કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે
ઓટોમેટીક વ્હોલચેરમાં બેસી મધુકરભાઈ પોતાના
સેટેલાઈટનાં બંગલામાંથી નીકળ્યા. વિચારતા વિચારતા શિવરંજની મેઈન રોડ પર આવી
પહોંચ્યા. બપોર ઢળી રહી હતી. ટ્રાફિક વધી ગયો હતો. ચાર રસ્તા પર તેમણે મધુર
ફરસાણવાળા આગળ પોતાની વ્હીલચેર ઉભી રાખી અંદરથી દુકાનદાર પુલીનભાઈ બહાર આવ્યા.
અમદાવાદના
નામચીન બિલ્ડર મધુકરભાઈ કોટકને તેઓ ઓળખતા હતા, પણ તેમને વ્હીલચેરમાં જોઈ નવાઈ
પામ્યા. "ચવાણું શું ભાવ આપો છો ?" મધુકરભાઈએ પુછ્યું.
"મોંઘવારી
બહુ વધી ગઈ છે, કિલો ચવાણાનાં ચારસો રૂપિયા ભાવ છે, બોલો શેઠ કેટલું આપું?"
પુલીનભાઈએ નમ્રતા સાથે જવાબ આપ્યો. "ત્રણસો ત્રણસો ગ્રામના દશ પેકેટ તૈયાર
કરીને ખોખામાં 3 કિલો આપો." મધુકરભાઈએ કહ્યું. "અંદર આવો ને શેઠ ! તમારા
દેખતાં જ તોલીને ખોખામાં પેક કરી દઈશ." પુલીનભાઈએ માન આપતા કહ્યું.
"મારા
પગ ક્યાં કામ કરે છે. એક એક્સીડેન્ટમાં બંને પગ ખોટા પડી ગયા છે. આ વ્હીલચેર સાથે
મારાથી અંદર નહિ અવાય. તમે જ બોક્ષમાં ચવાણું ભરીને લાવો." દુકાન લાંબી હતી,
વજન કરવાનું અને બોક્ષ અંદરના ભાગમાં હતા. ચવાણું જોખતાં જોખતાં પુલીનભાઈને વિચાર
આવ્યો, "આટલા મોટા બિલ્ડરને પૈસાની ક્યા ખોટ છે ? તે લંગડા હોવાથી અંદર આવી
શકે તેમ નથી, તો માલ ઓછો આપવામાં વાંધો નથી." અને તેમણે દરેક બોક્ષમાં પચીસ
ટકા ચવાણું ઓછું ભર્યું, દસ બોક્ષ પેક કરી એક મોટી થેલીમાં તેમને આપી દીધા. મધુકરભાઈ
બોક્ષ ગણીને થેલી વ્હીલચેર પર ભરાવીને નીકળી ગયા. લંગડા બિલ્ડરને ખબર ન પડી તેથી
પુલીનભાઈ ખુશ હતા.
આ
પછી દર બીજા દિવસે મધુકરભાઈ ફરસાણ કે મીઠાઈનાં દસ બોક્ષ લઇ જાય અને પુલીનભાઈ
દરેકમાં વીસથી ત્રીસ ટકા ઓછું આપીને તગડો નફો કમાય. આમને આમ મહિનો બે મહિના થયા.
પુલીનભાઈને નવાઈ લાગી. આ મધુકરભાઈ આટલા બધા બોક્ષનું કરે છે શું ? માનવસહજ
સ્વભાવથી એક દિવસ તેમણે સ્કુટર પર મધુકરભાઈની ઇલેક્ટ્રિક વ્હીલચેરનો પીછો કર્યો.
મધુકરભાઈ
સેટેલાઈટથી ધીમે ધીમે ગુલબાઈ ટેકરાની ઝૂપડપટ્ટીમાં આવ્યા. ગરીબ મજુર માણસોની વસ્તીમાં
પ્રવેશતા જ ગરીબ, ફાટેલા કપડાંવાળા, કમજોર, કુપોષણવાળા પંદર વીસ બાળકો તેમને જોઈ,
"દાદા આવ્યા, દાદા આવ્યા" કહી ઘેરી વળ્યા.
મધુકરભાઈ
ખુશ થઇ ગયા. એક પછી એક બાળકને ચવાણાનું પેકેટ આપી ખુશ થઇ જોઈ રહ્યા. ગરીબ બાળકો
ખુશી ખુશી ચવાણું ખાતા જોઈ મધુકરભાઈને આંખોમાં સંતોષ અને ખુશી આવી ગયા. બધા બાળકો
તેમની સાથે ખાઈને રમવા લાગ્યા. જતી વખતે બાળકોએ પુછ્યું, "દાદા, તહેવારો નજીક
આવે છે, અમારે માટે શું લાવશો ?" મધુકરભાઈએ બધાને મીઠાઈ લાવી ખવડાવવાની વાત
કરતા બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. પીછો કરી રહેલા પુલીનભાઈ જોઇને ઝંખવાઈ ગયા. અરેરે !
હું આ ગરીબ બાળકોના મફત ખોરાક સાથે દગો કરી રહ્યો હતો ! ધિક્કાર છે મારી જાતને !
એક
દિવસ પછી મધુકરભાઈએ આવીને મોહનથાળનો ભાવ પૂછ્યો.
પુલીનભાઈએ
પુછ્યું, "એક વાત પુછુ, મધુકરભાઈ, ખોટું ન લગાડતા, આટલા બધા પેકેટનું તમે કરો
છો શું ?"
મધુકરભાઈ
દુ:ખી થતા બોલ્યા, "એ જ તો કર્મની કઠણાઈ છે ને ! કરેલ કર્મો તો અહી ભોગવવા જ
પડે છે, હું કરેલા કુકર્મોને ખપાવીને સાફ કરી રહ્યો છું."
"કેમ આવું કહો છો ?" પુલીનભાઈએ નવાઈ પામતા કહ્યું.
"તમે
તો જાણો છો કે અહીના પંદર ઓવરબ્રીજ મેં બનાવેલ છે. કમાણી ખુબ સારી હતી, પણ મન
લોભમાં લપટાતું ગયું. સિમેન્ટમાં નિયત પ્રમાણ કરતા વધારે માત્રામાં રેતી અને માટી
ભેળવવાથી નફો વધતો ગયો. અનીતિ, લાલચ અને કુકર્મોનો કોઈ અંત જ નથી." મધુકરભાઈએ
ખુલાસાથી કહ્યું.
પુલીનભાઈએ
આશ્ચર્યથી પુછ્યું, "પણ પછી શું થયું ?" "એક વરસાદી રાતે હું અને
મારી પત્ની સાથે લક્ઝરી કારમાં મારા બનાવેલ બ્રીજ પરથી પસાર થતાં, તેને બતાવી
રહ્યો હતો, ત્યાં જ જોરદાર વીજળીનો કડાકો થયો અને રેતીનો બનેલ પુલ તૂટી ગયો. ગાડી
જોરથી નીચે પડતા, મારા પત્નીને જોરદાર હેડઇન્જરી થતા સ્થળ પર જ મૃત્યુ પામી. હું
બચી ગયો, પણ કરોડરજ્જુમાં ઈજા થતા બંને પગ ખોટા થઇ ગયા. અમારી એકની એક દીકરી
પરણીને અમેરિકા જતી રહી, હું અહી અપંગ બનીને સાવ એકલો પડી ગયો છું." કહેતા
મધુકરભાઈની આંખોમાં પાણી આવી ગયા.
"મને
ખ્યાલ આવી ગયો કે મારા કુકર્મોનો બદલો ભગવાને મને અહીં જ આપી દીધો છે. હવે મને આ
ગરીબ બાળકોને પોષણયુક્ત ખોરાક આપીને સંતોષ અને આનંદ થાય છે. મારા કુકર્મો તો મારે
અહી જ ભોગવવા પડશે ને ! ભગવાનને મારી આ જ પ્રાર્થના છે." આ સંભાળી પુલીનભાઈ
પણ વ્યથિત થઇ ગયા.
અંદરથી
દસ બોક્ષ પેંડાનાં લાવતા આજે વજન વધારે લાગતા મધુકરભાઈને નવાઈ લાગી. "આજે આ
બોક્ષ કેમ વજનદાર લાગે છે. ? કુલ ત્રણ કિલો વજન જ છે ને !"
પુલીનભાઈ
જવાબ આપતા બોલ્ય, "શેઠ, મને માફ કરી દો, હું પણ લાલચમાં આવી તમારા અપંગપણાનો
લાભ ઉઠાવી, વજન ઓછું આપતો હતો. પણ પછી મને ખ્યાલ આવ્યો કે કરેલ ખરાબ કર્મો તો અહી
જ ભોગવવા પડશે." કહેતા કહેતા તે નીચે આવી મધુકરભાઈનાં પગમાં પડતા રડી પડ્યા.
લાસ્ટ સ્ટ્રોક : ખરાબ કર્મો તો અહી જ ભોગવવા પડે છે. તેને બદલે
લોભ, દગો, ઈર્ષા, અપ્રમાણિકતા, અનૈતિકતા છોડીને સારા કર્મો જ બાંધવા લાગો ને !
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
કરેલા કર્મો અહીં જ ભોગવવા પડે - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories