ઝેરના પારખા
“નિરાલી, અયાન મારી સાથે ધોખો કરી રહયો છે. મારે
શું કરવું એ જ
સમજાતું નથી.” આટલું
કહેતા આશના રડવા જેવી થઈ ગઈ. હજી સાત મહિના પહેલા જ અયાન અને આશનાએ ભાગી જઈને પ્રેમલગ્ન કરેલ હતા. કોલેજ જીવનનો તેમનો ત્રણ વરસનો પ્રેમ
તેમના માબાપને કબુલ ન હતો, તેથી છેવટે બન્નેએ ભાગી જઈને કોર્ટમાં રજીસ્ટર્ડ મેરેજ કરેલા હતા.
પ્રેમલગ્ન
હોવાથી બન્નેનું લગ્નજીવન ખુબ જ પ્રેમમાં, સુખરૂપ પસાર થઈ રહયુ હતુ. બન્નેને સારી મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા પગારની જોબ હતી. બોપલમાં બે
બેડરૂમનો ફ્લેટ ભાડે રાખી, પગાર સારો હોવાથી ચોવીસ કલાકની બાઈ રાખી બન્ને પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. અટ્ઠાવીસ વરસનો અયાન
સુંદર ઊંચાઈ, રૂપાળો દેહ અને મસ્ક્યુલર શરીરને લીધે હેન્ડસમ લાગતો હતો. કોઈપણ યુવતી તેના તરફ આકર્ષાઈ જાય તો
નવાઈ જેવુ ના લાગે. તો આશના પણ ચુલબુલી, રૂપાળી, આકર્ષક છવ્વીસ વર્ષની યુવતી હતી, જે કોઈપણ યુવાનને
પહેલીજ નજરે ગમી જાય તેવી હતી.
શનિવારે
સાંજે સેવનપ્લાઝા હોટલમાં કંપનીની મિટીંગ હોવાથી આશના પોતાના સહકર્મચારી સાથે
રેસ્ટોરન્ટમાં કોફી પીતી હતી. ત્યાં દૂર તેણે અયાનને એક સુંદર યુવતી સાથે આવતો જોયો. બન્ને
ટેબલ પર બેસી કોફી મંગાવી વાતોએ વળગ્યા. આશના વિચારે ચડી કોણ હશે આ સુંદર યુવતી? અયાને
તો મને આજ સાંજે તે આ હોટલમાં આવવાનો છે તેમ કહયુ
જ નથી. જેમ અમારી કંપનીની અચાનક અહી મિટીંગ થઈ, તેમ અયાન આ સુંદર યુવતી સાથે અચાનક કેમ
આવેલ હશે?”
એક
વખત મનમાં શંકા પેદા થાય એટલે અનેક કુશંકાઓ જાગવા લાગે છે.
અયાનની જૂની ગર્લ ફ્રેન્ડ હશે?
અનેક શંકાએ તેને ઉત્તેજીત અને હતાશ કરી દીધી. તે બન્ને ઊભા થયા એટલે આશના એ પણ ચોર
પગલે પીછો કર્યો. બન્ને હોટલની ડિલક્ષ રૂમના કોરીડોર તરફ વળી ગયા. હવે તેની શંકા પાકકી થઈ ગઈ. બન્ને રૂમમાં આનંદ
કરવા જ ગયા હશે.
રાત્રે
નવ વાગે ડીનર પર આશનાનો ચહેરો
ઉતરી ગયેલો વર્તન બદલાયેલું, કાઈ
વાતચીત નહિ સુનમૂન થઈ ગઈ. રાત્રે બેડ ઉપર સેટરડે નાઇટનો આનંદ
લેવા અયાન તેને છેડવા ગયો કે, આશનાએ
તેને તરછોડી ઊંઘી ફરી સૂઈ ગઈ. અયાનને કાઈ સમજાતું
ન હતું.
આશનાએ વિચાર્યું, જો હું આ યુવતી વિષે પૂછીશ તો અયાન ગમે
તેવા જવાબો ગોઠવીને મને પટાવી લેશે. તેથી તેણે અયાનને કાઇ પુછ્યું જ નહિ. આમને આમ
અઠવાડિયું વીતી ગયું.
પત્નીની નારાજગીથી તરછોડાયેલો અયાન બેચેન
હતો. સાત દિવસથી આશનાએ પોતાની ઉલઝન દૂર કરવા ખાસ બહેનપણી નિરાલીને બરોડાથી બોલાવી. નિરાલી તો આશનાથી પણ વધારે ખૂબસુરત હતી.
આખી વાત સાંભળી નિરાલીને પણ શું કરવું તે વિચારવા
લાગી. તેને મન મુજબ પૂરૂષોને આવી વાત નો ખુલાસો તો પૂછાય જ નહિ. તે તમને ખોટેખોટા જવાબ આપી ખુશ કરી દે. અંતે તેણે કહ્યું “ આપણે
અયાનનું ચરિત્ર ચેક કરવું હોય તો મારે તેને પ્રેમમાં ફસાવીને ચેક કરવો પડશે. જોઈએ પછી શું
થાય છે.” આશનાને
પણ આ ઉપાય ગમી ગયો. તેણે અયાનના તમામ ટાઈમિંગ અને
લાઈકીંગ નિરાલીને જણાવી દીધા.
બીજા
દિવસે અયાન ગાડીમાં જઈ રહયો હતો, ત્યાં બી.આર.ટી.એસ. બસસ્ટેન્ડ પર
પિન્ક ડ્રેસમાં એક ખૂબસૂરત યુવતીએ હાથ કર્યો. અયાન
તેનાથી આકર્ષાઈ ગયો,
ને ગાડી ઉભી રાખી.”હાય, મારે આશ્રમ રોડ જવું
છે, લીફ્ટ મળશે “ “ચોક્કસ, હું પણ ત્યાં જ જઉ છું.” અયાન ખુશ થઈ ગયો.
“ હાય,
મારૂ નામ નિરાલી છે, તમારૂ
?”
“મારૂ નામ અયાન,મારી ઓફિસ પણ અહી જ
છે.” કહેતા કહેતા નિરાલીએ તેનો હાથ અયાનના
હાથમાં મૂકી દીધો. અજાણતાં જ પતાસુ મો
માં પડતાં આનંદ થાય તેવા આનંદ સાથે અયાને તેને
કોફી ઓફર કરી. ચાર દિવસમાં તો બન્ને ગાઢ મિત્રો બની ગયા.
શનિવારે
સાંજે તો નિરાલીએ અયાનને કૅન્ડલલાઇટ ડીનર માટે બ્લ્યુહેવન
હોટલમાં રાત્રે બોલાવ્યો. બે અઠવાડિયાથી તરછોડાયેલા અયાન આ નવા સંબંધ થી ખુશ હતો.
નિરાલીએ
પોતાની બહેનપણી આશનાને ફોન કરતાં કહયું, ”મે
આપણા પ્લાન મુજબ અયાનને ફસાવી લીધો છે, જોઈએ
આજ રાત્રે તેના ચરિત્રનો પરચો મળી જશે”
“વાહ ! તે તો કમાલ કરી, હવે મને પણ
ખરાખોટાનો ખ્યાલ આવશે.” આશનાએ
ખુશ થતા જવાબ આપ્યો. નિરાલીએ બ્યુહેવન હોટલમાં ભવ્ય એસી રૂમ ડીનર પાર્ટી માટે રાખ્યો હતો. કોફી પછી ડીનર અને બન્ને પ્રેમના આવેશમાં તોફાને ચડ્યા. નિરાલી અયાનને
ચેક કરતાં પોતેજ લખડી પડી એકાંતમાં માદક સંગીતમાં આગ અને ઘી નજીક હોય, ભડકો
જ થાય ને ! અને બન્ને મર્યાદા ચુકીને જુવાનીનો આનંદ લેવામાં પડી ગયા.
રાત્રે
નવ વાગે અચાનક આશનાને ઘેર બેલ વાગતા નવાઈ પામી. અત્યારે કોણ હશે?
બારણું
ખોલતા તે રાત્રે
અયાન સાથે જોયેલી રૂપાળી યુવતીને જોતાં આશના નવાઈ પામી, અયાનને
શોધતી આ અહી સુધી પહોચી ગઈ. ત્યા તો તે યુવતી
બોલી, “હાય, ભાભી, હું નીલમ છું, અયાનની કઝીન સિસ્ટર છું. લંડનથી મારા કામે મુંબઈ
આવી છું. તમે મને ના ઓળખો, કારણ કે અમે વર્ષોથી
લંડન જ છીએ.”
આશના ગૂંચવાઈ,
અયાનની આ વળી કઈ કઝીન બેન ?
“હા, હા, બેસો ને” કહી
તેણે આવકાર આપ્યો. “અયાન નથી. પંદર દિવસ વહેલા પણ હું અહી
અમદાવાદ આવી ત્યારે મારી સેવનપ્લાઝા હોટલમાં જ મે અયાનને મળવા બોલાવેલો.
રાત્રે તો મારી મુંબઈની ફ્લાઇટ હતી. તેથી અયાન
મને ઘરનું સરનામું આપી રૂમમાં મૂકી ગયેલો”
પછી
હું પંદર દિવસે મુંબઈથી
તેને મળવા ખાસ ઘરે આવી છું.” નિલમે
ફોડ પાડતા કહયુ.
આશના
આખી વાત સાંભળી ભોઠી પડી ચકરાઈ ગઈ. મે ખોટી અયાન ઉપર શંકા કરી, મારે
તેને આ છોકરી વિષે પૂછવું જોઈતું હતુ.
તેણે
તરતજ અયાનને મોબાઈલ કર્યો, પણ કોઈ જવાબ નહિ, નિરાલીને
મોબાઈલ કર્યો, કોઈ જવાબ નહિ, કારણ કે બન્ને મોબાઈલ સ્વીચ ઓફ કરી એકાંતમાં
જુવાનીનો આનંદ માણી રહયા હતા.
આશના
પસ્તાઈ રહી હતી. મે જ હાથે કરીને મારા સુખી લગ્ન જીવનમાં આગ ચાંપી છે.
બીજે
દિવસે સવારે અયાન અને નિરાલી હાથમાં હાથ પરોવી આવ્યા ને અયાને દૂ:ખી અવાજે કહયુ “સોરી, આશના, હું તારાથી છૂટો થઈ આ નિરાલી સાથે લગ્ન કરવા માંગુ
છુ. આમેય હવે તને મારા
માટે, પ્રેમ તો રહયો જ નથી.”
આશના નિરાલી સામે તાકી તાકીને જોઈ રહી.
તેની આંખો કહી રહી હતી,
”મૂરખ, પૂરતી તપાસ કર્યાં વગર ઝેરના પારખા કરાતાં હશે કદી !!!
લાસ્ટ સ્ટ્રોક : કોઈ પણ શંકા કરતાં લગ્નજીવન તૂટે તે પહેલા સામસામે બેસીને ખુલાસો કરવો જોઈએ.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ઝેરના પારખા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

.jpeg)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories