ઋણ નો બોજ
અમૃતલાલ
મહેતા આજે આદર્શ સ્કુલમાંથી પ્રિન્સીપાલ તરીકેની કામગીરીમાંથી નિવૃત થઈ ગયાં.
શાળામાં શિક્ષક તરીકે જોડાયા ને આજે ચોત્રીસ વર્ષ પુરા થઈ ગયા હતા. આખી શાળામાં એક
આદર્શ શિક્ષક તરીકે નામના મેળવી પુરા ખંતથી વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત
ભણાવતાં. તેમની પાસે માસ્ટર્સની ડિગ્રી હોવાથી ધીમે ધીમે શાળાના ટ્રસ્ટી મંડળે
તેમને નિરીક્ષકની બઢતી આપી. છેવટે પ્રિન્સીપાલ બનાવી દીધા. હંમેશા તેમનો ધ્યેય
હોશિયાર વિદ્યાર્થીઓને મદદરૂપ થઈને આગળ વધારવાનો હતો. તેમના કાર્યકાળમાં અનેક
વિદ્યાર્થી સારા ડોકટર, વકીલ બનીને સમાજમાં નામ કાઢી રહયાં
હતા. જયારે કોઈ વિદ્યાર્થી એમને સામે મળી જાય અને ખરા દિલથી નમસ્કાર કરી ઓળખાણ આપે
‘‘ સર, ઓળખ્યો, હું ડૉ. મનોજ દોશી, હૃદયરોગ નિષ્ણાંત.’’ ત્યારે મહેતા સાહેબની છાતી ગજ ગજ ફુલી
જતી.
તેમના
પત્ની પુષ્પાબેનને આ બધું જરાપણ ગમતું નહીં.‘‘ એ છોકરો, હાર્ટ સ્પેશ્યાલીસ્ટ બનીને રૂપિયા
ઉતારે, એમાં આપણને શું ફાયદો ? તમે ખોટા ખુશ થાવ છો.’’
‘‘મારા હાથે તૈયાર થયેલો છોકરો આટલો આગળ
વધી જાય તો મને આનંદ તો થાય ને.’’ ‘‘આપણો હિમાંશું ભણીગણી ને ડોકટર થાય તો
કામનું, બાકી ગામના છોકરાંની વાતો કરવાનો શું
મતલબ.’’ તેમના પત્ની બગડયા.
‘‘ એ પણ થશે, હિમાંશુ આ વખતે બારમાં માં જ છે, પછી શું વાંધો છે?’’ મહેતા સાહેબે શાંત ચિતે જવાબ આપ્યો.
‘‘હવે તો ભણતરમાં બુધ્ધિ સાથે રૂપિયા
જોઈએ છે, તમે જીંદગીભર પંતુજીગીરી કરીને શું
કમાયા?
આખી જીંદગીની બચત સાવ કેટલી છે? કોઈ ટયુશન નહીં., કે ઉપલી આવક નહીં. ખાલી પંતુજીગીરી
કરવાથી શું કાંદો કાઢયો?’’
પુષ્પાબેન હજુ ગરમ મિજાજથી લડવાના મુડમાં હતા.
મહેતા સાહેબ ચુપ થઈ ગયા. નિવૃત થઈને પી.એફ. અને
બચતના થઈ દશ બાર લાખ રૂપિયા થતાં હતા. ‘‘ બે જણા માટે પેન્સન પુરતુ છે, તે મનમાં બબડયા.
હિમાશુંનું પરિણામ આવી ગયું. કમનસીબે તેનું એક
પેપર બગડયું હોવાથી ટકા ઓછા પડયા. મેરીટની બધી બેઠકો ભરાઈ જતાં તેને ત્રણ ટકાની ધટ
પડી. પણ તેના મનમાં તો ડોકટર થવાની ધુન જોર પકડી ગઈ હતી.
“પપ્પા, કાંઈ પણ કરો, મારેતો મેડીકલમાં જ જવું છે. નહિતર હું
આગળ ભણીશ જ નહીં.” હવે હિમાંશું જીદે ચડી ગયો.
“બેટા, બીજી પણ ધણી સારી લાઈનો છે, ડેન્ટલ, એજીંનયરીંગ,
તું વિચાર કરી લે.” મહેતા સાહેબે સમજાવતા કહ્યું.
‘‘ના, હવે હું ભણીશ તો મેડીકલમાં જ, નહિતર મારૂં ભણવાનું બંધ.’’ હિમાંશુ હવે બગડયો હતો.
મા બાપ લાચાર થઈ ગયા. પુષ્પાબેન બગડયા ‘‘ લ્યો પંતુજી, બહું વટ મારતાં હતાને, તમારા છોકરાને ડોકટર બનાવી શકતા નથી, આખી જીંદગી આદર્શમાં ને ભણાવવામાં
વેડફી નાખી, હવે કંઈક તો કરો.’’
મહેતા
સાહેબ બધે ફરી વળ્યા.એ જમાનામાં ફકત વડોદરામાં સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજમાં
બાવીસ લાખ ડોનેશને મેડિકલમાં એડમિશન મળતું હતું. મહેતા સાહેબને દશ લાખનો પન્નો
ટૂંકો પડતો હતો, જે પ્રમાણમાં મોટી રકમ હતી, તે લાવવી કયાંથી ?
હિમાંશું
પણ બાપા ઉપર બગડયો. એકના એક દિકરાને
પૈસાની અછતથી ડોકટર ન બનાવી શકે અને શાળામાં ભણી ગયેલા ડોકટરો નો ગર્વ કરે છે.ખરા
પંતુજી છે.
પુષ્પાબહેને
આગ્રહ કર્યો, “ચાલોને, એક વખત વડોદરા રૂબરૂ કોશિષ તો કરી આવીએ. કદાચ નસીબ જોર કરી જાય.”
મહેતા
સાહેબે તપાસ કરી તેનો આધેડ વ્યવસ્થાપક કાપડીયા બહું કડક અને ચીકણો માણસ હતો. તે
કોઈની પૈસા ઓછા કરવાની વાત માનતો જ નહીં, આમાં તેની પાસે જઈને કહેવું શું ?
છેવટે
હિંમત કરીને મહેતા સાહેબ,
પુષ્પાબહેન અને હિમાંશું વડોદરા જવા
તૈયાર થયા. મોટું કેમ્પસ જુદી જુદી કોલેજો, વિદ્યાર્થીઓ વગેરેને જોતાં જોતાં અંતે વ્યવસ્થાપકની ઓફિસે પહોંચી
ગયા.
બહાર
તેનો પી.એ. અકડુંભાષામાં વાત કરી રહયો હતો. ‘‘બોલો શું કામ છે ? એડમિશન
લેવા આવ્યા છો, તો પૈસા ભરવાની વાત મારી સાથે જ કરો.’’
‘‘ના સાહેબ, વાત એમ છે કે જરા દશ લાખ રૂપિયાનો મેળ
પડતો નથી, તેથી કાપડીયા સાહેબને મળવું છે. હું
આદર્શ હાઈસ્કુલમાં પ્રિન્સીપાલ હતો.’’ મહેતા સાહેબે વિનવણી કરી.
‘‘ પંતુજી એમ દરેક આટલા ઓછા રૂપિયા આપે તો
કોલેજ ચાલે કઈ રીતે ? જાવ પાછા.’’ પી.એ.બગડયો
‘‘
એકવાર
કોશિશ તો કરવા દો કદાચ નસીબ જોર કરી જાય’’ મહેતા સાહેબે વિનંતી કરી.’’ સારૂં જાવ પણ બે મિનિટથી વધારે સમય ન બગાડતા.’’ તેને એમકે હમણાં ધોયેલા મુળા જેવા પરત
ફરશે.
અંદર
મોટા એસી હોલમાં કાપડિયા સાહેબ મોબાઈલ પર વાત કરી રહયાં હતા. સુટ અને ટાઈમાં તેનું
વ્યકિત્વ પ્રભાવશાળી લાગતું હતું. નિરાશ મહેતા સાહેબ વાત શું કરવી તેની વ્યથામાં
નીચી મુંડી રાખી ઉભા હતા. મોબાઈલની વાત પુરી થતાં કાપડિયા સાહેબનું ધ્યાન તેમના
તરફ ગયું. ‘‘ આવો, આવો, તમે જ મહેતા સાહેબ,
છો
ને. કેમ આવવું પડયું? ’’
ત્રણે એકબીજા સામે આશ્ચર્યથી જોઈ રહયાં. ‘‘સાહેબ, આ મારા હિમાંશું ને એડમિશન લેવું છે, પણ જરા પન્નો ટૂંકો પડે છે.’’ મહેતા સાહેબે નીચે મુંડીએ જવાબ આપ્યો.
‘‘કાંઈ વાંધો નહીં, તમે
મને ઓળખ્યો, હું તમારી સ્કુલનો અશોક કાપડીયા.
બારમાની પરીક્ષામાં તમે મને બચાવી લીધેલો તે યાદ છે? બાજુ વાળાની કાપલી મારી બાજુમાં પડી હોવાથી સુપરવાઈઝરે મને ખોટો
પકડીને ઉઠાડી મૂકેલો, હું તો રડવા જેવો થઈ ગયેલો, એવામાં તમારો રાઉન્ડ હોવાથી તમે મને, તમારી જવાબદારીથી પાછો બેસાડી, ગેરંન્ટી આપી હતી. ‘‘ અશોક જેવો હોશિયાર છોકરો ચોરી કરે જ
નહીં એમ બોલી ને પાછો બેસાડી પેપર પુરૂ કરાવ્યું હતુ. એ વખતનો તમારો ઉપકાર મારાથી
ભુલાય જ નહીં. તમારે બાકીના રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી.”. કહેતા કહેતા કાપડિયા સાહેબ ઊભા થઈ ગયા.
મહેતા
સાહેબને ધીમેધીમે બધું યાદ આવી ગયું.
કાપડીયા
સાહેબે પોતાના પીએને બહાર ફોન જોડયો ‘‘ મહેતા સાહેબના બાબાને એડમિશન આપી દો, તેમના બાકીના રૂપિયા હું ભરી દઈશ.’’
આદર્શવાદી
મહેતા સાહેબની આંખોમાંથી ખુશીના આંસુ બહાર આવી ગયા. પુષ્પાબહેન અને હિમાંશુ ફાટી
આંખે પંતુજી મહેતાની અસલી સુવાસથી આશ્ચર્યચકિત થઈ નીચું જોઈ ગયા.
કાપડીયા
સાહેબને આજે પહેલી વખત ડોનેશનના રૂપિયા ઓછા લેવાનો ગમ ન હતો, કારણકે તેના મન પરથી જુનો ૠણનો બોજ દુર
થઈ ગયો હતો.
ફકત
પૈસાથી જ કામ થઈ શકે તેવું માનનારા પુષ્પાબેન અને હિમાંશુ નીચું જોઈને મેડિકલનું
ભણીને ડોકટરની કમાણી વિચારી રહયા હતા.
‘‘દુનિયા હજુ જુના ઉપકારોને આદર્શવાદી
વલણને ભુલતી નથી, ભલેને લોકો મને પંતુજી કહયા કરે. ’’ મહેતા સાહેબ વિચારતા હતા.
ઋણનો
બોજ ઉતરી જવાથી કાપડિયા સાહેબે મહેતા સાહેબને આગ્રહ કરી બેસાડીને ત્રણેય જણ માટે
ચ્હા મંગાવી.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ઋણ નો બોજ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories