એકનો એક વારસદાર !!
“મુબારક હો, શેઠ મુબારક હો, પેંડાથી મોં મીઠું કરાવો આપને ઘેર પૌત્રનો
જન્મ થયો છે.” શેઠ જમનાદાસને હોસ્પીટલમાં પ્રવેશતા જ
ડોક્ટરે અભિનંદન આપ્યા.
શેઠ
જમનાદાસ ખુશ થતાં બોલ્યા. ”ડોક્ટર સાહેબ, ખૂબ સરસ સમાચાર છે. આખી હોસ્પીટલમાં
પેડાના બોક્ષ વહેચવાની હું હમણાં જ વ્યવસ્થા કરૂ છુ.”
શેઠ
જમનાદાસ ચોક્સીની બે હીરા ઘસવાની ફેક્ટરી હતી સી.જી.રોડ અને સેટેલાઈટ રોડ ઉપર બે
મોટી જમનાદાસ જેમ્સ એન્ડ જવેલરીની દુકાનો ધમધોકાર ચાલતી હતી. દરરોજનો લાખો
રૂપિયાનો વેપાર હતો, પણ એક જ ચિંતા તેમને કોરી ખાતી હતી.
તેમને ત્રણ પુત્ર યોગેશ, દિપેશ અને ઈલેશ હોશિયાર અને મહેનતુ હતા
અને તેમનો વ્યાપાર વધતો જ જતો હતો. કરોડોની મિલકત હતી પણ પછીની બીજી પેઢીમાં તેને
સંભાળનાર કોઈ ન હતુ.
મોટા
બે પુત્રો યોગેશ અને દીપેશને સંતાનોમાં બે દીકરીઓ હતી, જ્યારે નાના ઈલેશને પણ એક બેબી જ હતી.
જ્યારે તેની પત્ની રેણુકા સગર્ભા બની ત્યારે બધાને છેલ્લી આશા હતી.
આખું
કુટુંબ સારા પરિણામની રાહ જોતું હતું. તે દિવસ આવી પહોચ્યો. સવારના સાડા સાતના
શુભમુહૂર્તમાં રેણુકાબેને સંતાનને જન્મ આપ્યો અને પરિણામ જાણવા આખું કુટુંબ
હોસ્પીટલમાં ભેગું થઈ ગયુ. નોર્મલ ડિલિવરીથી
આવેલ બાળકને સિસ્ટરે બહારથી તપાસી પુરુષ જનનાંગ જેવો આકાર જોતાં બધાને
પુત્ર જન્મના સમાચાર આપી દીધા.
પૌત્રના
જન્મથી શેઠ જમનાદાસ મૂરઝાએલા ગ્રિષ્મ જેવા હતાં, તેમાથી ખીલી ઉઠયા વસંતની જેમ. તરતજ તેમણે જાહેર કરી દીધું.
"મારા જીવનમાં વસંત લાવનાર પુત્રનું નામ છે વસંત.” ઇલેશે શંકા કરતાં કહ્યું ”પણ બાપુજી, આ તો બહુ જુનવાણી નામ છે.
“ભલે, પણ મને ખુશી આપનાર આ પુત્ર તો વસંત છે અને રહેશે.” બાપુજી એ કહયુ એટ્લે બ્રહ્મવાક્ય, પછી કોઈ સામે બોલી જ ના શકે.
વસંતભાઈના
તો દશેદશ આંગળ ઘી માં હતાં. સંયુક્ત કુટુંબમાં દાદા-દાદી સાથે ત્રણે દીકરાઓ અને
તેમની પુત્રીઓ રહેતા હતા. વેપાર ધંધા અને નાણાકીય વ્યવહાર બધો જ સંયુક્ત હતો. પાંચ
બહેનોના એકનાએક ભાઈ વસંતનો રોલો અને માનપાન સૌથી વધારે હતા.
સવાર
સાંજે દાદા-દાદી તો વસંતભાઈના ખાવાપીવાની પાછળ જ રહેતા તેને ભાવતી વાનગીઓ ખાસ
મંગાવતા, વસંતના બન્ને કાકા અને કાકી પણ તેની
આગળ પાછળ જ કર્યા કરે.
ભણવામાં
પણ વસંત માટે શહેરની સૌથી મોંઘી શાળામાં એડમિશન લીધું આ ઉપરાંત વધારાના ભણતર માટે ઘેર પણ ટીચર ટ્યુશન
આપવા આવે.
ઉછેર
ખુબજ ચીવટપૂર્વક અને રાજાશાહી રીતે થયો હોવાથી વસંત જિદ્દી અને અડિયલ થઈ ગયો. તેને
જે વસ્તુ જોઇએ તે લઈને જ જપે.
છઠઠા ધોરણમાં આવેલ બાર વર્ષનો વસંત હજુ રમતિયાળ અને
અણસમજુ હતો. શેઠ જમનાદાસ તેમની આટલી મોટી
પેઢી અને ફેક્ટરીઓના વહીવટ ભવિષ્યમાં તે સારી રીતે સંભાળશે કે નહી તેની ફિકરમાં
પડી ગયા.તેમણે તેમના ત્રણે દીકરાઓને બોલાવી વસંતને એમ.બી.એ. કરવા ઓક્સફોર્ડ
યુનિવર્સિટીમાં મોકલવો કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેની વાતચીત ચાલુ કરી દીધી.
વસંત આ બધી વાતો સાંભળીને ખુશ થઈ કુલાઈ ગયો અને પરદેશ ભણવા જવાના સ્વપ્ના જોવા
લાગ્યો. દાદા તેને ઓફિસના સ્ટાફ સાથે ઓળખાણ કરાવવા ફેક્ટરી અને પેઢી ઉપર લઈ ગયા
અને તેમની પેઢીના એક માત્ર વારસદાર તરીકે પરિચય કરાવ્યો. મેનેજર અને તમામ સ્ટાફ
સભ્યો એ તેને નાના શેઠ કહી આવકાર આપ્યો. જમનાદાસ શેઠે તો તે ભવિષ્યમાં હીરાની પરખ
અને ખરીદી સારી રીતે કરી શકે એટલા માટે બેલ્જિયમના એંટવર્પ શહેરમાં ક્યારે મોકલવો, તેની પૂછપરછ ચાલુ કરી દીધી. વસંત આ બધુ
સાંભળી મનમાં ખુશ થઈ ફૂલાતો રહેતો.
ચૌદ
વરસના વસંતના શરીરમાં અજબ ફેરફાર થવા લાગ્યા. તેની છાતીનો ઊભાર વધતો હતો, અવાજ પણ હજુ સ્ત્રી જેવો અને ચહેરા પર
દાઢી મૂછનો દોરો પણ દેખાય નહી. તેના પપ્પા ઈલેશભાઇ અને મમ્મી રેણુકાબેન ચિંતામાં
પડી ગયા. તેને બતાવવા ડોક્ટર પાસે લાવ્યા ત્યારે તેના મમ્મીએ ફરિયાદ કરતાં કહયુ “તેને છોકરીઑના કપડાં પહેરવા અને છોકરીઓ
જોડે રમવાનું જ વધારે ગમે છે.” ડોક્ટરને
આ બધુ સાંભળી નવાઈ લાગી. જો તેની સોનોગ્રાફી અને ક્રોમોઝોમ તપાસ કરાવી તો નવાઈ
સાથે તેના અંદરના અંગો સ્ત્રીના હતા અને તેના સેક્સ ક્રોમોસોમ પણ “ડબલ એક્સ “ એટલે કે સ્ત્રીના હતા.
તેના
માબાપને ડોક્ટરે ઓફિસમાં બેસાડી બધી સમજણ પાડી. આ એક હર્મેફ્રોડાઇટ કેસ હતો, જેમાં ફક્ત બાહ્ય રીતે પુરુષનું જનનાંગ
લાગતું અંગ પણ સ્ત્રીનું જ હતું અને
આંતરિક અંગો તો તમામ સ્ત્રીના જ
હતા.
ડોક્ટરે
તેમના માબાપને તમામ સમજ પાડી જણાવ્યુ કે આ બાળક સ્ત્રીજ છે, પુરુષ નથી તેથી તેને સંપૂર્ણ સ્ત્રી જ
બનાવવી યોગ્ય રહેશે, તો જ તેનો માનસિક અને શારીરિક વિકાસ
બરાબર થશે. માબાપ બન્ને કરગરતા હતા કે તેને પુરુષ બનાવો, પણ મેડિકલી આ શક્ય જ ન હતુ.
અંતે
ડોક્ટરે તેને સારવાર માટે એંડોકાઈનોલોજિસ્ટ ડો.જાની પાસે મોકલી દીધી ચાર દિવસ
હોસ્પીટલમાં દાખલ કરી, નાનું ઓપરેશન અને હોર્મોન થેરાપી
દ્વારા તેને સંપૂર્ણ સ્ત્રી બનાવી દીધી.
તેનું
નામ વસંતભાઈ માંથી વસંતબેન કરી દીધું. હવે તેમને માનસિક રીતે સારૂ લાગતું હતુ.
જાણે કે તેના શરીરને અનુરૂપ જાતી મળી ગઈ હતી.
પાંચમા
દિવસે વસંતબેન ઘેર આવતાજ કુટુંબમાં સોપો પાડી ગયો. તેમનો એકનો એક વારસદાર હવે
સ્ત્રી બની જવાથી પરણીને સાસરે જતી રહેશે તે વિચારી દાદા-દાદી અને કાકા-કાકી હતાશ
થઈ ગયા. તેનો દરજ્જો બીજી પાંચ બહેનો જેવો થઈ ગયો, તેની સ્પેશલ ફરમાઇશો પૂરી પાડવાનો તો સવાલજ ન હતો.
ઓફિસમાં
અને ફેક્ટરીમાં પણ કોઈએ વસંતબેનને ભાવ ના આપ્યો. મેનેજર પણ તેને જોઈ “કેમ છો બેન” કહી જતાં રહયા. વસંતબેન તેની સાથેના
સહુના વ્યવહારથી સાવ નિરાશ થઈ ગયા.
છેવટે
વસંતબેન તેના દાદા પાસે જૂનો પ્રેમ અને મહત્વ પામવા ગયા. તેણે રડમસ ચહેરે દાદાને
કહયુ “ દાદા, મારી સાથે કોઈ સરખી રીતે વાત પણ કરતું નથી. મારૂ મગજ તો એ જ છે, હું ભણીગણીને મેહનત કરીને અમેરિકા જઈને એમ.બી.એ.કરીશ જ.”
પણ
દાદા નિરાશ વદને તેને તાકી રહયા, અને
રડતાં ચહેરે કહયુ “બેટા, હવે તારે અમેરિકા કે એંટવર્પ જવાની જરૂર નથી. એકલી છોકરીને આમ પરદેશ
ન મોકલાય. સારો છોકરો અમે શોધી કાઢીશું, પછી લગ્ન કરીને તારે તો સાસરે જવાનું છે.”
“પણ દાદા, મારે તો ભણીગણીને પરદેશ જવાનું છે, તેવું તેમજ કહેતા હતા ને!” વસંતબેન બોલતાં બોલતાં રડી પડ્યા અને આગળ કહયુ “મારે વહેલા લગ્ન કરવા નથી.”
દાદાએ
તેને ફરીથી સમજાવતા કહયુ “બેટા, છોકરીઓના તો યોગ્ય ઉમરે લગ્ન થઈ જાય તો સારો છોકરો મળે, પછીથી મોટી ઉમરની છોકરીને જ્ઞાતિનો
સારો છોકરો મળે કે ના પણ મળે”.
રડતાં
ચહેરે વસંતભાઇમાંથી વસંતબેન બનેલ માનવી વિચારી રહયો હતો “ મારૂ શરીર એ જ છે, હાથ પગ એ જ છે, મગજ પણ એ જ છે, ફક્ત જાતી બદલાઈ તેમાં તમામના વ્યવહાર
અને રીતભાતમાં આટલો બધો ફેરફાર ??
શેઠ
જમનાદાસ અને તેમનું કુટુંબ પણ તેમના એકના એક વરસદારને ગુમાવવાનો ગમ ભૂલી શકતા ન
હતા.
આ
વાત આશરે ત્રીસ વરસ પહેલાની છે. હવે તો જમાનો બદલાઈ ગયો છે, દીકરા અને દીકરીની ભેદરેખા ભુંસાઈ ગઈ
છે. આજે દીકરી અને દીકરો સમોવડિયા થઈને માંબાપની સેવા કરે છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
એકનો એક વારસદાર !! - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories