07 એપ્રિલ 2025

ચોકલેટી રાજુ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

ચોકલેટી રાજુ



            અરે યાર, મારી પાછળ પુલીન જબરો પાગલ છે. આજ સુધીમાં ત્રણવાર તો તેણે પ્રપોઝ કરેલું છે  પ્રાચી પોતાની ખાસ મિત્ર પૂનમને કહી રહી હતી.

            પણ તેનામાં ખામી શું છે? સારા સુખી ઘરનો છે. ભણવામાં હોશિયાર છે. ફાઈનલ બી.કોમમાં સારા માર્કે પાસ થઈ પપ્પાના બિઝનેસમાં જોડાઈ જશે અને કમાવા પણ લાગશે. પછી શું ચિંતા છે ?”  પૂનમે પુછયું

            તેનો દેખાવ જ મને ગમતો નથી. થોડો શ્યામ સાવ સાદો, સામાન્ય ચહેરાવાળો પુલીન મને ગમતો જ નથીપ્રાચી એ કહયું.

            તો તને કોણ ગમે છે ?” પૂનમે પૂછયું. તારે કોઈકની પસંદગી કરીને લગ્નતો કરવાના જ છે ને.!

            મને તો આપણી કોલેજ બહાર નવી જ બાઈક લઈને ઉભો રહેતો રાજુ બહુ ગમે છે. તેનો ચોકલેટી ચહેરો, ગોર વર્ણ અને સલમાન જેવું બોડી જોઈને હું પહેલી જ નજરે તેની આશિક થઈ ગઈ છું. વળી રોજ કેવા ફેશનેબલ નવા કપડાં અને લુક છે, કોઈને પણ ગમી જાયપ્રાચીએ ફોડ પાડયો.

            પણ તે આપણી કોલેજનો નથી, તેથી તે શું ભણેલો છે, તેનું કુટુંબ કેવુંછે તે બધુ જાણ્યા વગર?” પૂનમે શંકા વ્યકત કરી.

            એની નવી બાઈકો અને ફેશનેબલ કપડાં ઉપરથી માલદાર કુટુંબનો લાગે છે. અને ભણવામાં પણ હોશિયાર છે  તેવું તે કહેતો હતો અને સી.એ. નું ભણે છેપ્રાચીએ કહયું.

            એની સાથે આગળ વધતાં પહેલા બરાબર તપાસ કરજે  પૂનમે ચેતવણી આપતાં કહયું.

            સી.વી. કોર્મસ કોલેજની બન્ને છોકરીઓ ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી  હતી. તરૂણાવસ્થાના આવેગો અને વિજાતીય આર્કષણથી દરેક યુવક યુવતિઓ એકબીજા પ્રત્યે ખેંચાતા હોય છે.

            કોલેજની બહાર બાઈક ઉપર ફરતાં રાજુ પ્રત્યે પ્રાચી ખેંચાઈ રહી હતી. પ્રાચી પણ દેખાવમાં સુંદર હતી. ગૌર વર્ણ, લંબગોળ ચહેરો, મારકણી આંખોથી તે કોઈ હિન્દી સીરીયલની હીરોઈન જેવી લાગતી હતી. કોલેજના દરેક યુવાનો તેને મેળવવા અને દોસ્તી કરવા થનગનતા રહેતા.

            છેલ્લા બે વરસથી પુલીન તેને ગમતી પ્રાચીને પામવા પ્રયત્ન કરી રહયો હતો. સુખી ઘરનો હોશીયાર યુવક હતો, પણ તે સાદગીમાં માનતો,  તેથી ખોટી ફેશન કે ઝાકઝમાળમાં તે પડતો નહીં. તેના પપ્પાના જામેલા બીઝનેસમાં ગ્રેજયુએટ થઈને તરત જ તે કમાવાનો હતો.

            વેલેન્ટાઈન ડેના દિવસે કોલેજના તમામ યુવકો તેમની પ્રેમિકા માટે ગીફટ લાવ્યા હતા. પુલીને પણ પાંચસો રૂપિયાની ગીફટ અને બુકે પ્રાચી માટે લાવીને ઓફર કર્યા, પણ પ્રાચીએ તો તેની સામે જોયું પણ નહીં. કોલેજનાં તમામ વિદ્યાર્થીઓ જોતાં જ રહી ગયા.

            પ્રાચીનું મન તો કોલેજની બહાર બેઠેલા રાજુ તરફ ખેંચાઈ રહયું હતું. કોલેજ છુટતાં જ તે સીધી પહોંચી રાજુની પાસે, અને નવી જ બાઈક જોતાં કહયું ડાર્લિગ, આજે તો નવી બાઈક લાવ્યો છે ?”

            રાજુએ હસીને કહયું, “ડાર્લિગ, આજે તારી જોડે ફરવા ખાસ નવી બાઈક લાવ્યો છું.

            પ્રાચી ખુશ થઈ ગઈ. તેણે કહયું ચાલ આજે નવી બાઈક ઉપર લોંગ ડ્રાઈવ ઉપર જઈએ.

            રાજુ તો તૈયાર જ હતો. તેણે લો ગાર્ડનથી બાઈક સીધું એસ.જી. હાઈવે પર લીધું અને ગાંધીનગર તરફ દોડાવી દીધું. અમદાવાદ થી ગાંધીનગર જતાં હાઈવે ઉપર એક પછી એક ફાર્મ હાઉસ અને રીસોર્ટના બોર્ડ પસાર થઈ રહયાં હતા. પ્રાચી મસ્તીથી ઝુમી રહી હતી.

            અચાનક રાજુએ બાઈક સાઈડમાં ફાર્મ હાઉસ તરફ વાળી, અને અંદર ગલીમાં દોડાવી મુકી.

            પ્રાચી વિચારમાં પડી ગઈ  આ જંગલમાં કઈ તરફ લઈ જાય છે. ?”

            લગભગ બે કિલોમીટર ઝાડીમાં ગયા પછી અચાનક બાઈક બંધ થઈ ગયું.

            શું થયું?” પ્રાચીએ ગભરાતા ગભરાતાં પૂછયું.

            ડાર્લિગ, અંદર રીસોર્ટમાં મેં ખાવા પીવાની વ્યવસ્થા કરી છે, મજા કરીશું.રાજુએ કહયું.

            બન્ને બાઈકની નીચે ઉતર્યા અને ટાઈમ પાસ કરવા અંદર તરફ ગયા. અંદર ઝાડીમાં જતાં રાજુ પ્રાચીને વળગી પડયો. પ્રાચી ના નાકરતી રહી હમણાં નહીં આ બધું લગ્ન પછી.

            પણ રાજુ તો જબરજસ્તી ઉપર ઉતરી આવ્યો. તેણે તો પ્રાચીના કપડાં  દુર કરવા માંડયા. ભૂખ્યા વરૂનું સાચું સ્વરૂપ જોઈ પ્રાચી ડધાઈ ગઈ. તે જોરજોરથી બુમો પાડવા લાગી બચાવો બચાવો”, પણ અહીં તેને બચાવવા વાળું કોઈ જ નહોતુ. હવે પ્રાચીને ખૂબ પસ્તાવો થઈ રહયો હતો.

            તે વિચારી રહી હતી. હું ખોટી રાજુના ચાકલેટી દેખાવમાં ખેંચાઈ ગઈ. આ તો માનવના રૂપમાં દાનવ છે.

            પ્રાચીને જમીન પર પાડી રાજુ તેના કપડાં જબરજસ્તીથી ઉતારી રહયો હતો, પ્રાચીની ઈજજત હવે બે જ મિનિટમાં લુંટાઈ જાય તેમ હતી.

            ત્યાં જ ચમત્કાર થયો. પાછળથી કોઈએ જોરદાર લાત મારી અને રાજુ ફેંકાઈ ગયો. પ્રાચી નવાઈ પામી, પાછળ પુલીન ઉભો હતો. હવે બન્ને જણાં બાથંબાથી ઉપરઆવી ગયા. પ્રાચીની ઈજજત ઢાંકવા પુલીને પોતાનું જેકેટ ફેકયું.

            હવે પ્રાચીમાં પણ હિંમત આવી ગઈ તેણે જોરજોરથી બુમો પાડી બચાવો ,બચાવોલોકો ભેગા થઈ જશે તો પોતે પકડાઈ જશે એવું વિચારી  રાજુ ભાગ્યો. એણે બાઈક ચાલુ કર્યુ અને હાઈવે તરફ દોડાવી મુકયું.

            પ્રાચી નીચું જોઈ ને ઉભી હતી. તેને પસ્તાવો થતો હતો. ફકત બાહય દેખાવથી ખેંચાવાને બદલે હવે તેને ખાનદાન ધરનો પુલીન સારો લાગતો હતો. તેની સાદગી અને સામાન્ય દેખાવ તેને મોહી રહયાં હતા.

            બીજા દિવસે સવારે કોલેજમાં બન્નેને સજોડે આવતાં જોઈ બધા નવાઈમાં પડી ગયા. પૂનમ બન્નેને અભિનંદન આપતાં આનંદિત થઈ ગઈ. બધાં કેન્ટીનમાં કોફી પીવા ગયા.

            પ્રાચીએ પુલીનને પૂછયું તને ત્યાં આવવાની ખબર કેવી રીતે પડી ?”

            પુલીન હસી પડયો. તેણે કહયું મે રાજુની છેલ્લાં બે મહિનાથી સંપૂર્ણ તપાસ કરેલ છે. રાજુ બાર ધોરણ ફેલ છે, તેનો બાપ દારૂડિયો છે, અને તે શાહપુરમાં દાસની ખડકીની એક રૂમમાં રહે છે. કમાતો કાંઈ નથી. તેના દેખાવ પરથી તે છોકરીઓને પટાવવાનું કામ કરે છે. તુ તો એનો ચોથો શિકાર હતી.

            પણ તેની પાસે ત્રણ નવી બાઈક અને નવા ફેશનેબલ ડ્ર્રેસ કયાંથી ?” પ્રાચીને નવાઈ લાગતી હતી.

            તેણે બાજુના ગેરેજવાળા અને ધોબી સાથે દોસ્તી કરી છે. સર્વિસમાં આવેલી નવી બાઈક અને ડ્રાય માટે આવેલા નવા ફેશનેબલ ડ્રેસ તે ફકત દોસ્તીથી બે કલાક માટે લાવે છે, અને કોલેજ આગળ ઉભો રહી છોકરીઓ પટાવે છે.

            વેલેન્ટાઈન ડેની સવારે હું તેની પાછળ જ ઉભો હતો, તે મને તો ઓળખે નહીં ને ! એ તેના દોસ્તને કહી રહયો હતો કે આજે તો આ ખુબસુરત પ્રાચીને ફસાવી તેનો ઉપભોગ કરવો છે.પુલીને ફોડ પાડતાં કહયું.

            પુલીને આગળ બોલતાં કહયું મને ખુબ ગુસ્સો આવી ગયો . પણ તુ તો તેની વાતોમાં આવી ગઈ હતી, તેથી મારી વાત તો માનત જ નહીં ને

            તેથી હુ તમારાથી થોડું અંતર રાખીને પીછો કરતો હતો. મને તેના બદઈરાદાની ખબર હતી. પણ જો ખરેખરા ટાઈમે હું ના આવ્યો હોત તો શું થાત ?”

            પ્રાચી શરમાઈને નીચું જોઈ ગઈ જીંદગીમાં પહેલી જ વખત બરાબરનો પાઠ શીખવા મળી ગયો  હતો, પણ ઈજજત બચી ગઈ તેનો આનંદ હતો. કુટુંબ, ખાનદાન, ભણતર,કમાણી વિગેરેની  તપાસ કર્યા વગર ફકત ચોકલેટી દેખાવ અને ભાડુતી બાઈકથી ચકાચોંધ થવાનો તેને પસ્તાવો થતો હતો.

            છ મહિના પછી બન્ને પરણી ગયા, અને હવે એક બાળક સાથે સુખી સંસાર ભોગવી રહયા છે.

(સત્ય ઘટના:  દરેક કોલેજની આજુબાજુના આવા ચોકલેટી યુવકો બાઈક ઉપર નાદાન યુવતિઓને ફસાવી રહયા છે. યુવતિઓ તેમના મા બાપ આ વાંચી ને સચેત થઈ જાય તે અપેક્ષા. નામ અને સ્થળ બદલાવેલ છે.)


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ચોકલેટી રાજુ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad

Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories