જાનની બાજી
અમદાવાદના
નવરંગપુરા વિસ્તારમાં આવેલ બી.કે. આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓ સવારમાં શિયાળાનો
કુમળો તડકો માણી રહ્યા હતા. થર્ડ યરમાં ભણતી સપના ક્લાસમાં સૌથી સુંદર અને દેખાવડી
હતી. તેની ઉપર ક્લાસના બધા છોકરાઓ મરતા હતા, તેની
જોડે વાત કરવા છોકરાઓ તકની રાહ જોતાં. પણ હજી સુધી સપનાએ કોઈને મચક આપી ન હતી.
પૈસાદાર
બાપનો સંદીપ પણ બે વરસથી સપનાને મેળવવા તડપતો હતો. દરરોજ કેન્ટીનમાં ચ્હા નાસ્તો, ગાડીમાં ફરવાનું. સપના સાથે તેની સખીઓને પણ લાભ મળતો. રૂપિયાની કોઈ કમી ન
હોવાથી સંદીપને સપનાને આકર્ષવામાં સરળતા પડી ગઈ. ધીમે ધીમે સપના
અને સંદીપ એકબીજા પ્રત્યે ખેંચાવા
લાગ્યા. સપનાને મર્દાના પુરુષ વધારે પસંદ હતો,
જ્યારે સંદીપ પૈસાના જોર પર સપનાને ખેંચી રહ્યો હતો, પણ તે
બિલકુલ ભીરુ અને બીકણ હતો. સામે કૂતરો ભસતો આવે તો પણ ભાગી છૂટે એવો.
સપનાના
ક્લાસમાં ભણતો સંતોષ પણ સપનાને દિલથી ચાહતો હતો. તે કસરતીયલ ખડતલ અને માચોમેન સિક્સએબ્સ મસલ્સ ધરાવતો સોહામણો યુવાન હતો. તેણે પણ
સપનાને એક બે વખત દિલની વાત કરી હતી, પણ તેની મજબૂરી હતી કે
તે મધ્યમવર્ગના પિતાનો પુત્ર હતો, જે પ્રાઈવેટ કંપનીમાં
કારકુન હતા, તેમાં તેનો શું વાંક ?
વેલેંટાઇન
ડે પર સંદીપે સુંદર સ્માર્ટ ફોન સપનાને
ગિફ્ટ કર્યો અને સાથે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. સપના તો આટલા કિંમતી મોબાઇલની
ગિફ્ટ જોઈ આનંદથી ઝૂમી ઉઠી.
સંતોષ પાસે
ગિફ્ટના પૈસા ક્યાં હતા ? તેણે બે દોસ્ત પાસેથી
ઉધાર માંગીને સપના માટે રતનપોળની દુકાને દુકાને ફરીને ડ્રેસ માટેનું કાપડ પસંદ કરી
ગિફ્ટ કર્યું. સપનાને આપતા તે ભાવુક થઈ બોલ્યો, “સપના, આઇ લવ
યુ, હું તારા માટે
કઇંપણ કરવા તૈયાર છું, તું કહે તો આ જાન પણ તારા માટે હાજર છે.” સપના વિચારે ચડી, ફક્ત વાતો કર્યે શું થાય ?
સપના તો
સંદીપના મોબાઈલમાં ખોવાયેલ હતી, તે અવઢવમાં હતી કે
સંતોષનો પ્યાર સ્વીકારવો કે સંદીપનો ?
તેણે પોતાની
વ્યથા સહેલી શોભાને કહી, શોભા હસી પડી, “મૂરખ, આટલી મોંઘી ગિફ્ટ આપનારનો જ પ્રેમ સાચો હોય, આ
ગરીબડો તને ભવિષ્યમાં શું મોજ
કરાવશે? તારી ઉપર સંદીપ મરી રહ્યો છે, એટ્લે જ તો પંદર હજારનો મોબાઈલ ગિફ્ટ
કરેલ છે.”
સપનાએ અંતે મનમાં સંદીપ સાથે લગ્ન કરવાનું નક્કી
કરી તેની સાથે સગાઈની વાતચીત બંનેના માબાપે ચલાવી અઠવાડીયા
પછી સગાઈ કરી, કોલેજકાળ પૂરો થાય પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. સંતોષ આ સાંભળી હતાશ થઈ ગયો. પણ હજુ તેનો સપના પ્રત્યેનો પ્રેમ અકબંધ હતો.
સપના ઘણીવાર વિચારે ચડતી કે મે સંદીપના બાપના પૈસા
જોઈ પસંદગી કરી, પણ તેનામાં મર્દાનગી તો છે જ નહીં, ત્યારે સંતોષ જેવો મર્દાના માણસ તેના મનમાં આવી જતો. પણ તેની પાસે પૈસા ક્યાં છે ? પાછી તે જ વિચારે ચડતી, પૈસા તો હાથનો મેલ છે, ગમે ત્યારે એક હાથમાથી બીજા હાથમાં જતાં રહે, તે મનમાં ચકરાવે ચડી નક્કી નહોતી કરી શકતી.
શનિ રવી કોલેજમાંથી સાસણગીર
સિંહદર્શનની ટુર નક્કી થઈ. ખુલ્લી જીપમાં સિંહ જોવા ગયા ત્યારે
સહુ ઉત્સાહિત હતા, ત્યારે સામે જ ખૂંખાર સિંહને જોઈ બધા ફોટા પાડવા લાગ્યા. આજે સિંહ
જાણે કે ગુસ્સામાં બધાને તાકી રહ્યો હતો. સપના તો પોતાના મોબાઇલમા ગુસ્સે થયેલા
વનરાજના ફોટા પાડવા ઝૂકી ઝૂકીને મગ્ન હતી.
અચાનક સપના
ખુલ્લી જીપમાથી પગ લપસતા નીચે પડી, બધા સમસમીને બેસી રહ્યા, સામે ડાલામથ્થો સિંહ ગર્જના કરતો, 40
ફૂટ જ દૂર, સપના ડરથી થરથર ધ્રૂજતી હતી, તેણે જીપમાં બેઠેલા સંદીપ સામે જોયું, પણ તે પોતે જ ધ્રુજી રહ્યો હતો અને નીચું જોઈ ગયો.
સંતોષનો જીવ
ઝાલ્યો રહે ? તરત તેણે બાજુમાં પડેલી વનરક્ષકની
લાકડી લીધી અને કુધ્યો સીધો જીપની નીચે. સપનાની આગળ દીવાલ બની ઊભો. સિંહ વધારે
ઉશ્કેરાયો અને તે દોડ્યો સપનાની સામે, બરાબર તે જ વખતે સંતોષે
જોરદાર ફટકો લાકડીથી માર્યો સિંહના માથે,
સિંહની તરાપ ખાલી ગઈ અને પછડાયો. માથામાં લાકડીનો જોરદાર ઘા પડ્યો હોવાથી હવે તે બરાબર
ઉશ્કેરાયો હતો. સપના અને સંતોષ સમજી ગયા, મોત
નજીક જ છે. ફરી સિંહની જોરદાર તરાપે સંતોષ ગબડી પડ્યો. ખભે સિંહના નખ લાગવાથી
લોહીલુહાણ થઈ ગયો હતો. ત્યાં જીપના વનરક્ષકે અચાનક બંદૂકમાથી હવામાં ગોળી છોડી. જોરદાર ધડાકાથી સિંહ ભાગી ગયો.
બધા હતપ્રભ
જોઈ રહ્યા હતા. ડરની મારી સપના ધ્રુજી રહી હતી. થોડી કળ વળતાં તેણે દોડીને પોતાના મોંઘા ડ્રેસનો વિચાર કર્યા વગર દુપટ્ટામાંથી કપડું ફાડી
સંતોષના લોહી નીકળતા ખભે બાંધી દીધો.
સંદીપ જીપની
નીચે ઉતરીને સપના પાસે પહોંચી બોલ્યો, “હાય, સપના
સારું થયું, તું બચી ગઈ આવતા રવિવારે તો આપણી
સગાઈ છે.”
સપનાએ રડમસ
મક્કમ અવાજે કહ્યું “સંદીપ
મને ભૂલી જજે, મેં તો સંતોષ સાથે જ લગ્નનું વિચારી
લીધું છે. અણીના સમયે તું તો જોતો જ રહ્યો,
જ્યારે સંતોષે મને જીવના જોખમે બચાવી છે. મને તો સંતોષ જેવો મરદ પતિ જોઈએ છે.”
તે ટેકો
આપીને સંતોષને ઉઠાડતી હતી, ત્યારે જ સંતોષના ખભેથી નીકળતા રાતા રક્તના ટીપાં તેની સેંથીમાં લાલ રંગ પૂરી
સિંદૂરની ગરજ સારી રહ્યા હતા.
પ્રેમના આવેશમાં સંતોષે અનાયાસે જાનની બાજી લગાવી જીંદગીની બાજી
જીતી લીધાંનો સંતોષ તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાઇ રહ્યો હતો.
દોસ્તો, જોયું સાચો પ્રેમી જાનની બાજી લગાડીને પોતાની
પ્રેમિકાને પામી ગયો. આમ પ્રેમ પામવા સાહસ તો કરવું પડે, સમજી ગયાને દોસ્તો ! આ જ
આ વાર્તાનો બોધ છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
જાનની બાજી- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories