ખતરનાક બદલો
-----------------------------------------------------------------------------------------------------------------------------
“"હેલો, એનસીબી ઓફિસ ?"”
અજાણ્યો ફોન રણકી ઉઠ્યો.
"“હા કોણ બોલો છો ?”" સામેથી જવાબ આવ્યો.
"“સાહેબ, મારે
એક બાતમી આપવાની છે, મેમનગર શુભાષ ચોકમાં 600 ગ્રામ કાશ્મીરી
ચરસનો જથ્થો ખાનગી રીતે લાવવામાં આવેલ છે. ઘરની માલિક રમીલા સુતરિયા છે.”"
“"તમારું
નામ શું છે ?"” સામેથી NCB ઓફિસર
મહેતા સાહેબે પૂછ્યું.
“"સાહેબ, મને તો બાતમી મળી છે,
એટલે જાગૃત નાગરિક તરીકે જણાવું છું."”
“"પણ અમારે
બાતમીદારનું નામ અને ફોટો જોઈએ. સાચી માહિતી હશે તો સરકારશ્રી દ્વારા જાહેર થયેલ
ઇન્સેન્ટીવ પણ મળશે."”
મહેતા સાહેબે કહ્યું.
"“સાહેબ મારુ નામ વિમલ કાપડિયા, હું મારા આઇડેન્ટિટી કાર્ડ પરનો ફોટો ટેક્સ્ટ કરું છું.”"
ઈનામ મળવાની લાલચમાં બાતમીદારે સામેથી જવાબ આપ્યો.
"“સારું,” અમે
કાર્યવાહી કરીએ છીએ."” મહેતા સાહેબે જવાબ આપ્યો.
બીજે
દિવસે સવારે દશ વાગે નાર્કોટિક બ્યૂરો ટીમના માણસો અને ઝોનલ
ડાયરેક્ટર મહેતા સાહેબ પહોંચી ગયા, મેમનગર રમીલા સુતરિયાને ઘેર, સર્ચ વોરંટ લઈને.
રમીલા
ત્રીસ વરસની ડાઇવોર્સી એકલી યુવતી, તેના ચાર વર્ષના પુત્ર સાથે રહેતી હતી. તેને
નવાઈ લાગી મારે ઘેર નશીલા ડ્રગનો જથ્થો હોય જ નહીં ! પણ બાતમી પાકી હતી. આખા ઘરની
જડતી કરતાં ફૂલદાનીમાંથી કાશ્મીરી ચરસનું પડીકું મળી આવ્યું.
રમીલાએ
નિર્દોષતાથી નન્નો ભણ્યો,“મારા ઘેર
ચરસ આવે ક્યાંથી ? મને તો આ બાબતે કાઈ જ ખબર નથી.”
અઠવાડિયાથી તે ડિસ્ટર્બ હતી. પણ તે નાર્કોટિક ચરસ માટે તે નન્નોજ ભણતી રહી. નાર્કોટિક
ટીમના ઓફિસરોને પણ નવાઈ લાગી. એક મહિલા આવું કામ કરે
ક્યાંથી?
રમીલાનું
મન ડીસ્ટર્બ થવાનું વિચારતા, તેને
પ્રેમી તરંગ લીંબાચિયા યાદ આવી ગયો. છેલ્લા એક વરસથી તે તરંગના સંપર્કમાં ફેસબુક
દ્વારા આવી હતી. ધીમેધીમે ચેટિંગ, પછી વાતચીત અને છેલ્લે
હોટલમાં રૂબરૂ મળવાનું થવા લાગ્યું.
રમીલાના
લગ્ન છ વરસ પહેલા થયા હતા, પણ પતિ
શરાબી અને બેકાર નિવડતા રોજરોજના ઝગડાથી કંટાળી રમીલાએ બે વરસ પહેલા જ છૂટાછેડા
લીધા હતા, ત્યારે તેમને બે વરસનો દીકરો હતો. શરાબી પતિ
પુત્રને સંભાળી શકે તેમ ન હોવાથી, રમીલાને કોર્ટે પુત્રનો કબજો સોંપ્યો હતો. રમીલાને બેંકમાં ક્લાર્કની સર્વિસ હોવાથી એક રૂમ રસોડાનું ઘર મેમનગરમાં
ભાડેથી રાખી, તે પુત્ર સાથે એકલી રહેતી હતી.
તરંગ
અને રમીલા પહેલી વખત કાફેમાં કોફી પીવા મળ્યા, ત્યારે જ એક બીજાથી આકર્ષાઈ ગયા હતા, અને પછી તો
મળવાનું, ફરવાનું રોજનું થઈ ગયું. તરંગને પોતાની કટલરી અને
પ્રોવિઝનની દુકાન હતી. તે સાંજે વહેલી બંધ કરી પહોંચી જતો રમીલાની બેંક ઉપર.
શારીરિક ખેચાણ વધતાં અને જરૂરીયાતો સંતોષતા બન્ને સાથે લિવઇનમાં રહેવા લાગ્યા. રમીલાના બાબાને પણ તરંગ પ્રેમથી રાખતો, ખવડાવતો, અને રમાડતો. રમીલા ખુશ હતી, તેના મુન્નાને પપ્પા
મળી જશે તે વિચારીને.
તરંગ
ધીમે ધીમે રમીલાના પ્રેમમાં પાગલ બની ગયો. વરસ લિવઇનમાં પૂરું થતાં તેણે રમીલાને
લગ્ન માટે દબાણ ચાલુ કર્યું.
રમીલાએ
કહ્યું,”"તરગ,ઉતાવળ ના
કર, મને વિચારવાનો સમય આપ."”
રમીલાએ
તરંગની દુકાનની આજુબાજુ તપાસ કરાવતા ખબર પડી કે, તરંગ તો પરણેલો છે.
એ
જ રાત્રે રમીલાને તરંગ સાથે ઝગડો થઈ ગયો.” "તરંગ, તું પરણેલો છે, તે મને
કહ્યું જ નહીં, અને મારી સાથે રંગરેલીયા મનાવે છે.”"
"“ડિયર, મને પત્ની સાથે જરાપણ બનતું નથી. હું તેને
ડાયવોર્સ આપી દેવાનો છું."” તરંગ કરગરતા બોલ્યો.
“"ના, મારે કોઈનું ઘર તોડીને મારુ ઘર વસાવવું
નથી. આજથી આપણે છૂટા."” રમીલાએ ચોખવટ કરી.
તરંગે
બહુ કાલાવાલા કર્યા વિનવણી કરી પણ રમીલા ના માની તે ના જ માની. હવે તરંગ ગુસ્સે
ભરાયો, “હું તને કોઇની નહીં થવા દઉં જોઈ લઇશ.
બદનામ કરી નાખીશ એવો ખરાબ બદલો લઇશ, કે તને જીંદગીભર યાદ
રહેશે.”
માનવીનું
ગુસ્સે ભરાયેલું મન એકવાર બદલો લેવાની ભાવનાથી ઉશ્કેરાય છે, ત્યારે સામા માણસની
મદદ, ઉપકાર, સારપ અને વિતાવેલી સુંદર ક્ષણો ભૂલી જઈ, એક જ વિચાર કરે છે, સામા
માણસને કઈ રીતે હેરાન પરેશાન કરી બરબાદ કરી દેવાનો.
“"તારે
જે કરવું હોય તે કરી લેજે, પણ મારે તારું ઘર તોડીને લગ્ન નથી જ કરવા."”
રમીલાએ
મક્કમ બની જવાબ આપ્યો. તેણે મેમનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
તરંગે
છેલ્લી વખત રમીલાને ઘેર મેમનગર મળવાનું ગોઠવ્યું. રમીલા તેના માટે ચા બનાવવા
રસોડામાં ગઈ ત્યારે તરંગે ડ્રોઇંગરૂમમાં ફૂલદાનીમાં ચરસનું પેકેટ છુપાવી દીધું.
આ
જ વિચારમાં રમીલા છેલ્લા અઠવાડિયાથી ડીસ્ટર્બ હતી,તેમાં આ નવી મુસીબત આવી.
“"ચાલો, તમારે અમારી સાથે પોલીસ કસ્ટડીમાં આવવું
પડશે."” મહેતા સાહેબે તેને પકડતાં કહ્યું.
“"સાહેબ, મને આ બાબતની કાઇ ખબર જ નથી. પણ તમને આવી
ખોટી બાતમી કોણે આપી ?" રમીલાએ રડતાં રડતાં પુછ્યું. ”
“"અમને
વિમલ કાપડીયાનો ફોન આવ્યો હતો, અને
કહ્યું હતું બાતમી સો ટકા સાચી છે."” સાહેબે કહ્યું.
“"સાહેબ, હું કોઈ વિમલને જાણતી જ નથી, તેનો ફોટો બતાવો."” રમીલાએ વિનવણી કરી. નિયમ મુજબ ખતમીદારનો ફોટો કે
માહિતી જણાવાય નહીં. પણ રડતી રમીલાને જોઈ સાહેબ અને સ્ટાફ પીગળી ગયા.
સાહેબે
મોબાઇલમાં વિમલનો ફોટો બતાવતા જ રમીલા ચમકી.
“"અરે!
આ તો તરંગ લીંબાચિયા છે. જેણે મારી સાથે સંબંધ બનાવી લગ્ન કરવાની મેં ના પાડતાં, બદલો લેવાની ધમકી આપી છે, તેની ફરિયાદ મેમનગર પોલીસ સ્ટેશનમાં મે કરી છે."” રમીલા રડતાં રડતાં
બોલી.
તરત
જ મહેતા સાહેબને સ્ટ્રાઈક થઈ,
તત્કાલ તરંગને પકડી ચૌદમું રતન ચખાંડતા તેણે બધું સાચું કહેવું પડ્યું. રમીલા
તરંગને જોતાં ઉકળી પડી. “આવો ભયાનક બદલો !”
"“મને
માફ કરી દે. હું, તારા પ્રેમમાં પાગલ થઈ ગયો હતો.”" કહેતા તરંગ રડી પડ્યો. તેની ઉપર
એન્ટિનાર્કોટિક કેસ થતાં, સાત સાલ ની સજા થઈ. અત્યારે તે
સાબરમતી જેલમાં સડી રહ્યો છે.
લાસ્ટ સ્ટ્રોક:
હમેશા એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીથી ચેતતા રહેવું. આવા માણસનો કે સાવ અજાણ્યાનો
વિશ્વાસ કરી ઘરમાં ઘુસવા ન દેવા, કે
તેમનો કોઈ સામાન પ્રવાસમાં બેગમાં લેવો નહીં.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ખતરનાક બદલો - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories