22 ઑક્ટોબર 2023

જાગ્યા ત્યાંથી સવાર - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા

 

જાગ્યા ત્યાંથી સવાર - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા

જાગ્યા ત્યાંથી સવાર - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા


        અમની જાન જોડવાની તૈયારી ફુલજોશમાં ચાલુ હતી. સવારના અગિયાર વાગ્યે મહુરત પાર્ટી પ્લોટમાં લગ્નનું મુહુર્ત હતું. તેના પપ્પા અનિમેષભાઈ દોડાદોડી કરી રહ્યા હતા. બેન્ડવાજાવાળા આવી ગયા કે નહી, નજીકના બધા સગાઓ આવતા જાય તેમ તેનું સ્વાગત કરતા અનિમેષભાઈ સુટબુટમાં ઘૂમી રહ્યા હતા.

        અનિમેષભાઈએ અમરની જાણ બહાર તેના ખાસ મિત્રની સંસ્કારી દીકરી આશા જોડે અમરના લગ્ન નક્કી કરી દીધા હતા. આશા ખુબ જ સંસ્કારી, સમજુ અને ઘરરખ્ખું છોકરી હતી. દેખાવમાં થોડી સામાન્ય અને શ્યામ હતી. તેથી તેને દેખાડ્યા વગર સીધા જ લગ્ન ગોઠવી દીધા હતા. અમરે બે ત્રણ વખત કહ્યું કે મને છોકરી તો બતાવો, પણ માબાપે તેને સમજાવીને કહ્યું કે "તું જરાપણ ચિંતા ના કર. આપણા કુટુંબને સાચવે એવી સમજુ છોકરી છે. તારે તેને જોવાની જરૂર નથી. તને અમારા પર વિશ્વાસ તો છે ને !" પછી અમરે કઈ કહેવાપણું જ નહોતું. તેના માબાપે કઈ લોચા ન પડે એટલે તરત સીધાં લગ્ન જ ગોઠવી દીધા હતા.

        અમર તેના લગ્ન માટેની શેરવાની અને મોજડી પહેરીને વરરાજા બનવા બાથરૂમમાં ગયો. પણ તે બેચેન હતો તેની આ લગ્ન કરવાની જરાપણ ઈચ્છા ન હતી, પણ તેના પપ્પા મમ્મીની જીદ આગળ મજબુર હતો. પરાણે તેને લગ્ન કરવા મજબુર કરી દીધો હતો. પણ અમરને તો અમીતા સાથે લગ્ન કરવા હતા. તેના પ્રેમમાં છેલ્લા ત્રણ મહિનાથી પાગલ બની ગયો હતો. અમીતાનું નામ સાંભળીને તેના પિતા અનિમેષભાઈ અને માતા બંને ગુસ્સે થઇ ગયા હતા. તેના જેવી રખડું, આવારા અને ચારિત્ર્યહીન અને છેલબટાઉ છોકરી સાથે અમરના લગ્ન કોઈપણ સંજોગોમાં ના થવા દઈએ.

        ખરેખર અમીતા ત્રણ મહિના પહેલા જ અમેરિકાથી બે વર્ષ ભણીને પરત ફરેલી રખડું છોકરી હતી. તેને મન પ્રેમ એક રમત હતી અને રોમાન્સ ખાલી ટાઈમપાસ અને આનંદનું સાધન હતો. તેને માટે છોકરાને પ્રેમ કરી બીજાની સાથે ફરવું એ શોખ હતો.

        અમર ચિડાયેલો બેચેન હતો, તેને તો ગ્લેમરસ, ફેશનેબલ અમીતામાં જ જીવ લાગી ગયો હતો. મનમાં માબાપને ભાંડતો હતો. મને મારી ભાવિ પત્ની જોવા પણ ના મળે એવું કેવું ?

        અમરે તેના ખાસમિત્ર મુકેશને સમજાવી ભાગવા માટે તૈયાર કર્યો. બધા તૈયાર થઇ નીકળવાની પેરવીમાં હતા ને અમરે તેના પપ્પાને કહ્યું, "હમણાં હું અને મુકેશ મારા વાળ સેટ કરાવીને આવીએ છીએ.

     અનિમેષભાઈ બગડ્યા, "છેલ્લી ઘડીએ આ બંને ક્યાં ઉપડ્યા ?" પણ ભાગી જશે એવો તો કોઈને વિચાર જ ક્યાંથી આવે ?

        બહાર સ્કુટર પર બેસીને બંને શાહીબાગ અમીતાના ફ્લેટ પર આવી ગયા. અમીતા એકલી જ પેઈંગ ગેસ્ટ તરીકે ફ્લેટમાં રહેતી હતી. તેના માબાપ બરોડામાં હતા. મુકેશ તેના મિત્રને ઉતારીને જતો રહ્યો.

       "કેમ અચાનક આવવું પડ્યું ?" અમીતા અમરને લગ્નના પોશાકમાં જોઈ રહી.

        "હું જાન જોડાય તે પહેલા ભાગીને આવ્યો છું, હું તને ચાહું છું અને તારી જોડે જ લગ્ન કરવા માંગુ છું." કહેતા અમરે અમીતાનો હાથ પકડી લીધો.

        "શું બકવાસ કરે છે ? આપણે જુવાન છોકરા છોકરીએ જુવાનીનો આનંદ કરવાનો હોય. તેમાં લગ્ન વચ્ચે ક્યા આવ્યા ? હજુ તો મેં એના વિષે વિચાર્યું જ નથી." અમીતાએ બેફીકરાઇથી જવાબ આપ્યો.

        "પણ મારા માબાપ તો મારા લગ્ન કરાવવા પાછળ પડી ગયા છે, તારે આજે જ મારી સાથે લગ્ન કરવા પડશે." કહેતા અમર ભાવુક બની ગયો.

        અમીતા હસવા લાગી, "મુરખ, હું તો તારી સાથે પ્રેમનું નાટક કરી ટાઈમપાસ કરી રહી હતી. મારે લગ્ન કરવાનો વિચાર જ નથી."

અને અમર ચોંકીને પાછો હટી ગયો. મેં જેને ખાતર જાનમાંથી ભાગવાનું વિચાર્યું એ તો ફરી ગઈ. અમર નિરાશ વદને ત્યાંથી નીકળી ગયો.

શું કરવું અને શું નહી ના વિચારે તે શાહીબાગ રેલ્વેલાઈન પર આવી ગયો. હવે મરવા સિવાય શું બાકી છે ? તેણે દુરથી ઝડપથી આવતી ટ્રેનની વ્હીસલો સાંભળી અને અચાનક પાછળથી એક યુવતી દોડતી રેલવેના પાટે દેખાઈ લગ્નના કપડામાં ઘરેણાથી લથપથ સુંદર યુવતીને જોતા તે ચમકી ગયો.

"અરે ! મરવું છે કે શું ?" કહેતા અમર દોડ્યો અને ધક્કો મારીને તે યુવતીને બચાવી લીધી. મેલગાડી સડસડાટ મુંબઈ તરફ દોડી રહી હતી. એક સેકન્ડનો ફેર પડ્યો હતો તો યુવતીનું મોત નક્કી હતું.

 "મને મરવા કેમ ન દીધી ?" કહેતા તે યુવતી રડી પડી. થોડી શ્યામ પણ આકર્ષક યુવતી જોઈ તે આકર્ષાયો.

        "પણ કેમ મરવું છે ? તારું નામ શું છે ?" અમરે પૂછ્યું.

        "મારું નામ આશા જોશી છે, આજે સવારે જ મારા લગ્ન મુહુર્ત પાર્ટીપ્લોટમાં હતા. પણ છોકરો જાન જોડાય તે પહેલા જ તેની પ્રેમિકાને પામવા ભાગી ગયો. બધાએ મને જ દોષી અને અપશુકનીયાળ ગણાવી. હું શું કરું એમાં ? મારો શું વાંક હતો ?" કહેતા આશા હીબકે ચડી.

"હવે મારી સાથે લગ્ન કોણ કરશે ? મરવા સિવાય મારી પાસે કોઈ રસ્તો જ ન હતો." આશાએ રડતા રડતા આગળ કહ્યું.

અમર ચોંકી ગયો. આ તો મારી જ કહાની છે, તેને પસ્તાવો થયો. મેં તો અમીતાના રૂપ અને ગ્લેમર પાછળ આકર્ષાઈ જાન જોડાય તે પહેલા જ ભાગી જવાનું નક્કી કર્યું. પણ પાછળ રહેનારી યુવતીનાં શું હાલ થશે એ તો મે આવેશમાં વિચાર્યું જ નહીં.

હું આ યુવતીનો ગુનેગાર છું, તેને પસ્તાવો કરતા પોતાની સત્ય હકીકત જણાવી દીધી. "હું ફક્ત મારા સ્વાર્થનો જ વિચાર કરી ભાગ્યો, પણ પાછળ રહેનારી તારા જેવી યુવતીનો વિચાર જ નાં કર્યો. મને માફ કરી દે." કહેતા તે પણ રડી પડ્યો.

આશા પણ અમરની પેટછુટી વાત સાંભળી હલકી થઇ ગઈ. તેને વિચાર્યું અમરે મોટી ભૂલ કરી છે. પણ તે પસ્તાવો કરે છે તો તેને અપનાવવામાં શું વાંધો છે ? તેણે જ પ્રસ્તાવ મુક્યો. "અમર, આપણે બધું જુનું ભૂલી નવેસરથી કાયમી સબંધરૂપે લગ્નથી જોડાઈ જઈએ તો ?"

અમરે ખુશ થઇ આશાનો હાથ પકડી લીધો. " આશા, તે મને માફ કરી દીધો. એ જ તારી મહાનતા છે, આ લગ્ન માટે હું તૈયાર છું."

અંતે બંનેનો મેળાપ થઇ જતા એક થઇ જવાનું નક્કી કર્યું.રાત્રે જ બંનેના માબાપ સાથે પાંચ સગાની હાજરીમાં હોટલ રીવરવ્યુ માં લગ્ન સંપન્ન થયા.        

રૂપ અને ગ્લેમર પાછળ લટ્ટુ થયેલા અમરને ભાન થઇ ગયું કે લગ્ન માટે તો સમજુ, પ્રેમાળ અને ઘરરખ્ખુ યુવતી જ સારી. તેણે વિચાર્યું અંતે તો જાગ્યા ત્યાંથી સવાર. આમ ઘી નાં ઠામમાં ઘી પડી ગયું.














If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


જાગ્યા ત્યાંથી સવાર- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories