આબીદનો પસ્તાવો
સત્તર વર્ષના આબીદને લઈને તેના માતપિતા ડૉ. જોષી
પાસે આવ્યા, ત્યારે આબીદ સાવ સૂનમૂન નિસ્તેજ ચહેરે ડોક્ટર સામે બેઠો હતો. ફક્ત
એકજ માસનો હતો, ત્યારથી આબીદ તેમનો દર્દી હતો. આજેતો
તેને સત્તર વર્ષ થઈ ગયા . હવે તો આબીદ પણ અગ્યારમાં ધોરણમાં આવી ગયો હતો.
અત્યાર
સુધી તંદુરસ્ત અને હોશિયાર આબીદને આ શું થઈ ગયું? તેના પિતા અબ્દુલભાઈ અને માતા ફરિદાબેન ખૂબ ચિંતામાં હતા. છેલ્લા બે
મહિનાથી તેના એક ના એક દીકરોને શું રોગ લાગુ પડ્યો હતો, તેજ સમજાતુ ન હતું. તેનું ધ્યાન
ભણવામાં લાગતુ જ નહિ, મન ખોવાએલુ રહેતુ, શાળામાંથી ગુલ્લીઓ મારવાની અને
યાદશક્તિ સાવ ઠપ્પ થઈ ગયેલી. તેના પપ્પા અબ્દુલભાઈ બોલ્યા “એક મહિના પહેલા તેને અપાવેલું નવું
નક્કોર એક્ટિવા હોન્ડા સ્કૂટર ચોરાઇ ગયું, ગયા અઠવાડિયે નવોજ મોબાઈલ
ચોરાઇ ગયો, છ્તા આબીદને તેની ચિંતા જ નથી. છેલ્લી
પરીક્ષાનું પરિણામ પણ સાવ કેવુ ? બધાજ
વિષયમાં નાપાસ” ડોક્ટરને થયું નક્કી કઈ અજુગતુ બની
રહયુ છે આબીદ સાથે. ડૉ. જોષીએ તેના પપ્પાને પુછ્યું “એકદમ આવું કેમ થયું? કેટલા વખતથી આ તકલીફ ચાલુ થઈ છે?”
“સાહેબ, બે મહિના પહેલા આબીદ બિલકુલ સારો હતો. શાળામાંથી પણ કોઈ ફરિયાદ નહોતી
આવતી” તેના મમ્મી ફરિદાબેન જવાબ આપ્યો’
“પછી શું થયું ?” ડોકટરે રોગની ઉત્પત્તિ અને પ્રગતિ
જાણવા પુછ્યુ." ડોક્ટર,બે
મહિના પહેલા સ્કૂલેથી આબીદ ઘેર આવ્યો ત્યારેજ અમને જુદુ લાગતું હતું. તેની આંખો
ઘેરાયેલી રહેતી. ખાવાપીવાના ઠેકાણા નહિ.ભણવાનું તો નામ જ નહિ લેવાનુ. રાત્રે લેશન
કરવાને બદલે વહેલા ધેનમાં સૂઈ જવાનું. કોઈ સાથે વાતચીત નહિ: જાણે સાવ સૂનમૂન થઈ
ગયો છે.”તેના પપ્પાએ નિરાશાપૂર્વક વર્ણન
કર્યું.
ડૉ.
જોષીને લાગ્યું કે બાબત ગંભીર છે, અને
તેની સાથે એકાંતમાં અંગત વાતચીત કરવી પડશે. તેથી ડોકટરે તેના માતપિતાને કેબિન બહાર
બેસવા વિનંતી કરી.
એકાંતમાં ડોકટરે આબીદને પુછ્યું “આબીદ,શું વાત છે? સાચી વાત કરીશ તો જ સારવાર સરખી થશેને!” અને આબીદની આંખોમાંથી ટપટપ આંસુ નીકળવા
લાગ્યા.તેણે ધીમેથી રડતાં રડતાં પોતાની કહાની સુનાવી.
“ડોક્ટર અંકલ, હું ફસાઈ ગયો છુ. બે મહિના પહેલા મારી શાળામાંજ
મારો મિત્ર નુરૂ મને લહેર કરાવવા અને પરીક્ષાનું ટેન્શન દૂર કરવા રિસેસમાં પાટાની
બીજી બાજુ એક ઝૂપડીમાં લઈ ગયો. ત્યાં રહેતા બાબાએ અમને હાથમાં થોડો સફેદ પાવડર
આપ્યો, અને સૂંઘવાનું કહ્યુ. થોડા વખતમાં મને નશો ચડવા લાગ્યો. બધા દૂ:ખ
દર્દ અને પરીક્ષાની ચિંતા હું ભૂલી જ ગયો. મગજ ઉપર કીક આવતા ખૂબ મજા પડી ગઈ. તેથી
બીજા દિવસે પણ અમે ત્યાં ગયા. પહેલા બે દિવસ એ બાબાએ પાવડર મફત આપ્યો.
પછી
તો દરરોજ રિસેસમાં સમયે મારૂ શરીર તૂટવા લાગતું અને તે પાવડરના લઉં તો મને ચક્કર
આવતા. તેથી મારે દરરોજ ત્યાં જવું જ પડતું. બાબાએ પણ પછીથી પાવડર આપવાના દરરોજના
બસસો રૂપિયા લેવા માંડ્યા. મારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી હોય? મહિના પછી તેણે બદલામાં મારૂ સ્કૂટર લઈ
લીધું.”
“પછી તો અંકલ, બીજા મહિને તેણે રૂપિયાને
બદલે મારો નવો સમસંગનો મોબાઈલ લઈ લીધો. હવે હું તે પાવડર વગર રહી શકતો જ નથી. હું
પરીક્ષાની ચિંતા અને ભણવાના ટેન્શનથી છૂટવા ગયો અને ફસાઈ ગયો.” કહેતા કહેતા આબીદ ધૂર્સ્કે ધ્રુસકે
રડવા લાગ્યો.
“હવે શું કરવું છે?” ડોકટરે સહાયતાપૂર્વક પુછ્યું મને
લાગ્યું કે આબીદને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તે એમાંથી છૂટવા ફાંફાં મારી
રહ્યો છે.
“આમાથી હું છૂટીશ કઈ રીતે? મારા મમ્મીપપ્પાને હું શું જવાબ આપીશ? હવે હું જીવીને પણ શું કરૂ? આવો વિચાર આવતા ગઇકાલે હું આપઘાત કરવા
ટ્રેનના પાટા ઉપર સૂઈ ગયો હતો,પણ
પાસેથી પસાર થતાં બે માણસોએ મને બચાવી લીધો.”આબીદે રડતાં રડતાં કહયુ .
ડૉ.
જોષી પણ વિચારમાં પડી ગયા. આબીદને ખરા દિલથી પસ્તાવો થઈ રહ્યો હતો, પણ તેના માતપિતાને જણાવવું કઈ રીતે? જો હું સામેથી જણાવીશ તો તેના
માતપિતાને તેના પસ્તાવાનો અહેસાસ નહિ થાય. આબીદને તેના કુટુંબીજનોની મદદ વડે
મેડિકલ સારવારથી બચાવી શકાય તેમ હતો.
મને
યાદ આવી ગયા, પૂ. ગાંધીજી જેમણે નાનપણમાં આવીજ ભૂલ
કરીને બીડીના વ્યસનથી સોનાના કડામાંથી ચોરી કરી હતી.
ડોકટરે
તેને ઉપાય સૂચવ્યો.” તું ચિટ્ઠીમાં તમામ ખરી હકીકતો જણાવી
અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી કહી નહિ થાય તેવું વચન આપેતો કામ થઈ શકે.”
આબિદને
ખૂબ ડર લાગતો હતો.પણ ગાંધીગીરી કર્યા વગર ચાલે તેમ ન હતું. રાત્રે જમીને બધા બેઠા
હતા ત્યારે આબિદે ધીમેથી સ્વહસ્તે લખેલી ચિઠ્ઠી મૂકી. પહેલા તેના મમ્મી ફરિદાબેને
વાંચી અને વાંચતા ઉશ્કેરાઈ ગયા. પછી તેના પપ્પાએ વાંચી તે ઊભા થઈને આબિદને મારવા
જતાં હતા, પણ તેના મમ્મીએ હાથ પકડી લીધો.
ફરિદાબેનની
આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. તે બોલ્યા “સત્તર વર્ષના છોકરને મારવા લેશો? તેણે બધી સાચે સાચી વિગત લખીને ભવિષ્યમાં આવું નહિ થાય તેનો ખરા
દિલથી એકરાર તો કરેલો છે॰તેણે માફી માંગીને સુધરી જવાનું પણ લખ્યું છે. હવે આપણે તેને એક તક
આપવી જોઈએ” અને અબ્દુલભાઈ પણ ઢીલા પડી ગયા. આબિદ
બન્નેને ગળે લાગી ગયો. અને ખરેખર હવે તે નશો નહી જ કરે તેનો મક્કમ નિર્ધાર જાહેર
કર્યો.
ગાંધીગીરી
દ્વારા વહી રહેલા પસ્તાવાના આંસુઓનો વિજય થયો. માફી માંગીને અને માફી આપીને ત્રણે
જણા હલ્કાફૂલ બની ગયા.
બીજા
જ દિવસે આબિદને નશાબંધી મંડળ દ્વારા ચાલતા ડીએડીકશન સેન્ટરમાં તેના માબાપે દાખલ
કરી દીધો.અઠવાડિયાની દવા અને સારવાર પછી
આબિદ સ્વસ્થ બનવા લાગ્યો. તેની સ્કૂલ બદલી નંખાવી. ધીમે ધીમે કાઉન્સેલિંગ અને
મક્કમ નિર્ધારથી તેનો નશો બિલકુલ છૂટી ગયો. તેણે ફરી અભ્યાસમાં મન લગાવી દીધું અને
ગ્રેજુએટ બની અત્યારે તે બેંકમાં ઓફિસર છે, અને માબાપની સેવા કરી ચેનથી જિંદગી બસર કરી રહ્યો છે.
ખરા
દિલથી કરેલો પસ્તાવો વિપુલ ઝરણું બની ગયો અને પાપી તેમાં ડૂબકી મારી સફળ પુણ્યશાળી
બની ગયો, અન્યથા એકના એક દીકરાના આપઘાત થી
નરમ દિલ દંપતિનું શું થાત ???
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
આબીદનો પસ્તાવો - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories