ફરજ એટલે ફરજ
અમદાવાદના
પનોતા પુત્ર લોકપ્રિય બોલીવુડ હીરો અમિતકુમાર આજે અમદાવાદ વન ડે ફાઈનલ મેચ જોવા
દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ પર આવી રહ્યા હતા. તેના હજારો
ચાહક યુવક અને યુવતીઓને ખબર પડતા તેઓ પણ આવી રહ્યા હતા. તેની પેવેલીયનની સૌથી
મોંઘા ભાવની ટીકીટ ઓનલાઈન ખરીદાઈ કે તરત જ તેની આજુબાજુ, ઉપર નીચેની ટીકીટો તેના ચાહકોએ વધારે
કિંમત આપી ખરીદવા માંડી હતી.
મોદી
સ્ટેડીયમનો ચીફ સિક્યુરિટી ઓફિસર અમોલ રાઠોડ પણ ખુશ હતો. તેનો બેસ્ટ ફ્રેન્ડ અમિત
ભટ્ટ દસ વરસ પછી લોકપ્રિય હીરો બની અમદાવાદ આવી રહ્યો.
અમોલ
નાનપણની સ્કુલના દિવસો યાદ કરતા વિચારમાં ડૂબી ગયો. તે અને અમિત કાયમ સાથે ને
સાથે. બંને આંબાવાડીનાં ફ્લેટમાં આમને સામને રહેતા હોવાથી સાથે જ સાયકલ પર સ્કુલે
જવાંનું અને તોફાન કરતા પાછા આવવાનું.
અમિતને પહેલેથી જ એક્ટિંગનો ભારે શોખ અને
અમોલને ક્રિકેટનો. દર વર્ષે ડીસેમ્બર માસમાં શાળામાં થતા સાંસ્કૃતિક
કાર્યક્રમોમાં હંમેશા અમિત ભાગ લઇ નંબર લઇ
જતો.
દેખાવમાં પણ અમિત હેન્ડસમ હતો તેથી તેના વર્ગની સુંદર બ્યુટી આહના પણ તેની દિવાની થઇ ગઈ. અમોલ પણ આહનાનો આશિક હતો, પણ અંતે આહનાએ અમિત પર પસંદગીનો કળશ ઢોળ્યો. અમોલને તે વખતે તેના મિત્ર પર જલન થઇ, પણ થાય શું ? આહનાની પસંદગીને સ્વીકારે જ છૂટકો હતો.
મંગળવારે
સવારે દશ વાગે સ્ટેડીયમ માણસોના પ્રવાહથી ઉભરાઈ રહ્યું હતું.પેવેલિયન માનવમેદનીથી
ભરાવા લાગ્યું. દરવાજે ચેકિંગ પર ચીફ અમોલ ઉભો હતો, તે પણ તેના મિત્ર અમિતકુમારને મળવા ઉત્સુક હતો. અમિત અને આહનાને
હાથમાં હાથ પરોવીને આવતા જોઈ અમોલે અભિવાદન કરતા ભેટી પડ્યો. દશ વરસે મળતા હોવાથી
વાતચીતના દોર ચાલુ થઇ ગયો. પાછળથી લોકોના ઘસારાથી અમોલ ચેતી ગયો અને અમિત પાસે
ટીકીટ માંગી. અમિત ઓનલાઈન ટીકીટ બતાવવા મોબાઈલ કાઢવા ગયો, પણ અફસોસ ! તેની અને આહનાની ટીકીટવાળો
મોબાઈલ અમિત હોટલમાં ભૂલી ગયો હતો. તેણે કહ્યું, "દોસ્ત, ટીકીટ તો છે, પણ મોબાઈલ ભૂલી ગયો છું, અમને જવા દે." પણ સિદ્દાંતવાદી
અમોલે ચોખ્ખી નાં પાડી, હવે અમિતને પાછા જવા સિવાય કોઈ રસ્તો જ
ન હતો. પત્રકારો અને ચેનલવાળાએ ન્યુઝ રીલીઝ કર્યાં, અમિતકુમારને પ્રવેશ ન મળ્યો, લોકલાગણીનાં અવાજો બુમો વધવા લાગી, હીરોને જવા દો, પણ
અમોલ ટસનો મસ ન થયો.
વર્લ્ડકપની
ફાઈનલ મેચ ચાલુ થવાનો સમય થઇ ગયો હતો. અમિતકુમારે હોટલના મેનેજરને ફોન કર્યો, "મારી રૂમમાં કબાટના ખાનામાં મારો
મોબાઈલ છે, તેમાંથી આજની મેચની ટીકીટનો ફોટો વ્હોટ્સએપથી
મારા કે આહનાના નંબર પર મોકલી દો."
અમિતે
ફરીથી વિનંતી કરતા કહ્યું,
"મારી અને આહનાની
ટીકીટ તો છે જ, હમણાં વ્હોટ્સએપથી આવી જશે, અમને જવા દે." પણ અમોલ એકદમ
કર્તવ્યનિષ્ઠ ઓફિસર હતો, તેણે કહ્યું, "તું ગમે તેટલો મોટો અને લોકપ્રિય હીરો
હોય, હું પણ તારો ચાહક છું, પણ અત્યારે હું ફરજ પર છું. મારે કોઈ
પણ સેલીબ્રીટી હોય કે પ્રધાન હોય, ટીકીટ
ચેક કરીને જ જવા દેવાના.
અમિતને
લાગ્યું આહના તેને ના મળી તેનો બદલો લે છે કે શું ? પણ થાય શું ?
હવે તો ટીકીટ બતાવે જ છૂટકો. પણ આ
હોટેલના મેનેજરને કેમ વાર લાગી ? તેને
મારો મોબાઈલ મળતો નથી લાગતો, મારે
રૂબરૂ જ જવું પડશે. તે પાછો હોટેલ જવા આહના સાથે પરત ફર્યો અને ટેક્ષી તરફ જવા
લાગ્યો. ત્યાંતો પાછળથી પથ્થરો અને ઠીકરાનો વરસાદ ચાલુ થયો. અમારા ફેવરીટ હીરોને
જવા દો. એક અણીદાર પથ્થર અમોલના માથામાં વાગતા તે પડ્યો.
દુર
ગાડીમાં બેસતા અમિતે આ દ્રશ્ય જોયું અને તે દોડ્યો. તેણે અમોલને બેઠો કરી પોતાનો
રૂમાલ માથા પર બાંધી વહેતું લોહી બંધ કર્યું. તેણે ચાહકો તરફ બુમ પાડી, "રોકાઈ જાવ, મારી ટીકીટનો ફોટો હમણાં આવી જશે ત્યાં
સુધી હું અહી જ ઉભો છું." લોકો ખુશ થઇ ઉભા રહી ગયા. ત્યાં તો હોટેલમાંથી
મેનેજરનો વ્હોટ્સએપ મેસેજ આવતા અમિત અને અમોલ ખુશ થઇ ગયા. અમોલને નવાઈ લાગી, વાહ દોસ્ત ! આટલો મોટો હીરો હોવા છતાં
મારા માટે ઉભો રહી ગયો. મારે જ તને ટીકીટ વગર જવા દેવો જોઈતો હતો, પણ ફરજ એટલે ફરજ !
અંતે
અમોલે મોબાઈલ પર ટીકીટ ચેક કરી અમિત અને આહનાને અંદર જવા દીધા. પબ્લિકમાં આનંદનું
મોજું ફરી વળ્યું.
સિક્યુરીટી
ચેક ઉપર ઉભેલ માણસ કોઈની શેહ શરમ વગર ચેકિંગ કરીને જ પ્રવેશ આપે તે સમાજના હિતમાં
છે. તેવી જ રીતે નવા આગંતુક ગમે તેટલી મોટી સેલીબ્રીટી હોય પણ પ્લેનમાં કે
ફંકશનમાં ચેકિંગ વખતે તેની હથિયાર છે કે નહિ તે તપાસ ચોકસાઈથી કરવી જ જોઈએ, અન્યથા ઘાતક બનાવ બનવાથી સામાન્ય
જનતામાં તેની બુરી અસર પડે છે. ફરજ એટલે ફરજ !
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ફરજ એટલે ફરજ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories