08 માર્ચ 2025

ભણકારાં - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ભણકારાં





’’ સુર દિવેટીઆ અહીં રહે છે ’’ આવનાર આગંતુકે બહારથી પુછયું.

’’હા,હા, આ એનું જ ધર છે.’’  અંદરથી માજી જેવી  મહિલાએ ચિંતિંત ચહેરે બહાર આવી ને પુછયું ’’એનું શું કામ છે? ’’

’’તેના નામનો મુંબઈથી એકાવન હજારનો ચેક આવેલ છે. તેનું સિતાર વાદનનું પહેલું આલ્બમ ખુબ જ લોકપિ્રય થયું છે. તેથી નિમર્ાતાએ ખુશ થઈ ને શુકનનો ચેક મોકલાવેલ  છે’’ આવનાર ની જોડે રહેલા મેનેજર જેવા માણસે ફોડ પાડયો.

’’સાહેબ, હું તેની મમ્મી શાંતા બેન છું મને આપી દો .’’ બહેન બોલ્યા.

’’માજી, એમ અમારાથી ના અપાય. અમારે તેની સહી જોઈએ. એવું હોય તો  અમે કાલે આવીશું’’ મેનેજરે કહયું.

શાન્તાબેન સારૂ કહીને બારણું બંધ કયર્ું.અમદાવાદના સમાન્ય ગણાતા રખિયાલની મગનલાલની ચાલીમાં રહેતા શાન્તાબેન ભુતકાળમાં સરી પડયા.

કેવો સુખી હતો એ સંસાર! તેના ગોંરાંગ સાથે લગ્ન થયા ત્યારે પાલડીના શારદાનગરના ધરમાં ભાડેથી રહેતા હતા. તેના વરની પ્રાઈવેટ નોકરીમાં આવક ટૂંકી હતી, પણ સંસાર સુખેથી ચાલતો હતો. સુરના જન્મ પછી બન્ને જણા કેટલા ખુશ હતા.

નાગરના દિકરા સુરને નાનપણથી સંગિતનો શોખ હતો. આખો દિવસ સિતાર વગાડયા કરે પછી ભણવામાં ધ્યાન કયાંથી રહે? તો પણ માંડ માંડ બી.કોમ. તો પાસ થઈ ગયો, પણ નોકરી નહી.

 ગૈારાંગભાઈને જીભના કેન્સર નુંં નિદાન થતાં કુટુંબ ઉપર આભ તુટી પડયું. ડોકટરોએ બહુ સમજાવ્યા કે ગુટકા છોડો, પણ ગૈારાંગભાઈ માને તો ને!

બે વરસ પહેલા જ બે અઠવાડીયાની બિમારીમાં કેન્સર ફેલાઈ જવાથી તેમણે કાયમી વિદાય લીધી.

ધરનું ભાડું ન ભરવાથી અંતે તેમણે રહેવા ઓછા ભાડાની રખિયાલની ચાલીમાં જવું પડયું.ધરવખરી વેચીને કેટલા દિવસ ધર ચાલે? ધર ચલાવવા દેવું વધતુ જતું હતું.

બી.કોમ. થયેલો સુર આખો દિવસ સંગીત પાછળ પાગલ હતો. શાન્તાબેન ગુસ્સે થઈને ખુબ ખિજાતા. ’’ હવે કાંઈક તો નોકરી કર.’’

પણ દર વખતે સુરનો એક જ જવાબ ’’ મમ્મી, હું તો મોટો સંગીતકાર બનવાનો છું. મુંબઈ જઈને હાથ અજમાવીશ, તુ જો જે એક દિવસ મારૂં નામ ગાજશે.’’

’’ બેટા, આ સિતારથી પેંટના ભરાય. પૈસા કમાવા કંઈક તો કરવું પડે.’’ શાન્તાબેન ચિડાતા.

’’  શું મમ્મી તુ પણ મને દરરોજ ટોકે છે. હું ભારતનો મહાન સિતારવાદક બનવાનો છું.’’ સુર દર વખતે આજ જવાબ આપતો.

’’મારૂં માથું’’ શાન્તાબેન ચિડાઈ જતા .

બે ત્રણ ભલામણથી માંડ માંડ તેને નોકરીના ઈન્ટરવ્યુનો કાગળ મળ્યો, ત્યારે શાંતાબેન ખુશ થઈ ગયા.

’’  મને ઈન્ટરવ્યું પહેલા તારા હાથનો ગાજરનો હલવો અને બટાકાવડાં જમાડીશને!’’

સુરે લાડ લડાવતાં માંડ ઈન્ટરવ્યુ આપવા જવાની હા પાડી. એ રાતની યાદ આવતાં શાંતાબેન સહેમી  ગયા. ઈન્ટરવ્યુ પહેલાની રાતે, તેનું વાંચવાને બદલે સુર તો સિતાર વગાડવામાં લીન હતો, શાન્તાબેનનો ગુસ્સો હાથથી ગયો.

’’  આ શું તું વાંચવાના બદલે આખો દિવસ સિતાર જ વગાડયા કરે છે.’’ શાન્તાબેન બરાડયા.

’’  મમ્મી મને રીયાઝ કરવા દે ને’’ સુર પોતાનામાં જ મસ્ત હતો.

શાન્તાબેન ખુબ જ ગરમ થયા. તેમણે સુરના હાથમાંથી સિતાર ઝુટવી લઈ ફેંકી દીધી, તેમાં સિતારનો એક તાર તુટી ગયો.

સુરનો મગજ પણ સામે એટલો જ ગયો, અને તે ઉભો  થઈ બોલ્યો. ’’  હું મુંબઈ જાઉ છું, અને સફળ થઈ રૂપિયા લઈને જ આવીશ’’કહી ને નિકળી ગયો.

શાન્તાબેનને એમ કે આજુબાજુ રખડીને, ગુસ્સો શાંત થતાં આપમેળે પરત આવશે. પણ હાય રે નસીબ! સુર ગયો, તે ગયો, પરત આવ્યો જ નહીં.

શાન્તાબેન રાહ જોઈને પસ્તાઈ રહયાં હતા. ’’ મે ઉતાવળ કરી, ધીમે થી સમજાવ્યો હોત તો સારૂ હતું.’’

દિવસ પછી અઠવાડીયાને પછી મહિનો પસાર થઈ ગયા. શાન્તાબેન હવે રડી રડીને થાકી ગયા હતા. ’’અરર! એકના એક દિકરાને સમજવામાં ભુલ થઈ ગઈ.’’ મેં જ પૈસાની બુમો પાડી. પણ જો મુંબઈ જઈને સંગિતમાં જ મારો દિકરો કેટલું કમાયો લાગે છે. મારો સુર મને કહીને ગયો છે, એટલે જરૂરથી પરત આવશે.

હવે તો શાન્તાબેનને જયાં ને ત્યાં સુર જ દેખાતો હતો. તેનું મગજ હવે જાણે દિકરાને શોધવામાં પાગલ બની રહયું હતું. મારો દિકરો જરૂર પાછો આવશે, તેની આશા માં માજી કોઈ પણ યુવકમાં સુરનો ચહેરો શોધ્યા કરતાં. સુરના આગમનના ભણકારા તેમને દિવસ રાત ચેન થી સુવા પણ દેતા ન હતા.

        ત્રણ મહિનાનું ભાડું ચડી ગયું હતું. કરિયાણાવાળાએ હવે વધારે ઉધાર  આપવાની ના પાડી દીધી હતી. ખાવા પીવાના સાંસાં પડી ગયા હતા.છેલ્લી ધરવખરી વેચાઈ જવાથી હવે શું કરવું તેની લાયમાં શાન્તાબેન ચિતભ્રમ થઈ ગયા.

        આજે અચાનક સુરના સમાચાર અને એકાવન હજારની વાત સાંભળી શાન્તાબેનના જીવમાં જીવ આવી ગયો. વિચારમાં ને વિચારમાં રાત કયારે પડી ને ઉંધ કયારે આવી, તે ખબર જ ના પડી.

        મોડી રાત્રે બારણે ટકોરા પડતાં માજી ધીમે થી ઉઠયા ’’ આવી ગયો, હવે હું તને કયારેય નહીં. લડું હો, બેટા ’’ કહેતાં સુરને અંદર લઈ ગયા.

        ’’મમ્મી, મેં કહયું હતુ ને કે હું સંગિતમાં જ નામ કમાઈને ઢગલો રૂપિયા કમાઈશ.’’ સુરે કહયું.

’’હા, બેટા તારે માટે મેં મારા હાથે ગાજરનો હલવો ને બટકાવડા બનાવ્યા છે, લે ખાઈલે’’, થોડીવાર પછી  ઊંધમાં ને ઊંધમા તેમણે સુરને તુટેલા ખાટલા પર સુવડાવી ચાદર ઓઢાડી.

સવારે આઠ વાગે દરવાજે ટકોરા પડતાં શાંતાબેન ચમકી ઉઠયા, બહાર બે પોલીસમેન ઉભા હતા. ’’ સુર અહીં જ રહે છે.’’

’’ શિશ, શાંતિ રાખો, મારો સુર અંદર જમીને સુઈ ગયો છે,’’  માજી  બોલ્યા.

બન્ને પોલીસમેનને માજીનું ખસી ગયેલું લાગ્યું. ’’માજી, અમને મુંબઈની લોકલ ટ્રેનની અડફેટે મરેલ  યુવાનના ખિસ્સાના પાકીટમાંથી ખબર પડી કે તે સુર દિવેટીયા છે. તમારે લાશની ઓળખ માટે મુંબઈ આવવું પડશે.’’

તુટી ગયેલા ચશ્મા અને ફાટી ગયેલી થીગડાવાળી સાડી સાથે ડગુમગુ થતાં માજી બન્ને ને ધરમાં ખાટલા પાસે લઈ આવ્યા.’’ જો મારો દિકરો તો સુતો છે.’’

જમાદારે ચાદર ખસેડતાં નીચેથી બે ઓશિકા નિકળી પડયા. આ પાગલ માજીને મુંબઈ કઈ રીતે લઈ જવા તે બન્ને વિચારવા લાગ્યા.


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ભણકારાં - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories