29 જૂન 2025

ભુરીયો ચોર - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ભુરીયો ચોર

         મુંબઈની  ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પીટલમાં દાખલ દર્દીઓ ના સગાઓ બહાર ફૂરપાઉપર લાઇનમાં સૂતા હતા.અમાસની કાળી રાત્રિ હોવાથી અંધારૂ કાળુધબ્બ થઈ ગયું હતું, સ્ટ્રીટલાઇટ  હતી પણ દૂર હોવાથી તેનો પ્રકાશ અહી પહોંચતો ન હતો. આખા ભારતના દર્દીઓ અહી સારવાર માટે આવતા. પણ તેમના સગાઓને રાત્રે સામેની ફૂટપાથ પર જ સુવુ પડતુ.

         મધ્યપ્રદેશના મઉ ગામના મધુભાઈને છેલ્લા પાંચ વરસથી મોનું કેન્સર હતુ. દિવસ રાત તમાકુ મોમાં ભરી રાખવાની તેની આદતે, ફક્ત ત્રીસ વરસે કેન્સર દેખાયું અને પાંચ વરસમાં તો છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું. ઈંદોરના ડોક્ટરે તેમણે ખાસ ચિઠ્ઠી લખી મુંબઈ ટાટા કેન્સર હોસ્પીટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. તેમના યુવાન પત્ની સાવિત્રીબેન બત્રીસ વરસે પણ આકર્ષક હતા. સગાવહાલા પાસેથી માંડમાંડ પચ્ચીસ હજાર ભેગા કરી બન્ને મુંબઈ આવ્યા હતા.

         ટાટા હોસ્પીટલમાં સારવાર માટે મધુભાઈ દાખલ થઈ ગયા, પણ સાવિત્રીને અંદર સુવાની વ્યવસ્થા ના થઈ, તેથી બહાર ફૂટપાથના સહારે આવી ગયા. બેભાન જેવા મધુભાઈના હાથમાથી પાકીટ ખેંચાઇ જશે, વિચારી સાવિત્રીબેને પચ્ચીસ હજાર રૂપિયાનું પાકીટ પોતાના થેલામાં રાખ્યું હતુ.

         ઘોર અંધારી રાતે યુવાન ભુરિયો દારૂના ચાર પેગ ચડાવી ફૂટપાથ પર ચાલી રહ્યો હતો. અચાનક પવન આવતાં સાવિત્રીબેનની સાડીનો પાલવ ઊડી ગયો. ખુલ્લા થયેલા સૂતેલા છાતીના ઊભાર જોઈ પીધેલો ભૂરીયો ઉશ્કેરાયો. નીચે બેસી તેણે સાડી હટાવી. તેનું શરીર ઉશ્કેરાટમાં આગ બુઝાવવા સાટ અનુભવનું હતું. નગ્ન સાવિત્રીબેન સફાળા જાગી જતાં બૂમ પાડી અરે,અરે, બચાવો.

         ભૂરીયો અચાનક અવાજથી સાવચેત થઈ સાવિત્રીનો થેલો લઇ ભાગ્યો. બળાત્કાર કરવાનો તેનો ઇરાદો સફળ ના થયો,પણ થેલામાં થી પાકટ નીકળતા તે ખુશ થઈ ગયો. સાવિત્રીની ઇજ્જત બચી ગઈ, પણ તેની મુડી ચોરાઇ ગઈ. હવે તે ડોકટરનું બિલ કઈ રીતે ભરશે ? તેણે અંધારામાં ચોરના ચહેરો પણ જોયો ન હતો, તો પોલીસ ફરિયાદ કરવી પણ કઈ રીતે ? તે રડી રડીને અડધી થઈ ગઈ.

         સવારે પાકીટ ખોલતા ભૂરીયાને રોકડા પચ્ચીસ હજાર રૂપિયા દેખાતા તે ખુશ થઈ ગયો. રૂપિયા કાઢતા એક ચિઠ્ઠી નીચે પડી. હિન્દીમાં તેનું લખાણ વાંચતાં તે ગદગદ થઈ ગયો.

         હે સાઈબાબા, મારા પતિની સારવાર માટે મે સાત સગાઓ પાસેથી માગી ભીખીને વ્યાજે પચ્ચીસ હજાર માંડમાંડ ભેગા કરેલ છે. કેન્સર છેલ્લા સ્ટેજનું છે, એટલે બચે કે નહિ, પણ જો સારૂ થઈ જાય તો હું ચાલતા શીરડી તમારા દર્શન કરવાની માનતા માનું છુ.

         અરે રે ! છેલ્લા સ્ટેજના કેન્સરના દર્દીની સારવાર ના પૈસા મે ચોરી લીધા, તેની પત્નીની મે ઇજ્જત લેવા કોશીશ કરી. હવે મને સાઈબાબા ક્યારેય માફ નહિ કરે. ભૂરો આ વિચારતા રડી પડ્યો. તેને થયું મારે તેમને મદદ કરવી જ જોઈએ.  

         સવારે દશ વાગે તે માફી માંગવાને મદદ કરવા કેન્સર હોસ્પિટલ પહોંચી ગયો. ઓપરેશન થિયેટરની બહાર સાવિત્રીબેનને જોતાં તેની પાછલી બેન્ચ પર બેસી ગયો. સાવિત્રીબેનની આંખોમાંથી આંસુ નીકળી રહયા હતા. તે બાજુના બહેનને કહી રહયા હતા બહેન, ગઇ કાલે રાત્રે ફૂટપાથ ઉપરથી મારૂ પાકીટ ચોરાઇ ગયું છે. મારી ઇજ્જત પણ જાત પણ, ચોર સારા ઘરનો હતો, ફક્ત પાકીટ લઈ ગયો.

         તો પોલીસ ફરિયાદ કરો ને ! તે બહેન સલાહ આપી.

         હવે પોલીસ ફરિયાદ કરીને શું કરૂ ? મારી પાસે ઓપરેશનના ખર્ચના પણ પૈસા નથી.સાવિત્રીબેને રડતાં રડતાં કહયુ.

         પાછળ બેઠેલા ભૂરીયાનું મન પશ્ચાતાપથી વલોવાઈ રહયું હતું. તેણે સાવિત્રીના પતિ મધુભાઈના કેસ નામે ત્રીસ હજાર ભરી દીધા. પાત્રીસ વરસનો યુવાને ભૂરીયો તૈયાર થઈને આપટૂડેટ લાગતો હતો.

         સાવિત્રી વિનંતી કરવા ગઈ કે મારા પતિના રૂપિયા હું બે દિવસ પછી ભરીશ ત્યાં તો કારકુન બોલ્યો, તમારા ત્રીસ હજર તો ભરાઈ ગયા છે.    

         હે કોણે ભર્યા ?” સાવિત્રીને નવાઈ લાગી. કારકુને સામે ઉભેલા ભૂરીયાને બતાવ્યા કહયું જુઑ, સામે ઉભેલા યુવાને.

         સાવિત્રી ગદગદ થઈ ગઈ. તેની પાસે જઇ રડી પડી. હું તમારૂ ઋણ ને આભાર કઈ રીતે ઊતારીશ.

         એતો મે ફરજરૂપે ભરેલ છે, તમારી વાતો સાંભળી મે મદદ કરી છે. ભૂરાનો જવાબ. બે દિવસ સવાર સાંજે ચા નાસ્તો અને ટિફિન ભૂરો લાવ્યો, તેમાં બન્ને વચ્ચે ખેચાણ થવા લાગ્યું.

         ત્રીજા દિવસે સવારે મધુભાઈ અંતે આ ફાની દુનિયા છોડીને ચાલી નીકળ્યા. હવે સાવિત્રીને જીવવાનો કોઈ મકસદ જ નહતો.

         સ્મશાનમાંથી આવતાજ તેણે ભૂરાને પોતાના દુનિયા છોડી દેવાનો નિર્ણય જણાવી દીધો. ભૂરાએ તેનો હાથ પકડતા લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સાવિત્રી સાવ અજાણ્યા માણસના પ્રસ્તાવ પર વિચારે ચડી. આવો ખાનદાન અને મદદરૂપ માણસ મને સામેથી લગ્ન કરવા કહે છે તો ખોટું નથી. વિચારી તેમણે હા પાડી.

         લગ્ન પછી ભૂરો નક્કી કરી શકતો નહતો, કે સાચી  હકીકત કહેવી કે નહિ ?

         બહુ વિચારી રાત્રે સૂતા પહેલા ભૂરાએ ખરા દિલથી પસ્તાવા રૂપે આખી હકીકત સાવિત્રીને જણાવી.  મે ચોર જોડે લગ્ન કરેલ છે કહેતા સાવિત્રીબેન ગુસ્સો થઈ છૂટા થવા વિચારવા લાગી.

         પાછું તેનું સદાચારી મન વિચારે ચડ્યુ, ભલે તેણે ચોરી અને બળાત્કારનો પ્રયાસ કર્યો,પણ લગ્ન પછીતો સાચી હકીકત કહી દીધો ને ! સાચી હકીકત કહેવા પણ જિગર અને સચ્ચાઈ જોઇએ, નહિતર મને ક્યાં કાઇ ખબર હતી કે ચોર કોણ છે. વિચારી સાવિત્રીબેને અંતે ભૂરા જોડે જ રહેવા નક્કી કરી, તેનો હાથ પકડી લીધો.

         ભૂરો પણ સાચી હકીકત કહી દીધા પછી હલકોફૂલ થઈ કાઇ કામની શોધમાં નીકળી પડ્યો. તમારૂ શું કહેવું છે, સાવિત્રીના નિર્ણય માટે ??

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


ભુરીયો ચોર - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories