08 જૂન 2024

સિગારેટનો ધુમાડો -ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સિગારેટનો ધુમાડો



 

અમદાવાદના પ્લેટફોમે પર શતાબ્દી એકસ મુંબઈ જવા વ્હીસલ વગાડી રહ્યો હતો. ધીમેધીમેં ગતિ પકડે તે પહેલા એક યુવાન દોડતો  આવીને કોચમાં ચડવા ગયો. અંદર રહેલા યુવાને તેને  હાથ પકડીને ખેંચી લીધો. ટ્રેનની ઝડપને લીધે તે યુવાન લપસે તો મોત નક્કી હતું.
'આભાર, તમારો મને હાથ આપવા બદલ "મારું નામ રૂપેશ ગાંજાવાલા."

"અરે! એમાં આભાર શેનો આતો મારી ફરજ હતી. મારું નામ રાકેશ રૂપાવાલા.

રૂપેશ તેની સીટ શોધતો  આગળ વધ્યો. તેના સામાનમાં ફક્ત એક સુટકેસ જ હતી. તેની સીટ અનયાસે રાકેશની સીટ બાજુમાં જ હતી 

 "ચાલો ઓળખાણ થઈ. મુસાફરીમાં વાતો કરવાની મજા આવશે ." રાકેશે કહ્યું.

'"એક કરતા  બે ભલા. મુસાફરીમાં સારો સંગાથ હોય તો રસ્તો  જલ્દી કપાય જાય છે!! રૂપેશે પણ સાથ પુરાવ્યો.

"મુંબઈ કોઈ સગાને ઘરે જાઓ છો?"

"હા મારા મામાને ઘેર પ્રસંગ છે, એટલે કાંદીવલી જઈ રહેયો છું. બોરીવલી ઉતરી જઈ રીક્ષા કરી લઈશ.રૂપેશે જવાબ આપ્યો.

 "લો, હું પણ કાંદીવલી વેસ્ટ માજ રહું છું. તો તો મળવાનું થશે." રાકેશે કહ્યું.

 "મને નો મુંબઈની દોડાદોડીની ફાસ્ટ લાઈફ જરા પણ ના ફાવે." રૂપેશે કહ્યું

" અમને મુંબઈવાસીઓને તો એજ દોડાદોડી ફાવે. સવાર પડે એટલે લંચબોક્સ કે  ટીફીન લઈને લોકલ પકડવા દોડવું જ પડે." રાકેશ બોલ્યો.

મને તો આવી દોડાદોડી બિલકુલ પસંદ જ નથી. જોકે હવે તો અમદાવાદ પણ મહાનગર બની ગયું છે, પણ મુંબઈ જેટલું નહિ. "રૂપેશે જવાબ આપ્યો "

 વાતચીતમાં  જાણે બને વર્ષો જુના મિત્રો બની ગયા, અલકમલકની વાતો અને ગપાટામાં વડોદરા ગયુ, ખબર જ ના પડી. રાકેશ વાતો કરતો રહ્યો, પણ તેના ચેહેરા પર રહેલી નિરાશા  રૂપેશ  જોઈ રહ્યો . તેનો ચહેરો વાતચિત કરતા સુનમુન થઈ જતો હતો.

"શું વાત છે દોસ્ત, તું જાણે અંદરથી નિરાશ અંને ખામોશ કેમ લાગે છે, હું બને તો મદદ કરી શકું."

"નાના, એવું કઈ નથી"  રૂપેશે જાણે અંદરની વાત છુપાંવતો  હોય તેમ કહ્યું.

"જે હોય તે કહી દે, ખાસ દોસ્તને  અંદરની વાત કહેવાથી દિલ હળવું થઈ જશે." રાકેશે દોસ્તીથી કહ્યું 

 'શું હોય દોસ્ત, જુવાનીમાં બીજુ શું હોય? એજ પ્રેમનું પેચઅપ અને બ્રેકઅપ બીજું શું?." રૂપેશ  નિરાશાથી બોલ્યો.

"ખુલીને વાત કરે તો ખબર પડે ને !"

"શું વાત કરૂ? કોલેજના પહેલા વર્ષથી જ હું એ ચુલબુલી છોકરીથી આર્કષાઈ ગયો હતો. તેને મેળવા કેટલા ફાંફાં માર્યા, કેટલા ખર્ચા કર્યા,  અંતે  મેં તેનુ દિલ જીતી  લીધું. કોલેજમા એન્યુલડે  પર 'લૈલામજનું' નાટકમાં હું મજનું માટે પસંદ થયો અને તે લૈલા માટે. રોજ પ્રેક્ટીસ માટે મળવાનું થયું રાત સુધી સાથે હોઈએ, પછી  હું તેને મુકી જતો. આમને આમ અમારા દિલ મળી ગયા પછી તો રોજનું થયું, કોફી પીવાની, અને હરવા ફરવાનું." રૂપેશે ભૂતકાળમાં સરી જઈ વાત કરી.

"શું નામ હતું તે પરીનું ?" રાકેશને હવે વાતમાં રસ પડી ગયો.

"જવા દો ને, નામમાં શું રાખ્યું છે?"

"તો પછી વાંધો શું પડ્યો?" હવે  રાકેશને ઈંતેજારી વધી ગઈ.

"એ જ તો કરમની કઠળાઈ છે ને! મને સિગારેટની  ખુબ જ ટેવ હતી. તેની હાજરીમાં પીતો નહીં, પણ એક ખત તે મને કેન્ટીનમાં જોઈ ગઈ."

"પછી શું થયું?" રાકેશે પૂછ્યું.

"એતો ઉકળી પડી. તારે સિગરેટ છોડવી પડશે મને તેના ધુમાડાની સખત ચીડ છે. હું સિગરેટ છોડી  શકુ તેમ હતું જ નહીં. મે ચોખ્ખી ના પાડી." રૂપેશે કહ્યું.

વાત વધી પડી. ટળીમાં ને ટળીમાં તેણે મારી સાથે બોલવાનું અને મળવાનું બંધ કરી દીધું. હું પણ ટળીમાં ચડી ગયો અને અચાનક ખબર આવ્યા કે તેના તો મુંબઈના કરોડપતિ  મુરતિયા સાથે લગ્ન થઈ ગયા. મે પછી પસ્તાવો થતા સિગરેટ બિલકુલ છોડી દીધી. હવે કરવાનું શું?"

"ઓહો, વાત એમ છે. મારી પણ સિગરેટની જ કરમ કહાણી છે. હું સિગરેટ પીતો જ નહોતો. અમારો શેર બાઝારમાં મોટો બિઝનેસ હતો. પણ.... કૉરોનામાં મે લીધેલા લાખોના શેર પાણી પાણી થઈ ગયા. ધંધામાં મોટો લોસ થતા પેડર રોડ ઉપરનો કુલેટ વેચીને કાંદીવલીના એક બીએચકેના  કુલેટમાં શીફટ થવું  પડયું." રાકેશે પણ પોતાની કહાની કહી.

"એમાં સિગારેટ ક્યાં આવી?" હવે રૂપેશને પણ રસ પડ્યો.

"આટલી મોટી ખોટ સહન ન થતાં હું નિરાશામાં સરી પડયો. ત્યાં દેવાનંદ નું ગીત "હર ફીક્રકો  ધુએ  મેં ઉઠાતા ચલા ગયા." યાદ આવતા સિગરેટના રવાડે ચડી ગયો. હવે હું પણ ધરની બહાર સિગરેટ પી લઉં છું."

"ઓહો! આપણે બન્ને સિગરેટના ધુમાડાથી જ હેરાન છીએ એમને" કહેતા બન્ને હસી પડ્યા.

ત્યાં તો બોરીવલી સ્ટેશન આવતાં રાકેશે પોતાનું એડ્રેસ આપી બીજે દિવસે સાંજે રૂપેશને ચાંપાણી માટે બોલાવ્યો.

બીજે દિવસે સાંજે  રૂપેશ તેના ઘરે પહોચ્યો ત્યારે રાકેશ  તેની રાહ જોઈ રહ્યો હતો.

"આવ, આવ, રૂપેશ, તને મારી પત્ની રવિનાની ઓળખાણ કરાવું."

 રવિના અને રૂપેશ એકબીજાને જોતા જ રહી ગયા. બન્નેએ એકબીજાને નમસ્તે કર્યા. રાકેશે સિગરેટનું પેકેટ  કાઢી ઈશારાથી કહ્યું." તમે  બન્ને બેસો. હું ગરમ નાસ્તો લઈ આવું."

રૂપેશથી રહેવાયુ નહી, તેના ગયા પછી કહ્યું. "રાકેશ સિગરેટ  પીવા તો બહાર ગયો, હવે તને વાંધો નથી."

"મને બધી ખબર છે, મારાથી છુપાઈને સિગરેટ પીવે છે, તેના મોંમાંથી ધુમાડાની વાસતો આવે જ છે. પણ હવે શું થાય?" કહેતા રવીના રડી પડી. તેના ચેહેરા પર રૂપેશ જેવા ચાહનારા પ્રેમીને સિગરેટને લીધે જ ગુમાવવાનો ગમ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

રૂપેશ તેને તાકી રહેચો. તે શોખ માટે તો રાકેશ ગમ ડુબાવવા સિગરેટતો પી જ રહ્યા હતા.

લાસ્ટ સ્ટ્રોક- આરોગ્યને હાનીકારક સીગરેટથી ગમ તો દુર થતો નથી, પણ પ્રેમિકાને પણ ગુમાવવાનો વારો આવી શકે છે. તો છોડી દો ને !


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


સિગારેટનો ધુમાડો  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories