કહેવું શું?
‘‘તારે તો અમારી સાથે આવવું જ પડશે. તુ
સાથે હોઈશ, તો મને છોકરી પસંદ કરવાની સમજ પડશે.’’ અજય તેના ખાસ મિત્ર રાકેશને પહેલી જ
વખત છોકરી જોવા જતાં આગ્રહ કરી રહયો હતો.
‘‘શું નામ છે છોકરીનું ? તે કયાં રહે છે.?’’ રાકેશે પુછયું
‘‘તેનું નામ અમી અશોકભાઈ દોશી છે અને તે લોકો શાહિબાગમાં રહે છે.’’ અજયે જવાબ આપ્યો.
‘‘ના ના, મારાથી તારી સાથે ના અવાય. એ છોકરીને હું ઓળખું છું. તેના પપ્પા
અશોકભાઈ મારા મામાના ખાસ મિત્ર છે.’’ રાકેશે જવાબ આપતા કહયું.
‘‘તો શું થઈ ગયું? તો તો તારે આવવું જ પડશે. તારી ઓળખાણ
હશે તો વાતો કરવાની મજા પડશે.’’ અજયે
આગ્રહ પૂર્વક કહયુ, જેથી રાકેશ ના ન પાડી શકશે.
અજય અને રાકેશ ખાસ મિત્રો હતા. કોલેજ
કાળથી બન્ને સાથે જ હતા. બન્ને એમ.બી.બી.એસ. પાસ થઈ ગયા પછી ઈન્ટરશીપ માટે બાવલા
પી.એચ.સી.માંથી સિતાપુર ગામે સાથે જ મુકાયા હતા.
અજયના પિતા મુશેકભાઈ સામાન્ય કારકુન
હતા.એકનો એક દિકરો હોવાથી તેના મમ્મી આશાબેન સારી વહુ આવે તેને માટે બહુ જ ઉત્સાહી હતા. દિકરો ડોકટર થઈ ગયા પછી
સારા ઘરની દેખાવડી અમિનું પહેલું જ માગું આવ્યા પછી બન્ને હરખઘેલા થઈ ગયા હતા.
જયારે રાકેશ પૈસાદાર બાપનો ગાડીમાં
ફરનારો હતો. છતાં બન્ને વચ્ચે અતુટ દોસ્તી હતી. રવિવારે સવારે અજયે તેની મમ્મી
સાથે મોબાઈલ ઉપર વાત કરી.
‘‘હું અને રાકેશ બપોરે અહીંથી નીકળી સીધા
આપણે ધેર આવીયે છીએ. સાંજે બધા સાથે અમિને ધેર શાહિબાગ તેને જોવા જઈશું. રાકેશે
તેને ઓળખે છે.’’
‘‘જો જે એવું ના કરતો. આપણે રહયા સામાન્ય
માણસ અમિ બહું જ રૂપાળી અને સારા ઘરની છે. તે પાછી પૈસાદાર અને દેખાવડા રાકેશને
પસંદ ના કરી લે ’’માતા આશાબેને દહેશત વ્યકત કરી.
અજય હસી પડયો.‘‘ના ના મમ્મી એવું ના થાય. અમારી દોસ્તી
માં આવું ના થાય. રાકેશ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે.’’
‘‘બેટા આપણાથી ચડિયાતા મુરતિયાને કયારેય
પસંદગી વખતે સાથેના લઈ જવાય’’ આશાબેને
ગભરાતા કહયું.
‘‘ મમ્મી રાકેશ બહું જ સારો છે, એ એવું કદી ના કરે. ’’અજય ને સંપૂર્ણ વિશ્વાસ હતો.
રવિવારે સવારે જમીને બન્ને સાથે બાઈક
ઉપર અમદાવાદ જવા નીકળી પડયા. હાઈવે ઉપર બાવલા પછી બન્નેને ચ્હા પીવાનું મન થયું.
રાકેશ ઓર્ડર આપવા ગયો અને અજય બાઈક સ્ટેન્ડ ઉપર ચડાવતો હતો ત્યાં પાછળથી આવતી
પુરપાટ ટ્રકના ડ્રાઈવરે બ્રેક ઉપર કાબુ ગુમાવ્યો, અને જોરદાર અવાજ સાથે સટાક.......
અજયના શરીર ઉપરથી ટ્રક ફરી વળી. લોહીના
ખાબોચીયામાં અજયે તરફડીને શાંત થઈ ગયો. ટ્રકવાળો સ્પીડમાં ભાગી ગયો.
રાકેશે ચ્હાના ગલ્લેથી આ દશ્ય જોતાં
દોડયો. તેની નજર સામે જ તેના ખાસ મિત્ર અજયને મૃત્યુથી તરફડતો જોતાં તે રડી પડયો.
તેણે બુમો પાડીને લોકોને ભેગા કરવા પ્રયત્ન કર્યો. પણ ટ્રકવાળો સ્પીડમાં ભાગી
છુટયો, તેનો નંબર જોવાનો પણ રહી ગયો, હવે કરવું શું?
એમ્બ્યુલન્સ બોલાવવાનો હવે કોઈ જ અર્થ
ન હતો. પોલીસને ફોન કરી બોલાવતાં દશ મિનિટમાં પોલીસ હાજર ! ઈન્સ્પેકટર સાહેબે
ઉતરીને તરત જ રાકેશ પાસેથી ટ્રકનો નંબર માગ્યો, પણ તે તો રાકેશ જોઈ શકે તે પહેલા નાસી ગયો હતો. તેમણે રાકેશને તેના
મિત્રના માબાપને જાણ કરવા તાકીદ કરી.
રાકેશ ઉપર ધર્મસંકટ આવી પડયું. પોતાના
ખાસ મિત્ર સાથે છોકરી જોવા જવાને બદલે તેના જ મોતના સમાચાર તેના માબાપને રૂબરૂ
આપવાની જવાબદારી આવી પડી. તે વિચારમાં પડયો ‘‘ ઉમ્મીદમાં રાહ જોતા માબાપને કહેવું શું? ’’
મન કઠણ કરીને માંડમાંડ રીક્ષામાં રાકેશ, રાયખડમાં આવેલી ચાલીમાં અજયના ધેર
આવ્યો. અજયના તેના માબાપ તો રાહ જ જોઈ
રહયાં હતા. પણ એકલો રાકેશને જોઈ તે બંન્ને ચિંતામાં પડી ગયા. તરત જ તેના
મમ્મી આશાબેને પૂછયું ‘‘એકલો કેમ આવ્યો? અજય કયા છે?’’
રાકેશ નીચું જોઈ ગયો. તેને કોઈ શબ્દો
જડતાં ન હતા. ગભરાટમાં તે ખોટું બોલ્યો. ‘‘અજયને એક કેસ આવી ગયો છે, તે હમણાં આવે જ છે.”
હવે અજયના પપ્પા મુકેશભાઈ ચિંતામાં
બોલ્યા. ‘‘પણ આપણે તો અજય માટે છોકરી જોવા જવાનું
છે ને !
રાકેશને કઈ સુઝતું ન હતું, તેથી
તેણે ગંભીર અવાજે જવાબ આપતાં કહયું કાંઈ વાંધો નહીં. આપણે છોકરી ને ઘેર જતાં થઈએ.
રાકેશને આપણે સીધો અમીને ઘેર જતાં થઈએ. અજયને આપણે સીધો અમીને ઘેર જ બોલાવી લઈશું.’’
આશાબેનને શંકા જતાં તે અજયના પપ્પાને
અંદરના રૂમમાં લઈ જઈ ધીમેથી બોલ્યા.‘‘મને કાંઈ ગરબડ જેવું લાગે છે.આ અજયને ભોળવીને બીજે મુકીને એકલો અમીને
જોવા જવાનું કહે છે. અમી તેને પસંદ કરી લેશે તો?
‘‘મને પણ કાંઈ ગરબડ લાગે છે.’’અજયના પપ્પા મુકેશભાઈ પણ અસમજમાં આવી
ગયા.
બહાર ઉભેલા રાકેશે આ સાંભળી લીધું, તે થોથવાયો તેની જીભ સાચી હકીકત કહેતા
ઉપડતી ન હતી, છતાં ધ્રુજતાં અવાજે બોલ્યો.‘‘માશી, મારે તમને એક વાત કહેવી છે.’’
‘‘હા અમને ખબર છે તું અમીને ઓળખે છે.પણ
અત્યારે તો અમી અને અજયનું ગોઠવાય તે માટે પ્રાર્થના કર.” આશાબેને પણ તેમના મનની વાત બહાર કાઢી.
રાકેશે ગભરાતાં કહયું “ના વાત એમ છે કે ........” પણ તે કાંઈ પણ બોલી ના શકયો.
‘‘બેટા, ગભરા નહી, તે બન્નેનું ગોઠવાય તે માટે અમારી જોડે
તું પણ ભગવાનને પ્રાર્થના કર.’’ આમ
કહી બન્ને ભગવાનના ફોટા આગળ ઉભા રહી ગયા. હવે રાકેશને પ્રાર્થના કર્યા, રાહ જોયા વગર છુટકો જ ન હતો.
પુજાનો પ્રસાદ તેને આપતાં આશાબેન
બોલ્યા ‘‘લે બેટા, બન્નેનું નકકી થઈ જાય તે માટે પ્રસાદ ખા, અને ચાલ, તુ પણ અમારી સાથે રીક્ષામાં બેસી જા.’’
‘‘આપણે અજયને સીધો અમીના તેના ઘેર જ
બોલાવી લઈએ છીએ.’’ આશાબેન હજુ વહુ લાવવાની ખુશાલીમાં
બોલતાં હતા.
રીક્ષા ચાલુ થતાં રાકેશને કહયા વગર
ચાલે તેમ જ ન હતું તેણે રીક્ષા વાળાને કહયું ‘‘ભાઈ સીધી રીક્ષા સિવીલના મડદાઘર પાસે લઈ લે. બાઈક એકસીડન્ટમાં અજયનું
મોત થયું છે.’’
‘‘હે !’’ આ સાંભળી ને આશાબેનની આંખો પહોળી થઈ ગઈ અને રીક્ષામાં જ બેભાન થઈ
ગયા. મુકેશભાઈ પણ ચકરાઈને ધુ્જી ઉઠયા. વહુને જોવા જવાને બદલે, દિકરાના મોતના સમાચાર કહેતા, છેવટે રાકેશ પણ રડી પડયો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
કહેવું શું? - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories