બિચારો આશિક !
----------------------------------------------------------------------------------------------------------------------------
હેવન સ્ટાર હોટેલમાં આશિક
અને અંકિતા શનિવારે સાંજે ડીનર લેવા હાથમાં હાથ પરોવી આવ્યા હતા. બંને ટેબલ પર
ગોઠવાયા અને અંકિતના મમ્મી નો મોબાઈલ આવ્યો. તે વાતોમાં મશગુલ થઇ ગઈ.
આશિક આજે બહુ જ ખુશ હતો.
અંકિતાએ પહેલી વખત સાથે ડીનર લેવાની હા પાડી હતી. વેઈટર આવતાવેત મેનુ કાર્ડ અને પાણી મુક્યા. આશિકે
મેનુકાર્ડ જોઈ પંજાબી વાનગીઓનો ઓર્ડર તૈયાર કરી રાહ જોઈ, પણ અંકિતાની વાતો લાંબી
ચાલી. અંતે કંટાળીને આશિકે ઓર્ડર મૂકી દીધો. દશ મીનીટે અંકિતાનો ફોન
પૂરો થયો.
"શું ઓર્ડર કર્યો આશિક
?" અંકિતાને પણ ભૂખ લાગી હતી.
"બહુ જ સુંદર પંજાબી
સબ્જીઓ અને બટર નાન સાથે પંજાબી દાલ ફ્રાઈ પણ
છે." આશિકને એમ થયું કે આટલા સુંદર ઓર્ડરથી તેની
માશુકા ખુશ થઇ જશે.
"અરે! મને પુછ્યું જ
નહીં. આ હોટેલની મેક્સિકન ડીશ બહુ જ વખણાય છે." અંકિતા ચીડાતા બોલી.
"ડાર્લિંગ, ફરી કોઈ
વખત, આ વખતે તો પંજાબી
ડીશનો સ્વાદ માણ." આશિકે જાણે કરગરતા અંકિતાનો હાથ પકડી લીધો.
"મેં નાં
પાડીને!" કહીને અંકિતાએ પોતાનો હાથ છોડાવી લીધો. "હું પંજાબી નહીં
ખાઉં." કહેતા તે છંછેડાઈ ગઈ. આશિક ઓર્ડર મુકાઈ ગયો છે, કહી વિનવતો રહ્યો, પણ
અંકિતા ન માની તે ન જ માની.
આશિક વિચારમાં પડી ગયો. તેણે
તરતજ ઈશારો કરી વેઇટરને બોલાવ્યો, અને જુનો ઓર્ડર કેન્સલ કરી નવો મેક્સિકન ઓર્ડર
લાવવા કહ્યું.
વેઇટરે દશ મિનિટ થઈ ગઈ હોવાથી આગલો ઓર્ડર કેન્સલ કરવાની ના
પાડી. આશિકે અંકિત સામે જોયું પણ તે તો મોં ફુલાવી બેઠી હતી. પોતાનો કક્કો સાચો કરાવવા તે તો માનવા તૈયાર જ
નહીં. આશિકે અંતે તેની પ્રેમિકાને રાજી કરવા મેક્સિકન
મંગાવ્યું અને સાથે સાથે આગલા પંજાબી ઓર્ડરના દોઢ હજાર પણ બિલના ભરવાના આવ્યા.
શહેરની મશહૂર ડી. બી. ડેન્ટલ કોલેજમાં બન્ને સાથે ફાઇનલ બી.ડી.એસ.ના
વર્ગમાં ભણતા હતા. આશિક મધ્યમ વર્ગનો જ્યારે અંકિતા ઉચ્ચ મધ્યમ વર્ગની ડોનેશનની
સીટ પર આવેલી છોકરી હતી. ફર્સ્ટયરથી જ આશિકને અંકિતા ગમી ગઈ હતી. કોઈને કોઈ બહાને
તે અંકિતાને રીઝવવા કોશિષ કરતો રહ્યો.
શરૂઆતના બે વરસતો અંકિતાએ દાદ ના આપી.
તેને ખબર પડી હતી કે આશિક તેની પાછળ લટ્ટુ છે, પણ તે આશિકને જરા પણ મચક આપતી નહીં.
સામેથી આશિક તેને નોટ્સ આપવા આવે તો ના જ પાડી દે. અંકિતાને તો ડેન્ટિસ્ટ બનીને
અમેરિકા કે ઓસ્ટ્રેલીયા જઈ વૈભવી જીવન ગુજારવું હતું.
આશિકને તે જેમજેમ તે એવોઇડ કરતી હતી, તેમ
તેને પામવા આશિક વધારે ને વધારે મહેનત કર્યા કરતો. તેના બેસ્ટ મિત્ર અશોકે ટકોર્યો.
“આશિક, રહેવા દે, અંકિતા નહીં તો બીજી કોઈ પસંદ કર. તું તો સ્માર્ટ અને હોશિયાર
છે.”
“આપણાં ક્લાસની કામિની પણ તારા પર કુરબાન
છે.”
“ના મને તો અંકિતા જ ગમી ગઈ છે.” કહેતા આશિકે,
બીજી બધી યુવતીઓ સામે જોવાની ના પાડી દીધી. ફાઇનલયરમાં તો તેણે અંકિતાને પામવાના
પ્રયત્નો વધારી દીધી. તેને ખાતા પીતા અને સૂતાં સપનામાં પણ હવે તો અંકિતા જ આવવા
લાગી હતી. છેલ્લે તેણે વેલેન્ટાઇન ડે પર પોતાની તમામ બચત ખાલી કરી, બે ત્રણ મિત્રો
પાસે ઉધારી કરી. ચોપન હજાર ભેગા કરી એપલનો સુંદર મોબાઈલ ખરીદી અંકિતાને ગુલાબ સાથે
ઘરી, ઘૂંટળીયે પડી. “આઈ લવ યુ” કહ્યું, ત્યારે અંકિતાની બધી સખીઓ જોઈ રહી, ઈર્ષાની
આગમાં જલી ગઈ.
અંકિતાની ખાસ ફ્રેન્ડ મોનિકાએ સમજાવી
“અંકિતા, આશિક હેન્ડસમ અને હોશિયાર છે. તને શું વાંધો છે ?” અંતે જાણે અહેસાન કરતી
હોય તેમ તેણે પણ આશિકના પ્રેમનો સ્વીકાર કરી મોબાઈલ સિવકાર્યો.
અંકિતા એકની એક હોવાથી જિદ્દી, કજિયાખોર અને ઝગડાળું હતી. તે
પોતાનું ધાર્યું જ કરાવતી આશિક તો અંકિતાનો પ્રેમ પામી ખુશીથી પાગલ બની ગયો તે અંકિતાના
પડ્યો બોલ ઝીલી લેવા તૈયાર રહેતો.
અંકિતાને ઇમ્પ્રેસ કરવા તેણે મોંઘા ભાવનું
બ્રાન્ડેડ લાઇટબ્લ્યુ શર્ટ ખરીદયું.
“જો અંકિતા આ નવું જ શર્ટ કાલે જ
ખરીદયું.” કહેતા આશિક હરખાઈ રહ્યો હતો.
“મને પૂછ્યા વગર કેમ લીધું ? મને તો પિન્ક
કલર જ ગમે છે, બદલી નાખ.” અંકિતાએ પોતાનો રોફ જમાવ્યો. આશિકનો ઉત્સાહ ઓગળી ગયો. તે
સામું કાઈજ ના બોલ્યો. “સારું”, કહી નીચું જોઈ ગયો. અંકિતાની જીદ અને રોફ વધતાં
જતાં હતા. હજુ તો સગાઇ પણ નહોતી થઈ, પણ તેણે બધું જ અંકિતાને પૂછીને તેની પસંદનું
જ લેવું પડતું.
કોલેજમાં રોલો પાડવા આશિકે મમ્મીપપ્પા
જોડે માથાકૂટ કરીને સુંદર બાઇક લીધું. તેને આશા હતી કે બાઇક પર લોન્ગડ્રાઈવ પર
જવાથી અંકિતા ખુશ થઈ જશે.
“મને પૂછ્યા વગર આવું દેશી બાઇક કેમ લીધું ?” અંકિતા
ગુસ્સામાં બોલી. “અત્યારે ઇમ્પોર્ટેડ ડુકાટીના બાઇક કેટલા સરસ આવે છે. એ લેવું
જોઈએ ને હું આવા બાઇક પર ના બેસું.”
આશિક નિરાશ થઈ ગયો. તેણે વિચાર્યું માંડ આ
બાઇક પામ્યો છું, આટલું મોંઘું બાઇક લેવા માટે પપ્પાને મનાવવા કઈ રીતે? તે આખી રાત
જાગીને વિચારતો રહ્યો.
અંકિતા અઠવાડીયા સુધીતો બોલી જ નહીં. આશિક
ચિંતામાં પરીક્ષાની તૈયારી પણ ના કરી શક્યો.
છેલ્લા પેપર પછી આશિકે માફી માંગી, કારણ
કે તે બાઇક બદલાવી શક્યો ન હતો. અંકિતાનો
હાથ પકડી વિનંતી કરી “ ચાલ સામેના કાફેમાં કોફી પીએ. મારે તને એક વાત કરવી છે.”
તેને એમ કે હવે કોલેજ બંધ થાય એટલે લગ્નની વાત ધીમેથી મૂકી જોઉ.
ત્યાંતો અંકિતાએ ધડાકો કર્યો. “મારી આજ
રાતની તો મુંબઈની ફ્લાઇટ છે. કાલે અમેરિકાનો ડૉક્ટર છોકરો જોવા જવાનું છે. પપ્પાએ
માંડ માંડ ગોઠવ્યું છે. ઓકે બાય.” જાણે કોફી પીને છૂટા પાડવાના હોય, તેમ તે ચાલી
નીકળી. તેના ચહેરા પર અમેરિકા જવા મળશેનો, આનંદ સ્પષ્ટ દેખાતો હતો.
આશિક તેને જોતાં જ રહી ગયો. બધી બાબતે
પૂછીને પસંદ કરવાનો આગ્રહ રાખતી છોકરીએ આટલો મોટો નિર્ણય લેતા મને પૂછ્યું જ નહીં
!!! અમેરિકા જવાના ઉત્સાહમાં તે અમારા પ્રેમને જાણે સાવ ભૂલી જ ગઈ.
“આપણાં પ્રેમનું શું ?” આશિકે રડમસ ચહેરે પૂછ્યું.
“એ તો હું મોનિકાના કહેવાથી ટાઈમ પાસ કરતી
હતી. બાકી પ્રેમ બેમ બધું ભૂલી જા, આમેય મારે તો અમેરિકા કેરિયર બનાવવી
હતી.” અંકિતા વટથી બોલીને જતી રહી.
આશિકની આખોમાંથી બે કિંમતી અશ્રુઓ નીકળતા
તે ચકરાઈ ગયો.
લાસ્ટ સ્ટ્રોક : કોઈ પણ સંબંધમાં બંને
તરફી લાગણી અને ઉષ્મા સરખી હોવી જોઈએ, જો તે એક તરફી જ બની જશે, તો અંતે બીજાને રડવાનો જ વખત આવશે, પછી તે પ્રેમ સંબંધ, સામાજીક સંબંધ કે લગ્ન સંબંધ હોય !!
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
બિચારો આશિક ! - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories