વિશ્વાસ
સાણંદ તાલુકાનું બદરખા ગામ. શંભુભાઈ અને
શાંતાબેનને એક જ દીકરો મનોજ. થોડી જમીનમાં ખેતી કરીને માંડમાંડ ગુજરાન ચલાવતાં.
મનોજ ભણવામાં હોંશિયાર, તેથી ધીરે ધીરે ભણીને એન્જીનીયર થયો. અચાનક શંભુકાકાનું
સાઈઠ વરસે હાર્ટએટેકમાં અવસાન થતા મનોજ અને શાંતાબેન એકલા પડી ગયા.
મનોજને
કોઈ સારી નોકરી મળતી ન હતી, તેમાં દુબઈની જાહેરાતમાં અરજી કરતા સારી નોકરી મળી ગઈ.
ગામડાની જમીન વેચીને દુબાઈ જવાનું નક્કી કર્યું. એક નાનું ઘર રહી ગયું હતું, તેમાં
શાંતાબા ને રાખી, તેણે દુબઈથી કમાઈને દિરહામનાં રૂપિયા મોકલવાનું નક્કી કર્યું, પણ
શાંતાબાનો જીવ ચાલ્યો નહિ, તેમને પણ દુબઈ જવું જ હતું.
"હું
અહી એકલી શું કરું ? હું તો તારી સાથે જ આવીશ." શાંતાબા મક્કમ હતા.
"મા
તને દુબઈન વિઝા ના મળે, અહી જ એકલી રહે, હું ત્રણ ચાર વરસમાં ત્યાં કમાઈને અહી આવી
જઈશ." મનોજે માં ને બહુ સમજાવ્યા, પણ શાંતાબા માન્યા જ નહિ. હવે તો છુટકારો જ
ન હતો.
અમદાવાદ
એરપોર્ટ પર બહાર લોકોનો જમેલો હતો. રાત્રે ત્રણ વાગે અમીરાત ફ્લાઈટની ટીકીટ હતી.
મનોજે માં ને લોનમાં બેસાડી ચા નાસ્તો લઇ આપ્યો.
"માં,
તું અહી જ બેસ. હું અંદર જઈ ટીકીટ લઇ અર્ધા જ કલાકમાં આવું છું."
પણ બેટા, હું અહી એકલી શું કરીશ ?" શાંતાબા
ગભરાતા બોલ્યા.
"માં
આ ચિઠ્ઠી સાચવીને રાખ. જરૂર પડે કોઈને બતાવીને મને બોલાવી લેજે." મનોજે
ચિઠ્ઠી લખીને આપી. શાંતાબાને વાંચતા ક્યાં આવડતું હતું. તેમને મન કાળા અક્ષર ભેંસ
બરાબર.
અડધા કલાકનો એક કલાક થયો, બે કલાક થયા, પણ મનોજ
પરત આવ્યો નહિ. શાંતાબા રાહ જોઇને કંટાળીને વિચારે ચડ્યા, શું થયું હશે મનોજને ?
ટીકીટ નહિ મળી હોય ? મારો તો તે એક જ ભરોસાપાત્ર વિશ્વાસ છે.
ધીમે
ધીમે લોકો ફ્લાઈટ જતી રહેતા ઓછા થવા લાગ્યા. ત્રણ કલાક થઇ ગયા. હવે શાંતાબા
ગભરાયા, શું થયું હશે મારા મનોજને ? હું એકલી આવડા મોટા અમદાવાદ શહેરમાં શું કરીશ
? હે માતાજી ! મારા મનોજને જલ્દી મોકલ. તેમને એકના એક દીકરા પ્રત્યે વિશ્વાસ ડગી
જવા લાગ્યો. પણ ના, મનોજ મને છોડીને જાય જ નહિ ને ! પણ ન આવ્યો તો ? હવે માજી એકલા
રહી ગયા. સવારનો ઉજાસ ફેલાવા લાગ્યો હતો. બધી ફલાઈટો ઉપડી ચુકી હતી.
શાંતાબાનું
દિલ ધડકવા લાગ્યું. તેમનો વિશ્વાસ ડગી ગયો. ત્યાં તો દુરથી એરપોર્ટ સિક્યુરીટીનો
માણસ આવતો દેખાયો. તેણે શાંતાબાને જોઈ પુછ્યું "માજી, કેમ એકલા બેસી રહ્યા છો
? ઘેર જાવ."
"બેટા,
મારો દીકરો મનોજ હજુ આવ્યો નથી. હું ક્યા જાઉં ?" કહેતા શાંતાબા રડી પડ્યા.
અવાજ
સાંભળીને સિક્યુરીટીવાળો ચમક્યો, "અરે ! તમે બદરખાનાં શાંતાબા તો નહિ ?"
"હા,
બેટા, હું એ જ છું." માજીને ઓળખીતા મળતા તેમના જીવમાં જીવ આવ્યો.
"મને
ના ઓળખ્યો, હું બાજુવાળા નાથુકાકાનો રાજુ. હું અને મનોજ સાથે જ ભણતા અને વાંચતા. તમે
અમને ચા બનાવીને ઉઠાડતા. મારી ફી પણ તમે જ આપતા હતા." રાજુ યાદ કરાવતા બોલ્યો.
"હા,
બેટા યાદ આવ્યું." શાંતાબા બોલ્યા. "હજુ મનોજ કેમ આવ્યો નહિ ? અમે બંને
દુબઈ જવાના હતા."
"તમને
તેણે કાંઇ આપ્યું છે ?" રાજુએ પુછ્યું.
"હા,
બેટા, આ ચિઠ્ઠી આપી છે, મને ક્યાં વાંચતા આવડે છે ? જો ને આમાં તેને તેનો મોબાઈલ
નંબર લખેલો છે ?" શાંતાબા ઉત્સાહમાં આવીને બોલ્યા.
ચિઠ્ઠી
વાંચતા જ રાજુ સડક થઇ ગયો. કંઈ જવાબ ન આપ્યો.
"બેટા,
શું લખ્યું છે, મારા મનોજે ? મને ક્યારે લેવા આવશે ?" હજુ શાંતાબા
વિશ્વાસપૂર્વક પોતાના દીકરાના પરત આવવાની રાહમાં ગૂંચવાયેલા હતા.
"બા,
તેણે લખ્યું છે કે આ માજી બહુ જીદ્દી છે, તેમને મારી સાથે દુબઈ આવવું છે, પણ તેને
વિઝા કોણ આપે ? તેની થેલીમાં મેં એક હજાર રૂપિયા મુકેલા છે, મહેરબાની કરીને મારી
માં ને અમારા ગામ બદરખા પહોંચાડવા વિનંતી. હું નોકરી કરવા દુબઈ જાઉં છું. - મનોજ"
આ
વાંચતા રાજુ ચિંતામાં પડી ગયો. શાંતાબા આ સાંભળી એકદમ હબકી ગયા. તેનો એકનો એક
વિશ્વાસ, ભરોસો આજે તૂટી ચુક્યો હતો. તેમને ચક્કર આવતા પડી ગયા. હવે શું કરવું ?
આવડા મોટા અમદાવાદમાં એકલા જવું ક્યા ?
રાજુ
માજીની મુસીબત સમજી ગયો, તેણે માં ને વિનંતીથી કહ્યું, "શાંતાબા, તમારો બીજો
દીકરો હાજર છે, ચાલો મારે ઘેર જેટલું રોકાવાય એટલું રોકાજો, ના ગમે તો હું તમને
તમારે ઘેર મૂકી જઈશ."
શાંતાબા
વિચારે ચડ્યા, પોતાનો પંડનો દીકરો જેને પાળી પોષીને મોટો કર્યો, તે પોતાના સ્વાર્થ
ખાતર પરદેશ જતો રહ્યો અને પારકો જણ્યો માં ને વિશ્વાસપૂર્વક પોતાને ઘેર બોલાવી
રહ્યો છે. વાહ રે કળિયુગ વાહ !
અંતે
શાંતાબાનો હાથ પકડી રાજુ ધીમે ધીમે પોતાને ઘેર જવા લઇ ગયો.
લાસ્ટ સ્ટ્રોક :- જીવનમાં કેટલીક વખત આવું
બનતું હોય છે, જેના પર સંપૂર્ણ વિશ્વાસ હોય, આધાર હોય, તે જ નપાવટ નીવડે છે, જયારે
સાવ અજાણ્યો માણસ એક મીનીટમાં તમારો આધાર બની જાય છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
વિશ્વાસ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories