27 મે 2025

લગ્નનો મકસદ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 લગ્નનો મકસદ


            નહેરુબ્રિજ ઉપર રાતના અગિયાર વાગે દોડાદોડી મચી ગઈ હતી. ટ્રાફીક જામ થઈ ગયો હતો. લોકોના ટોળાં ભેગા થવા લાગ્યા હતા. બે પ્રેમીપંખીડા હાથમાં હાથ મિલાવી નહેરુબ્રિજના પીલર પર ઊભા રહી નીચે કુદી પડવા તૈયાર થઈ ગયા હતા. હજુ નીચે છલાંગ લગાવે ત્યાં તો બે જુવાનિયાઓએ દોડીને તેમને પકડી લીધા. આત્મહત્યા કરતાં બચી ગયેલા સાવ નાના અઢાર વીસ વર્ષના યુવક અને યુવતી રડતાં રડતાં બુમો પાડી રહ્યા હતા. અમને મરવા દો, હવે અમારે જીવવાનો કોઈ મતલબ નથી.

            લોકોને ખ્યાલ આવી ગયો કે તરુણ પ્રેમીઓને સમાજ લગ્ન કરતાં અટકાવી રહેલ હશે, તેથી જ આવું અંતિમ પગલું ભરે ને ? બંનેના માબાપને બોલાવી લેવાયા. બધાને લઈ જવાયા, પોલિસ સ્ટેશન ઉપર આગલી કાર્યવાહી માટે.

            કોણ હતા આ બે પ્રેમી ? શું તકલીફ હતી ? કેમ તેમના લગ્ન થઈ શકે તેમ ન હતા ?

            સત્તર વર્ષની યુવતી હતી આશા થાવાણી અને અઢાર વર્ષનો યુવક હતો કિશોર મોટવાણી. બંનેની જોડી વર્ષોથી નરોડાની આર્ટસ કોલેજમાં પ્રખ્યાત હતી. સરદારનગરમાં બંને સામસામે રહેતા હતા. પ્રાથમિક શાળાથી સાથે રમતા, સાથે ભણતા, તરુણાવસ્થામાં પહોચતા જ એકબીજા સાથે પ્રેમથી બંધાઈ ગયા. શરૂઆતમાં બંનેના ઘરેથી આનો વિરોધ થયો. આશાનું કુટુંબ, પૈસેટકે સુખી અને સમૃદ્ધ હતું. તેના પિતાની કાળુપુર ચોખાબજારમાં હોલસેલ અનાજની દુકાન ધમધોકાર ચાલતી. ઘેર નોકરચાકર, બે મોટી ગાડીઓ અને સમૃદ્ધ ઘર હતું. જ્યારે કિશોરના માતપિતા મધ્યમવર્ગના હતા. તેના પપ્પા સરકારી ઓફિસમાં કારકુન હતા. ખાધેપીધે સુખી હતા, પણ એટલા બધા સંપન્ન નહીં. ધીમે ધીમે અમીરી અને ગરીબીની રેખા ભૂંસાતી ગઈ. વર્ષોથી એકબીજાને ઓળખતા હોવાથી અને સામસામે રહેતા હોવાથી અંતે બંનેના માબાપે વિચારીને બંનેના વિવાહ નક્કી કર્યા. બંનેની ઉંમર ખુબ જ નાની હોવાથી લગ્ન બે ત્રણ વર્ષ પછી કરવાનું નક્કી થયું.

            આશા કોલેજના બીજા વર્ષમાં હતી. તે થોડું દોડે ત્યાં હાંફી જતી અને તરત જ થકી જતી, ડૉ. જોશીને બતાવવા ગયાં ત્યારે તે ખૂબ જ ફિક્કી જણાતી હતી. ડૉ. જોશીએ તેની લોહીની ફીકાશની તમામ તપાસો કરાવી, સાથે સાથે સિંધી કુટુંબની છોકરી હોવાથી થેલેસેમિયાની તપાસ પણ કરાવી લીધી. બે દિવસ પછી તેના લોહીના રિપોર્ટ બતાવવા ગયાં ત્યારે તેનું હિમોગ્લોબિન ફક્ત પચાસ ટકા જ હતું. રક્તકણોમાં હિમોગ્લોબિનની કમી હતી, જે આર્યનની દવાથી દૂર થઈ શકે તેમ હતી. તેના થેલેસેમિયાના રિપોર્ટમાં તેનામાં થેલેસેમિયા માઇનોર ટ્રેઇટની અસર હતી.

             

જો લગ્ન કરનાર પાર્ટનરમાં થેલેસેમિયા ટ્રેઇટ પોઝિટિવ હોય તો બીજા પાર્ટનરની આ જ તપસ જરૂરી છે. જો બંનેમાં થેલેસેમિયા માઇનોર પોઝિટિવ આવે તો તેમની આવનારી પેઢીના દરેક બાળકમાં થેલેસેમિયા મેજર થવાની શક્યતા લગભગ સો ટકા થઈ જાય. આ રોગમાં બાળકને દરેક બે મહિને લોહી ચડાવવું જ પડે, છતાં દર્દીની જિંદગી પંદરથી વીસ વરસ કરતાં વધારે શક્ય નથી. આમ આવનારી પેઢી ફક્ત વીસ વરસમાં અસ્ત પામે. તેથી જ બીજા પાર્ટનરમાં લોહીમાં થેલેસેમિયાની તપાસ જરૂરી છે. આ વાત આશાની મમ્મીપપ્પાને કરતા જ એ લોકો વિચારમાં પડી ગયાં. હજુ ગયાં મહિને જ તેમના બંનેના વિવાહ નક્કી કરેલા છે. ડૉ. જોશીએ વિગતે સમજવીને કહ્યું કે તેના મંગેતર કિશોરનો પણ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ. આશાની મમ્મીએ કહ્યું, “સાહેબ તમે જ કિશોરને સમજાવીને વાત કરો. અમારાથી અમારા ભવિષ્યના જમાઈને આવી લોહીની તપાસ કરાવવાનું ના કહેવાય.

            ડૉ. જોશીએ કહ્યું, “ઠીક છે, લગાવો મોબાઈલ, તમારા ભવિષ્યના જમાઈને.

            કિશોર સાથે મોબાઈલ પર વાત કરતાં ડૉ. જોશીએ તેને આ તપાસ કરાવવા મનાવી લીધો. બે દિવસ પછી એ લોકો કિશોર સાથે તેના રિપોર્ટ લઈને આવ્યા તો તેમાં તેનો થેલેસેમિયા ટ્રેઇટ પણ કમનસીબે થેલેસેમિયા માઇનોર: માટે પોઝિટિવ હતો.

            ડૉ. જોશીએ બધાને બેસાડીને સમજાવ્યા, “આ લગ્ન કરાવવા યોગ્ય નથી. તેમના દરેક બાળકને થેલેસેમિયા મેજર થશે, અને તેની જિંદગી અઢાર વીસ વરસ કરતાં વધારે નહીં હોય.બધા વિચારમાં પડી ગયાં. આશા અને કિશોર તેમના બચપણના પ્રેમને ભૂલવા જરાપણ રાજી ન હતા. પરંતુ બંનેના માબાપ ચિંતામાં હતા. કારણ મેડિકલી યોગ્ય હતું અને ભવિષ્યની પેઢીના હિતમાં હતું એટલે છેવટે બહુ જ વિચારીને વડીલોએ આ વિવાહ ફોક કરી દીધા.

            હવે શું ? આશા અને કિશોર તો છૂટા પડવા બિલકુલ તૈયાર ન હતા. અંતે બંનેએ રાત્રે નહેરુપુલ ઉપર ભેગા થઈ, જીવવું તો સાથે અને મરવું તો પણ સાથે એમ વિચારી આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો. બંનેને કુદતા બચાવી લેવામાં આવ્યા હતા તેથી ગુનો બનતો ન હતો અને બંને હજુ નાદાન ઉંમરના હતા, તેથી તેમના માબાપની વિનંતીથી પોલીસે બંનેને છોડી દીધા.

            બીજે દિવસે બપોરે બંનેના માબાપ સમજાવી બંનેને ડૉ. જોશીની સલાહ માટે લઈ ગયાં. હિન્દી પિક્ચરના શિરી ફરહાદ અને હીર રાંઝાની જેમ તેઓ બંને હજુ તેમના પ્રેમને ભૂલવા તૈયાર ન હતા.

            ડૉ.જોશીએ બંનેને પ્રેમપૂર્વક સમજાવ્યા. અત્યારે તમે તરુણાવસ્થાના જોશમાં વિજાતીય આકર્ષણથી ખેંચાઇ રહ્યા છો, તેને તમે પ્રેમનું નામ આપેલ છે. પણ તમારા લગ્નનો મુખ્ય મકસદ તમને ખબર છે. ?”

            બંને વિચારમાં પડી ગયાં. ડૉ. જોશીએ આગળ સમજાવતા કહ્યું, “તમે બંને એકબીજા સાથે લગ્ન કરી શરીરસુખ માણી શકશો પણ લગ્નનો મુખ્ય હેતુ છે ભવિષ્યની તંદુરસ્ત પેઢીનું નિર્માણ અને તમારા વંશવેલાની આગેકૂચ.

            આટલું બધુ તો બંનેએ પ્રેમના આવેશમાં કદી વિચાર્યું  જ ન હતું. આવનાર પેઢીનું દરેક બાળક અઢાર વર્ષ કરતાં વધારે જીવી ના શકે અને તે પણ દર મહિને બહારનું લોહી ચઢાવીને !! આવા લગ્નનો અર્થ શું છે ??

            વાસ્તવિકતા હવે બંનેને સમજાઈ રહી હતી. બહુ વિચાર કરી છૂટા પાડવાનો નિર્ણય કરી બંને ઊભા થયા. કિશોરે ગ્રેજયુએટ થઈને મુંબઈમાં જ નોકરી લઈ લીધી, જેથી આશાના સંપર્કમાં રહેવાય જ નહીં.!

            આજદિન સુધી ઊંચનીચ, અમીરગરીબ, માતાપિતાની હઠ જેવા અનેક કારણોસર પ્રેમીપંખીડા તરફડીને છૂટા પડી ગયાં છે, પાડવામાં આવ્યા છે. આ સત્યઘટનામાં ભવિષ્યની પેઢીનો વિચાર કરી પોતાની જાતે છૂટા પાડનાર જોડીને સો સો સલામ !!!

            પોતાના દીકરા દીકરીના જીવનસાથીની પસંદગી વખતે ગ્રહો, રાશિ, જ્ઞાતિ, જાતિ મેળવતા માબાપ માટે નવા જમાનાનો આ સત્ય કિસ્સો ખરેખર આંખો ખોલનારો છે. બંને સાથીમાં વારસાગત રોગો જેવા કે દમ કે વાઇ એક સાથે હોય તો પણ આવનારી પેઢીમાં તેની શક્યતા વધી જાય છે, તે પણ ધ્યાન રાખવું જરૂરી છે.

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 લગ્નનો મકસદ  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories