બદલો
પ્રવિણને હું છોડીશ નહી. બદલો લઈને જ રહીશ” હિતેષ આવેશમાં આવીને બરાડી રહયો હતો. તેના ખાસ મિત્ર પ્રવિણે જ ઘેર આવતા જતાં સંબંધોના લાભ લઈ તેની એકની એક બહેન કૃપા સાથે જબરજસ્તી કરી બળાત્કાર ગુજાર્યો હતો.
“તું
ખોટી જીદ ના કર, કોર્ટમાં
કેસ ચાલે છે, તેને કોર્ટમાં સજા થવાની જ છે, પછી બદલાની ભાવના મનમાંથી કાઢી નાખ” હિતેષના
પપ્પા અમૃતલાલે
તેને સમજાવતાં કહયુ.
“પપ્પા,
કોર્ટમાં નવ
મહિનાથી કેસ ચાલે છે, હજુ સુધી તો કોઈ ઉકેલ આવતો લાગતો નથી. એ
લોકોનો વકીલ
પુરાવાના અભાવનો લાભ લઈ કેસ
નબળો પાડી રહયા છે. વળી પ્રવિણ મારો
મિત્ર હતો, અને ઘરે આવતો જતો હતો, તેનો લાભ લઈ એ લોકો જબરજસ્તીથી નહી પણ
કૃપાની મરજીથી આ બધું કરેલ છે. તેવું સાબિત કરી રહયા છે. “પ્રવિણે અકળાઇને તેના પપ્પાને સમજાવ્યા.
પ્રવિણ અને હિતેષ ગાઢ મિત્રો હતા. શાળાકીય જીવનથી બને એકજ સ્કૂલમાં
એકજ ક્લાસમાં એકજ બેન્ચ પર બેસતા. કોલેજમાં પણ બન્નેએ સાથે કોમર્સ કોલેજમાં એડમિશન
લીધું હતુ. તરુણાવસ્થામાંથી જુવાનીમાં પ્રવેશતા જ બન્નેની
વિજાતીય આકર્ષણની ભાવના બળવત્તર બનવા લાગી હતી. હિતેષની બહેન કૃપા તેનાથી બે વર્ષ જ નાની હતી
તેનામાં પણ જુવાની પ્રવેશતા આકર્ષક દેખાવા લાગી હતી.
પ્રવિણને કૃપા ગમવા લાગી હતી. તેથી તેને પટાવવા દાણા નાખી રહયો હતો.. કૃપાને પ્રવિણ જરાપણ ગમતો નહી. તેથી તે દૂર જ ભાગતી. હિતેષને કે તેના ઘરમાં કોઈને આ વાતની સહેજ પણ ગંધ આવી ન હતી.
એક
દિવસ લાગ જોઈને એકાંતમાં પ્રવિણે કૃપાનો હાથ પકડી “આઇ લવ યુ” કહી દીધુ. કૃપા ચમકીને ભાગી પણ તેણે આ વાત તેના ઘરમાં કે ભાઈ હિતેષને કરી
નહી, તેણે વિચાર્યું “તેનાથી બન્નેની દોસ્તીમાં દરાર પડી જશે.” આજ તેની મોટી ભૂલ હતી.
પ્રવિણે
ચારપાંચ દહાડા રાહ જોઈ, પણ હિતેષને આ બાબતે કાઈં જ પ્રતિસાદ ના આવતા તેની હિંમત વધી ગઈ. તેણે
મનમાં વિચાર્યું “ કૃપા પણ મને ચાહતી લાગે છે, એટલે જ તેણે ઘરમાં વાત નથી કરી લાગતી.”
હવે
તે વારંવાર અડપલા ફરવા લાગ્યો. તેણે વિચાર્યું એક વખત જબરજસ્તી કરી દઉં, પછી તો કૃપા કાયમ
માટે મારી જ થઈ જશે ને! “ આમાં તે ભૂલ ખાઈ ગયો.
રજાના
દિવસે બપોરે હિતેષ અને તેના મમ્મી પપ્પા બજાર ગયા હતા. પ્રવિણને આ વાતની ખબર પડી ગઈ. તે હિંમત
કરીને કૃપાને ઘેર આવ્યો. બેલ મારતા કૃપાએ દરવાજો ખોલ્યો. “ઘેર કોઈ નથી, કાલે આવજે “ કૃપાએ કડક અવાજે કહયુ.
“મારી નોટ મે હિતેષને આપી હતી, તે લઈ લઉં, પછી તરત જ હું જતો રહીશ” કહીને પ્રવિણ ઘરમાં ઘૂસી ગયો. કૃપા અંદર આવતા જ તેણે રૂમનું બારણું બંધ
કરી દીધુ. જબરજસ્તીથી ન બનવાનું બની ગયું. પ્રવિણ ધમકી આપીને ગયો.” કોઈને કહેતી નહી. નહીંતર જાનથી મારી નાખીશ.”
કૃપાએ
રડીરડીને હિંમત કરી આ બધી વાત હિતેષને અને મમ્મી પપ્પાને કરી દીધી. પોલીસમાં
ફરિયાદ નોંધાતા તેની મૅડિકલ તપાસ અને પ્રવિણની ધરપકડ થઈ ગઈ. હિતેષ
મનમાંને મનમાં ધૂંધવાઈ ગયો. ”ખાસ મિત્ર થઈને તેની બહેન ઉપર જ બળાત્કાર ??”
કોર્ટમાં કેસ લંબાતો જતો હતો. હિતેષ મનમાં
ગુસ્સે થઈને વિચારી રહયો હતો. ”ખૂન કા બદલા ખૂન, તો બળાત્કાર કા બદલા બળાત્કાર.”
પ્રવિણની બહેન પ્રજ્ઞા મુંબઈ પરણાવી હતી, પણ બે મહિનાથી તે ઘેર પરત ફરી હતી. કારણ જાણવા
મળ્યું ન હતુ. હિતેષ હવે કોઈપણ ભોગે પ્રજ્ઞા સાથે જબરજસ્તી કરવા તત્પર થઈ ગયો, બદલો બરાબર રીતે લેવાય એ જ તેની ભાવના હતી.
એક
રાત્રે લાભ મળી ગયો. એકાંતમાં પ્રજ્ઞા ગલીમાંથી જઈ રહી હતી, ત્યારે હિતેષે પાછળથી
તેને દબોચીને
એકાંત ખૂણામાં લઈ ગયો. એક પછી એક કપડાં કાઢતાં તેના ઈરાદાની
પ્રજ્ઞાને ગંધ
આવી ગઈ. તે હાથ જોડીને રડીરડીને ના પાડતી રહી, પણ બદલાની આગમાં શેકાતા હિતેષે
તેને છોડી નહી. કામ પતાવીને કપડાં પહેરતાં પ્રજ્ઞા રડતાં રડતાં બોલી.
“હિતેષ, તે આ શું કર્યું ? મને એચઆઇવીનો ચેપ મારા પતિ દ્વારા લાગેલ છે, એટલે તો ત્યાંથી સાસરે મુંબઈ પરત આવી છુ."
”હે ! શું વાત કરે છે?” હિતેષ બદલાની આગ ઠંડી થતાં હેબતાઈ ગયો. પણ
હવે શું થાય?
છ
મહિનામાં હિતેષમાં એઈડ્સના લક્ષણો દેખાતા દાખલ કરવો પડ્યો. કોર્ટમાં પ્રવિણ આ કૃત્ય
બન્નેની મરજીથી
થયાનું સાબિત થતાં નિર્દોષ છૂટી ગયો.
બદલાની આગમાં હિતેષ જિંદગીના છેલ્લા દિવસો ગણી
રહયો હતો.
લાસ્ટ સ્ટ્રોક : વેરની ભાવના રાખી ખૂનકા બદલા ખૂન અને બળાત્કાર કા બદલા બળાત્કાર કોઈ જ રીતે યોગ્ય નથી. કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. ક્ષમા જ વીરોનું આભુષણ છે.
-----------------------------------------------------------------------------------------------------------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
બદલો - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories