અર્ચનાની જીદ
અર્ચના અને આશીકના લગ્નને ફક્ત આઠ મહિના જ થયા હતા, પણ બન્નેના વિચારોમાં આસમાન જમીનનો ફરક
હતો, તેથી વાદ વિવાદ વધતાં જતાં હતા. આશિક
એકદમ શાંત,
અર્તમુખી અને વિચારશીલ યુવાન હતો. તે મહેનત કરીને, પુરુષાર્થથી કમાવાના
વિચારો ધરાવતો,
જ્યારે અર્ચના તેનાથી તદ્દન વિરુદ્ધ બહિર્મુખી, બોલકણી, હરવા ફરવાની શોખીન અને તડ ને ફડ કરનારી
મહિલા હતી. તેને તો દરેક વાતે લડવામાં આનંદ આવતો, લડવાની તેની મજા માણતી અને જાણે કોઈ જીત
મેળવી હોય તેવો આનંદ મનાવતી. તેના વિચારો પણ ઉમદાવાદી અને ઉધ્ધતાઈ ભરેલા હતા.તે વિચારતી, મારે લગ્ન કરીને કેમ સાસરે આશિકને ઘરે
આવવું પડે છે,
આશિક મારે ઘરે કેમ ના આવે?
સમાજની વર્ષોની પરંપરા અપનાવવામાં તે
પોતાની રીતે ઊંધુજ વિચારતી. કોઈકના અનુશાસન હેઠળતો રહેવુ જ પડેને, પણ ના, તેનો તો દરેક વાતે વિરોધ જ હોય, આશિક કહે “ચાલો
ફોઈને ઘરે બાબાને રમાડવા, તો અર્ચનાને લૉ ગાર્ડન ફરવા જ જવું
હોય. બન્ને વચ્ચે જામી પડે,
વાકયુદ્ધ જે સાભાળીને કાન પાકી જાય.
“અર્ચના, મારા મોટા કાકાની તબિયત દશ દિવસથી ખરાબ
છે, આજે રજામાં તેને ઘેર ખબર કાઢવા જઈશું.”
આશિક કહેતો,”
શું આખો દિવસ ખબર કાઢીને સોશિયલ બનવાની વાતો કરે છે. માંડ એક રજા મળતી હોયને તેમાય સલમાનનું
નવું પીકચર કેટલું સરસ છે,
એ જ જોવા જઈએ.’
“અર્ચનાની
દલીલ અને અંતે આશિકને તેનું કહ્યું માનવું પડે.”
આશિકની
બુટ્ઠીમાની સાથે તો અર્ચનાને બાપે માર્યા વેર હતા. કોઈને કોઈ વાતે તેની સાથે રોજ
બાખડીજ પડે. સવિતમાને દાંત ના હોવાથી ચાવવાનો મોટો પ્રોબ્લેમ હતો. તેથી પોચી, સાદી, પાચક વાનગીઓ ખિચડી, ભાત કે ઉપમા વધારે ગમે, પણ અર્ચનાને સ્વાદના ચટાકા
ભારે. રોજ કાઈને કાઇ મનગમતું ચટાકેદાર ખાધા વગર ચાલેજ નહીં.
રવિવારની સાંજે પાછી બન્ને વચ્ચે જામી
પડી. સવિતાબાને ખીચડીને કઢી ખાવા હતા, તો અર્ચના સ્વાદિસ્ટ પીઝા બનાવવાના
મુડમાં હતી. “
વહુ બેટા, મારે માટે ખિચડી બનાવો તો સારૂ.”
સવિતાબા નરમાઈથી બોલ્યા.
“બા, આજેતો પિઝાનો પ્રોગામ છે. આશિક પણ ઘેર
છે.” અર્ચનાએ તોછડાઈથી કહ્યું.
“પણ
મારે માટે નરમ કાઈક બનાવોને.”
બા કરગરતા બોલ્યા.
“એમ
બે બે વસ્તુઓ બનાવવા હું નવરી નથી.”
અર્ચના બેફિકરાઈથી બોલી.
અર્ચનાનો સ્વર ઊંચો થઈ ગરમ થઈ ગયો. આશિક આ સાંભળી બાનો પક્ષ લેતા
બોલ્યો.” અર્ચના બનાવી આપને
એમની ગમતી આઇટમ”
“શું
તું પણ ડોશીના પક્ષમાં બોલે છે.”
અર્ચના આજે ફુલ મુડમાં હતી.
“મારી
મમ્મીને ડોશી કહેતા શરમ નથી આવતી.”
સામે આશિક પણ ગરમ થઈ ગયો. “
એવું જ
હોય તો ડોશીને મુકી આવો,
ઘરડાઘરમાં,
“અર્ચના
આજે લડી લેવાના મુડમાં હતી. તેણે સાસુથી
છુટકારો મેળવવા પાસો નાખ્યો.
“
શું મારી માને ઘરડાઘરમાં મુકવી છે? “
કહેતા આશીકે ગરમ થઈ,
અર્ચનાને લાફો લગાવી દીધો. જ્યારે વાતચીત સંવાદથી વિવાદનું નિરાકરણના આવે તો કરવું
શું? વાદ વિવાદ વધતો જાય
અને મુખ્ય તકલીફનો કોઈ ઉકેલના આવે તો શું કરવું?
કોઈ દંડની કાર્યવાહી હોવી જોઈએ કે નહીં.
ઓફિસમાં મેમો,
પોલીસને દંડો આ બધું અનુશાશન માટે જ છે. ‘પણ કુટુંબમાં ઘર ચલાવવા અનુશાશન માટે
શું કરવું?
વિવાદ વકરી જાય અને કોઈ એક માણસ હાથ
ઉપાડી બેસે એ યોગ્ય તો નથીજ,
પણ માતાને વૃધ્ધાશ્રમ મોકલવાની જીદ નો કોઈ અંત જ ના આવે ત્યારે કરવું શું?
અર્ચના ગુમસુમ થઈ ગઈ. તેનો દાવ ઊંધો
પડ્યો. તેણે સામે ગરમ થઈ પોતાનો સામાન પેક કર્યો અને ઉપડી પપ્પાને ઘેર.
બધાએ બહુ સમજાવી આટલી નાની બાબતમાં ઘર ના છોડાય પણ અર્ચનાની ટળી બહુજ હતી, અર્ચનના માબાપે અને મોટાભાઈએ પણ બહુ સમજાવી. બે વાસણો નજીક હોયતો ખખડે પણ ખરા, એમાં સાવ આમ ઘર છોડીને છૂટા છેડા ના લેવાય. પણ અર્ચનાની જીદ આગળ સહુ લાચાર હતા.
તેણે છુટા છેડાની નોટિસ મોકલી. આશિક બે વખત મળવા આવી ગયો.
માફી માગી, ગુસ્સાના આવેશમાં થપ્પડ મારી તો તું પણ સામે મારી દે” પણ આશિકની એક પણ વાત માની તે ના જ માની. મનમાં ચડી ગયેલી ટળી એ તેણે પ્રેગનન્ટ હોવા છતાં સમાધાન માટે ના પાડી દીધી.
વકીલોને તો જોઈ તું મળી ગયું. બન્ને
પક્ષને ઉશ્કેરતા રહયાને પૈસા પડાવતાં રહ્યા.
છૂટાછેડાનો કેસ ફૅમિલી કોર્ટમાં ચાલવા પર આવી ગયો. બન્ને પક્ષે વકીલોતો
તલવારો ખખડાવી ચડાવી રહ્યાં હતા. આશિકે બે ત્રણ વખત તેને ઘેર આવી માફી માગી, હવે આવું નહીં થાય તેની ખાત્રી ઉચ્ચારી
પણ અર્ચના જબરી જીદે ચડી હતી. તે
પોતાને સાસરે જવા તૈયાર જ ના થઈ,
મને લાફો માર્યો જ કેમ?
જજ સાહેબે પણ તેને સમજાવી છ મહિના બન્નેને ફેર વિચારણા કરવાનો સમય આપ્યો, પણ અર્ચનાની જીદ તેની આડે આવી. સમાધાન
માટે તે તૈયાર જ ના થઈ. અંતે તે સાસરે જવા તૈયાર ના થઈ હોવાથી જજ સાહેબે ભરણ પોષણ
વગર છૂટાછેડા કરી દીધા.
પાંચ વરસ પછી અર્ચનાને કોઈ સાથી નથી, તેની સાડા ચાર વરસની બેબીને લઈને ઠોકરો
ખાઈ રહી છે. વિચારે છે,
મારે આવી નાની બાબતે છૂટાછેડા સુધી પહોચવાની જરૂર નહોતી. પણ એક વખત સમય નીકળી જાય પછી
પસ્તાવા સિવાય કાઇજ રહેતું નથી. સમાધાન પૂર્વક અનુશાસનમા રહ્યા વગર તો સંસારમાં
જીવવું મુશ્કેલ છે,
તે સમજ મોડી મોડી પણ અર્ચનાને આવી ગઈ, એકલી દેખાવડી સ્ત્રીની આગળ પાછળ અનેક
લટ્ટુઓ આંટાફેરા મારી રહ્યા હોય છે, પણ ફક્ત વિજાતીય આકર્ષણ સિવાય કશુજ
નહીં. હવે અર્ચના પોતાની જીદ માટે બહુજ પસ્તાઈ રહી છે, પણ થાય શું?
લાસ્ટ સ્ટ્રોક : દરેક માણસ પોતે સ્વતંત્ર વિચારનો હોવાનું વિચારી અનુશાસનને ભુલી જઈ પોતાની રીતે જ જીવવા ચાહે તો બે સાથીઓ જોડે રહીજ ના શકે. કોઈક ક્યાક તો સમાધાન કરવું જ પડે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
અર્ચનાની જીદ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories