શહીદની વિધવા
“આ
વખતે વરસમાં શેરબજારોની તેજીને લીધે નફો વધીને બે કરોડ થઈ ગયો છે. તેના પાંચ ટકા
લેખે દસ લાખ રૂપિયા આપણે સારા કામમાં દાન પેટે વાપરવાના છે, એ તો યાદ છે ને?” શહેરના શેરબજારના સૌથી સમૃધ્ધ ખેલાડી
શરદભાઈ પોતાની પત્નીને આ વાત કહી રહ્યા હતા.
આ વરસે શેરબજાર ભરપૂર તેજીમાં ઉછાળા મારી
રહ્યું હતું. લોકપ્રિય બહુમતિવાળી સ્થિર અને કાર્યશીલ સરકારની કામગીરીથી દેશના
ઉદ્યોગપતિઓ ખુશ હતા. દેશ ખરેખર પ્રગતિના પંથે ચડી ગયો હતો.
પૂજારા સ્ટોક બ્રોકિંગના સમૃધ્ધ માલિક
શરદભાઈએ અને તેમના પત્ની પૂર્ણિમાબેને આ વરસે નક્કી કરેલ કે તેની કમાણીના પાંચ ટકા દાન
પેટે સારા કામમાં વાપરવાના. સારી કમાણીના લીધે આ રકમ દસ લાખ જેટલી થઈ જશે, તેની કલ્પના જ નહીં.
બંને જણા કોને દાન કરવું તેની ફિરાકમાં
તપાસ કરી રહ્યાં હતાં. અનાથાશ્રમમાં આંટો મારી આવ્યા,
વુધ્ધ્શ્રામાં જઈ આવ્યા,
પરતું પૃર્ણિમાબેનના ધર્મપ્રિય સ્વભાવને કારણે અંતે બંનેએ ભગવાનને દાન કરવાનું
નક્કી કર્યું.
સાંજે બંને વિચાર કરતાં બેઠા હતા, ત્યાં તેમના મહોલ્લાના બે આગેવાનો ઘેર
આવીને હાથ જોડીને બેઠા. આડી અવળી વાત પછી તેમણે કહ્યું, “શેઠ, તમે દસ લાખ રૂપિયા સારા કામમાં દાન
પેટે વાપરવા માગો છો,
એટલે અમે ખાસ આવ્યા છીએ.”
“બોલો, શું પ્રપોઝલ છે?” શરદભાઈને એમ કે મહોલ્લામાં કોઈ મંદિર
કે બીજી કોઈ યોજના હશે પણ આ લોકો તો સાવ બીજું જ બોલ્યા, “શેઠ, આપને તો ખબર છે, આપણા મહોલ્લાના શહીદ બહાદુરસિંહ પાંચ
વરસ પહેલાં ભારતમાતાના સ્વાભિમાન માટે લડતાં શહિદ થઈ ગયા
હતા. તે વખતે તેમને એક કિડની તેમના પત્નીએ ડોનેટ કરી હતી.”
“તો
હવે શું છે?”
શરદભાઈએ પુછ્યું.
“હવે
તેમના વિધવા પત્ની જે એક જ કિડનીથી જીવતાં હતાં, તેની કિડની ફેઇલ થઈ ગઈ છે, જે રિપ્લેસમેંટનો ખર્ચ દસ લાખ જેટલો છે. સરકાર તરફથી બીજી બધી વયવસ્થા થઈ ગઈ છે, જવાન પોતે નહીં, પણ તેની વિધવા હોવાથી આ ખર્ચ સરકાર ન
આપવાની હોવાથી અનુદાનથી જ મેળવવાનો છે. આપના તરફથી આ સહાય મળી જાય તો તેની જિંદગી
બચી જાય તેમ છે.”
આ સાંભળીને શરદભાઈ વિચારમાં પડી ગયા.
પૂર્ણિમાબેને તેમને બાજુના રૂમમાં લઈ
ધીમેથી સમજાવ્યા,
“આપણે આ રકમ મંદિરમાં જ દાન કરવાનું
નક્કી કરેલ છે. ભગવાન ખુશ થશે તો આપણને હવે ઢળતી ઉમરે સ્વર્ગ મળશે પુણ્ય તો કમાવું
પડશે ને !” શરદભાઈ કઈ બોલી ના શક્યા, તે બંનેને ‘સોરી’ બોલી
વિદાય કર્યા. અંતે
રામમંદિરને જ બધુ દાન કરી દીધું.
રામમંદિરના પૂજારી આટલી મોટી રકમના દાનથી
ખુશ થઈ ગયા. બંનેને ભગવાનની મહાઆરતી કરાવી,
જાતજાતના પ્રસાદ આપી ખુશ કરી દીધા. પૂર્ણિમાબેન ભગવાનને મોટી રકમ દાન કરવાથી ખુશ
થઈ સ્વર્ગના વિચારે તરબોળ હતા. મંદિરના પૂજારીને દાન કરી એ લોકો જાણે કે ભગવાનને કાયમ માટે પોતાના કરી
દીધા હોય,
એવી ભાવના રાખીને પોતાના નિર્ણયથી આનંદમય બની ગયા હતા.
ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. તેને કેટલા
રૂપિયાનું દાન થયું તેમાં નહીં,
પણ કેવી ભાવનાથી દાન થયું તેમાં વધારે રસ હોય છે. સંપૂર્ણ ભાવથી ઘરાયેલા દસ રૂપિયા
પણ ભગવાન માટે તો દસ લાખ જેટલા જ છે ને?
વળી,
રૂપિયાને ભગવાન શું કરવાના હતા?
તે તો અંતે પૂજારી અને ટ્રસ્ટીના હાથમાં જ જવાના હતા ને? પણ બધું આ દંપતીને સમજાવે કોણ?
ત્રણ દિવસ પછી છાપાના સમાચાર વાંચી બંને
ગમગીન બની ગયા. “રાત્રે રામજી મંદિરના પૂજારીના ઘેર
લગ્નપ્રસંગે પાર્ટીમાંદારૂની મહેફિલમાંથી વિદેશી દારૂની દસ લાખ રૂપિયાની બોટલો
જપ્ત,
સાથે બધા જાનૈયાની ધરપકડ.”
બંને જણાને આટલી મોટી મહેફિલના નાણાં ક્યાંથી
આવ્યા તે સમજાઈ ગયું અને અફસોસ કરતાં બેઠાં હતાં.
ત્યાં તો મહોલ્લામાંથી શબવાહિની સાથે અનેક
લોકોને સૂત્રો પોકારતા સાંભળ્યા.
‘શહીદ બહાદુરસિહ અમર રહો.”
શરદભાઈએ બહાર નીકળી
પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે,
બહાદુરસિંહ- ચૌહાણના વિધવાનું કિડની ફેઇલ થવાથી મૃત્યુ થયું છે.
સ્વર્ગની આશા
રાખીને બેઠેલા પુર્ણિમાબહેનને સમજાઈ ગયું કે સારા કામ માટેના પૈસા ક્યાં વાપવારવા
જોઈએ. બહાર દેશપ્રેમી જનતા ધીમે ધીમે સૂત્રો સાથે આગળ વધી રહી હતી. આપણા દેશ માટે
શહીદ થયેલા જવાનની વિધવાની જિંદગી બચી જાય તો એ રૂપિયા ભગવાનને દાન બરાબર જ કહેવાય
ને?
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
શહીદની વિધવા - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories