10 એપ્રિલ 2025

સગાઈ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સગાઈ



 ‘‘માધુરી, દુનિયાની કોઈ પણ તાકાત હવે આપણને છુટા પાડી શકે તેમ નથી’’ મનને માધુરીનો હાથ પકડી લેતા કહયું.

‘‘તારી વાત સાચી છે, પણ હજુ આપણે લગ્ન સુધી રાહ જોવી જોઈએ.’’ માધુરીએ ભારતીય નારીની સંસ્કૃતિ દર્શાવતા જવાબ આપ્યો.

            છેલ્લા ચાર વર્ષથી મનન અને માધુરી એકબીજાના પ્રેમમાં પાગલ હતા. દરરોજ રાત્રે એકબીજાને મેસેજ કરીને સુવાનો ક્રમ થઈ ગયો હતો. રવિવારે અને રજાના દિવસે મોબાઈલ કે લેપટોપ પર ચેટીંગ ચાલુ થાય તો બે ત્રણ કલાક નીકળી જાય, ખબર જ ના પડે.

            મનને બારમું ધોરણ પાસ કરી બી.કોમ. થઈને સી.એ. થવાનું વિચાર્યું હતું. તેના પપ્પા મિહિરભાઈ શાહ પણ સી.એ. હતા અને શાહ એન્ડ ગાંધી એસોસીયેટસ ફર્મના માલિક હતા.તેથી મનન તેની વારસાગત ગાદી સંભાળી લે તો સારૂ, એમ વિચારી ને મનનને શહેરની સૌથી મોંધી પણ અવ્વલ જી.કે. કોમર્સ કોલેજમાં દાખલ કરી દીધો. તેમની ફર્મ ધમધોકાર ચાલતી, તેથી પૈસાની કમી નહોતી. મનન પાસે કોલેજ જવા આવવા મોંધી બાઈક અને મોંધો મોબાઈલ આવી ગયા હતા.

            માધુરીનું મધ્યમ વર્ગનું મરાઠી કુટુંબ હતું. તેના પપ્પા સામાન્ય કારકુન હતા. તેથી મોંધી કોલેજ પોષાય નહીં. પણ મનન પાછળ માધુરીએ પણ જી.કે. કોર્મસ કોલેજ ની જીદ પકડી, અંતે તેના મમ્મીપપ્પાને ઝુકવું પડયું.

            માધુરીને પણ એ જ કોલેજમાં એડમીશન મળી ગયું. પછી તો આખી કોલેજમાં ગુજરાતી છોકરો અને મરાઠી છોકરીની જોડી પ્રખ્યાત બની ગઈ.

            જોતજોતામાં બન્ને ફાઈનલ વર્ષમાં આવી ગયા. એક દિવસ બપોરે છેલ્લા એકાઉન્ટના પિરિયડમાં બન્ને બોર થઈ ગયા.કોલેજમાંથી બંક મારી બન્ને ઉપડી ગયા આશ્રમરોડના થિયેટર માં અને પ્યાર હી પ્યાર પીકચરમાં ધુસી ગયા.

            ત્રણ કલાક પ્રેમનું ઉત્તેજક પીકચર જોઈને બન્ને ઉત્તેજક બની ગયા. છુટીને બાજુની હોટલમાં રૂમ રાખી, રૂમમાં જ ચા નાસ્તો મંગાવ્યો.

            પીકચરના પ્રેમના દ્રશ્યો બન્નેના મગજમાં ધુમરાઈ રહયા હતા. ત્યાં અચાનક બહાર વરસાદ તુટી પડયો.વાતાવરણ એકદમ માદક બની ગયુ. બન્ને એકબીજાના આલિંગનમાં લપટાઈ ગયા. મનન ઉતાવળો થઈ રહયો હતો, પણ માધુરીએ ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા નો ડર બતાવી આગળ ન વધવાનું સુચન કયુર્ં. મનને સ્પષ્ટ કહયું કે આપણા લગ્ન નકકી જ છે, પછી વાધો શું છે? માધુરીનો જીવ ચાલતો ન હતો. મનનને ખોટું લાગી ગયું.

            માધુરીએ સંબંધ ટકાવવા શરણાગતિ સિવાય છુટકો જ ન હતો. ઉત્તેજક અને માદક વાતાવરણ  વચ્ચે પહેલી વખત બન્ને મર્યાદા વટાવી ગયા. પછી તો પાગલ પ્રેમી જોડાએ ત્રણ વખત મર્યાદા વટાવી દીધી.

હવે માધુરી મનનને લગ્ન માટે  ઉતાવળ અને દબાણ કરવા લાગી.

મનન બી.કોમ. થઈ ગયા પછી તેના પપ્પાએ પાર્ટનર ગાંધીની દીકરી લીના સાથે મનનના વિવાહ કરવાનું વિચાર્યુ.

આ વિચાર મનનને જણાવતાં મનને વિરોધ સાથે હું તો માધુરી લોખંડે સાથે જ લગ્ન કરીશ નો મકકમ વિચાર રજુ કરી દીધો.

‘‘અરે,  એ મરાઠી છોકરી આપણા ગુજરાતી ઘરમાં ના ચાલે. તે લોકો તો માછલી અને મટન ખાતા હોય, તેમાં આપણાં ભગવાન અભડાઈ જાય.’’ મનનના પપ્પા મિહિરભાઈએ વિરોધ ના અવાજે કહયું.

હું સગાઈ તો માધુરી સાથે જ કરીશ.મનનને તેનું વચન યાદ હતું.

મેં તારી સગાઈ આપણા પાર્ટનર ગાંધી ની એકની એક છોકરી લીના સાથે કરવા વિચાર્યુ છે. જેથી આપણી આખી ફર્મ તારી જ થઈ જાય. વળી લીના પણ દેખાવડી અને ભણેલી છે, તો તને વાંધો શું છે? મનનના પપ્પાએ દાણા નાખ્યા. મનન હવે વિચારમાં પડી ગયો.

‘‘ના, પણ હું પરણીશ તો માધુરી સાથે જ ’’ મનન માધુરી ના પ્રેમને ભુલી શકે તેમ ન હતો.

‘‘જો તું અને માધુરી લગ્ન કરશો તો તારે આ ઘર અને અમને છોડવા પડશે.’’ તેના પપ્પાએ છેલ્લો દાવ નાખ્યો.

હવે મનનને માધુરીને છોડવી જ પડે તેમ હતું. તે નિરાશ અને ગમગીન બની ગયો. ભારે હૈયે તેણે લીના સાથે સગાઈની હા પાડી. આ વાત માધુરીને કહેતા તેનો જીવ ચાલતો ન હતો, પણ છુટકારો જ કયાં હતો.??

‘‘માધુરી,  સોરી, આપણા લગ્ન શકય નથી’’. મનને ભારે અફસોસ સાથે કહયું.

‘‘હોય કાંઈ ! અત્યાર સુધી તુ આપણા પ્રેમને કોઈ તોડી શકે તેમ નથી, કહીને તે મારી સાથે સંબંધ વિકસાવ્યો અને હવે તુ ના પાડે છે’’ માધુરીએ ગુસ્સે થઈ ને કહયું.

માધુરી, હું તો તને જ પ્રેમ કરૂં છું પણ મારા પપ્પા મમ્મી માનતા જ નથી. તે મને લીના સાથે જ લગ્ન કરવા દબાણ કરે છે, શું થાય ?” મનને મજબુરી થી ઢીલા અવાજે કહયું.

અત્યાર સુધી ખબર નહોતી પડતી હું તારા વગર જીવી નહીં શકું. ’’માધુરી રડી પડી.

‘‘માધુરી, હિંમત રાખજે આ રવિવારે સવારે દશ વાગે પેલેસ ઈન હોટલમાં તારે ચોકકસ આવવાનું છે.મનને પરાણે કહયું. અમારી સગાઈ છે.’’

મનને ધેર જઈને મમ્મી પપ્પાને વાત કરતાં બન્ને બગડયા.

જેનો છેડો ફાડયો, તેને સગાઈમાં બોલાવાતી હશે?” તેના પપ્પા ગરમ થઈ ગયા.

‘‘તારામાં કાંઈ અકકલ છે કે નહીં. જેની સાથે બ્રેકઅપ થયું, તેને જ સગાઈમાં બોલાવાતી હશે.’’ તેના મમ્મી પણ બગડયા.

‘‘પણ હું તો આમંત્રણ આપી ને આવ્યો છું. મારે પણ તેને છેલ્લે જીવ ભરીને જોવી છ’’. મનને વિનંતી કરી.

‘‘સારૂ ત્યારે ’’તેના મમ્મી પપ્પાએ મન મનાવ્યું સારૂ છે, તેનાથી છુટો થવા તો રાજી થયો.

રવિવારે સવારે પ્રેમભગ્ન માધુરી લથડતા પગે માંડમાંડ સગાઈના હોલમાં પ્રવેશી. ત્યાં મનન અને લીના ને હાથમાં હાથ પરોવી ફરતાં જોઈ તે હતાશામાં ગરકાવ થઈ ગઈ અને ટેબલ પર પડેલી છરી હાથમાં લઈ લીધી. પરસેવે રેબઝેબ માધુરીની આંખો ચકરાઈ રહી હતી.

દુરથી મનન તેને જ જોઈ રહયો હતો. ત્યાં માઈક પરથી એંગેજમેન્ટ એનાઉન્સ થયું. મનને સગાઈની વીંટી કાઢી અને લીનાને પહેરાવવા ગયો કે માધુરીએ છરી જોરથી કાડાં ઉપર ફેરવી દીધી.

ધડામ ....અવાજ સાથે તે નીચે પટકાઈ હાથમાંથી લોહીનો ફુવારો ઉડયો.

‘‘માધુરી આ શું કર્યું.’’ કહેતાં મનન હાથમાં રહેલી વીટીં ફેકી દોડયો. લીના તેના માબાપ અને સગાઓ આ જોઈ ચકરાઈ ગયા.

બેભાન માધુરીને લઈ મનન હોસ્પિટલમાં દોડયો.તેની સારવાર અને સરભરામાં આખી રાત તે બેસી રહયો, સવારે માધુરીએ આંખો ખોલી.

સગાઈમાં આવેલા મહેમાનો અંદર અંદર ગુસપુસ કરતાં જવાં લાગ્યા. લીના પણ  નીચે પડેલી વીંટી જોતી હતાશ થઈને જતી રહી. ફર્શ પર પડેલી સગાઈની વીટીં જાણે કે તેના તરફ હસી રહી હતી. સગાઈ નો હોલ ખાલીખમ થઈ ગયો.

મનનના મા બાપ ને અંતે તેની ભુલ સમજાતાં બીજા અઠવાડીયે મનન અને માધુરી ની સગાઈ જાહેર કરી.

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

સગાઈ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad

Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories