પ્રેમની ખુદ્દારી
“અમૃતલાલ શેઠ,
તમે કહેલું કે કોઈ સારા છોકરીને મદદ કરવા જેવુ હોય તો જણાવજો તેથી આપને મદદ માટે
વિનંતી કરું છું. એક સારા ઘરની છોકરી સારવાર વગર તરફડે છે. લગભગ દોઢેક લાખની મદદની
જરૂર પડી છે. ડિલિવરી બાદ તેની બન્ને કિડની ફેલ થયેલી છે. જો તમારી મદદ મળી જાય તો
તેની જિંદગી બચી જાય તેમ છે.” બ્રીજમોહન હોસ્પિટલના PRO મોદી
સાહેબે અમૃતલાલ તન્ના શેઠને ફોન ઉપર વિનંતી કરી.
અમૃતલાલ શેઠે પુછ્યું “બહેનનું નામ શું છે ?
તે ક્યાંથી આવેલી છે ? તે ખરેખર ગરીબ ઘરની છે ?”
મોદી સાહેબે કહ્યું “તે લોકો હિંમતનગર
બાજુના ગામડામાંથી આવેલા છે. ખરેખર સામાન્ય ઘરના લાગે છે. તેની વર્તણૂક પરથી તે સુખી
ઘરની છોકરી લાગે છે. “ અમૃતલાલે રૂપિયા મોકલવાની તજવીજ કરી. લતાબહેન નામ સાંભળીને
તેમને તેમની એકની એક યુવાન દીકરી લિપિની યાદ આવી ગઈ.
“ગાંડી થઈ ગઈ છે,
મારા પગારદાર એવા સામાન્ય ડ્રાઈવર સુમન સાથે તારા લગ્ન શક્ય જ નથી. સમાજના મારી
ઈજ્જતના કાંકરા થઈ જશે” અમૃતલાલે ચિડાઈને કહ્યું.
“પપ્પા બાકીની જિંદગી
તો મારે જ કાઢવાની છેને ! મારે તો સુમન સાથે જ લગ્ન કરવા છે.” લિપિએ મક્કમતાપૂર્વક પ્રતિકાર કર્યો.
“ જો તું તેની સાથે જ
લગ્ન કરીશ તો તારે મારી લાશ ઉપરથી જવું પડશે” આમ
કહીને અમૃતલાલે તેને ઈમોશનલ બ્લેકમેલ કરી
દીધી. હવે તો લિપિને લગ્ન માટે હા પાડવા સિવાય બીજો વિકલ્પ જ ન હતો.
જાન
વાજતેગાજતે લગ્નમંડપ
સુધી આવી પહોંચી, છેલ્લેછેલ્લે લિપિને પપ્પાની જૂઠી શાન અને ઇજ્જત ઉપર
નફરત થઈ ગઈ. તેણે તરત જ તેના પ્રેમી સુમનને મોબાઈલ કરી બંગલાના પાછળે દરવાજે બોલાવી બન્ને ભાગી છૂટયા. લગ્નમંડપમાં
બૂમ
પડી, “કન્યા પધરાવો સાવધાન “ પણ કન્યા તેના રૂમમાંથી ગુમ. અમૃતલાલ ચિંતામાં ચક્કર ખાઈ ગયા. તેમની આબરૂ
અને ઈજ્જતના ધજાગરા ઊડી ગયા. તેમને છાતીમાં દૂ:ખાવો ઊપડતાં દાખલ કરવા પડ્યા. અમૃતલાલ અને
તેના પત્ની લીલાબહેન સમજી ગયા કે તેમનો ડ્રાઈવર સુમન અને લિપિ બન્ને ગુમ થયા હતા.
અઠવાડીયા પછી લિપીનો ફોન આવ્યો, “પપ્પા,
મેં અને સુમને આર્યસમાજ વિધિથી લગ્ન કરી લીધા છે. મારી ચિંતા કરતાં નહિ.” અમૃતલાલ ખૂબ ચિડાયા.
“ આવી રીતે
લગ્નમંડપમાંથી ભાગીને તે મારી ઈજ્જતના ધજાગરા ઉડાવી
દીધા છે.
હવે મારી સાથે ક્યારેય વાત ના કરતી.”
“પપ્પા,
અમારી ભૂલ માફ કરો, અમે તો છોકરું કહેવાઈએ .” લિપિ
કરગરી પડી.
“ખબરદાર હવે બીજીવાર
ફોન કર્યો છે તો ? આજથી આપણાં સંબંધો પૂરા,
તારે મને પપ્પા કહેવું નહિ અને ક્યારેય ફોન કરવો નહી.” ગુસ્સામાં અમૃતલાલે
મોબાઈલ કટ કરી દીધો.
બસ પછી બે વરસ સુધી લીપીના કોઈ સમાચાર જ
નથી ! સમય પસાર થતાં અમૃતલાલનો ગુસ્સો ઊતરવા લાગ્યો. મનોમન તે પસ્તાઈ રહ્યા હતા. કે હું જ ગુનેગાર છું.
ગુસ્સામાં મેં જ તેનો ફોન કાપી નાખેલો.
તેમની
પત્ની લીલાબહેન પણ ચિંતા કરતાં હતાં. તેમણે અમૃતલાલને કહ્યું “ ગુસ્સો કાબુમાં રાખીને વાત કરી હોત તો સારું. હવે તો
તેના કોઈ જ સમાચાર નથી. ક્યાં હશે ? શું
કરતી હશે ? શું ખબર ?”
આ
દૂ:ખને ભૂલવા અમૃતલાલે સારા ઘરની દીકરીઓને સારવાર
માટે દાન કરવાનો નિર્ણય કરી દીધો, જેથી
ભૂલ સુધારી શકાય.
આ
વિચારો ચાલુ હતાં ત્યાં બ્રિજમોહન હોસ્પીટલમાંથી
ફરી
ફોન આવ્યો, “શેઠ, મેં આપનું નામ દાતા તરીકે જણાવી મદદ સ્વીકારવા કહ્યું,
તો દર્દીએ
દાન સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી. તેણે
કહ્યું: મારે અમૃતલાલ તન્નાનો એક
પૈસે પણ ના જોઈએ તેની હાલત તો ગંભીર જ છે શું કરવું તે સમજાતું નથી. તે છોકરી મોત સામે ઝઝૂમી
રહી છે પણ તમારો
એકપણ પૈસો સ્વીકારવાની ના પાડે છે .”
અમૃતલાલને
નવાઈ લાગી. દોઢ લાખનું દાન સ્વીકારવાની ના પાડનાર મહિલા કોણ હશે? આજદિન સુધી દાન માગનારા ઘણાં આવી ગયા પણ આટલી મોટી રકમ
ઠુકરાવનાર છે કોણ ? તેમણે તરત તેમની પત્નીને ફોન
જોડ્યો અને બધી વાત કરી.
લીલાબહેને
ગુસ્સે થઈને જવાબ આપ્યો, “જવા દોને આપણી દીકરી તો જતી રહી. બીજાની દીકરી માટે જીવ
બાળવાની શી જરૂર ? હશે કોઈ મગજની ફરી ગયેલી.”
પણ અમૃતલાલને આમાં કાઇ રહસ્ય લાગ્યું. તેણે ફોનમાં કહ્યું, “ પણ તેને મળવા તો જોઈએ પછી જ ખરી વિગત જાણવા મળશે.” બન્ને જણાં બ્રિજમોહન હોસ્પિટલ લતાબહેનને મળવા પહોંચી ગયાં.
દવાખાને
પહોંચી દર્દીના
ખાટલે જતાં બન્ને અચંબામાં પડી ગયાં. “અરે આ તો આપણી લિપિ જ છે.”
લિપિએ
હાથ જોડી દાન ણ સ્વીકારવા બદલ ક્ષમા માંગતાં કહ્યું, “અમૃતલાલ શેઠ, મારે
તમારી કોઈ મદદ કે દાન ન ખપે. મને મારા હાલ
ઉપર જ છોડી દો.”
લીલાબહેન અને અમૃતલાલની આંખો આંસુથી
ભરાઈ ગઈ. “બેટા,
અમે તો બધાને દાન કરીએ છીએ,
પણ તારું નામ કેમ બદલાઈ ગયું ?”
“મેં લગ્ન પછી નામ
બદલી સાસરેથી લતા નામ રાખેલ છે. મારી અને સુમનની જિંદગી સુખચેનથી હિંમતનગર પાસેના
ગામડામાં પસાર થતી હતી. સાસરિયામાં બધા મને ખૂબ પ્રેમ કરે છે. ડિલિવરી પછી મારો
પેશાબ બંધ થઈ જતાં નિદાન થયું કે મારી બન્ને કિડની ફેલ થઈ ગઈ છે. એટલે હિંમતનગરથી
અહી અમદાવાદ આવ્યા છીએ. તમે તો અમારી સાથેના સંબંધો કાપી નાખ્યા છે. પણ અમે
ઇજ્જતદાર ખમીરવંતા માણસો છીએ, તેથી મારે
તમારી કોઈ મદદ જોઈતી નથી.” આટલું બોલતા લિપિ રડી પડી.
“બેટા,
એ તો એ વખતે તારા પપ્પા ગુસ્સામાં એવું બોલી
ગયાં હશે, પણ હવે પસ્તાઈ રહ્યા છે.” લીલાબહેને ખુલાસો કર્યો. અમૃતલાલ શેઠ પણ નીચું માથું રાખી પસ્તાઈ રહ્યા હતા.
ત્યાં
શેઠનો ડ્રાઈવર સુમન રૂમમાં પ્રવેશ્યો અને શેઠશેઠાણીને જોતાં પગમાં પડી ગયો. “શેઠ,
મને માફ કરી દો.”
“બેટા,
હવે અમે તમારા પણ મમ્મી પપ્પા કહેવાઈએ.” જમાઈને
ઊભા કરતાં અમૃતલાલે પ્રેમથી કહ્યું.
લિપિની
બાજુમાં નાનો ભાણિયો ખિલખિલ હસી રહ્યો હતો. તેને નાના અને નાનીએ પ્રેમથી તેડી અને
રમાડવા લાગ્યા. આ જોઈ લિપિનો વિરોધ અને ગુસ્સો ઓગળી ગયો.
અમૃતલાલ
શેઠને હવે તેમની અમીરી, ઇજ્જત કે આબરૂની પરવા ન હતી. સુપરવાઇઝર મોદી સાહેબે
ચારેને પ્રેમથી વાતો કરતાં જોઈ બિલના અનુદાનની વાત કરવાનું માંડી વાળ્યું. હવે
તેની જરૂર પણ ક્યાં હતી ?
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પ્રેમની ખુદ્દારી - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories