લેબલ જીવનમાં કંપની તો જોઈએ જ ને સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ જીવનમાં કંપની તો જોઈએ જ ને સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

19 ફેબ્રુઆરી 2026

જીવનમાં કંપની તો જોઈએ જ ને- ગુજરાતી લઘુ બોધ વાર્તા

 જીવનમાં કંપની તો જોઈએ જ ને

 

તમારે ત્યાથી થોડું દહીં મેળવવા મેળવણ મળશે ?” સવારના પહોરમાં સાડાનવ વાગે સામેના ફ્લેટવાળા નીલિમાબેન દરવાજે ઊભા હતા.


        હા, હા કેમ નહીં, હમણાં આપું છું. કહેતા પ્રકાશભાઈ અંદર રસોડામાં ગયા.  ફ્રીઝમાથી થોડું મેળવણ કાઢીને ખુશ થતાં આપ્યું. બીજું કઈ જોઈએ તો જરૂરથી કહેજો. પ્રકાશભાઈએ નીલિમાબેનને કહ્યું.


        મેં સવારે નાસ્તામાં બટેકાપૌઆ બનાવ્યા છે, હમણાં આપી જાઉં છું. કહેતા નીલિમાબેન પોતાના ઘરેથી લઈને આપી ગયા. બંનેએ સાથે બેસીને ચ્હા નાસ્તો કર્યો.

        વિધવા નીલીમબેન પંચાવન વરસના હતા. તેમના પતિ બે વર્ષ પહેલા જ આકસ્મિક મરણ પામ્યા હતા. સંતાન કઇં હતું જ નહીં. તેથી એકલા જ તેમના ફ્લેટમાં રહેતા હતા.

        સામે જ રહેતા સાઇઠ વરસના પ્રકાશભાઈ બે વરસ પહેલા જ સકારી નોકરીમાથી રિટાયર્ડ થયા હતા. વરસ પહેલા જ તેમના પત્ની પારૂલબેન કોરોનામાં અવસાન પામ્યા હતા. બંને કોરોના પોઝિટિવ આવતા હોસ્પીટલમાં દાખલ થયા હતા. પણ અનાયાસે પારૂલબેનની સ્થિતિ બગડતી ગઈ. બે દિવસ વેન્ટિલેટર પર રાખ્યા, પણ અફસોસ ! તે બચી ના શક્યા અને પ્રકાશભાઈને છોડીને પરલોક સીધાવી ગયા. તેમનો એકનો એક પુત્ર પ્રસૂન કોમ્પ્યુટર એંજીનિયર બની બે વરસથી બેંગલોરની કંપનીમાં નોકરી કરી રહ્યો હતો.

        શરૂઆતમાં તો સગાવ્હાલાની હાજરીથી પ્રકાશભાઈને વાંધો ના આવ્યો, પણ ધીમે ધીમે બધા જ પોતપોતાને ઘરે અને ગામ જતાં બાપ દીકરો એકલા પડી ગયા. પ્રસુન પણ પપ્પાને એકલુ ના લાગે તેથી રજા લઈને એક મહિનો રહ્યો, પણ પછીથી કંપનીમાથી જોબ જોઇન કરવાનો મેસેજ અને મોબાઈલ આવવા લાગ્યા. તેને વર્ક ફ્રોમ હોમ માટે બહુ વિનંતી કરી, પણ કંપનીમાથી તાત્કાલિક બેંગલોર આવી જોબ જોઇન કરવાનો ઓર્ડર આવી ગયો. ના છૂટકે તેને બેંગ્લોર જવું જ પડ્યું અને પ્રકાશભાઈ હવે સાવ એકલા પડી ગયા.

 

        પ્રકાશભાઈનો સવારનો સમય ચ્હા નાસ્તો, પેપર વાંચવા અને ન્યૂઝ સાંભળવામાં જતો રહેતો, પણ બપોર પછી સાંજે સાવ એકલા પડી હતાશ થઈ જતાં. નવરંગપુરામાં પાંચમા માળે ત્રણ બી.એચ.કે. નો સુંદર ફ્લેટ હતો. પેન્શન સારું હતું, પૈસાની કોઈ કમી ના હતી, પણ એકલપણાથી કંટાળી તે દરરોજ સાંજે પારૂલબેનને યાદ કરી ગુમસુમ થઈ જતાં.

       

        તેમના સવારના મોર્નિંગવોકના મિત્રો પણ તેને ગમગીન જોઈ ચિંતામાં પડી ગયા.


        શું પ્રકાશ, સાવ આમ નિરાશ થઈને કેમ ચાલે છે?” તેના મિત્ર અનિલે પુછ્યું.  જો કે તેને કારણની ખબર જ હતી.

        શું કરું યાર,  આ એકલાપણાથી કંટાળી ગયો છું, વાત કરવી તો કોની સાથે ?” પ્રકાશભાઇએ રડમસ અવાજે કહ્યું.

        તો તું દીકરા પ્રસૂનને પાસે જતો રહે ને. તેને બીજા મિત્ર ભરતે ઉકેલ બતાવ્યો.

 

        નવા શહેરમાં પ્રસૂન તો સવારથી રાત સુધી ઓફિસે જ હોય, તેના કરતાં અહી બધુ જાણીતું તો ખરું. પ્રકાશભાઇનો જવાબ  સાચો હતો.

 

        તને એક વાત કહું, ખરાબ ન લગાડતો. તારી સામેવાળા નીલિમાબેન પણ એકલા જ છે અને તમે બંનેને સારું બને છે, તો પછી ફરી લગ્ન જ કરી લે ને. અનિલે વ્યવહારુ ઉકેલ આપ્યો, બધાએ વધાવી લીધો.

 

        પ્રકાશભાઈને પણ વાત સાચી લાગી. પણ આ ઉંમરે લગ્નનો વિચાર કરતાં તેમણે શરમ આવી. આ ઉંમરે શરીરની જરૂરિયાત કરતાં કંપની અને સાથ અગત્યના છે, તેમ વિચારી તેમણે પ્રસ્તાવ સ્વીકારી લીધો.

 

     


   બીજા જ દિવસે તેમણે નીલિમાબેનનો હાથ પકડી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. નીલિમાબેન પણ એકલા કંટાળીને યોગ્ય વફાદાર સાથી તલસી રહ્યા હતાં. તેમણે હા ના કરતાં અંતે સંમતિ આપી દીધી.

 

        પ્રકાશભાઇ વિચારમાં પડી ગયા. પ્રસૂનને આ વાત કહેવી કઈ રીતે ? જુવાન દીકરાને ગમશે કે નહીં ??  ત્યાં જ પ્રસૂનનો ફોન આવ્યો, પપ્પા, એક ખુશખબર છે, મને જોબમાં પ્રમોશન મળેલ છે.

 

        તને પણ મારે ખુશખબર આપવા છે, મે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. પ્રકાશભાઈએ પણ સામેથી કહ્યું.

 

        હેં, લગ્ન ? કોની સાથે ? આ ઉંમરે લગ્ન કરતાં શરમ નથી આવતી ?” પ્રસૂન ગુસ્સે થયો.

 

        બેટા, સામેવાળા નીલિમા આંટી સાથે, અમે બંને એકલા હોવાથી સાથે જિંદગી ગુજારવાનો નિર્ણય કરેલ છે. પ્રકાશભાઈએ ખુલાસાથી વાત કરી.

        મારી લગ્ન કરવાની ઉંમરે તમને આવા વિચારો આવે છે ? હું તમારી સાથે વાત નહીં કરું. હવે પ્રસુને ગુસ્સે થઈને ફોન કાપી કાઢ્યો.       પ્રકાશભાઈ નિરાશ થઈ ગયા.

 

        પ્રસૂન ગુસ્સામાં ને ક્રોધમાં હતાશ થઈ ગયો, આ ઉંમરે પપ્પા પણ ખરા છે ને, લગ્ન કરવા વિચારે છે. તે ફ્રેશ થવા અમેરિકા તેના મિત્ર પવનને ઘેર ઉપડી ગયો. ત્યાં સામેવાળા જ્હોન અંકલ સાથે તેને દોસ્તી થઈ ગઈ.

 

        સિત્તેર વર્ષના જ્હોન અંકલે ત્રણ લગ્ન કરેલા હોવા છતાં એકલા હતાં. છ મહિના પહેલા જ તેમના ડાયવોર્સ થતાં હવે તેને મળવા નવી ગર્લફ્રેન્ડ જુલિ આવવાની હતી. પાસઠ વર્ષની જુલિ સાથે જ્હોન અંકલ બીચ ઉપર ડેટ માટે ગયા, આ સાંભળી પ્રસૂન તાજ્જુબ થઈ ગયો.


            બે ત્રણ દિવસ તે વિચારતો જ રહ્યો, અંતે તે જ્હોન અંકલ પાસે પહોંચી છૂટથી વાતચીત કરતાં જ્હોન અંકલે સમજાવ્યું, બેટા, અહી અમેરીકામાં તો આવું બધુ રૂટિન છે, જો એકબીજાને લાઈફમાં ન ફાવે તો અમે છૂટા પડી જઈએ. અહી સહુ પોતાને ગમે તે રીતે રહે છે, છોકરાઓ પણ મોટા થતાં પોતાની રીતે જ જીવે. ઉંમર ગમે તે હોય, પણ લાઈફમાં કંપની તો જોઈએ જ ને. અમે તો જીવન છેલ્લે સુધી માણી લેવામાં જ માનીએ છીએ.

 

        પણ તમારા છોકરાઑ વિરોધ ના કરે ? પ્રસૂનને નવાઈ લાગી.

 

        બેટા, અહી તો કોઈકોઈના અંગત જીવનમાં માથું મારે જ નહીં. મારે પોતાના બે દીકરા અને બે દીકરીઓ છે. તે સહુ પોતપોતાની  રીતે જ જીવે છે. સાજે માંદે એકબીજાને મદદ કરીએ, પણ કોઇની અંગત જિંદગીમાં માથું નહીં મારવાનું, કે સલાહ પણ નહીં આપવાની. જ્હોન અંકલે વિગતવાર ખુલાસો કરતાં પ્રસૂન અવાક થઈ ગયો.

 

        હું ખોટો મારા પપ્પા પર ગુસ્સે થયો. તેમને પણ તેમની જિંદગી જીવવાનો હક છે. મારે ફક્ત મારા સ્વાર્થનું ના વિચારવું જોઈએ. વિચારતા તેણે પપ્પાને ફોન જોડ્યો.

 

        મોડી રાત્રે પ્રસૂનનો ફોન આવતા પ્રકાશભાઈ ખુશ થઈ ગયા. સોરી પપ્પા, હું અહી અમેરીકામાં છું, મારી ભૂલ થઈ ગઈ. તમે લગ્નની તારીખ નક્કી કરો, હું આવતા વીકમાં ઈન્ડિયા આવું છું. પ્રસુનને પોતાની ભૂલ સમજાતાં માફી માંગતા ખુલાસો કર્યો.

 

        અચાનક દીકરાનું હૃદય પરીવર્તન અને માફી સાંભળી પ્રકાશભાઈની આંખોમાંથી આસુઓની ધાર વહેવા લાગી.

 


        બીજા અઠવાડિયે પ્રસૂને ધામધુમથી પપ્પાના લગ્ન નીલિમા આંટી સાથે કરાવ્યા. અમેરિકાની આ વિચારધારા દરેકને પોતાની રીતે જીવવાનો હક્ક છે, હવે ભારતમાં પણ સર્વમાન્ય બની રહી છે. જીવનસાથી ગુમાવનાર પુરુષ કે સ્ત્રી પોતાને ગમે તો નવો જીવનસાથી પસંદ કરી આનંદથી બાકીનું જીવન જીવે તો ખોટું શું છે ? તમારું શું કહેવું છે ?



------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

જીવનમાં કંપની તો જોઈએ જ ને- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission