16 સપ્ટેમ્બર 2025

માસૂમ પૂર્વી - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

માસૂમ પૂર્વી 


        એય  પુર્વી,દિવાલો બગાડવી રહેવા દે, હજુ બે દિવસ પહેલાં જ નવો પ્લાસ્ટીક કલર કરાવેલો છે.” ગુસ્સે થયેલા પુષ્પાબેન પુર્વી ને ચેતવી રહયા હતા.

        પણ ફકત છ વરસની પુર્વી સાંભળે તો ને ! છેલ્લા બે વરસથી  પુષ્પાબેનનો સ્વભાવ બદલાઈ રહયો હતો. તેમની ત્રણે દિકરીઓ ઉપર હંમેશા ગુસ્સે થયેલા જ રહેતા. તેમના પતિ સરકારી ઓફિસમાં કારકુન હતા. બે દિકરીઓ સાથેનો તેમનો સંસાર સુખી હતો. પ્રવિણભાઈ અને તેમના પુષ્પાબેન નવું બાળક ઈચ્છતાં ન હતાપણ તેમના વૃધ્ધ માબાપને હજી આશા હતી કે એકાદ પુત્ર પણ હોયતો સારૂ. પુષ્પાબેનને ત્રીજીવાર સારા દિવસો રહેતા, પુત્રની આશામાં ગર્ભવસ્થા ચાલુ રાખી, પણ ત્રીજી ડીલીવરીમાં પણ પુત્રી આવતાં ઘરના બધા નિરાશ થઈ ગયા.

        પુર્વીના જન્મ પછી પ્રવિણભાઈ સ્કુટર ઉપર ઘેર આવતાં હતા, ને પાછળથી એ.એમ.ટી.એસ. ની બસે જોરદાર ટકકર મારી, પ્રવિણભાઈ દશ ફૂટ દૂર ઊંધે માથે જમીન પર પટકાયા. મગજમાં હેમરેજ થતાં તે કોમામાં જતાં રહયા. પ્રાઈવેટ હોસ્પિટલમાં એક મહિનો રાખવા છતાં તે બચીના શકયા. બે લાખનો ખર્ચ માંડમાંડ ચુકવતાં કુટુંબ દેવાળીયું થઈ ગયું. દોષનો ટોપલો આવ્યો સૈાથી નાની દિકરી પુર્વી ઉપર, અને સહુ તેને અભાગણી માનવા લાગ્યા.

        પોતાના દિકરા પ્રવિણના અકાળે અવસાનનો બોજ તેના વૃધ્ધ માબાપ જીરવી ન  શકયા. એક વરસમાં એક પછી એક બન્ને અવસાન પામ્યા.ત્રણ દિકરીઓના અને પોતાના ગુજરાન ચલાવવાની જવાબદારી આવી પડી. ફકત ચાર ચોપડી ભણેલા પુષ્પાબેન ઉપર.

        ઘી કાંટા રોડની ચાલીમાં રહેતા પુષ્પાબેન કામ માટે ચારે તરફ ફરી વળ્યાં ત્યારે તેમને મહેનતનું કામ મળી ગયું. રેડીમેઈડ ગારમેન્ટની ફેકટરીઓ પાસે થી ગાજબટન ટાંકવાનું રેડીમેઈડ તૈયાર થયેલા શર્ટ અને પેન્ટ ફેકટરીમાંથી વેપારીઓ સવારે તેમને ઘેર મુકી જતાં અને સાંજે પૈસા આપીને તૈયાર થયેલા  શર્ટ પેન્ટ  પરત લઈ જતાં. એક ગાજ બટન ટાંકવાના દશ પૈસા લેખે, આખા દિવસ દરમ્યાન અઢી ત્રણ હજાર ગાજ બટન ટાંકે ત્યારે હાથમાં માંડ અઢીસો ત્રણસો રૂપિયા દેખાય, તેમાંથી જ આખા કુટુંબનું  ઘર ચલાવવાનું પુષ્પાબેન માંડમાંડ કરી શકતા હતા.

        તેમના ઘરના બહારના રૂમમાં બધાં વેપારીઓ હિસાબ પતાવવા આવીને બેસતાં, પણ તેની દિવાલો જર્જરિત થઈ પોપડાં ઉખડતાં હોવાથી બહું ખરાબ દેખાતું હતું. તેથી પુષ્પાબેને માંડમાંડ બચાવેલા દશ હજાર રૂપિયા ખર્ચીને નવો જ ગુલાબી પ્લાસ્ટીક કલર કરાવી દીધો.

        આજે પ્રવિણભાઈ ની પુણ્યતિથી હતી, તેથી પુષ્પાબેન સવારથી જ ઉદાસ હતા.

        પુર્વીના જન્મ વખતેજ તેમનું મોત થયું હતું. તેનું કારણ તે પુર્વીને જ માનતા હતા, તેથી તેમના અર્ધજાગ્રત મનમાં પુર્વી પ્રત્યે નેગેટીવ પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. સવારથી પુર્વી દોડાદોડ અને તોફાન કરવા લાગી ગઈ હતી.

બહારના રૂમમાં શર્ટનો ઢગલો પડેલો તેની બાજુમાં તોફાન કરતી પુર્વીએ ચ્હા અને નાસ્તો ઢોળી દીધા. પુષ્પાબેનની નજર નવા શર્ટ પર ગઈ, બધાં જ ચ્હાના ડાઘથી બગડી ગયા હતા. તેથી તેમને ગુસ્સો આવી ગયો. પુર્વીને લઢીને તેમણે બે લાફા ચોડી દીધા. પુર્વી રડતી રડતી તેમનાથી  દુર જતી રહીં. બધા જ શર્ટ બગડી જવાથી પુષ્પાબેન નારાજ થઈ ગયા હતા. હવે હું વેપારીઓને શું જવાબ આપીશ? નુકશાન કાપતાં આમાં તો ઉપરથી પૈસા કમાવાને બદલે જોડવાના આવશે.

        પુર્વી રમતી રમતી અંદરથી કાળા રંગની માર્કર પેન લઈને બહારના રૂમમાં પાછી આવી ગઈ. કાળીપેનથી તે નવી જ પેઈન્ટ કરેલી દિવાલ પર લખતી હતી કે લીટાડા કરતી હતી તે પુષ્પાબેનને અંદરથી ના દેખાયું., પણ નવા જ રંગ કરેલી દિવાલ ઉપર બગાડ થતો જોઈને તે દોડતાં બહાર આવ્યા. પુર્વીએ હજી ગઈ કાલે જ હિન્દીમાં સુંદર ફિલ્મી ગીત સાંભળેલું તે ગણગણતાં લખી રહી હતી.

        પુષ્પાબહેને તેને ચેતવી પણ પુર્વીનું તો દિવાલ બગાડવાનું ચાલુ જ રહયું. હવે પુષ્પાબેનનો ગુસ્સો હાથમાં ના રહયો . બાજુમાં ગાજ કાપવા પડેલી કાતર લીધી અને ગુસ્સામાં ફેંકી પુર્વી તરફ. કાતરની અણી સીધી વાગી પુર્વીના કપાળ ઉપર અને લોહીની ધાર છુટી. પુર્વી નીચે પછડાઈ ગઈ અને લોહી લુહાણ થઈ ગઈ. મમ્મી, મમ્મી કહેતી તે નીચે પછડાઈ પડી.

        ફેકતાં ફેંકાઈ ગયેલી કાતરથી નીકળેલ લોહીથી પુષ્પાબેન ગભરાઈ ગયા. દોડયા સીધા પુર્વી પાસે, કપાળનો ઘા જોરથી દબાવી દોડયાં સીધા તેમના ફેમીલી ડોકટર દવે સાહેબના દવાખાને. નસીબ જોગે દવે સાહેબ દવાખાનામાં હાજર હતા. દર્દીઓની લાઈન હતી. પણ પુષ્પાબેને આવતા વેત બુમરાણ મચાવી ’’સાહેબ, મારી દિકરીને બચાવો.’’

        દવે સાહેબ બધાં દર્દીઓ છોડી પુર્વીનો કેસ હાથમાં લીધો, તેને ટેબલ ઉપર સુવડાવી, દબાવી લોહી બંધ કરી જોયું તો મોટો ચીરો પડી ગયેલ, તેથી તત્કાલ ત્રણ ટાંકા લઈ ડ્રેસીંગ કરી, ધનુરનું ઈન્જેકશન આપી દીધું. તેમણે પુષ્પાબહેનને ચેતવણી આપતાં કહયું ’’બચી ગયા. જો ઘા વધારે ઊંડો હોત તો ખોપરી ફાટી જાત.’’

        પુષ્પાબેન રડી પડયા. તેમણે કહયું ’’સાહેબ, મારાથી ભુલમાં કાતર વાગી ગઈ છે. ’’ દવે સાહેબે કહયું.

        ’’બેન, ભુલમાં નહીં, આ જોરથી મારેલી કાતરનો ઘા છે, સાચું બોલો.’’

        હવે પુષ્પાબેન કગરી પડયા. ’’સાહેબ, મારાથી ગુસ્સામાં કાતર વાગી ગયેલ છે, મને માફ કરીદો.’’

        દવે સાહેબે શિખામણ આપતાં કહયું ’’બેન, આટલો બધો ગુસ્સો સારો નહીં. તમારી દિકરીની ખોપરી ફાટી જાત તો?’’

        પુષ્પાબેન ખરેખર પસ્તાઈ રહયાં હતા. તેમને બીક હતી કે પુર્વી હવે તેની સામે નહીં જુએ, પણ માસુમ પુર્વી તો આંખો પટપટાવીને મમ્મી કહીને વળગી પડી. પુષ્પાબેન તેને તેડીને વહાલ કરવા લાગ્યા. મનમાં નકકી કર્યું કે હવે હું ગુસ્સો કયારેય નહીં કરૂ.

        નાદાન પુર્વીને નાની ભુલ બદલ સખત દંડ ફટકારી દીધો, તેમ વિચારતાં પુષ્પાબેન પુર્વીને તેડીને ઘે પહોંચી ગુસ્સો ઓછો થતાં અને મગજ શાંત થતાં તેમને યાદ આવ્યું કે પ્લાસ્ટીક પેઈન્ટ ઉપર પોતું ઘસવાથી દાગ જતાં રહેશે. તે પોતું લઈને આવ્યાં ત્યાં પુર્વીએ ગણગણેલું કાલીધેલી ભાષાનું હિન્દી ગીત માંડમાંડ વંચાતું હતું. ’’તુ કીતની અચ્છી હૈ ,ભોલી ભાલી હૈ , એ માં, ઓ માં. ’’

        પુષ્પાબેન આં વાંચીને સડક થઈ ગયા. રોકી રાખેલાં આંસુ ફરીથી ધાર બનીને વહેવા લાગ્યા. જે ગુના સબબ તેમણે આટલો બધો ગુસ્સો કરેલ તેમાં તો નિર્દોષ પુર્વીએ, તેમની પ્રશંશા જ લખેલી, એ વિચારે તે પસ્તાઈ રહયાં હતા.

        માસુમ પુર્વી માતાને  ફરી રડતાં જોઈ વહાલ કરતાં થપથપાવા લાગી.


  If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


માસૂમ પૂર્વી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictitious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories