કાળ ચક્ર
---------------------------------------------------------------------------
ન્યુજર્સીનાં નેવાર્ક એરપોર્ટથી
અમદાવાદ ફ્લાઈટમાં બેસી રહીને માલતીબેન થાકી ગયા હતા. પિસ્તાલીસ વરસના માલતીબેન હજુ દેખાવડા
યુવાન જ લાગતા હતા. અમેરિકાના ન્યુજર્સીમાં ત્રણ મોટેલોનો લાખો
ડોલરનો વેપાર તે એકલાં જ સંભાળતા. વીસ વરસ અમેરિકામાં રહીને મોટેલોનાં
માલિક બની લાખો ડોલર બનાવ્યા હતા. અમેરિકાના ગ્રીનકાર્ડ હોલ્ડર મનોજ
સુતરીયા સાથે વીસ વરસ પહેલા લગ્ન કરીને એડીસનના એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં બંનેએ
સંસાર શરુ કરેલો.
મનોજના પપ્પાને ઈમિગ્રેશન વિઝા સાથે
આખા કુટુંબને ગ્રીનકાર્ડ મળી ગયેલું. મનોજ બી.કોમ. જ થયેલો હોવાથી સારી જોબ મળે તેમ ન હતી, પણ
તેમના ઓળખીતા ગુજરાતીની મોટેલમાં એકાઉન્ટન્ટની જોબ મળી ગયેલી. ધીમે ધીમે પોતાની મહેનત અને આવડતથી તે
મોટેલનો માલિક બની ગયો. બે વરસે ભારત આવીને અમદાવાદમાં પોતાને ઘેર
હસતાં ઘાંચીની પોળમાં આવીને લગ્ન માટે છોકરીની શોધ આરંભી.
મનુ સુથારની પોળમાં રહેલી માલતી શાહ તેની નજરમાં
વસી ગઈ અને તરત જ લગ્ન કરી બે અઠવાડિયામાં તો પરત પહોંચી ગયા. માલતીબેન ભણવામાં સામાન્ય, પણ
કોઠાસૂઝ અને કામની આવડત જબરા હતા. ધીમે ધીમે એકમાંથી ત્રણ મોટલનાં માલિક
બની બંનેએ એડિસનમાં મોટું ફાર્મ હાઉસ ખરીદી લીધું. બે લક્ઝરી ગાડીઓ અને જાહોજલાલીવાળા
ઘરથી બંને આનંદમાં રહેતા હતા.
ભગવાને કમનસીબે તેમને સંતાન આપેલ નહિ. તેનો
શેર માટીની ખોટનો વસવસો બંનેને વરસો સુધી રહ્યો. કેટલા બધા ડોકટરોને બતાવ્યું, સારવાર
કરાવી પણ પરિણામ શૂન્ય ! છેવટે બાળક વગર બંનેએ મન મનાવી લીધું, શું
થાય, નસીબમાં
જ નહી હોય !
નસીબની બલિહારી તો જુઓ, હજુ
મહિના પહેલા જ મનોજભાઈ મોટેલનો સામાન લેવા ન્યુયોર્ક જતા હતા અને હાઇવે પર ભારે
ટ્રકે અડફેટે લીધા. ગાડીનો ડૂચો નીકળી ગયો અને મનોજભાઈનું સ્થળ પર
જ મોત થઇ ગયું.
માલતીબેન એકલા પડી ગયા. ત્રણ
મોટેલો, મોટું
ફાર્મ હાઉસ, લક્ઝરી
ગાડીઓ અને વાપરવાવાળા પોતે એકલાં ! હવે
તેમને એકલતા સાલવા લાગી અને વતન યાદ આવી ગયું. એક મહિનો પ્રોગ્રામ બનાવી કારોબારનો
ભાર મેનેજરને સોંપીને ભારતમાં અમદાવાદ આવવા નીકળી ગયા.
અમદાવાદ ઉતરતા જ તેમને મનુ સુથારની
પોળનું મકાન અને ગરીબ માબાપ યાદ આવી ગયા. તેમના પપ્પા કાપડની દુકાનમાં નોકરી
કરતા,
પ્રાઈવેટ પેઢીમાં પગાર પ્રમાણમાં સાવ ઓછો હોવાથી સામાન્ય રહેણીકરણીથી પોળના
મકાનમાં રહેતા. એક જ દીકરી માલતી દેખાવડી હતી, પણ
ભણવામાં સામાન્ય, માંડ માંડ બી.એ.સુધી ભણાવી, સારું ઠેકાણું શોધવા લાગ્યા.
એસ.જી. હાઈવેની સેવન સ્ટાર હોટલમાં ઉતારેલા
માલતીબેન પોળમાં બધાને મળવા ઉપડ્યા, પણ વીસ વરસે બધું બદલાયેલું લાગતા તે
દુ:ખી
થઇ પરત ફરતા હતા, ત્યાં તેમના પાડોશી મનુકાકાએ ઓળખી કાઢી જૂની
વાતચીત યાદ કરતા માલતીબેન આનંદિત થઇ ગયા. બધાના ખબર અંતર પૂછી માલતીબેને પોતાની
વાત કરી. અમેરિકાના
મુરતિયા જોડે લગ્ન કરી, કેવી રીતે મોટેલોના માલિક બની લાખોપતિ બની
ગયા, તે
વાત કરતા તે ગદગદ બની ગયા.
આશ્રમ રોડ પર તેમની બી.કે. આર્ટસ
કોલેજને જોઈ તેને કોલેજકાળ યાદ આવી ગયો. નવરંગપુરાનાં બંગલામાં રહેતો મયંક યાદ
આવતા તે ભાવવિભોર બની ગયા. મયંક સાથેના કોલેજકાળન સંસ્મરણોનાં
સંભારણા એક પછી એક યાદ આવતા તે યૌવનકાળમાં સરી પડ્યા.
જોડે એક જ ક્લાસમાં હોવાથી બંને એકબીજા
પ્રત્યે આકર્ષાયા હતા. મયકે તો તેની સાથે લગ્ન કરવા ઉત્સાહમાં તેના
બંગલે માલતીને લઇ જઈ માબાપને વાત કરીને પ્રેમ તથા લગ્ન કરવાનું જણાવ્યું. તેના
પપ્પા ધનેન્દ્રભાઈ ચિડાયા. ચાર પાવરલુમની ફેકટરીના માલિકનો દીકરો
પોળમાં રહેતી છોકરીને પરણી જ કરી રીતે શકે ? કહીને "તારા પપ્પા શું
કરે છે, છોકરી
?"
તેમણે ગુસ્સે થઈને પૂછ્યું.
"મારા પપ્પા
રતનપોળની કાપડની દુકાનમાં નોકરી કરે છે." માલતીએ ગભરાઈને જવાબ આપ્યો.
"આવા તો બસ્સો
માણસો આપણી પાવરલુમની ફેકટરીમાં કામ કરે છે, આવા મુફલીસ માણસની છોકરી સાથે તારા
લગ્ન કદી ના થાય."
તેના પપ્પાએ ધક્કા મારી માલતીને બહાર
કાઢી મૂકી. મયંકે
બહુ ધમપછાડા માર્યા, પણ ધનેન્દ્રભાઈ જરા પણ માન્યા જ નહિ. ભાગી
જઈને લગ્ન કરવાની મયંકની પણ હિંમત ના ચાલી.
માલતીબેનેને કેબ તેના બંગલા આગળ
લેવડાવી પણ અહીં તો બધું બદલાઈ ગયું હતું. બહાર એક લંગડો ભિખારીને જોઈ પુછ્યું, "અહી
ધનેન્દ્રભાઈ અને મયંક રહેતા હતા, તે ક્યા છે ?" લાંબી મુંછ દાઢી, ફીકો
ચહેરો, વધી
ગયેલા વાળ અને ફાટેલા કપડાવાળો ભિખારી રડતા બોલ્યો, "માલતી, હું
જ મયંક, મને
ના ઓળખ્યો ?"
"મયંકના આવા હાલ
જોઈ માલતીબેન હબક ખાઈ ગયા, "શું થયું મયંક ? આવા હાલ કેમ થયા?"
મયંક રડી પડ્યો, "મારા પપ્પાને
ફેકટરીમાં મોટો લોસ થતા એટેકમાં ગુજરી ગયા. અમારું બધું વેચાઈ ગયું, પણ
દેવું પૂરું ન થયું. હું પગરીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો, પણ
એક્સીડેંટમાં એક પગ ગુમાવતા, મમ્મીને પણ એટેક આવતા જતી રહી, હું
એકલો પડી ગયો. મયંકની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ક્યાં
નવરંગપુરાના મોટા બંગલામાં રહેતો ધનેન્દ્રશેઠનો એકનો એક દીકરો મયંક અને ક્યા તેના
જ બંગલા બહાર ઉભેલો લંગડો મયંક ભિખારી, સમય પણ કેવા રંગ બદલે છે ?
"પણ તે લગ્ન નથી
કર્યાં ?"
માલતીને હવે સહાનુભૂતિ થઇ.તેની પણ આંખો ભીની થઇ ગઈ. તેને
પણ મયંક માટે ઊંડે ઊંડે પ્રેમ તો હતો જ.
"ઘરબાર વગરના
લંગડા બનેલા માણસને કોણ કન્યા આપે? હું એકલો જ છું અને મારા ઘરની સામે ભીખ
માંગી પેટ ભરું છું." મયંક રડી પડ્યો.
માલતી વિચારમાં પડી, જે
ઘરેથી તેને ધક્કા મારી બહાર કાઢેલી, તેના માલિકનાં હાલ તો જુઓ. કાળચક્ર
કેવું ઝડપથી ફરી રહ્યું છે.
તેના મનમાં મયંક પ્રત્યે પ્રેમ તો હતો
જ, સામેથી
તેણે લગ્નની ઓફર કરી, પોતે એકલી પડી ગઈ તે વિગતે જણાવ્યું.
મયંક તો ખુશીનો માર્યો પાગલ બની ગયો. તેને
માલતી માટે દિલથી ખેંચાણ તો હતું જ, આ તો સામેથી પ્રપોઝલ આવતા તે રડી પડ્યો.
અમેરિકામાં બંને મોટા હાઉસમાં
આનંદપૂર્વક રહી મોટલ ચલાવી રહ્યા છે, સમયનું કાળચક્ર ક્યારે કોની તરફેણમાં
બદલાય છે, તે
આજસુધી ક્યાં કોઈ કહી શકે છે ?? માટે જ કહ્યું છે કે સમય અને કાળથી
ડરીને, સમજીને
વર્તો, ક્યારે
તેનો મિજાજ બદલાય તે કહી શકાય નહિ. પોતાની પૈસાની તાકાતનું અભિમાન ના કરો, કાળના
ચક્રમાં ઔકાત બદલાતા વાર નથી લાગતી.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
કાળ ચક્ર - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission