ઉતર્યો અમલદાર કોડીનો
વરસો
પહેલાની આ વાત છે.એ જમાનામાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પીટલના સુપ્રીટેન્ડેંન્ટ
અને તેની સાથે જોડાએલી બી.જે.મેડીકલ કોલેજના ડીન, બન્ને વચ્ચે હોદ્દો એક જ વ્યક્તિ સંભાળતી. સવારે સિવિલમાં
સુપ્રીટેન્ડેંન્ટ તરીકે ફરજ બજાવે અને બપોરે લંચ પછી બી.જે.મેડીકલ કોલેજના ડીનની
ફરજ બજાવે.
આટલી
મોટી હોસ્પિટલનો બહોળો સ્ટાફ અને મેડીકલ કોલેજનો પણ મોટો સ્ટાફ અને વહીવટ,પછી તેના સૌથી ઉપરી અધિકારીનો રોલો અને
ઠાઠમાઠ કેવા હોય !
એ
વખતમાં ઉમાકાન્ત પરીખ સાહેબનો મિજાજ અને રોલો જબ્બર હતા. સાહેબ સમયના આગ્રહી, શિસ્તપાલનમાં માનનારા,અને સ્વચ્છતાના પુજારી હતા.તેમના
રાજમાં કોઈપણ સ્ટાફ ચું કે ચા ના કરી શકે. તેમના નામ માત્રથી કારકુનો અને સફાઈ
કર્મચારીઓ થરથર કાંપે, ક્યારે સાહેબનો મિજાજ જતો રહે, ખબર ના પડે. પરીખ સાહેબનો સિવિલનો
રાઉન્ડ ચાલુ હોય તો દરેક સ્ટાફ આઘોપાછો થઇ જાય, રખેને સાહેબની ઝપટે ચડી જવાય !
યુવાન
આર.એમ.ઓ.અરુણ ભટ્ટ, સાહેબનો સ્વભાવ બરાબર જાણતા. તેને ખબર
હતી સાહેબ સ્વભાવે તીખા પણ મનમાં કાંઈ નહી. કોઈ જાતની ખાયકી, લાલચ કે ભ્રષ્ટાચાર નહી. તેથી જ
આર.એમ.ઓ.સાહેબને ડીન સાહેબ માટે માન હતુ. પરીખ સાહેબ પણ તેનું કહ્યુ સાંભળતાં, અને તે મુજબ ઓર્ડરો કરતા.
પરીખ
સાહેબની ગાડી સિવિલના ઝાંપામાં આવે કે તરત વોચમેન ઉભા થઇ જાય, સલામ ભરીને સાહેબની ગાડીને જવા માટે
સામેથી આવતા સ્કુટર કે અન્ય વાહનને અટકાવી દે. અંદર બેઠાબેઠા સાહેબ પોતાનો વટ જોયા
કરે. અંદર કમ્પાઉંડમાં આવીને સાહેબની ગાડી
ઓફીસ આગળ આવે કે તરતજ જુનો પટાવાળો જીવણલાલ દોડતો આવે, સાહેબની ગાડીનો દરવાજો ખોલી નમ્રતાથી
ઉભો રહે, સાહેબ બહાર નીકળે એટલે દરવાજો બંધ કરે
અને પછી ડ્રાઈવર ગાડી પાર્ક કરવા લઇ જાય. ઓફિસની અંદર જતાં કોઈ સ્ટાફ આડો ઉતરે કે
ઓફિસની અંદર કંઈ ગંદુ કે આડુંઅવળું હોય તો તે સ્ટાફનું આવી બન્યું સમજો.
દર
ગુરુવારે સવારે સાડાનવે પરીખ સાહેબ નો
સિવિલમાં રાઉન્ડ ચાલુ થાય તેમની સાથે સેનીટરી ઇન્સ્પેક્ટર, મેટ્રન, આર.એમ.ઓ. ભટ્ટ અને એક બે આસિસ્ટન્ટ ડોક્ટર પણ જોડાય. આખો કાફલો
સવારમાં રાઉન્ડમાં નીકળે ત્યારે જાણે કે સિવિલમાં સોંપો પડી જાય.
સાહેબ
ક્યાં વોર્ડમાં રાઉન્ડ લેશે તે નક્કી જ ના હોય, તેથી દરેક વોર્ડમાં સ્ટાફ અંદરખાનેથી ડરતાં અને ધ્રુજતાં તૈયાર જ હોય
.
એક
ગુરુવારે સવારે સાહેબે અચાનક કહ્યુ, “ચાલો, આજે મેઈલ મેડીકલ વોર્ડમાં જઈએ.” અને આખું ટોળું પહોંચી ગયું મેડીકલ
વોર્ડમાં બીજા માળે. મેઈલ મેડીકલ વોર્ડમાં દોડાદોડી મચી ગઈ. ઇન્ચાર્જ સિસ્ટર
દોડતાં બહાર આવતાં હતા કે,
સાહેબનો મિજાજ ગયો.
“સિસ્ટર, આ વોર્ડ આટલો ગંદો કેમ છે? આ શેની વાસ આવે છે?”સાહેબે
પુછ્યું.
“સાહેબ, સવારે જ સાફસફાઈ કરેલી છે.”સિસ્ટરે ગભરાતાં ગભરાતાં જવાબ આપ્યો.
“તો આટલી બધી ગંદકી કેમ છે? આ બધા સગા શું કરે છે?” સાહેબ બગડ્યા.
“આ તો પેશન્ટ સીરીયસ થયું, એટલે બધાં સગાં અંદર આવી ગયા.”સિસ્ટરે નમ્રતાથી જવાબ આપ્યો.
“આવું ચાલે જ નહી, અત્યારે સગાને મળવાનો ટાઇમ જ નથી.
મેટ્રન, આ સિસ્ટરને મેમો આપો.”
અંદર
પ્રવેશતા જ પહેલા ખાટલા ઉપર સગાની ભીડ, કચરો અને ઉલ્ટીની વાસ આવતા જ સાહેબે સેનેટરી ઇન્સ્પેકટરને ખખડાવ્યા “આ વોર્ડની આયાને બોલાવો અને તેને
સસ્પેન્ડ કરો.”
મોટી
ઉમરના, વર્ષોથી આયાની સેવા કરનાર સવિતાબેન આગળ
આવતાં ધ્રુજવા લાગ્યા, તે સસ્પેન્ડ થવાની બીકથી કરગરીને
બોલ્યો “સાહેબ,હવે મારે રીટાયર થવામાં ફક્ત ચાર જ મહિના છે. મારું પેન્શન અને
ગ્રેજયુઇટી રખડી પડશે.”
આર.એમ.ઓ.
ભટ્ટજીયે પણ સમજાવ્યા “સાહેબ,ગરીબ બેન ઉપર રહેમ કરો.” સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા.
પણ
સત્તાના મદમાં મસ્ત સાહેબ માન્યા જ નહી. તેમને
કયા ખબર હતી કે આ બધો વટ અને ફાંકો તેમની પોસ્ટને આધિન હતો, તેમનો પોતાનો નહી !!! બધાં ગભરાટમાં
નીચું જોઈ ઉભા હતાં, પણ સાહેબને હવે કોણ સમજાવે ?
ઓફિસમાં
પરત જતાં હતાં, ત્યાં એકાઉન્ટન્ટ સોલંકીભાઈ તેમના ટેબલ
પર હાજર નહી, સાહેબ ફરી બગડ્યા, અંદર જઈ જીવણને ઓર્ડર કર્યો.
સોલંકીભાઈને બોલાવો.”
પાંચ
મિનીટમાં સોલંકીભાઈ ધ્રુજતાં આવ્યા કે સાહેબ બગડ્યા. “કેમ તમે ટેબલ પર હાજર રહેતા નથી?”
“સાહેબ હું બાથરૂમ ગયો હતો.” ગભરાતાં સોલંકીએ જવાબ આપ્યો. પણ સાહેબ
માન્યા જ નહી, તેણે સોલંકીને પણ મેમો પકડાવી દીધો.
સમયને
જતાં ક્યાં વાર લાગે છે? આઠ મહિના પછી પરીખ સાહેબ પણ રીટાયર
થયા. તેમની જગ્યાએ નવા સાહેબ નિમાઈ ગયા.
પછીથી
ત્રણ મહિના વીતી ગયા, પણ પરીખ સાહેબના પેન્શન કે
ગ્રેજ્યુઇટીના કોઈપણ કાગળનો પત્તો જ નહી, સાહેબ ફોન કર્યા કરે, પણ કોઈ સંતોષકારક જવાબ જ નહી !
કરવું
શું? ગરમ થયેલા પરીખ સાહેબે પોતાની ગાડી
તૈયાર કરી.( રીટાયર થયા હોવાથી સરકારી ડ્રાઈવર તો હોય નહી) પોતેજ ડ્રાઈવ કરીને
ઉપડ્યા સિવિલની ઓફિસે.
બહાર
ઉભેલા વોચમેને તેની સામે પણ જોયું નહી, અંદર આવીને ઓફીસ આગળ ગાડી ઉભી રાખી તો અંદરથી નવો પટાવાળો આવીને
બોલ્યો.” એ કાકા, અહીં ગાડી ના રખાય, સમજ
નથી પડતી.”
સાહેબને
બહુ ગુસ્સો આવ્યો, પણ કરે શું? જાતે જ દુર ગાડી પાર્ક કરી ચાલતાં
ઓફિસમાં આવ્યા. તેમનો જાણીતો પટાવાળો જીવણ તો ક્યારનો તેમને જોઈ અંદર જતો રહયો
હતો. રસ્તામાં કોઈ તેમની સામે જુએ પણ નહી.
ઓફિસની
અંદર જઈ એકાઉન્ટન્ટ સોલંકીની સામે બેસી ગયા, અને પૂછ્યું “મારા પેન્શનના કાગળનું શું છે?”
સોલંકીભાઈએ
ઉંચું જ ના જોયુ. પાંચ મિનીટ સુધી બેસાડી રાખ્યા. પછી ધીમેથી બોલ્યા “તમારી સામે તો સસ્પેન્ડ કરવાના કેસની
તપાસ ચાલે છે, તેનો નીકાલ ના આવે ત્યાં સુધી કાંઈ ના થાય.”
તેમના
રિટાયર થયા પછી સવિતાબેને તેમની ફરિયાદ અને દયાની અરજી કરેલ હોવાથી વરસ માટે ફરીથી ફરજ ઉપર લેવાઈ ગયા હતા.
સોલંકીભાઈએ
કહ્યુ, “હવે તમારૂં કામ પતી ગયું હોય તો બહાર
બેસો”. પરીખ સાહેબ નિરાશ થઇ બહાર બેઠાં બેઠાં
અંદર કાન માંડી સાંભળતાં હતા. સોલંકીભાઈએ
બાજુવાળા કારકૂનને તાલી મારતાં કહ્યુ “પરીખ કાકાને તપાસનું બહાનું બતાવી લટકાવ્યા છે.”
બાજુવાળો
ખંધુ હસતા બોલ્યો. “આવા જડ, ગુસ્સેલ અધિકારીને તો આવું જ કરાય. હજુ એકાદ વરસ લબડાવજો ને !”
આ
સાંભળીને નિરાશ પરીખ સાહેબને છાતીમાં દુઃખાવો ઉપડ્યો, ધડામ દઈને પડ્યા નીચે, માસીવ હાર્ટ એટેક !! જો ત્રણ કલાકમાં
તત્કાલ સારવારના મળે તો જીવનું જોખમ ! ભાનમાં રહેલા પરીખ સાહેબ નીચે પડ્યાં પડ્યાં
દર્દથી કણસી રહયા હતા, પણ તેમની જવાબદારી લેવા કોઈ તૈયાર નહી.
બધાં આઘાપાછાં થઇ ગયા.
અંતે
મેઈલ મેડીકલ વોર્ડમાં કોઈએ ખબર આપી તો સ્ટ્રેચર લઈને આવ્યા સવિતાબેન!”
નીચે
પડેલા પરીખ સાહેબને જોઈ સવિતાબેન બગડ્યા “અરે ! આ ડોસાએ જ મને સસ્પેન્ડ કરી હતી ને!”
ગુસ્સામાં
તેમને સ્ટ્રેચર પર સુવડાવી “હમણાં
આવું છું” કહી ચ્હા પીવા જતાં રહયા. સાહેબ દર્દથી
સ્ટ્રેચર ઉપર પડી રહયા હતા,
ત્યાં અચાનક આર.એમ.ઓ.ભટ્ટ સાહેબનું
ધ્યાન ગયુ, તેમણે તરતજ સ્પેશલ રૂમની અને સારવારની
વ્યવસ્થા કરી. તેમણે સાહેબને કહ્યુ, “જુઓ, અત્યારે તમે કોઈ હોદ્દા ઉપર નથી તો શું હાલત થઇ, જોયું ને !
સાહેબ
મનમાં પસ્તાઈ રહયા હતા “મેં શરૂઆતથી જ બધા સાથે માનવતાપૂર્ણ
વ્યવહાર કર્યો હોત તો ! પણ હવે રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું?? એટલેજ ગુજરાતીમાં કહેવત છે ને કે, “ઉતર્યો અમલદાર કોડીનો.”
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ઉતર્યો અમલદાર કોડીનો - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories