનાર પ્રત્યે ગુસ્સો અને નફરતના બીજ રોપી દીધા.
“અનાર, આજે તું કલાક ભુષણની ઓફિસમાં શું કરતી હતી ?” ભાવિક ખૂબ ચિડાયો.
“મને મેનેજર પ્રોજેકટનું કામ બતાવતા હતા.” કહેતા અનારને ભાવિકના પ્રશ્નનું મૂળ સમજમાં આવી રહ્યું હતું.
ઝગડો વધી પડ્યો, અનાર પણ સામે ગુસ્સે થઈ. “આવી નાની અને ખોટી બાબતો પર ભાવિક ખોટી કુશંકા કરે છે.”
રોજરોજના શંકા અને ઇગો કલેશથી તંગ આવી અંતે બંનેએ છૂટા પાડવાનું નક્કી
કરી લીધું. બાળકો તો હતા જ નહીં, હજુ યુવાન વય હોવાથી બંનેને બીજું યોગ્ય પાત્ર તો મળી જ જશેની આશા હતી.
બંનેએ વકીલને મળી પરસ્પરની મંજૂરીથી છૂટા થવાની વાત કરી. તેને માટે છ મહીનાનો સેપરેસન પિરિયડ જરૂરી હોવાથી કોર્ટની આજ્ઞાથી બંને નોટિસ પિરિયડ દરમ્યાન છૂટા પડી ગયા.
ઓફિસમાં પણ
બંને સાથે જ, પણ મળે તો વાતચીત તો શું, એકબીજા સામે
જોવાનું પણ નહીં.
ભાવિક અંદરથી
ખુશ હતો, હવે તેને યુ.એસ.એ. જવા મળશે. તેણે
મેરેજ ડોટ કોમની એપમાથી છોકરીઓ જોવા માંડી.
ફક્ત મહિના
માટે આવેલી યુ.એસ.સીટીઝન જ્યોતિ ત્રિવેદી સાથે તેનો ઇન્ટરવ્યુ ગોઠવાઈ ગયો. જ્યોતિને
પણ ભાવિક ઠીક લાગ્યો. પણ બીજા છોકરા જોવાના બાકી હોવાથી પંદર દિવસ પછી જવાબ આપવાનો
વાયદો કર્યો. બ્રેકઅપ થઈ ડાઈવોર્સ લીધેલ ભાવિક માટે હજુ તેનું મન માનતું ન હતું.
અનારને પણ
ભુષણ ગમતો જ હતો, તેથી તેણે આડકતરી રીતે મેરેજ માટે અનુરોધ કર્યો, પણ ભૂષણે તેને લગ્ન માટે ચોખ્ખી ના જ પડી, એક વખત મેરેજ તૂટી જાય, પછી તે યુવતીને
જલ્દી હા કોણ પાડે ?
ભાવિકના પણ આ જ હાલ હતા, પંદરને બદલે વીસ દિવસ થયા, પણ જ્યોતિનો જવાબ ના આવતા તેણે જ્યોતિને ફોન લગાવ્યો, મનમાં ડર હતો કે જ્યોતિ હા પાડશે કે ના.
સામેથી જ્યોતિની મમ્મીએ ફોન ઉપાડયો, જવાબમાં કહ્યું, “જ્યોતિ તો લગ્ન પછી હનીમૂન માટે ગોવા જવાની છે.”
ભાવિક ધ્રુજી ગયો. “કોની સાથે લગ્ન થયા ?” તો જવાબ આવ્યો “ભુષણ પંડ્યા સાથે, ખૂબ જ દેખાવડો અને હોંશિયાર યુવક છે.”
ભાવિકને હવે પસ્તાવો થવા લાગ્યો. “મેં ખોટી અનાર ઉપર ભુષણ સાથે તેના સબંધોની શંકા કરી.” આખી રાત તેણે શું કરવું, શું ના કરવું ના વિચારો કરે રાખ્યા.
બીજા દિવસે સવારે તે અનાર પાસે પહોંચી ગયો.
“અનાર, મે ખોટી શંકા કરી તારા ઉપર. ભુષણ તો આપણને જાણ કર્યા વગર પરણી પણ ગયો. મને માફ કરી દે.” ભાવિકે રડ્મસ
ચહેરે કહ્યું.
“મને ખબર છે, તેણે મને તેના યુ.એસ.એ.ની જ્યોતિના લગ્નમાં આમંત્રણ પણ આપેલું. બીજા કોઈ સ્ટાફને તેણે જાણ કરી નથી.” અનારે નિરાશાથી કહ્યું.
“ચાલ, આપણે ફરી લગ્ન કરીએ.” ભાવિકે પ્રપોઝ કર્યું.
અનારનું દિલ આવા શંકાશીલ પતિ તરફથી બિલકુલ ઉઠી ગયું હતી. તેણે ચોખ્ખી ના પાડી દીધી. તેનું તો કેનેડાના યુવક સાથે બીજા જ મહિને ગોઠવાઈ ગયું હતું.
ખોટી શંકા
અને પરદેશ જવાની ઘેલછામાં ભાવિકે બંને
ગુમાવ્યા. અત્યારે ચાલીસ વરસનો ભાવિક એકલવાયું જીવન ગુજારી રહ્યો છે. કોઈ સારી
ત્યક્તા કે વિધવા ચાલે, પણ મેળ તો પડવો જોઈએ ને !
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
બે ઘરનો પરોણો ભૂખે મરે- ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories