08 જૂન 2024

દાનવીર ભગવાનદાસ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

દાનવીર ભગવાનદાસ


નવરંગપુરાના પોલીસ સ્ટેશનમાં હલચલ મચી ગઈ હતી. સી.જી.રોડ પરની જાણીતી જવેલર્સની દુકાનોમાં રાત્રે ચોરી થઇ હતી. દરેક જગ્યાએ એક જ પ્રકારની મોડસઓપરેન્ડી હતી. ચોરે મેઈન લોક તોડી મુખ્ય દરવાજેથી પ્રવેશ કરી ચોરી કરી હતી. આ બધી બાબતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી, પણ ચોરે મોઢા પર માસ્ક પહેર્યું હોવાથી તેનો ચહેરો દેખાતો ન હતો. ફક્ત ગાળામાં રહેલી ચેઈનમાં "ઓહ્મ" લખેલું લોકેટ  દેખાઈ રહ્યું હતું.

       ઇન્સ્પેકટર બહાદુરસિંહ જાડેજાએ ત્રણ વખત ફૂટેજ જોયા, પણ વધારે માહિતી ઉપલબ્ધ ન થઇ. ચોરના કદ કાઠી વધારે હતા. બધા ચોરને પકડવા ઉત્સુક હતા, પણ પકડવો કઈ રીતે ?

       ત્યાં તો જમાદાર પથુભાએ જાડેજાસાહેબને વિનંતી કરતા કહ્યું, "સાહેબ અમારા બાપુનગર એરિયામાં સંસ્કૃતિક કાર્યક્રમમાં આપને મુખ્ય મહેમાન તરીકે પધારવાનું છે, તેમાં અમારા એરિયાના દાનવીર ધનસુખલાલ મારવાડીનું બહુમાન આપને હાથે રાખેલ છે." જાડેજા સાહેબ વિચારમાં પડી ગયા, ચોરીનો ભેદ ઉકેલવા ઉપરથી દબાણ ચાલુ હતું. પણ તે જમાદારને ના ન પાડી શક્યા.

       વિશાળ હોલમાં હજારો માણસોની વચ્ચે ભગવાનદાસનું બહુમાન થઇ રહ્યું હતું, તેમની પર્સનાલીટી અદભુત હતી, ઊંચું કદ, કિમતી વસ્ત્રો તેમને હેન્સમ લુક આપી રહ્યા હતા.

     ભગવાનદાસની દાનવીર પ્રવૃત્તિ બિરદાવતાં વક્તાએ કહ્યું, "આપણા વિસ્તારના અનાથઆશ્રમ, ગૌશાળા હોય કે ટ્રસ્ટની હોસ્પિટલ, આ બધામાં જયારે હાકલ પડે નાણાની કે ભગવાનદાસ તૈયાર જ હોય. તેમના દાનપ્રવાહથી અનેક બીમારોને નવજીવન અને ભૂખ્યાને અન્ન મળેલ છે. " ચારે તરફ તાળીઓનાં પ્રચંડ અવાજથી હોલ ગુંજી ઉઠ્યો.

       જાડેજા સાહેબ તેમને શાલ ઓઢાડવા ઉભા થયા. ભગવાનદાસ ઉભા થઇ, શાલ માટે આગળ ઝુકતા તેમની ચેઈનમાંથી લોકેટ બહાર દેખાઈ ગયું. સાહેબ આ જોઈ ચમકી ગયા.

       અરે ! આ તો એ જ "ઓહ્મ"નાં આકારનું લોકેટ ! તરત તેમણે પથુભાને બાજુમાં લઇ જઈ કાનમાં વાત કરી. તેમના ઘરની તાલાશીનું સર્ચ વોરંટ તત્કાલ લાવી મુદ્દામાલ શોધી કાઢો.

       પથુભા તરત જ એક્ટીવ થઇ ગયા. તેમણે મોબાઈલ કરી પોલીસ ટીમ સાથે સર્ચ વોરંટ મંગાવી લીધું.

       ભગવાનદાસને ઘેર તેમના કબાટમાંથી બધો જ ચોરીનો માલ પકડાઈ ગયો.

       ચાલીસ મીનીટમાં ભગવાનદાસ અને જાડેજાસાહેબના મોબાઈલની રીંગ બજી ઉઠી. ચોરીનો બધો જ મુદ્દામાલ તેમને ઘરેથી જ બરામદ થયો હતો.

       ભગવાનદાસને ઘેરથી પણ મોબાઈલ આવ્યો, અને તેના પત્નીએ પોલીસની રેડની વાત કરી, બધો માલ પકડાઈ ગયો છે તેની જાણ કરી.

       ભગવાનદાસ વિચારમાં પડ્યા, નવરંગપુરાન પી.આઈ. સાહેબ તો આ જ કાર્યક્રમમાં છે, આ રેડનો ઓર્ડર કોણે કર્યો ?

       જાડેજા સાહેબે વિચાર્યું, "આમને અહી જ પકડવા પડશે, નહીતર ગામ છોડીને ભાગી જશે, તો પકડવા મુશ્કેલ ! જાડેજા સાહેબે તરત નવરંગપુરા પોલીસસ્ટેશનથી વધારાની બે પોલીસ જીપ હેલ્પ માટે મંગાવી.

       સાંસ્કૃતિક હોલમાં આટલી બધી પોલીસ જોઈ લોકો ગભરાયા. ડાન્સનો પ્રોગ્રામ બંધ કરી જાડેજા સાહેબે જાહેરાત કરી, "સી.જી.રોડ પરની બધી જ્વેલર્સનો ચોર અહી હોલમાં જ છે, કોઈ હોલની બહાર જશે નહિ."

       લોકોમાં હો હા થઇ ગઈ. અહી જ છે ચોર ? કોણ હશે ?  

       જાડેજાસાહેબે ઉભા થઇ હાથકડી કાઢી ભગવાનદાસને પહેરાવી દીધી. લોકો ઉશ્કેરાઈ ગયા. "આ ઇન્સ્પેકટર ગાંડો થઇ ગયો છે કે શું ? આટલો પૈસાદાર વીર ભામાશા ચોર કરી રીતે હોય ?" લોકો આ દ્રશ્ય જોઈ તોફાને ચડ્યા.

       ભગવાનદાસે ઉભા થઇ માઈક ઉપર જાહેરાત કરી, "બધા શાંત થઇ જાવ, ચોરી મેં જ કરી છે. આપણા દેશમાં પૈસાદારો પાસે અઢળક નાણું છે, જયારે ગરીબોને ખાવાના ય ફાંફા છે. મેં આર્થિક સમાનતા માટે જ આ કામ કરેલ છે." લોકોએ તાલીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.  

       જાડેજા સાહેબે માઈક પાસે આવી કહ્યું, "ભગવાનદાસ તમારી વાત વખાણવા લાયક છે, પણ તેને માટે રોબીનહુડ બની આવી ચોરી ના કરાય. તમારે દાનપુણ્ય તમારા જ પૈસાથી કરવું જોઈએ. જો દરેક વ્યક્તિ આવો વિચાર કરી ચોરી, લુંટફાટ કરવા લાગે તો દેશમાં કાયદો અને વ્યવસ્થા રહેશે જ નહિ."

       ગરીબોને દાનપુણ્ય કરી મદદ કરવી પ્રશંસાપાત્ર છે, પણ તેને માટે પોતાના જ ધનનો ઉપયોગ કરી પુણ્ય કમાવવું યોગ્ય ગણાય.  તેને માટે ચોરી, લુંટફાટ કે મારામારી કરીને ધન મેળવવું કોઈપણ રીતે યોગ્ય નથી, નહીતર સમાજમાં, દેશમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ કથળી જશે.

       લોકો આ સાંભળી નીચું જોઈ ગયા. ભગવાનદાસનો ચહેરો કાળો ધબ્બ થઇ ગયો.

       સાહેબ જયારે હાથકડી પહેરાવી દાનવીર ભગવાનદાસને લઇ જઈ રહ્યા હતા, ત્યારે લોકો અવઢવમાં પડી ગયા કે તાળીઓ પાડવી કે ધિક્કાર કરવો ?

       જતા જતા જાડેજા સાહેબે ઓર્ડર કર્યો, "શો મસ્ટ ગો ઓન.પ્રોગ્રામ ચાલુ રાખો."

*************************************************************************


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


દાનવીર ભગવાનદાસ  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories