29 ઑક્ટોબર 2023

લવ બાબા - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા

 લવ બાબા - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા


આશિક લાંબા ડગલાં ભરીને ગિરનારની તળેટીમાં ચાલી ચાલીને થાકી ગયો હતો. ક્યાં જાવું, શું કરવું, ક્યાં રોકાવું કઈ જ નક્કી કરી શકતો નહતો. તેનું મન આ સંસારમાથી ઉઠી ગયું હતું. જીવન હવે તેને અર્થહીન લાગતું હતું. તે ઘર, માબાપ અને તમામ સગાઓને છોડીને ગીરના જ્ંગલોમાં આવી ગયો હતો. હજુ છ મહિના પહેલાજ તેના લગ્ન માનુની નામની સ્વરૂપવાન મહિલા સાથે થયા, ત્યારે તે ખુશી થી પાગલ બની ગયો હતો. કેટલો ભવ્ય હતો તે રિસેપ્સન અને લગ્ન ની પાર્ટી નો દોમદમામ !

      હનીમૂનની રાત્રિ તો તેના મનમાથી નિકળતીજ ન હતી. માનુની નો પાલવ ઉઠાવતાજ તે માનુની ના રૂપ નો દીવાનો બની ગયો હતો. આખી રાત તેમણે કરેલ વાર્તાલાપ અને પ્રેમાલાપ તેના મનમાથી ખસતા જ નહોતા. “ મને કોલેજમાં અનેક છોકરીઓ સાથે દોસ્તી હતી , પણ ગંભીરતાથી પ્રેમ કોઈ જોડે કર્યો નહોતો.” આશિકે પોતાનો કોલેજકાલનો ભૂતકાળ ઉખેડયો.
   “ કેમ ?’  માંનુંનીને નવાઈ લાગી. “ લગ્ન કરીને પત્નીને પ્રેમ કરવાનોજ હતો ને, પછી બીજી છોકરી પાછળ શા માટે મન બગાડું ? “ આશીકે મનમાં રહેલી સ્પષ્ટ વાત કરી દીધી. “ તારે કઈ ભૂતકાળનું પ્રેમપ્રકરણ ખરું ? “ આશીકે હસતા હસતાં કહ્યું. 
   “ હા , મારે પણ અશોક સાથે કોલેજમાં પ્રેમ થયેલો પણ લગ્નના થઈ શક્યાં. “ માંનુંનીએ ગંભીર થઈને કહ્યું. 
 “કેમ ? “ આશિકને નવાઈ લાગી. 
  “જ્ઞાતિફેર હોવાથી માબાપે જ ના પાડી દીધી, શું થાય ?” માનુનીએ રડમસ ચહેરે જવાબ આપ્યો. 
 આશિક ના મનમાં શંકાની દીવાલે તિરાડ પાડી દીધી. આનો ભૂતકાળનો પ્રેમ મને સુખેથી જીવવા નહીં દે. 
અને ખરેખર એમજ થયું. તે નોકરીએ ગયો હોય, ત્યારે પાછળથી માનુની ઘર લોક કરીને બે કલાક ક્યાક ગુમ થઈ જતી, એવા મેસેજ તેને પાડોશીઓ મારફત મળતા, અને મોડી રાત્રે તે કોઇની સાથે મોબાઈલ પર ચેટ કર્યા કરતી. આશિક શંકાના વમળમાં ઘેરાતો જ રહ્યો, અને છ મહિના પછી એને બીક હતી, તેજ બન્યું. 
      માનુની તેના ભૂતકાળ ના પ્રેમી અશોક સાથે ફક્ત છ મહિનાના લગ્નજીવન નો અંત લાવી સોમવારની બપોરે આશિક નોકરી પર હતો, ત્યારે ભાગી ગઈ. ચિઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું હતું. 
     “ આશિક, મે તારી સાથે માતાપિતા ના દબાણથી લગ્ન કરેલ હતા. પણ મારૂ મન અને દિલ હજી જૂના પ્રેમી અશોક પર જ ફીદા છે, તેની સાથે ભાગીને લગ્ન કરવા રાજકોટ જાઉં છુ. મને ભૂલી જજે, અને શોધવાનો પ્રયત્ન ના કરતો. માનુની. “

આશિક નું દિલ તૂટીને ટુકડા ટુકડા થઈ ગયું. હવે જીવવાનો કોઈ અર્થ જ નથી, આ સંસાર અસાર છે,. મારે જંગલમાં જતાં રહી સાધુ બની જવું છે, ત્યાગ નો કોઈ વિકલ્પ જ નથી, પ્રેમ એક ધોખો છે, ફરેબ છે. અને તે ગામડે માબાપને પણ જાણ કર્યા વગર ગીરના માર્ગે જંગલમાં પહોચી ગયો. 
  ગીરના જંગલના એક સાવ નાના નેસડા પાસે તેણે ઝૂપડી બનાવી અને ત્યાગની ધૂણી ધખાવી. યુવાન શરીર પણ વધી ગયેલી દાઢી અને માથાની જટા થી તે બાબા જેવો લાગવા માંડ્યો. આજુબાજુ ના ગામોગામથી બધા યુવક યુવતીઓ તેને પ્રેમના સોલ્યુસન માટે પૂછવા આવવા લાગ્યા, અને તેનું નામ પડી ગયું ,“લવબાબા.”
               માનુની તો અશોક સાથે ભાગીને ખુશ હતી. રાજકોટની હોટલોમાં દશ દિવસ રહ્યા, મોજ કરી, પણ પછીથી રૂપિયા ખલાસ થતાં દુનિયાદારીનું ભાન થયું, રહેવાના અને ખાવાપીવાના પૈસા લાવવા ક્યાથી ? અશોકે તેની સાથે શરીરસુખ માણી લીધું, હવે તે પણ વિચારતો હતો, નોકરીધંધા વગર કરવું શું ? એજ રાત્રે તે માંનુંનીને ઊંઘતી મૂકીને પોતાને ગામ ભાગી છૂટ્યો. 
          માનુનીને માથે આભ તૂટી પડ્યું. રડીરડીને આખો સૂજી ગઈ. હવે પિયર પાછા તો જવાય નહીં. નિરાશ થઈ તે પહોચી આશિક પાસે, તો જાણવા મળ્યું કે, તે પણ ઘર છોડીને જંગલમાં જતો રહ્યો છે. એકલા એકલા રૂમ રાખી ત્રણ મહિના તો વિતાવ્યા, પણ આશિકની યાદમાં તે રોઈને અડધી અડધી થઈ ગઈ. પસ્તાવા થી ઉતાવળ કરી નાખીના વિચારે તે ભગ્ન થઈ ગઈ. 
          તેની સખીએ મોબાઇલમાં સલાહ આપી, “ જૂનાગઢમાં ગીરના જંગલમાં લવબાબા ની સલાહથી ચોક્કસ કોઈ સોલ્યુસન આવશે. “ 

             હા ના કરતી માનુની પહોચી જંગલમાં લાવબાબાની કુટીરે ! બાબા ધ્યાનમાં મસ્ત હતા. આખો બંધ, અને મુખ પર પરમ શાંતિ. માનુની અભિભૂત થઈ ગઈ. “ બાબા, મે મોટી ભૂલ કરી નાખી છે. મારા પ્રેમાળ પતિને છોડીને પ્રેમી સાથે ભાગી, પણ તે મને છોડીને ભાગી ગયો, મને મારો પતિ પાછો મેળવી આપો.”
          “ અરે વાહ, જેને માટે મે સંસારના સુખો છોડી, આ સન્યાસ ની ધૂણી ધખાવી, એતો સામેથી વિનંતી કરતી આવી છે.”વિચારતા તેના મનમાં વાસનાનો  અગ્નિ સળગવા લાગ્યો. 
         ત્યાં તેના આંતરિક ત્યાગી મને લપડાક મારી, “ ગાંડા, આ માનુની માટે ફરી તારે સંસારમાં જવું છે ? આનો શું ભરોસો ? કાલે કોઈ બીજા સાથે ભગશે, તો શું કરીશ ? “ અને તેણે પોતાની જાત સાંભળી.
        બાબાએ ધીમેથી આખો ખોલી. માનુનીને જાણે આખો જાણીતી લાગી. બાબા મૌન હતા. થોડીવારે ગંભીર આવજે બોલ્યા, “ બેટા, તે કરેલી ભૂલતો તારે ભોગવવી જ પડશે, તારો પતિ હવે તને ના મળે. “ 
        અવાજ સાંભળીને માનુની ચોકી ગઈ, અરે ! આતો મારો આશિક જ છે. તે ઊભી થઈને તેને વળગવા દોડી. લવબાબાઊભા થઈ કુટીરમાં જતાં રહ્યા. દરવાજો બંધ કરી દીધો. તેના શરીરમાં રહેલો કામાગ્નિ તપ ના બળથી બળીને શાંત થઈ ગયો હતો. હવે તેને પ્રેમ, શરીરસુખ વિગેરે ની કોઈ ઈચ્છા જ થતી નહોતી.
             માનુની આખી રાત બહાર ઊભીઊભી રાહ જોતી રહી, પણ બાબા બહાર ના આવ્યા ,તે નાજ આવ્યા. અંતે સવારે કંટાળીને માનુની પરત પોતાણે ઘેર પહોચી. પ્રેમ અને ભોગના આવેશમાં કરેલી ઉતાવળથી તે જીવનભર પસ્તાઈ રહી છે.
 એકજ વખતની આવેગમાં આવી કરેલી ભૂલ તમને જીવનભર દુખી દુખી કરી નાખે છે. 
માનુની નાનીમોટી નોકરી કરી ગુજરાન ચલાવે જાય છે, અને દર મહિને ગીરના જંગલમાં લવબાબાના દર્શન કરી પાવન થાય છે. પાડોશીઓને નવાઈ લાગે છે ,કે આને લવબાબા સાથે કઈ જાતનો સંબંધ છે ? પણ જીવના કેટલાક સંબંધો ક્યાં બધાય ને સમજાય છે ?




If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


 લવ બાબા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories