અજબ બલિદાન-ગુજરાતી ટૂંકી બોધ વાર્તા
“તું દરરોજ બપોરે, હું નોકરી પર જાઉં અને છોકરાઓ સ્કુલે જાય પછી કોને મળવા જાય છે? “ અરુણભાઈ આજે ખુબ ગુસ્સા માં તેમની પત્ની સુનીતા ને ધમકાવી રહ્યા હતા.
“ ક્યાય નહિ, હું મારા કામ થી જ બહાર જાઉં છું, કોઈ ને મળતી નથી “ સુનીતા એ ડરતા ડરતા કહયું.
“આજે તો વાત નો ફેસલો લાવી જ દેવો પડશે. તું આવીજ રીતે તારા કોઈ જુના પ્રેમી ને મળવા જતી લાગે છે. જે હોય તે સાચે સાચું કહી દે,” કહીને અરુણ ભાઈએ હાથ ઉપાડ્યો. એમ કરીને તે પોતાના કામિની સાથેના પ્રેમ ને દબાવવા માંગતા હતા. પોતાની નીરસ થઇ ગયેલી પત્ની થી તેને હવે કોઈપણ હિસાબે છુટા થવું હતું. બંને છોકરાઓ સ્કુલે થી ઘરે આવ્યા અને પાપા મમ્મી ની આ લડાઈ થી હેબતાઈ ગયા.
પંદર વરસ ના લગ્ન જીવન ના ફલસ્વરૂપ તેમને દશ વર્ષ નો બાબો અને આઠ વર્ષની બેબી પ્રાપ્ત થયા હતા. શરૂઆતમાં બંને વચ્ચે સારો પ્રેમ હતો, લગ્ન જીવન સુખી હતું. અરુણ ભાઈ એમ .બી .એ થયા હોવાથી તેમણે મોટી કંપની માં સારી જોબ મળી ગઈ હતી, ધીમેધીમે તેમના કામ અને હોશિયારી થી બઢતિ પામી મેંનેજર બની ગયા હતા..પગાર સારો હતો. બે ડીલીવરી પછી સુનીતા નું શરીર ફેફરાઈ ગયું હતું, જાણેકે તેમને જીવન માંથી રસ જ ઉડી ગયો હતો. પછી લગ્નજીવનના આનંદમાં પણ રસ અને ઉત્તેજના ક્યાંથી હોય ?
અરુણભાઈ ને પણ છેલા છ મહિના થી સુનીતા ના આવા વલણ થી નવાઈ લાગતી હતી, અને એટલે જ તે ધીમે ધીમે તેની ઓફીસ માં કામ કરતી ચુલબુલી કામિની તરફ આકર્ષાયા હતા. કામિની મોટી ઉંમર ની થઇ પણ તેના લગ્ન થઇ શક્યા ન હતા,કારણ કે ઘર ની જવાબદારી તેના ઉપર હતી . પિતાજી ના અવસાન પછી થી માતા અને બે નાના ભાઈબેન ની જવાબદારી તેની પર આવી ગઈ હતી, તેને પૈસા માં બહુજ રસ હતો. આ બાબતનો ફાયદો અરુણ ભાઈને મનેજર હોવાથી મળી રહ્યો હતો. કોઈ ને કોઈ કામ માટે તે કામિની ને પોતાની ઓફીસ માં બોલાવી ને વાતોમાં ફોસલાવી રહ્યા હતા. પૈસાની કમીના હોવાથી તે કામિની પાછળ લખલૂટ ખર્ચા કરતા.તેને લપટાવવા દાણા નાખી રહયા હતા. દિવાળી પર કીમતી સાડી ની ભેટ , તો વળી વેલેન્ટાઇન ડે પર આપવા માટે એપલ નો નવો જ મોબાઈલ ખરીદ્યો હતો.
આગલા દિવસે તેણે કામિની ને ઓફીસ માં બોલાવી પ્રેમ થી કહયું , “ જો કામિની, તારા માટે ખાસ એપલ નો નવો જ મોડલનો મોબાઈલ વેલેન્ટાઇન ડે ની ગીફ્ટ માટે લીધો છે, અહી નજીક બેસને. “
“ના , તમે ફક્ત વાયદા જ કરો છો, પણ તમારી જૂની પત્નીથી છુટા તો થતા જ નથી. મને ખાલી ખાલી લટકાવ્યા કરો છો.” કામિની એ મો લટકાવતા કહયું.
“ તારે માટે તો હું કઈ પણ કરવા તૈયાર છું, મારે પણ તે જુના ડબ્બા થી છુટા થવું છે.””અરુણભાઈએ તેને નજીક ખેંચતા કહયુ.
અરુણે લાળ પડતા કહયું. “તેને છુટાછેડા આપવા હું દરરોજ તેની સાથે ઝગડો કરું છું, પણ યોગ્ય તક તો મળવી જોઈએને. પાછું બે બાળકોનું પણ જોવું પડેને ! “
“ સાચી વાત છે, હું પણ તમારા છુટાછેડા પછી બાળકોને અપનાવવા તૈયાર છું,” કામિનીએ લટકો કરતા કહયું.
“ જો, હવે આજકાલમાં હું ગમેતે ભોગે તેને છૂટી કરી દઈશ. “ અરુણ હવે કામિની ને પામવા અધીરો બની ગયો હતો.
દરરોજ પતિપત્નીના ઝગડા અને મારામારી થી બંને બાળકો સહેમી ગયા હતા. પપ્પા ને મમ્મી ઉપર હાથ ઉપાડતા અને રાડારાડી પાડતા જોઈ બંને બાળકોને પપ્પા પ્રત્યે નફરત થવા લાગી હતી. ત્યાં તો અરુણ ભાઈએ આજે પોતાનો ફેસલો સુણાવી દીધો. “ હવે મારે તારાથી છુટા થવું જ પડશે. બોલ, તારે છુટા થવા કેટલા રૂપિયા અને મિલકત જોઇએ છે ?” તેને એમકે ફ્લેટ, ગાડી અને દશ બાર લાખ આપી છૂટાછેડા મળી જશે.
સુનીતા રડી પડી. રડતા રડતા બોલી “ મારે તમારી કોઈ મિલકત કે રૂપિયા ના જોઇએ .”
“ના, પણ તારે છુટા તો થવું જ પડશે. “ હવે અરૂણભાઈ છેવટ આરપારની લડાઈ સુધી પહોચી ગયા.તેનું મન કામિની ને પામવા તલપાપડ બની ગયું હતું. બહુ વિચારીને સુનીતાએ કહયું,” સારું, હું પંદર દિવસ પછી છૂટાછેડા ના પેપર ઉપર સહી કરી દઈશ. પણ ત્યાં સુધી તમારે મારી એક શરત માનવી પડશે.”
“મારે શું કરવાનું છે ?” અરુણભાઈ મન માં ખુશ થતા બોલ્યા.
“ તમારે મારી સાથે પંદર દિવસ પ્રેમ થી વર્તી, સુતી વખતે બાળકો ની હાજરીમા આલિંગન આપી ગુડ નાઈટ બોલવાનું છે. બોલો, મંજુર છે ?” સુનીતા એ છેલ્લી શરત કહી.
અરુણભાઈ ખુશ થઇ ગયા. આટલા સરળ છૂટાછેડા તો મંજુર જ હોયને ! એક પણ પૈસો આપ્યા વગર મળતા છુટાછેડા થી તેને નવાઈ લાગી, પણ કારણ સમજાયું નહિ
પંદર દિવસ માં પપ્પામાં આવેલા પરિવર્તન થી બાળકો ખુશ હતા.પપ્પા હવે દરરોજ મમ્મીને પ્રેમથી હગ કરીને ગૂડ નાઈટ કરતા હતા. આ જોઇને તેમના મનમાં પપ્પા નો પ્રેમ અને માન વધતા ગયા. સુનીતા પણ બાળકોને પ્રેમ કરીને સુવા જતી હતી. અંતિમ દિવસે તેણે પેપર સહી કરવા માંગ્યા . અને કહયું “સાંજે તૈયાર હશે.”
સાંજે અરુણભાઈ અને બાળકો ઘરે આવ્યા ત્યારે ઘર માં શાંતિ સાથે સોપો પડી ગયો હતો. બધા વિચાર માં પડી ગયા, સુનીતા છે ક્યાં ? કોઈને કહ્યા વગર ક્યાં જતી રહી હશે? બેડરૂમ માં અંધારું હતું , સુનીતાબેન ચીરનિંદ્રા માં પોઢી ગયા હતા. અરુણભાઈએ નાડી જોઈ, બિલકુલ બંધ. બાજુમાં સહી કરેલા પેપર અને એક કાગળ હતો, અરુણભાઈ એ વાંચવા ખોલ્યો,
“ પ્રિય અરુણ અને બાળકો,
મને છેલ્લા છ મહિના થી બ્લડકેન્સરની બીમારી હતી. બપોરે હું કેન્સર હોસ્પિટલ માં કીમોથેરાપી લેવા જતી હતી. આ વાત હું તમને કહીને ટેન્સન માં પાડવા નહોતી માગતી. મને તમારા અને કામિની ના સંબંધો ની ખબર હતી, પણ મારું તો જવાનું નક્કી જ હતું. જતી વખતે હું શું રૂપિયા અને સંપતિ લઇ જવાની હતી ? પણ તમારા પ્રત્યે બાળકો ને પ્રેમ અને માન જાગે એટલે જ આ શરત કરી હતી . એમાં મારી જીત થઇ છે, એવું બાળકોને જોઇને લાગે છે. બસ, હવે હું જાઉં છું, બાળકોનું ધ્યાન રાખજો. અલ્વીદા .
તમારી સુનીતા.
કાગળ વાચતા અરુણભાઈ ની આંખો ટપકી રહી હતી. જતા જતા પણ કેવું અજબ બલિદાન!!
મહાન ત્યાગ ! હું જ ખોટો તેને છોડવા ના પેતરા કરી રહ્યો હતો. હવે મારે કોઈ લગ્ન કરવા જ નથી.
આજ દિન સુથી તેમણે કામિની ને અલવિદા કરી, અપરિણીત રહી બાળકો નો સારી રીતે ઉછેર કરેલ છે.
જોયું દોસ્તો સાચો પ્રેમ આવો અજબ બલિદાન માંગે છે જતા જતા પણ સુનીતા તેના પતિ અને બાળકો માટે કેવું અજબ બલિદાન આપી ગયા !!!
.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.webp)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories