નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેકટર વાધેલા સાહેબ કામમાં વ્યસ્ત હતા ત્યાં તેમના મોબાઈલમાં રીંગ વાગી. ’’સાંભળો ,આપણી અમી કોલેજમાં લવના લફરાંમાં પડી ગઈ છે. તેના કોલેજના પ્રેમી અભી સાથે તે બહું આગળ વધી ગઈ છે. આપણે હવે જલ્દી કાંઈક કરવું પડશે.’’ પી.આઈ. હિંમતસિંહ વાધેલા સાહેબને તેમના પત્ની અનસુયાબેનના ચિંતાતુર અવાજ સંભળાયો. વાધેલા સાહેબ બળાત્કારના કેસના આરોપીને ચૈાદમું રતન બતાવી બયાન લઈ રહયા હતા. પોતાની જ એકની એક દિકરી અમીના લફરાં સાંભળી તે ચિંતામાં ડુબી ગયા.
શાંતિથી ખુરશીમાં બેસીને વિચારતાં તેમને તેમના મિત્ર જાડેજા સાહેબનો દિકરો અરૂણ યાદ આવી ગયો. દેખાવડો અરૂણ હજુ હમણાં જ એમ.બી.એ. થઈને બેંકમાં ઓફિસર તરીકે જોડાયો હતો. તેમણે તરત જ જાડેજા સાહેબને મોબાઈલ જોડી અને અરૂણ માટે અમીની મિટીંગ ગોઠવવાની વાત કરી.
અમી જેવી દેખાવડી અને ભણેલી દિકરીને વહુ બનાવવા જાડેજા તૈયાર જ હતા. તેમણે બીજા દિવસે રાત્રે વાધેલાને ધેર સાડા નવ વાગે બન્નેની મિટીંગ ગોઠવી કાઢી.
વાધેલા સાહેબે ધેર ફોન જોડી અનસુયાબેનને જાણ કરી.’’ જોજે, કાલે રાત્રે જાડેજાના દિકરા અરૂણ સાથે અમીની મિટીંગ ગોઠવી છે. છોકરો સારૂ ભણેલો અને દેખાવડો છે. અમીને પણ કાલે રાત્રે સારી તૈયાર કરીને ધેર જ રાખજે, હું બન્ને તેટલો જલ્દી આવી જઈશ.’’
અનસુયાબેને અમીને બોલાવી અરૂણ સાથે મિટીંગની વાત કરી, પણ નવા જમાનાની અમી એમ કયાં માને તેવી હતી. તેણે ગરમ થઈને કહયું. ’’હું લગ્ન કરીશ તો મારા પ્રેમી અભી સાથે જ, બીજા કોઈને હું મળવા જ નથી માંગતી.’’
’’તારા પપ્પા આવે એટલે કહેજે. તારી ખબર લઈ નાખશે.’’ ગરમ સ્વભાવના વાધેલા સાહેબને દિકરી અમી કંઈ કહી શકે તેમ હતું જ નહીં.
બીજા દિવસે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ભારે કામકાજને લીધે પી.આઈ.વાધેલા સાહેબને રાતના પોણા આઠ કયારે વાગી ગયા , તેનો ખ્યાલ જ ના રહયો. ધડિયાળમાં ધ્યાન જતાં જ બાકીનું કામ પી.એસ.આઈ ખોડુભાને સોંપી, પોતાની જીપ કાઢવા ડ્રાઈવરને ઓર્ડર કયર્ો.
રાતના સાડા આઠ વાગે તેમની જીપ લાંભા વટાવી ચુકી હતી. તેમનું ધર જેતલપુરમાં હતું. સવારથી જ જુદાજુદા ગુનેગારોને પકડવામાં જ વાધેલા સાહેબ કંટાળી ગયા હતા. બે મારામારીના, એક બળાત્કારનો અને એક છેડતીના કેસમાં સમય કયા જતો રહયો તે ખબર જ ના પડી. છેલ્લો છેડતીનો આરોપી કહી રહયો હતો કે મે આવું કાંઈ કામ કર્યું જ નથી. વાધેલા સાહેબ વિચારમાં પડી ગયા ’’ ફરીયાદી છોકરીએ કપડાં પણ કેવાં ટૂંકા અને તસોતસ પહેર્યા હતા. પછી છોકરાના મનમાં ઉત્તેજના તો જાગે જ ને ! આપણે તિજોરી ખુલ્લી રાખીને સુઈ જઈએ પછી ચોરી તો જાય જ ને ! આજકાલની યુવતિઓને માનમર્યાદા જેવું છે જ નહીં. તેમના મા બાપ પણ દીકરીઓનું ધ્યાન કેમ નહી રાખતા હોય ! એટલા માટે જ દરરોજ છેડતી, સેકસ અને બળાત્કારના કેસ વધતા જાય છે.’’
અચાનક વાધેલા સાહેબનું ધ્યાન ધડિયાળમાં ગયું, રાતના પોણા નવ વાગી ગયા હતા. હજુ તો જમવાનું બાકી હતું, અને છોકરાં વાળા સાડા નવેતો તેની દિકરીને જાવા આવવાના હતા.
દુરથી તેમણે ત્રણ માણસોને એક યુવતિને ઝાડીમાં પરાણે લઈ જતાં જોયા. તેમનું પોલીસમાઈન્ડ કામે લાગી ગયું. આ યુવકો પરાણે છોકરીને ઝાડીમાં દુષ્કર્મ કરવા જ લઈ જતા લાગે છે. મારે તેમને મદદ કરવી જોઈએ.
પણ તેમને સમય યાદ આવ્યો. ખુબ મોડું થઈ ગયુ હતું. તેમની દિકરીને જોવા સામે વાળાના આવવાનો ટાઈમ થઈ ગયો હતો. તેમણે મનમાં વિચાયર્ું. જવા દેને, કોઈ ની દિકરીની લાજ લુંટાય એમાં હું શું કરૂ ? આજે તો મારી દિકરીનું ભવિષ્ય ઉજજવળ કરવાં હું જઈ રહયો છું. વળી અહીં લાંભા જેતલપુર રોડ ઉપર મારા નવરંગપુરા પોલીસ સ્ટેશનની હદ કયાં લાગે છે? જવા દે જલ્દી જલ્દી.’’
ત્યાં તેમનું સદાચારી પવિત્ર મન પોકારી ઉઠયું ’’ અરે વાધેલા, આ તુ શું કરે છે? આજે કોઈ બીજાની દિકરીની લાજ લુંટાય છે, કાલે તારી દિકરી સાથે આવું થશે તો ?? આવા સારા કામમાં પોલીસ સ્ટેશનની હદ કયાં વચ્ચે લાવે છે? ’’
તરત જ વાધેલા સાહેબે જીપને પાછી વાળવા ડ્રાઈવરને ઓર્ડર કર્યો. બીજી જ ક્ષાણે જીપ પાછી વળી ખેતરના રસ્તે ઝાડીમાં આગળ વધી રહી હતી.
આગળ ત્રણ લફંગાઓ એક છોકરીની સાડી કાઢી લાજ લુંટવા જબર જસ્તી કરી રહયાં હતા.
લફંગાઓ ગાંઠતા ન હતા. વાધેલા સાહેબે રિવોલ્વર કાઢી હવામાં ફાયર કર્યો.
ગોળીબારનો અવાજ સાંભળી ત્રણે ગુંડાઓ છોકરીને મુકી ભાગી ગયા. છોકરી થરથર ધ્રુજી રહી હતી. તે સાડી ઉપાડી પોતાનું મોં અને લાજ બચાવવા પ્રયત્ન કરી રહી હતી.
જીપ નજીક પહોંચતા વાધેલા સાહેબે શાંતિથી કહયું ’’ બેટા હું પોલીસ ઈન્સ્પેકટર વાધેલા છું. હવે જરાય ચિંતા ના કરતી.’’
સાડીનો છેડો હટાવતાં ચોધાર આંસુએ રડતી, પોતાની દિકરી અમી ને જોઈ આશ્ચર્યચકિત થતાં સાહેબ બોલ્યા. ’’અરે ! અમી તું કયાંથી?’’
’’ પપ્પા, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. ગઈકાલે મને મમ્મીએ, કોઈ અરૂણ નામનો છોકરો જોવા આવવાનો છે, કહયું હતુ, પણ મારે તો મારા પ્રેમી અભી સાથે જ લગ્ન કરવા હતા. તેથી અમે ભાગી જઈને લગ્ન કરવાનું નકકી કર્યું. ઘરમાં પડેલા દાગીના અને રૂપિયા લઈને મને અભિએ આવવાનું કહયું હતું. તેથી હું આજે સવારે ઘરેથી વીસ હજાર રૂપિયા અને સોનાના દાગીનાનો સેટ લઈને ભાગીને જેતલપુર તળાવે પહોંચી ગઈ હતી. બીજા દિવસે સવારે કોર્ટમાં તો અમારા લગ્ન કરવાના હતા.’’ અમી એ રડતાં રડતાં બયાન કર્યું.
’’ તો પછી અહીં કયાંથી? ’’ ગરમ વાધેલા સાહેબ પણ નરમ પડી રડવા જેવા થઈ ગયા. ડુંસકા લેતી અમીની આંખોમાંથી પાણી નીકળી રહયાં હતા. રડતાં રડતાં તે બોલી
’’ પપ્પા, મારો પ્રેમી અભી બેવફા નીકળ્યો. તેણે મને ફોસલાવીને મારા રૂપિયા અને દાગીના લઈ લીધા. સાંજે તો તેણે હદ વટાવી દીધી.’’
’’ શું કર્યું તેણે ? ’’ હવે તો વાધેલા સાહેબની આંખોમાં પણ પાણી આવી ગયા હતા.
’’ મને બાઈક પર તે અહીં હાઈવે પર લઈ આવ્યો, બીજી બાઈક પર તેના બે મિત્રો પણ આવી ગયા. તેણે બન્ને મિત્રો પાસે થી દશ દશ હજાર રૂપિાય લીધા અને ત્રણે જબરજસ્તી કરવા મને અહીં ઝાડીમાં દુષ્કર્મ કરવા લઈ આવ્યાં હતા, આ તો સારૂ થયું તમે સમયસર આવી ગયા, નહિતર મારૂં શું થાત?’’ આટલું કહેતાં કહેતાં અમી હવે ખરેખર પસ્તાઈ રહી હતી.
વાધેલા સાહેબ આનાયાસે પોતાની દિકરીની ઈજજત સમયસર બચી ગઈ, તેથી ઈશ્વરનો આભાર માની રહયાં હતા. તેમણે મોબાઈલથી નજીકની ચોકીમાં જાણ કરી, અભી અને તેના બન્ને મિત્રોને પકડીને કસ્ટડીમાં ધકેલી દીધા.
જીપમાં પપ્પા સાથે બેસીને ધર તરફ પરત ફરી રહેલી અમી મનમાં વિચારી રહી હતી મેં પ્રેમી સાથે લગ્ન કરી ભવિષ્યમાં સુંદર કુટુંબ જીવન ગાળવાનો વિચાર કર્યો હતો, તેને બદલે બેવફા અને લબાડ પ્રેમીને લીધે શું નું શું થઈ ગયું. ત્યાં જ જીપમાં રહેલ રેડીયો ચાલુ કરતાં ગીત ચાલુ થયું.
’’ કયા સે કયા હો ગયા, બેવફા તેરે પ્યાર મેં’’
લાસ્ટ સ્ટ્રોક - પ્રેમમાં પાગલ બનીને મા બાપને છોડી ને ભાગતી યુવતિઓની આંખ ખોલી નાખનાર પ્રસંગ ત્રણ વર્ષ પહેલાંનો જ છે. કોઈની પણ બહેન દિકરીની ઈજજત લુંટાતી બચાવવી દરેક માનવીનો ધર્મ છે.નામ અને સ્થળ બદલાવેલ છે.
If you like story & also watch video & more details join us below link
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories