ભરોસો
“રૂપેશ, અહી આવ, એક ભરોસાનું કામ તારે જલ્દીથી કરવાનું
છે. મારે બંગલેથી ડાયમંડનો સેટ લઈ તારે તરત જ રાંચરડાના ફાર્મ હાઉસમાં રૂપલ શેઠાણી
લગ્નમાં ગયા છે, ત્યાં પહોંચાડવાનો છે.” રૂપચંદ શેઠે પોતાના યુવાન સેક્રેટરીને
કહ્યું.
“પણ શેઠ, આટલો મોંઘો ડાયમંડ સેટ લઈને હું એકલો જાઉં, અને કઈ થઈ જાય તો ?” રૂપેશે ચિંતા વ્યક્ત કરી.
“જો મને તારા પર પુરો ભરોસો છે. બાવીસ
લાખના ડાયમંડ સેટને તું જ ચોકસાઇપુર્વક ગાડીમાં ફાર્મ હાઉસ સુધી પહોંચાડીશ. સાદી
થેલીમાં મૂકીને સાહજીકતાથી નીકળી જઈશ તો કોઈને ખબર નહીં પડે.” શેઠે તેને યુક્તિ બતાવતા કહ્યું.
“પણ હું પોતે જ સેટ લઈને ગુમ થઈ જાઉં તો
?” રૂપેશે દહેશત વ્યક્ત કરી.
“મને તારી ઉપર પુરો ભરોસો છે, એટલે જ કહું છુ ને. ઘેર જઈને રૂપલ ને
કહેજે, કબાટમાંથી કાઢી આપશે.” શેઠે કહ્યું.
સંપૂર્ણ
એકાંતમાં સેટેલાઈટના બંગલે રૂપેશ બપોરે દોઢ વાગ્યે પહોંચ્યો, ત્યારે નિરવ શાંતિ હતી. નોકર અને
કામવાળી પોતાના આઉટહાઉસમાં આરામ કરી રહ્યા હતા. શેઠની એકની એક દેખાવડી તેવીસ વરસની
પુત્રી રૂપલે દરવાજો ખોલ્યો.
સામે
દેખાવડાં હેન્ડસમ જેવા પચીસ વરસના રૂપેશને જોઈને તે આકર્ષાઈ. પોતાના પપ્પાની ઓફિસે
તે કોઈ કોઈ વખત જાય ત્યારે રૂપેશને જોતી રહેતી, “આવોને, કેમ આવવું પડ્યું, મને પપ્પાનો ફોન આવી ગયો છે. અંદર આવો, હું સેટ કાઢી આપું છું” રૂપલે શરમાતા કહ્યું.
રૂપેશ
શરમાતો અંદર સોફા પર બેઠો,
અંદરથી રૂપલ પાણીનો ગ્લાસ લાવી. અને
પુછ્યું “ગરમ કોફી પીશો?”
રૂપેશ
તો પાણી પાણી થઈ ગયો. તે વિચારમાં પડી ગયો હતો, મારાથી તેણે બનાવેલી કોફી કેમ પીવાય ?
ત્યાં
તો ગ્લાસ પરત લેવા રૂપલ તેની લગોલગ બેસી ગઈ. અચાનક તેણે રૂપેશનો હાથ પકડી લીધો. “રૂપેશ, હું તને મનોમન ચાહવા લાગી છું. આજે ઘરે કોઈ નથી, આવી તક ફરી નહીં મળે” કહી તે તો રૂપેશને વળગી પડી.
રૂપેશના
શરીરમાં 1200 વૉલ્ટનો કરંટ લાગ્યો. બે યુવાન હૈયા, એકાંત અને વળી સામેથી છોકરી ઓફર કરે, પછી બાકી શું રહે ? તેના
અંગેઅંગમાં ઉત્તેજના વ્યાપી ગઈ. એક તબક્કે તો તે આગળ વધી, રૂપલને આલિંગનમાં લેવા ગયો.
ત્યાં
તો તેના અંતરાત્માએ જોરદાર તમાચો માર્યો, “ગાંડા, શેઠે તારી ઉપર પૂર્ણ ભરોસો મૂક્યો અને
તેનો આ બદલો ?”
બરાબર
પચાસ મિનિટે રૂપેશ રાંચરડાંના ફાર્મ હાઉસ પર પહોંચી, શેઠાણીને ડાયમંડ સેટ પહોચાડી દીધો.
રૂપાબેન
બગડ્યા, “આવો બાવીસ લાખનો સેટ માણસ જોડે મોકલાતો
હશે. શેઠ કેમ ન આવ્યા?” શેઠાણીએ સવાલ કર્યો.
“શેઠને અગત્યની મીટિંગ ચાલુ હતી.
ફોરેનની પાર્ટી એટેન્ડ કરવી જરૂરી હતી. તેથી તેમણે મને મોકલ્યો છે. જોઈ લો સેટ”. રૂપેશે નમ્રતાપૂર્વક કહ્યું.
બધું
સલામત જોઈ રૂપાબેનને નિરાંત થઈ. પ્રસંગ પતાવી તેમણે રૂપચંદ શેઠને મોબાઈલ કર્યો. “ડાયમંડ સેટ મળી ગયો છે, પણ બપોરે જુવાન દીકરી ઘરે એકલી હતી, ને જુવાન છોકરાને મોકલતા વિચાર ના
આવ્યો ?”
રૂપચંદ
શેઠે જવાબમાં કહ્યું, “ચિંતા ના કર. મારો ભરોસાનો માણસ છે.
પૈસાની બાબતમાં સંપૂર્ણ ભરોસો છે. પણ આ દીકરીની વાતે હવે મને પણ ચિંતા થાય છે. આ
વાત તો મને સુઝી જ નહીં. રાત્રે આપણે સી.સી.ટી.વી.માં જોઈ લઈશું.”
રાત
પડતાં સુધી તો શેઠ અને શેઠાણીનાં જીવ ઊંચા થઈ ગયા હતા. પૈસા અને દાગીનાનો ભરોસો
અલગ વાત છે, અને ચરિત્રનો ભરોસો અલગ વાત છે. આજકાલ
ના જુવાનીયાનો કોઈ ભરોસો નહીં. એકાંત અને જુવાની ગમે તેવાને લલચાવી દે છે. આપણી
યુવાન દીકરીની છેડતી કરી લાભ લીધો હશે તો ? એક વખત મનમાં કુશંકા દાખલ થાય પછી સમાધાન ના થાય ત્યાં સુધી મનમાં
ઘુમરાયા કરે છે. ઘરે પહોંચી તરત જ ડ્રૉઇંગ રૂમના કેમેરાનું બેક અપ બપોરના એક થી બે
નું ચાલુ કર્યું.
વિડીયો
જોતાં બંને ચકરાઈ ગયા. ધાર્યું’તું
એનાથી ઊલટું જ નીકળ્યું. તેમની જુવાન દીકરી સામેથી રૂપેશને છેડી રહી હતી, પણ રૂપેશ જરાપણ વિચલિત થયા વગર, સામેથી તેને ઠુકરાવીને સેટ લઈ બહાર
નીકળતો જોઈ ગદગદ થઈ ગયા.વાહ રે ! રૂપેશ, તું તો બંને બાબતે ભરોસાપાત્ર નીકળ્યો. પૈસાની શરાફત તો છે જ, પણ ચરિત્રની આટલી બધી શુદ્ધતા ! શેઠે
ખુશ થઈ મનમાં નિર્ણય લઈ લીધો.
બીજે
દિવસે સવારે પટાવાળાએ રૂપેશને કહ્યું “આપને શેઠ તેમની ઓફિસમાં બોલાવે છે.” રૂપેશ ગભરાતા અને આશ્ચર્ય સાથે મનમાં વિચાર્યું રૂપલે ગઇકાલની વાતની
ખોટી રજૂઆત કરી લાગે છે, મારી નોકરી જોખમમા છે, અને તે શેઠની ઓફિસ તરફ ચાલવા લાગ્યો.
“શાબાશ, રૂપેશ, તે ડાયમંડનો સેટ ટાઈમસર શેઠાણીને
પહોંચાડી દીધો છે.” શેઠે તારીફની શરૂઆત કરી.
“શેઠ, એ તો મારી ફરજ હતી. તમારો ભરોસો મે સુપેરે પૂરો કર્યો છે.” રૂપેશે ગૂંચવાઇને કહ્યું. તે વિચારી
રહ્યો હતો, શેઠ પહેલા વખાણ કરી પછી મને ડીસમીસ
કરવાનો ઓર્ડર પકડાવશે કે શું ? તેની
દીકરીએ શું કાન ભંભેર્યા હશે ?
“રૂપેશ,મે અને શેઠાણીએ બધુ સી.સી.ટી.વી. કેમેરામાં જોઈ લીધું છે. અમારી
દીકરીના નખરાં આગળ જરાપણ વિચલિત થયા વગર તે અમારો ભરોસો જીતી લીધો છે. અમને તો
અમારી દીકરીની હરકતોથી શરમ આવે છે.” શેઠે નરમ અવાજે કહ્યું.
રૂપેશને
હવે હાશ થઈ. કેમેરામાં અંકિત થયેલી વાસ્તવિકતા સાચી વાત રજૂ કરી રહી હતી.
શેઠે
તેને પોતાના જમાઈ બનાવી પાર્ટનર બનાવવાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું, “રૂપેશ, તું મારા બંને ભરોસામાં ખરો ઉતાર્યો છે. માલમત્તાની ચોરીનો ભરોસો તો
મે બહુ માણસોમાં જોયો છે,
પણ ચરિત્રનો આટલો બધો ભરોસો જોઈ અમે
બંને ખુશ થયા છીએ. હવે ના ન પાડતો, અમારી દીકરી રૂપલ પણ તને પસંદ કરે છે.”
પોતાના
ચરિત્રનું બહુમાન થતું જોઈ રૂપેશ ખુશ થઈ, શેઠના ચરણોમાં નમી ગયો. તેને માતાના શબ્દો યાદ આવ્યા, “માનવીનો સૌથી મોટો ગુણ છે ચરિત્રપાલન.”
ખરેખર
બધી રીતે ભરોસાપાત્ર વ્યક્તિ જ યોગ્ય છે, અને આગળ વધવા લાયક છે.
તમારું
શું માનવું છે ???
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ભરોસો - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

.jpeg)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories