રૂડી ફૂલવાળી
----------------------------------------------------------------------------------------------------------------------------
"સાહેબ,
આ એક ફૂલોની માળા લઇ લો, માતાજીને ચડાવવા સારી રહેશે, ફક્ત સિત્તેર રૂપિયાની જ
છે." વીસેક વર્ષની દેખાવડી યુવાન છોકરી ગાડીમાંથી ઉતરતાં અમીરચંદ શેઠને વિનવી
રહી હતી.
શેઠ
અમીરચંદ શેરબજારના મોટા ખેલાડી હતા. છેલ્લા દશ વરસમાં તેમણે બજારમાંથી લાખો રૂપિયા
ઉસેડીને લખપતિ બની ગયેલા. ગામડેથી પૈસા કમાવવા અમદાવાદ શહેરમાં આવ્યા ત્યારે
હાથમાં દોરી લોટા સિવાય કંઈ જ ન હતું, પણ પાઈએ પાઈનો અને એક એક રૂપિયાનો મનમાં
હિસાબ કરી શેરબજારમાં ટ્રેડીંગ કરી પોતાની બુદ્ધિથી રૂપિયા કમાઈ લીધા હતા. અને
નવરંગપુરામાં બંગલો અને લક્ઝરી ગાડીના માલિક બની ગયા હતા. તેમને અંબા માતા ઉપર
અપાર શ્રદ્ધા હતી અને તેના દર્શન કરવા સાંજે આવ્યા હતા.
"છોકરી,
સિત્તેર તો વધારે ભાવ છે, ચાલીસમાં આપી દે." શેઠ લખપતિ હોવા છતાં ભાવમાં કસર
કરવા પ્રયત્ન કર્યો.
"શેઠ
દયા કરો, માતાજી તમને માલામાલ કરી દેશે, છેલ્લે સાઈઠમાં આપી દઈશ." છોકરી
કરગરી.
"ચાલ,
છેવટે પચાસમાં આપી દે," શેઠે કહ્યું અને પચાસની નોટ આપી.
"લ્યો,
સાહેબ, માતાજી તમારી મનની મુરાદ પૂરી કરશે." કહીને છોકરીએ માળા આપી.
અમીરચંદ
માળા લઈને અંદર ગયા, અને માતાજીને માળા ચડાવતા માનતા માની. "મારા લીધેલા
શેરમાં કમાણી થશે, તો હું રોજ અહી માળા ચડાવીશ." અને શેઠ તો મંદિરમાંથી નીકળી
ઘરે પહોંચી ભૂલી ગયા. પણ આશ્ચર્ય ! તેમણે લીધેલા શેરો કુદકે ને ભૂસકે વધી રહ્યા
હતા.
વાહ
વાહ ! માતાજીએ કૃપા કરી. હવે મારે દરરોજ માનતા પૂરી કરવા મંદિરે જવું જ પડશે.
બીજી
સાંજે તે જ છોકરીને જોતા શેઠ પહોંચી ગયા માળા લેવા. " એ ય છોકરી, પચાસની માળા
આપ. તારી ફૂલમાળા તો નસીબદાર નીકળી."
"વાહ
શેઠ ! મેં કહેલુંને તમને માતાજીની કૃપા થશે, લ્યો લઇ જાવ." રૂડી ખુશ થતા
બોલી.
શેઠે
પચાસ રૂપિયા આપતા પુછ્યું, "શું નામ છે તારું ?"
"રૂડી,
સાહેબ." રૂડીએ ગર્વથી કહ્યું. અમીરચંદને પણ આ છોકરી અને તેના ફૂલો નસીબદાર
લાગ્યા.
તેમને
રોજે રોજ શેરબજારમાં નફો વધતો ગયો. તેમનો રોજનો કર્મ થઇ ગયો રૂડી પાસેથી માળા લઇ
ચડાવવાનો.
"તારે
ઘેર કોણ કોણ છે?" પછી તો શેઠને આ નસીબદાર છોકરીમાં રસ પડતા અંગત સવાલો પૂછવા
લાગ્યા. જેનાથી ફાયદો થયો હોય તેના વિષે જાણવા મનમાં જીજ્ઞાસા થવા લાગે છે.
"શેઠ,
એક બુઢી માં જ છે. પિતાજીનું ગયા વર્ષે જ દારુ પીવાથી અવસાન થઇ ગયું છે."
રૂડી ભાવુક થઇ ગઈ.
"વાહ
તું મહેનત કરીને ઘર ચલાવે છે." શેઠે વખાણતા કહ્યું.
"હા,
શેઠ, મારી માં લગભગ બીમાર જ હોય છે." રૂડીએ રડમસ અવાજે કહ્યું.
એક
સાંજે શેઠ ફૂલમાળા લેવા આવ્યા ત્યારે રૂડી સાવ નિરાશ થઈને બેઠી હતી.
"શેઠ,
મારી માં બહુ જ બીમાર છે, તેને ડોક્ટરને બતાવવા જવું છે તો પાંચસો રૂપિયા આપશો,
હું દશ દિવસ ફૂલમાળા આપીને રૂપિયા ચૂકતે કરી દઈશ." રૂડી વાત કરતા કરતા રડી
પડી.
શેઠ
વિચારમાં પડી ગયા. રૂપિયા લઈને ભાગી જાય તો ?
હું એને ક્યા શોધવા જાઉં ? તેથી ના પાડી. રૂડી તેમના ચહેરાનાં હાવભાવ જોઈ સમજી
ગઈ. "શેઠ વિશ્વાસ કરો, મારી મા ની જિંદગીનો સવાલ છે."
અંતે
શેઠે હા - ના કરતા પાંચસો રૂપિયા આપ્યા.
બીજા
દિવસે રૂડી તેની જગ્યાએ હતી જ નહિ. શેઠે આમતેમ નજર કરી, પણ તે ક્યાંય ના જણાઈ.
"કઈ કામમાં હશે કે શું ?" વિચારીને તેમણે બીજા પાસેથી ફૂલો ખરીધ્યા.
મનમાં
પાંચસો ગયા કે શું ? નો વસવસો થઇ ગયો. વાતો તો બહુ મોટી મોટી સજ્જનતાની કરતી હતી,
ને આજે આવી જ નહિ.
બીજા
દિવસે પણ રૂડી ના દેખાઈ. અરેરે ! મેં તેના પર ખોટો ભરોસો કર્યો, આવા લોકો આવા જ
બહાના કરીને જ લોકોને ઉલ્લુ બનાવે છે. જુવાન છોકરીનો ભરોસો કરાય જ નહિ. કેટલાયની
જોડે ફરતી હશે. એક વખત મન ખરાબ વિચારે ચડે પછી તેમાં જ વિચાર્યા કરે છે.
ત્રીજા
દિવસે પણ રૂડી ન દેખાતા, "આ છોકરી તો ઠગ નીકળી, મારા રૂપિયા લઈને કોઈ જોડે
ભાગી ગઈ. આવી જુવાન છેલબટાઉ છોકરીઓનો વિશ્વાસ કરાય જ નહિ." વિચારતા શેઠ
ગુસ્સે ભરાયા.
ચોથા
દિવસે એક બુઢીએ સામેથી તેમને બોલાવ્યા. "તમે જ શેઠ અમીરચંદ છો ને, લ્યો આ
ફૂલમાળા. હવે દશ દિવસ હું જ તમને આ ફૂલમાળા આપીશ."
"સારું,"
કહી શેઠ યુવાન છોકરી ભાગી ગઈ અને બુઢી માંને કામે લગાડતી ગઈ, વિચારી દર્શન કરવા
ગયા.
પછીના
દિવસે પણ એ જ બુઢીએ ફૂલમાળા આપી. હવે શેઠથી રહેવાયું નહિ. તેણે પુછ્યું.
"તમારી છોકરી ભાગી ગઈ કે શું ?"
"ના
ના શેઠ, તમારા પાંચસો રૂપિયા લઇ તેણે મને તમારી બધી વાત કરી અને કહ્યું કે શેઠ ખુબ
સારા અને દયાળુ માણસ છે. તમારી ઓળખાણ પણ આપી કે મોટી કાળી ગાડી છે એટલે હું તમને
ઓળખી ગઈ શેઠ." બુઢી રડવા જેવી થઇ ગઈ.
"પણ
રૂડી ક્યાં ભાગી છે? કોની સાથે ?" શેઠથી ન રહેવાતા પુછ્યું.
"શેઠ,
મારી રૂડી એવી ન હતી. પણ અમારા નસીબ ! રાત્રે જ ડોક્ટર પાસેથી આવતા પાછળથી ટ્રકે
તેને અડફેટે લીધી. અને તે બેભાન બની ગઈ. મગજની નસ ફાટી જતા મરતાં પહેલા તેણે મારી
પાસેથી વચન લીધું કે મારે તમારા પાંચસો રૂપિયા પરત કરવા, એટલે જ હું તમને શોધીને ફૂલમાળા
રોજ આપીને આ વાત કરી રહી છું." માજી રડી પડ્યા.
"શું
વાત કરો છો ? હું તો તેને ભાગેડુ, ચોર સમજતો હતો." કહેતા શેઠની આંખો પણ ભીની
થઇ ગઈ. તેના એક એક આંસુ સાથે તેના રૂડી માટે વિચારેલા ખરાબ વિચારો ટપક ટપક પડી
રહ્યા હતા.
લાસ્ટ સ્ટ્રોક : અધુરો ઘડો વધુ છલકાય એમ જ કોઈના વિશે પુરી
વિગત જાણ્યા વગર કોઈના માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધવો એ ભૂલ ભરેલું કહેવાય.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
રૂડી ફૂલવાળી - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories