માનવતાનું ફળ
બી.બી.કોલેજમાં
ભણતો કિશન આજે ખૂબ ઉત્તેજિત હતો.તે આજે બે વરસથી રાહ જોયા બાદ તેને ગમતી તેની જ
કોલેજની બંસીને પ્રોપોઝ કરવાનો હતો. સવારના તૈયાર થયા બાદ બે વખત તેણે અરીસામાં
જોઈ લીધુ. વાળની સ્ટાઈલ પાછી સરખી કરી. નવુંજ બ્રાંડેડ શર્ટ અને પેન્ટ કાઢીને
મનમાં ભગવાનને યાદ કરી હિંમત કેળવવી શુરૂ કરી.
છેલ્લા
બે વરસથી કિશનને તેનીજ કોલેજમાં ભણતી બંસી પહેલીજ નજરે ગમી ગઈ હતી.તેને કોઈપણ ભાગે
પામવા તે આકાશપાતાળ એક કરી રહયો હતો. પૈસાદાર બાપના સંતાન કિશનને કોલેજમાં ભણવા
સિવાય પણ અનેક પ્રવૃતિઓ હતી. નાટકમાં ભાગ લેવાનો હોય કે બ્લડ ડોનેશન કેમ્પ હોય
તેનો લીડર તો કિશન જ હોય. અત્યાર સુધી તે બાર વખત બ્લડ ડોનેટ કરી ચૂક્યો હતો.
બંસી
તેનાથી એક વર્ષ પાછળ ભણતી મધ્યમવર્ગની છોકરી હતી. દેખાવમાં અતિ સુંદર રૂપાળી અને
અવાજ પણ મીઠો મધૂરો, કોઈ પણ યુવકને ખેંચી લેતો. બંસીને આવા પ્રેમબેમ ના લફરાં કરવામાં કોઈજ રસ ન
હતો.તે તો બસ ભણવામાં લાગી રહેતી, કોલેજથી
ઘેર અને ઘેર થી સીધી કોલેજ .તેની દરેક બહેનપણીને બોયફ્રેન્ડ હતો પણ બંસી એટલે બંસી ,કોઈ છોકરાં સામે આંખ ઉંચી
કરીને જોવાનું જ નહિ ને !!
કિશનને
પહેલીજ નજરે બંસી ગમી ગઈ હતી. આખી કોલેજના ઘણાબધાં બંસીને પામવા લાઇન માર્યા કરતાં,પણ કોઈનો નંબર લાગેજ નહિ ને !!
કિશન
મહેનત કરીને બંસીનો મોબાઈલ નંબર મેળવીને ત્રણથી ચાર વખત એસ એમ એસ કર્યા,કોફી માટે આમંત્રિત કરી પણ બંસીનો
પ્રતિભાવ શૂન્ય ! કોઈ જવાબ જ નહિ ને ! કિશને તેના વ્હોટસેપ ઉપર બે ત્રણ વખત સુંદર
સુંદર ક્લિપિંગ્સ મોકલાવી,
દોસ્તીના મેસેજ મોકલ્યા, પણ બંસી તો જાણે કશુ જાણતી જ નથી.
હવે
કિશન ફાઇનલ વર્ષમાં આવી ગયો હતો, તેની
ધીરજનો અંત આવી ગયો હતો. તેની ઉપર કોલેજની કેટલી બધી છોકરીઓ ફીદા હતી,પણ કિશનને તો બંસીનીજ લગની લાગી હતી.
તેના મિત્રમંડળમાં પણ હવે સમાચાર ફેલાઈ
ગયા હતા કે કિશન બે વરસથી બંસી પાછળ લાઇન મારે છે, પણ બંસી નો કાંઈજ પ્રતિભાવ નથી.
આજે
વેલેન્ટાઇન ડે ના દિવસે તેણે નક્કી કરી લીધુ હતું કે, કોઈપણ ભોગે બંસી આગળ તેના પ્રેમનો
એકરાર કરીને જવાબ જાણી લેવો.
સવારમાં
તે લાલ ગુલાબો નો મોટો બુકે લઈને કોલેજ આવી ગયો હતો.તેની કોલેજની ઘણીબધી છોકરીઓ આ
બુકે પામવા નિસાસા નાખતી હતી, પણ
કિશનતો પહોંચી ગયો, બંસીના ક્લાસની બહાર ક્લાસ પૂરો થતાં, બંસી તેનું લેશન યાદ કરતાં એકલી બહાર
આવી રહી હતી ને કિશને પ્રેમપૂર્વક બુકે ધરીને નીચા નમી ધીમેથી બોલ્યો“ “આઈ લવ યુ”“ સામેથી લબડવા આવતાં આવા રોમિયો સારા
ઘરની છોકરીઓને છેલબટાઉને લબડું લાગતા હોય છે. જો કે આ વાત સાચી પણ છે,કારણકે આજના જમાનામાં લાયકાત
વગરનો ગમે તે છોકરો સારામાં સારી છોકરી
પાછળ પડીને વેલેન્ટાઇન ડે ઉપર પ્રોપોઝ કરતો હોય છે.બંસી બુકે સામે જોઈને એક મિનિટ
ઊભી રહી, પછી તેણે બુકે પરત કર્યો અને કોઈપણ
જવાબ આપ્યા વગર ચાલવા લાગી,
પ્રિન્સિપાલ ની ઓફિસ તરફ.
કિશન
ડધાઈ ગયો.તેના મિત્રો એ તેને ઈશારાથી ભાગવાનુ કહ્યુ. કિશન ગભરાયો. તેને લાગ્યું
વાત બગડી છે, તેને પ્રિન્સિપાલ બોલાવે તે પહેલા તેણે
પોતાની મોટી લક્ઝરી ગાડી કાઢી અને ભગાવી એસ જી હાઇવે તરફ. તે મનમાં ડરી રહયો હતો, કે જો પ્રિન્સિપાલે તેને ડીસમીસ કરી
દીધો, તો તેના ફાઇનલ યર નો ફિયાસ્કો થઈ જશે.
તે
ગાડીમાં હાઇવે ઉપર જઈ રહયો હતો ત્યાં તેણે
એક ગાડી અને અક્ટિવા સ્કૂટરનો જોરદાર એક્સિડેંટ જોયો.ગાડીનો આગળનો ભાગ ઠોકાઈ ગયો
હતો અને ડ્રાઈવર ગાડી મુકીને ભાગી ગયો હતો. એક્ટિવા સ્કૂટરનો તો સાવ ભુક્કો બોલી ગયો હતો, તેનો ચાલક એક આધેડ સદગૃહસ્થ માણસ ,પચાસેકની ઉમરનો લોહીલુહાણ હાલતમાં મદદ
માટે બૂમો પાડી રહયો હતો. બાજુમાં થી બે રાહદારી નીકળ્યા, પણ પોલીસના લફરામાં કોણ પડે એમ વિચારી
ચાલતા થયા. એક મોટરબાઇકવાળાએ બાઇક ઊભી રાખી.પણ પછીથી કોર્ટના લફરામાં કોણ પડે એમ
વિચારી પાછી બાઇક ચાલુ કરી દીધી.
પેલો
આધેડ ધીમે ધીમે લોહી નીકળતી હાલતમાં ભાન ગુમાવી રહયો હતો. કિશને ગાડી ઊભી રાખી, પાછો વિચાર પડ્યો, આવા પોલીસકેસમાં શા માટે પડવું? તે આગળ વધવા જતો હતો ત્યાં તેનો અંતરાત્મા પોંકારી ઉઠ્યો.” આ રીતે બધા માનવતા ગુમાવી દેશે, તો સમાજનું શું થશે? આ બિચારા સજજનને બીજી પાંચ મિનિટ મદદ
નહિ મળે તો જીવ ગુમાવી દેશે,તેના
કરતાં ભલે કોર્ટ કચેરીના પાંચ દશ ધક્કા થતાં, માનવતા વગરનો માનવી શા કામનો ?”
સમય
અને પૈસાનો વ્યય પણ બહુ થશે તે જાણવા છ્તાં તેણે ગાડી ઊભી રાખી, નીચે ઉતરી પેલા આધેડને પોતાની ગાડીમાં
નાખીને બાજુની હોસ્પીટલમાં લઈ જઈ તરતજ તત્કાલિક સારવાર ચાલુ કરવા વિનંતી કરી.
હોસ્પિટલ સ્ટાફે આટલો ગંભીર એકસિડેંટનો કેસ જોઈને કહયું “ આતો પોલીસકેસ છે, આની જવાબદારી કોની? કિશને તરત જ સંબંધીના ખાનામાં પોતાનું નામ સરનામું લખી સહી કરી આપી, અને તેની તમામ જવાબદારી પોતાને શિરે લઈ
લીધી.
કિશને
દસ હજાર ડિપોઝીટ ભરી દર્દીને સ્પેશયલ રૂમમાં
દાખલ કરાવી દીધા. સારવાર અને ગ્લુકોઝ સલાઇન વિગેરે ચાલુ થતાં દર્દીની
તબિયતમા સુધારો જણાયો. તેના બ્લડ ગ્રૂપનો રિપોર્ટ “એ” પોઝીટિવ આવતા કિશનને યાદ આવ્યુ તેનું
પણ એ જ ગ્રૂપ છે ,તેથી તેણે તરત જ એક બોટલ બ્લડ ડોનેટ
કરી રિપ્લેસ કરાવી દીધું. લોહી ચડતા તે સજ્જન ભાનમાં આવી ગયા. તેમણે હોસ્પિટલ
સ્ટાફ સિસ્ટરને ઘરનો ટેલિફોન નંબર આપી ઘેર જાણ કરવા વિનંતી કરી. તેમનું નામ
દીપકભાઈ હતું અને તે નવરંગપુરા માં ફ્લેટમાં રહેતા હતા.
તેમને
ધીમે ધીમે બધું યાદ આવવા લાગ્યૂ. ઓફિસના કામથી તે સ્કૂટર ઉપર એસ.જી.હાઇવે ઉપરથી જઈ
રહયા હત ત્યારે સામેથી સ્પીડમાં રોંગ સાઈડમાં આવતી ગાડીએ તેમને ઉડાડી દીધા હતા.
પછીથી ગાડીનો ડ્રાઈવર દોડીને ફરાર થઈ ગયો હતો. તેમને યાદ આવ્યુ કે આ યુવાને જ મને
ઉપાડીને તેની ગાડીમાં નાખેલ, પછીથી
તેમણે ભાન ગુમાવતાં કઈજ યાદ નહતુ.
હોસ્પિટલના
સ્ટાફે જ જણાવ્યુ કે આ યુવાને જ તમારા
ડિપોઝિટ ના પૈસા ભરેલ છે ,સગા
તરીકે સહી કરેલ છે અને એક બોટલ લોહી પણ તેણે જ તમારા માટે ડોનેટ કરેલ છે. દીપકભાઈ
આ બધું સાંભળી ગદગદ થઈ ગયા. કોઈપણ જાતની ઓળખાણ વગર આટલી બધી મદદ કરવા બદલ તે
કિશનનો આભાર માનતા રડી પડ્યા. કિશને નમ્રતાપૂર્વક કહયુ “અંકલ, મે તો મારી ફરજ બજાવી છે, આમાં આભાર માનવાનો ના હોય.”
ચારપાંચ
કલાક વીતી ગયા હોવાથી કિશન કઇંક ખાવાપીવાનો બંદોબસ્ત કરવા હોસ્પિટલ બહાર નીકળતો
હતો, ત્યાં તેણે બંસીને બે મોટી ઉમરની
સ્ત્રીઓ સાથે ઉત્તેજિત અવસ્થામાં પ્રવેશતી જોઈ. કિશન ગભરાતા ગભરાતા વિચારમાં
પડ્યો.” અરે ! આ પીછો કરતાં અંહી સુધી, તેની મમ્મીને લઈને આવી ગઈ?” તેણે બંસીને કરગરતા કહયુ “મને માફ કરીદે .હવે આવી ભૂલ ફરીથી નહિ
કરે.” આટલું કહી તે ઝડપથી હોસ્પિટલની બહાર
નીકળી ગયો.
બંસીને
આ બધું સાંભળવાનો સમય જ ન હતો.તે તેની મમ્મી અને માસી સાથે ઝડપથી હોસ્પિટલના
કાઉન્ટર ઉપર ગયા,અને બંસીએ રિસેપ્શનિસ્ટને પૂછ્યુ.” હમણાજ આવેલ એકસિડેંટનો દીપકભાઈનો કેસ ક્યાં દાખલ કરેલ છે?” ત્રણે બહેનો ચિંતાતુર ચહરે
સ્પેશ્યલ રૂમમાં પ્રવેશ્યા અને દીપકભાઇને
ભાનમાં અને સારી હાલતમાં જોઈ હાશકારો અનુભવ્યો બંસીએ પૂછ્યુ “પપ્પા,આ શું થઈ ગયુ?
“બેટા એક ફરિશ્તાને લીધેજ હું બચી ગયો
છુ.અન્યથા મારી લાશ એસ.જી.હાઇવે ઉપર જ પડી રહી હોત “.બંસીના મમ્મી અને માસી પણ તે ફરિશ્તા નો અને ઈશ્વરનો આભાર માણવા
લાગ્યો .
કિશન
ચા નાસ્તો કરી દીપકભાઈ માટે ચા નાસ્તો લાવ્યો ત્યારે સ્પે.રૂમમાં બંસીને જોતાં
અચંબામાં પડી ગયો. દિપકભાઇએ બધાની વચ્ચે કિશનના વખાણ કરતાં કહયુ” જુઑ આ રહયો એ ફરિશ્તો ,જેને લીધે હું જીવતો છુ. નહિતર હું આજે
તમારી વચ્ચે ના હોત”:
બંસી
અહોભાવથી ભાવવિભોર બની ગઈ. તેણે માથામાંથી સફેદ ગુલાબ કાઢી કિશનના હાથમાં મુક્તાં
કહયુ “ આઈ ઓલસો લવ યુ” તેના માતા પિતાએ આ પ્રપોઝલ હર્ષથી વધાવી લીધી.બીજે દિવસે કિશન
અને બંસીને હાથમાં હાથ રાખી કોલેજ આવતા જોઈ તમામ મિત્રોના મો આશ્ચર્યથી પહોળા થઈ
ગયા.તેના ખાસ મિત્ર મધુકરે કહયુ “અલ્યા, કિશન, તને તો વેલેન્ટાઇન ડે ફળી ગયો .કિશને જવાબ આપતા કહયુ”.
“એક વખત સમય કાઢીને,માનવતા
બતાવી તો જુઓ,
“પરમાત્માની કૃપા સ્વયં પછીથી અનુભવી તો જુઓ.”
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
માનવતાનું ફળ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories