15 નવેમ્બર 2025

ભૂલ કોની - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ભૂલ કોની

      ડો. મયંક પ્રજાપતિ MBBS થઈ ગયા પછી આગળ ભણવાને બદલે પોતાના વતન સાબરકાંઠા જિલ્લાના બિંડવા ગામે દવાખાનું ચાલુ કરી દીધું. વ્યાજબી ચાર્જીસ, સેવાની ભાવના અને નિયમિત સેવાઓથી પાંચ વરસમાં તો તેમનું નામ સેવાભાવી  ડોક્ટર તરીકે આખા ગામમાં પ્રખ્યાત થઈ ગયું.

      ગામ નાનું હતું અને તેમાં બારમા ધોરણ સુધી છોકરા અને છોકરીઓની ભેગી કોએજ્યુકેશન વાળી એક સ્કૂલ હતી. અગિયારમાં ધોરણમાં ભણતી સત્તર વરસની નિધિને તેના જ ક્લાસના નિલય સાથે દોસ્તી થઈ ગઈ હતી.

      બંનેના ઘર એક જ મહોલ્લામાં પાસે પાસે અને બંનેના કુટુંબજનો પણ એકબીજાને ઓળખે, એટલે  એકબીજા પર વિશ્વાસ પૂરતો હતો. બંનેની દોસ્તી સ્વચ્છ અને નિર્મળ હતી.

        ઓગસ્ટના અંતમાં પહેલી ત્રિમાસિક પરીક્ષાની તૈયારી ચાલતી હતી. નિધિને કેમિસ્ટ્રીના સમીકરણો આવડતા જ ન હતાં. પણ નિલય એ વિષયમાં હોશિયાર હતો. રાત્રે જમીને નિધિ તો આવી નિલયના ઘરે કેમિસ્ટ્રી શીખવા માટે.

      મસ્ત કુદરતી વાતાવરણ, મંદ મંદ વરસાદી માહોલ, રાત્રીનું એકાંત બે વિજાતીય યુવાન હૈયા, જરૂર હતી ફક્ત ઉત્તેજિત સંજોગની.

      મોડી રાત્રે નિલયે તેના મોબાઈલ ઉપર એડલ્ટ સાઇટ ચાલુ કરી પછી જોઈએ શું ? બંને જોતાં જોતાં ઉત્તેજિત થઈ ગયાં. એકબીજાને સ્પર્શ કરતાં મર્યાદા ઓળંગી ગયાં. આવેશમાં અને આવેશમાં ન બનવાનું બની ગયું.

      આગળ શું પરિણામ આવશે તેની તો બંનેને ખબર નહોતી, પણ બંને ચિંતામાં પડી ગયાં.

      પરીક્ષાઓ પૂરી થઈ. બંનેના પેપરો સારા ગયાં હતાં. નિધિને દર મહિને નિયમિત માસિક આવતું હતું, પણ આ મહિને પંદર દિવસ ચડી ગયા તેથી તેનાં માબાપ ચિંતામાં પડી ગયાં.

      તેનાં મમ્મીએ તેનાં પપ્પાને કહ્યું,સાંભળો છો, આપની નિધિને માસિક ચડી ગયું છે, ડોક્ટર પાસે તપાસ કરાવીને દવા લઈ આવીએ.

      તેનાં માબાપ ગામના જ ડોક્ટર મયંક પ્રજાપતિ પાસે લઈ ગયાં. રાત્રિના નવ વાગી ગયાં હતાં, ડોક્ટરના સ્ટાફ સિસ્ટર પાંચ મિનિટ પહેલા જ ઘેર કામ હોવાથી નીકળી ગયાં હતાં અને ડોક્ટર પણ ક્લિનિક બંધ કરી રહ્યા હતા.

      નિધીના પપ્પાએ તેમણે રોકીને વિનંતી કરી: ડોક્ટર અમારી દીકરીના તપાસ કરાવવા આવ્યા છીએ, તેને માસિક ચડી ગયેલ છે.

      હમણાં નહિ મારી સ્ટાફ સિસ્ટર પણ ઘરે ગયેલ છે. કાલે સવારે આવજોને. ડોક્ટરે કહ્યું.

      ડોક્ટર અમને બહુ ચિંતા થાય છે. જોઈ આપોને.... નિધિના પપ્પા કરગર્યા.

      સારું ડોક્ટર પીગળી ગયા. નિધીને અંદર તપાસરૂમમાં લઈ ગયા. કોઈ પણ મહિલાની તપાસ કરતી વખતે ડોક્ટરે તેનાં મહિલા સ્ટાફને હાજર રાખવો જરૂરી છે. નિધિને શરમ આવતી હોવાથી તેનાં મમ્મી પણ અંદર ના ગયાં. ડોક્ટર અને નિધી એકલાં અંદર ગયાં, ડોકટરથી આ એક મોટી ભૂલ થઈ ગઈ.

      અંદર સાધનો ફરી ગોઠવવામાં અને ગ્લોવ્સ પહેરીને બધી તપાસ કરવામાં પાંચથી દશ મિનિટ થઈ ગઈ. તપાસ કરીને ડોક્ટર આવીને બોલ્યા, ચિંતા જેવુ કઈ નથી. હજી પંદર જ દિવસ ચડ્યા છે ને ! હું ગોળીઓ આપી દઉં છું. તેનાથી માસિક નિયમિત થઈ જશે. કુંવારી સત્તર વરસની તરુણીમાં ડોક્ટર બીજું તો શું વિચારે ?

      સમય પસાર થતો ગયો નિધીએ દવાઓનો કોર્સ પૂરી કરી દીધો પણ પરિણામ શૂન્ય ! હજી માસિક આવ્યું નહિ.

      નિધીના પેટનો નીચેનો ભાગ બહાર આવવા લાગ્યો. માબાપ ગભરાયાં. ડોક્ટર પણ જોઈને આશ્ચર્ય પામ્યા. તરત જ પ્રેગ્નેન્સી ટેસ્ટ કર્યો તો ટેસ્ટ પોઝિટિવ !!

      નિધીને તેની ભૂલનો ખ્યાલ આવી ગયો હતો, પોતે ચાર માસની સગર્ભા છે પણ નિલયનું નામ તો અપાય તેમ હતું જ નહિ, તો તો તેની ભૂલ પણ બહાર આવે ને !!

      નિધીના મમ્મી પપ્પા દોડ્યા પેલા ડોક્ટર પાસે, અકળાઇને બોલ્યા : ડોક્ટર તમને ખબર ના પડી ? કેવી તપાસ કરી ?

      નિધીને ત્યાં ને ત્યાં તતડાવી નાખી. કોનું પાપ પેટમાં લઈને ફરે છે ?

      નિધિને શું જવાબ આપવો તે સૂઝતું ન હતું.

      અંધેરી નગરી ને ગંડુરાજાની વાર્તામાં ફાંસીને માંચડે ચડાવવા ગુનેગાર પાતળો પડતો હતો, એટલે ગંડુરાજાએ હૂકુમ કર્યો, કોઈ જાડિયાને માંચડે ચડાવી દો.

      નિધીને યાદ આવી ગયું. પહેલી વખત ડોક્ટરે તપાસમાં દશ મિનિટ લગાડેલી અને અંદર બંને એકલાં જ હતા. એટલે રડતાં રડતાં તે બોલી: પપ્પા,બધુ ડોક્ટર મયંકે જ કર્યું છે, મને તપાસ માટે સુવડાવીને તેણે જ આ કુકર્મ કરેલું છે.

      ડોક્ટર ચોંકી ગયાં. નિધિના માબાપ પણ ચકરાઈ ગયાં.

        આખા ગામમાં હોહા થઈ ગઈ. ડોકટરની પત્નીએ કહ્યું, મારા પતિ આવું કામ કરે જ નહિ. હું ડોક્ટરની સાથે જ છું.

        બાજુના પોલીસ સ્ટેશને નિધિના માબાપે ફરિયાદ કરી. ફક્ત સત્તર વર્ષની નાબાલિક તરૂણી સાથે ડોક્ટરે કુકર્મ કરેલ છે. આવી ફરિયાદ ઈન્સ્પેકટર પઠાણ સાહેબે લઈ, FIR દાખલ કરી.

        તરુણીનું બયાન અને તપાસ વખતે ડોકટર પક્ષે કોઈ સાક્ષી હજાર ન હોવાથી ડોક્ટરને હાથકડી પહેડાવી કસ્ટડીમાં નાખી દીધા. કાયદો તો પુરાવા માંગે છે ને !

        નિધીના ભવિષ્યની ચિંતા કરીને કોર્ટે ગર્ભપાતનો હૂકુમ કરી દીધો. નિધિ અને નિલય પોતાના કુકર્મને છુપાવીને ડોક્ટરને માંચડે ચડાવી દીધાનો આનંદ મનાવતાં હતા, ત્યાં ભ્રૂણના DNA  ટેસ્ટનો રિપોર્ટ આવ્યો, તેના બાયોલોજિકલ પિતા ડોક્ટર નથી. ડોક્ટર નિર્દોષ સાબિત થયા. હવે પોલીસ ખરા આરોપીને શોધી રહી છે.

      ઈન્સ્પેકટર પઠાણ સાહેબ અને નિધીના માબાપ નવાઈ પામ્યા. બાળકનો બાપ છે કોણ ? નિધી   મગનું નામ મરી પાડતીજ  ન હતી. અંતે પઠાણ સાહેબે નિધીને કસ્ટડીમાં લઈ, લેડી જમાદારને હૂકુમ કર્યો સાચું નામ ના આપે ત્યાં સુધી મારવાનું ચાલુ રાખો.

        અંતે નિધી તૂટી ગઈ, અને તેણે નિલય સાથેનો સહવાસનો પ્રસંગ રડતાં રડતાં જણાવી દીધો. સત્યની આ ખરે જીત થઈ.  

      સારું છે કે આધુનિક મેડિકલ સાયન્સની મદદથી આપણે બાળકનો ખરો પિતા જાણી શકીએ છીએ. નહીતર આંખે પાટા બાંધેલી ન્યાયની દેવી પણ સાચા માણસને મળતી ખોટી સજાથી રડી પડત !!!  

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ભૂલ કોની - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories