09 જાન્યુઆરી 2025

રૂપકની જલન - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

રૂપકની જલન

   

 ‘‘બહેન, તમે ચિંતાના કરો,, તમારા ચાઠામાં લેપ્રસીની અસર છે, તમારો કેસ નોંધીને અમે આ કાર્ડ દવાઓ મફત મળે તે માટે આપીએ છીએ, નવ મહિના કોર્સ પુરો કરવાથી આ રોગ સંપૂર્ણ મટી જશે. સિવિલ હોસ્પિટલના ચામડીના ડોકટર, રૂપાલીને લેપ્રસીનું કાર્ડ આપીને સમજાવતાં બોલ્યાં. દરેક વખતે દવા લેવા આવો ત્યારે આ કાર્ડ સાથે લાવવાનું ભૂલતાં નહીં, નહિતર દવા મફત આપવાનું મુશ્કેલ બનશે.

આજથી પાંત્રીસ વરસ પહેલાની આ વાત છે. વીસ વરસની કોલેજમાં ભણતી રૂપાલીને મહિનાથી હાથ ઉપર આછાં ગુલાબી રંગનું ચાઠું દેખાતું હતું, જેમાંથી વાળ ખરી ગયા હતાં અને સંવેદના હતી જ નહીં તેથી તે સિવિલ હોસ્પિટલમાં ચામડીના ડોકટરને બતાવવા ગઈ હતી.

ચામડીના ડોકટરની લેપ્રસીરોગના નિદાનની વાત સાંભળી રૂપાલી રડી પડી. તે મનમાં ગભરાઈ અને વિચારવા લાગી મને લેપ્રસી એટલેકે રકતપિત જેવા રોગની અસર કયાંથી આવી? મારા ધરમાં તો આ રોગ કોઈનેય નથી. આ રોગની અસરથી આંગળીઓ ખરી પડે છે. અને મોં ઉપર દાણા જેવું થવાથી બિહામણું બની જાય છે. ડોકટરે શાંતિથી સમજાવ્યું કે હવાથી તેના જીવાણું કોઈને પણ લાગી શકે છે, પણ તેનાથી ડરવાની જરૂર નથી, દવાનો કોર્સ સંપૂર્ણ કરવાથી આ રોગ સંપૂર્ણ મટી શકે છે.

રૂપાલીની ચિંતા કોઈ રીતે કમ થતી ન હતી. કોલેજના કલાસમાં પણ તેનું ધ્યાન હતું જ નહીં. રીસેસમાં પણ તે એકલી કેન્ટીનમાં ગઈ, છેલ્લાં ટેબલ પર બેસી રડવા જેવી થઈ ગઈ. તેનો બોયફ્રેન્ડ અને પ્રેમી રૂપક તેને  ચિંતાતુર જોઈ તેની સામે બેસી ગયો, અને બધી પૂછપરછ કરી.

શરૂઆતમાં તો રૂપાલી કઈ નહીં, કઈ નહીં બોલીને તેને ટાળતી રહી, પણ પછી બહુ જ રકઝક પછી રૂપાલી એ સધળી વિગતથી રૂપક ને વાકેફ કર્યો. રૂપાલીએ લેપ્રસીનું કાર્ડ કાઢીને ડોકટરની સુચના જણાવી, કે નવ માસ સુધી આ કાર્ડને સાચવી રાખવાનું છે. રૂપકે પૂછયું કદાચ ખોવાઈ જશે તો? આ સાંભળીને રૂપાલીએ સ્પષ્ટતા કરી તો આ દવાઓ ના મળે.

રૂપકને યાદ આવ્યુ. બંનેના મોબાઈલમાં સુંદર કેમેરો હતો, તેથી કાર્ડનો ફોટો બંનેમાં પાડી લીધો કે જેથી રૂપાલીના કેમેરામાં ભૂલથી ડિલીટ થાય તો રૂપકમાં તો રહે. કાર્ડ ખોવાઈ જાય તો કેમેરાનો ફોટો બતાવી દવા લઈ શકાય. રૂપાલી ખુશ થઈ ગઈ. દરેક કામમાં મદદ કરતાં રૂપક અને રૂપાલી નો પ્રેમ ધીમેધીમે પાંગરવા માંડયો.

બન્નેના ર પાસપાસે હતા. કોલેજથી ઘેર અને ઘેરથી કોલેજ બન્ને રૂપકના બાઈક ઉપર જતા. કોલેજમાં સાથે, લાયબ્રેરીમાં વાંચવામાં પણ સાથે અને પીકચર જોવામાં પણ, વિજાતીય આર્કષણથી ખેંચાઈ રહયાં હતા.

કોલેજની ફાઈનલ પરીક્ષા માટે બન્ને સાથે રૂપાલીને ઘેર વાંચી રહયાં હતા. રે કોઈ જ નહતું, બધા જ બહાર શોંપીંગ માટે ગયા હતા. રમાં એકાંત અને બે યુવાન હૈયા પછી તો જોઈએ શું ? રૂપક પ્રેમના આવેશમાં આગળ વધવા ગયો, પણ રૂપાલીએ મર્યાદા ઓળંગવાની ચોખ્ખી ના પાડી દીધી. ‘‘રૂપક, આ બધું લગ્ન પછી, હમણાં નહીં.’’ તેણે ધકકો મારી રૂપકને અલગ કરી દીધો. રૂપક નો ઈગો વાયો. તેના શરીરનો આવેગ શમીગયો, અને  ઉભો થઈ ઘેર જતો રહયો. પછીથી તણે કયારેય રૂપાલીની સામે પણ જોયું નહીં. આવા જુનવાણી વિચારવાળી ગર્લફ્રેન્ડ શું કામની ? તેમનો બ્રેકઅપ થઈ ગયો.

બહુ પ્રયત્ન પછી, મહિનાઓ બાદ એક વખત રૂપાલીએ રૂપકને પ્રેમથી કહયુ ‘‘રૂપક, હું તને પ્રેમ કરૂ છું, તું મારી સાથે બોલતો કેમ નથી?’’

રૂપાલીએ સમજાવતા હ્યુ, ‘‘રૂપક, લગ્ન પછી જ મર્યાદા ઓળગંવી એ આપણી સંસ્કૃતિ  છે.’’ રૂપક વધારે ચિડાયો‘‘ લગ્ન પછી લગ્ન પછી શું કર્યા કરે છે? તુ કયા જમાનામાં જીવે છે? હવે હું તને સુખેથી લગ્ન  પણ નહીં કરવા દઉં.’’ રૂપાલી છોભીલી પડી ગઈ. તેને થયું ફકત મારા શરીરને પ્રેમ કરનાર પ્રેમીને છોડી દેવો સારો.

એક વરસ જોતજોતામાં વિતી ગયું.તેની દવાનો કોર્સ પુરો થયાને પણ ત્રણ માસ વિતી ગયા. લેપ્રસીનો રોગ સંપૂર્ણ મટી ગયો, અને આ વાત ભુલવા પણ માંડી. રૂપકના મનમાં તેનો ઈગો વાયેલો અને ચડચાચડસી થયેલી તેથી વેર લેવાની ભાવના હજુ અકબંધ હતી.

રૂપાલીની કોલેજ પુરી થઈ અને તેના લગ્ન ની વાત ચાલુ થઈ ગઈ. એક બે મુરતિયા જોવાઈ ગયા પછી છેવટે સુખી રના, બેંકમાં નોકરી કરતાં રાકેશ જોડે તેનું સગપણ ગોઠવાઈ ગયું. રૂપાલી તેની  સાથેના સંબંધથી ખુબ જ ખુશ હતી. રાકેશના રના ખુબ જ માયાળુ અને આધુનિક  વિચારધારાના હતા.સગપણ પછી દરેક શનિ રવિ રૂપાલી રાકેશ ના ઘેર જતી અને કામકાજથી દરેકના દિલ જીતી લીધા હતા.

રાકેશ અને રૂપાલી નો સ્વભાવ ખુબ મેચ થઈ ગયો હતો. બન્ને એકાંતમાં કલાકો વિતાવતાં પણ મર્યાદા ઓળંગવાની કોઈ વાત જ નહીં. રાકેશ પણ લગ્ન  પછી જ આગળ વધવામાં માનતો હતો.

રૂપાલીએ તો સુખી લગ્નજીવનના ભવિષ્યના સપનાં જોવાના ચાલુ કરી દીધાં હતા. બે બાળકોના નામ અને ભવિષ્યના તેના રહેઠાણનું ર કઈ રીતે સજાવવું તે પણ વિચારવા લાગી હતી.

રૂપકને મહિના પછી આ સંબંધની જાણ થતાં જલી ગયો. તે રાકેશને તેના મિત્ર દ્રારા ઓળખતો હતો. તેણે રાકેશનો મોબાઈલ નંબર મેળવી ફોન જોડયો. ‘‘હલ્લો, રાકેશ રૂપાલી સાથે કેવું ચાલે છે? ’’

‘‘તુ કોણ છે ?’’ રાકેશે પૂછયુ.

‘‘હું તેનો બોયફેન્ડ્ર રૂપક બોલું છું, અમે સાથે બહું મજા કરી છે.’’ રૂપકે તેને ઉકસાવ્યો.

‘‘મને ફોન કેમ કરે છે? મને મારી રૂપાલી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. રાકેશે ચિડાઈને ફોન કાપી નાખ્યો. રૂપક ભોંઠો પડી ગયો. બન્નેના સંબંધ બગાડવા હવે શું કરવું ? તેને યાદ આવી ગયો રૂપાલીનો લેપ્રસીનો રોગ. તેણે ફરી રાકેશને ફોન કર્યો. ‘‘અલ્યા, તને બીજી કોઈ છોકરી ના મળી તો આવી લેપ્રસીવાળી છોકરી પસંદ કરી?”

‘‘શું વાત કરે છે ? મારી રૂપાલીને આવી કોઈ બિમારી હોય જ નહીં, અન્યથા તેણે અત્યાર સુધી મને વાત કરી જ હોય’’ આમ કહી રાકેશે ફરી ફોન કાપી નાખ્યો.

શંકાનો કીડો રાકેશના મનમાં સવાર થઈ ગયો. તેણે રૂપાલીને પૂછયું ‘‘તને લેપ્રસી જેવો રોગ હતો તે મને કહયું જ નહી ?” રૂપાલી સહેમી ગઈ. રૂપકના બદલાનો તેને ખ્યાલ આવી ગયો. તેણે મકકમતાથી જવાબ આપ્યો. ‘‘ના, ના , એવું કાઈ નથી. આ તો તેની થોડી શંકા હતી બસ.’’

રાકેશ વિચારી રહયો હતો, રૂપાલી ખોટું ના બોલે. બન્ને પ્રેમથી સાથે પીકચર જોવા ગયા.થીયેટરમાં રાકેશના મોબાઈલ ઉપર વોટસઅપમાં મેસેજ આવ્યો, કે જે રૂપકના મોબાઈલ પરથી આવ્યો. તેમાં લેપ્રસીના દર્દી માટેના કાર્ડનો ફોટો હતો, દરદીનું નામ રૂપાલી વ્યાસ, ઉમરર૦ વર્ષ અને એડ્રેસ હતું રૂપાલીના રનું.

હવે રૂપાલી પાસે સાચું કહેવા સિવાય કોઈ રસ્તો જ ન હતો. એ જ વખતે રાકેશ ગુસ્સે થઈ છુટો પડી બહાર નીકળી ગયો તેણે વિચાર્યુ લેપ્રસી જેવો ગંભીર રોગ હોવા છતાં અને પુછવા છતાં છુપાવ્યું.

બીજા દિવસે રૂપાલીને ઘેર શ્રીફળ અને સવા રૂપિયો પરત આવ્યા. રાકેશના પપ્પાનો ફોન આવ્યો. તમે લોકો રૂપાલીને લેપ્રસી જેવો રોગ છતાં છુપાવો છો, અમે આ સગાઈ તોડી નાખીયે છીએ.

આ સાંભળીને રૂપાલીને ચકકર આવી ગયા. પોતાની અંગત વાતો અને રોગના પુરાવા સાથે વિગતો  પારકા પુરૂષને બતાવીને તે પસ્તાઈ રહી હતી. તે મનમાં વિચારી રહી હતી, મને બરબાદ કરીને રૂપકને શું મળે છે.?

‘‘હું મરૂં તો મરૂં, પણ તને તો રાંડ કરૂ’’ ની વિચારધારાવાળા કમજાત માણસોની આ દુનિયામાં કયાં કમી છે???

લાસ્ટ સ્ટ્રોક પોતાની અંગત વાતો રોગોની વાત કયારેય અજાણ્યા સાથેના કરો, નહિતર જીંદગીભર પસ્તાવાનો સમય આવશે..

----------------------------------x----------------------------------------------------------

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


રૂપકની જલન - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories