કામણગારી ચાર્મી
“”આઈ લવ યુ”” ફેઇસબૂક ઉપરના ચેટિંગમાં આ શબ્દો વાંચીને ચેતન ખુશખુશાલ થઈ ગયો. છેલ્લા બે મહિનાથી તેનું ચેટિંગ વડોદરાની ચાર્મી નામની સુંદર, લાવણ્યમય યુવતી સાથે ચાલતું હતું, તેમની ઓળખાણ ફેઇસબુક ઉપર જ થઈ હતી. ફોટા ઉપરથી દેખાવડી છવ્વીસ વરસની ચાર્મી પ્રત્યે ચેતન ખેંચાયો હતો.
એકત્રીસ વરસના ચેતનની સગાઈ બે વખત તૂટી ગઈ હતી. ડબલ ગ્રેજયુએટ ચેતનની નોકરી સારી હતી. તેથી પૈસાની બહુ ચિંતા ન હતી. તેના માંબાપ ખાતાપીતા કુટુંબવાળા પૈસાદાર હતા. વડવાઓની જમીન-જાયદાદમાથી, ભાડાની અને બીજી આવકો નિયમિત આવતી હોવાથી ઘેર નોકર ચાકર, ગાડી અને ઘરનું ઘર વિગેરે હતા, પરંતુ તેનો કાળો કદરૂપો રંગ, બેડોળ ચહેરો, સામાન્ય દેખાવ તેને લગ્નના બજારમાં નાકામિયાબ બનાવી રહ્યા હતા.
ત્રણ વરસ પહેલા તેની સગાઈની વાત માં-બાપ અને સગાવહાલા દ્વારા ફક્ત એક બીજાના ફોટા જોઈને ચારુ નામની યુવતી સાથે ચાલી હતી. કન્યા અને વર શ્રીફળ વિધિમાં ભેગા થયા, તેમાં ચેતનને જોતાવેંત ચારુ તેના માં-બાપ સાથે ઝઘડવા લાગી. “આવા બેડોળ છોકરાને જોયા વગર તમે લોકોએ કેમ વાત ચલાવી ?”તેના મા બાપ પણ ચિંતામાં પડી ગયા, અને તેના પપ્પા બોલ્યા, “અમારે છોકરો દેખાવામાં સામાન્ય છે તેવી વાત થયેલી પણ સાવ આવો હશે તેની ખબર જ નહીં.”
તે જ વખતે ચારુએ સગાઈ કરવાની જ ના પાડી દીધી, બધા લીલા નાળિયેરે પાછા ફર્યા. ચેતનના લગ્ન કરીને ઘર વસાવવાના આરમાનો મનમાં ધરબાઇ ગયા.
ગયા વરસે માંડ માંડ મહેનત કરીને ચેતનના મા બાપે ચંદા નામની સતાવીસ વરસની સારા દેખાવની જ્ઞાતિની જ છોકરી સાથે જ સગાઈ કરાવી હતી.'
ચંદાએ ફક્ત ચેતનના ગાડી અને પૈસા જોઈને જ સગાઈ માટે હા પડી હતી. સગાઈના બીજા દિવસથી જ તેને પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કરી દીધું. ચેતનની સાથે ફરવા જતાં તેણે કીમતી ડ્રેસ અપાવવાની માંગણી શરૂ કરી દીધી. ચેતને કોચવાતા મને ચાર હજારનો કીમતી ડ્રેસ ગિફ્ટરૂપે સાદર કર્યો.
ધીમે ધીમે ચંદાએ માંગણીઓ વધારવાની શરૂ કરી. એક દિવસ કીમતી પરફ્યુમની બોટલ તો એક દિવસ કીમતી મેકઅપ સેટ, માંગણીઓ વધતી જ ગઈ. એક દિવસ તો તેણે ચાલીસ હજારનો મોબાઈલ માંગીને હદ વટાવી દીધી. ચેતનના ઘરના પણ મૂંઝવણમા મુકાઇ ગયા. હજુ તો લગ્ન નથી થયા ત્યાં આટલી બધી માંગણીઓ કરે છે, તો લગ્ન પછી શું થશે ?
બીજા દિવસે ચેતન પિક્ચર જોવા ચંદાને ઘેર ગયો ત્યારે બહારનો દરવાજો ખુલ્લો જ હોવાથી ઘરમાં ગયો. તેણે ચંદાની વાત સાંભળી, “મમ્મી આ તો માલદાર પાર્ટી છે, એટ્લે આવા કાળા, કદરૂપા ચેતનને હા પાડી, નહિ તો મને તો દેખાવડા ઘણા છોકરા મળતા હતા.”.
આ સાંભળતા જ ચેતનનું દિલ તૂટી ગયું અને નિરાશ થઈને તેણે જ સગાઈ જ તોડી નાખી.
બબ્બે વખત ફેઇલ થયેલા વિદ્યાર્થીને અચાનક ફર્સ્ટ ક્લાસ આવી જાય તો કેવો ગેલમાં આવી જાય તેમ ચેતન પણ ચાર્મીનો ફેઇસબુક ઉપર પ્રેમનો એકરાર નો મેસેજ વાંચી ગેલમાં આવી ગયો.
અઠવાડીયા સુધી ફેઇસબુક ઉપર અને પછી કલાકો સુધી મોબાઈલ ઉપર ચેટિંગ કરીને બંને એકદમ નજીક આવી ગયા. બીજા દિવસે તો કામણગારી ચાર્મીનો મોબાઇલ આવ્યો, ‘ચેતન, હવે તો તારા વગર રહેવાય તેમજ નથી.આપણે લવ મેરેજ કરી લઈએ.
ચેતન ને તો જાણે બગાસું ખાતા પતાસું મળી ગયું. તે તો લગ્ન કરવા તૈયાર જ હતો.
બીજે દિવસે ફક્ત એક નાની બેગ સાથે ચાર્મી પોતાના ઘેરથી ભાગીને ચેતનને ઘેર આવી ગઈ. ચેતને તેના કુટુંબીજનો, સગાઓ વિષે પૂછપરછ કરી પણ ચાર્મી તો ઘેરથી ભાગીને આવી હતી. તેથી કોઈ જવાબ ના દીધો. ખુશીના આવેગમાં ચેતને કોર્ટ મેરેજ કરી લીધા.
ચેતનના મિત્રો અને સગાઓ સુંદર ચાર્મીને જોઈને જલવા લાગ્યા. તેના એક મિત્ર એતો ટીખળ કરી. “અલ્યા, મોડે મોડે પણ કાગડો દહીથરું લઈ ગયો.” બધા હસી પડ્યા. ચેતન પોતાને નસીબદાર ગણવા લાગ્યો. ચેતને તેના માં-બાપ, સગાવ્હાલા વિગેરે વિષે પછી પુછપરછ જ ના કરી. પ્રેમના આવેગ અને જુવાનીના નશામાં માણસની સામાન્ય વિવેકબુધ્ધિ નષ્ટ પામે છે.
બંને સાત દિવસ સિમલા હનીમૂન પતાવીને ઘેર આવ્યા, ત્યાં ચાર્મીના મોબાઈલ પર સમાચાર આવ્યા કે તેના પપ્પા ને અટેક આવેલ છે, પણ અત્યારે ખર્ચના પાંચ લાખની સગવડ થતી ન હતી. તેથી ચાર્મી એ રડતાં રડતાં ચેતનને વાત કરી કે સગવડ થયે તરત તેના પપ્પા રૂપિયા પરત કરી દેશે. ચેતન તો તેના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો. તેણે તેની બેન્કની એફડીઓ તોડીને પાંચ લાખ રોકડાની સગવડ કરી દીધી. ચાર્મીએ અરજન્ટ આ રૂપિયા તેના ઘેર મોકલાવી દીધા.
બે દિવસ પછી ચાર્મીએ ખુશ થતાં કહ્યું, “ચેતન ડાર્લીંગ, તારી મદદથી મારા પપ્પા બચી ગયા. તેના માટે મે મારા કુળદેવીની માનતા રાખેલી કે ખુલ્લા પગે એકલા ચાલતા જઈ, લગ્નના કપડાં અને દાગીના પહેરી માતાજીનાં દર્શન કરી ચુંદડી ચડાવવી.”
ચેતન પર તો તેના પ્રેમનો નશો સવાર હતો. તે તો લોકરમાથી સોનાનો સેટ, મંગળસૂત્ર અને ડાયમંડની બંગડી વગેરે લઈ આવ્યો. બંને ગાડીમાં બેસી સુરેન્દ્રનગર ગયા. ત્યાંથી પાંચ કી.મી. ચાલતા ચાર્મીએ એકલા જવાનું હતું. સુરેન્દ્રનગરથી હળવદ હાઈવે તરફ ચાલતા ચાર્મીએ કહ્યું, “હવે મારે એકલા જ જવાનું છે. ચિંતા કરતાં નહીં. હું ત્રણ ચાર કલાકમાં દર્શન કરી, માનતા પુરી કરીને આવું છું.”
બે ત્રણ કલાકને બદલે ચાર કલાક થયા, છ કલાક થયા પણ ચાર્મી હજુ સુરેન્દ્રનગર ચેતન પાસે ના આવી. આખી રાત ચેતન તેની ચિંતા કરતો જ રહ્યો. ગાડીમાં છેક હળવદ સુધી તે આંટો મારી આવ્યો, પણ ચાર્મીનો કોઈ પત્તો જ ન હતો, તેથી તેને છેતરાઈ ગયાની શંકા ગઈ. એક દિવસ પૂરો થતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરી.
ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબે બધી વિગતો જાણી ચાર્મીનો
ફોટો માંગીને કોમ્પ્યુટરમાં મેચિંગ
માટે ડાઉનલોડ કર્યો. પણ તેના મેચિંગના પરિણામ જોઈ બધા ચોંકી ગયા. આ તો બહુરૂપધારી
મહિલા નીકળી પડી. તેની આગળની હિસ્ટ્રી એક પછી એક કોમ્પ્યુટરમાં દેખાવા માંડી.
બે વરસ પહેલા દિલ્હીમાં રોશની નામ ધારણ
કરી પૈસાદાર પતિ સાથે લગ્ન કરી આઠ લાખની છેતરપિંડી કરી. એક વરસ પહેલા દિપા નામ
ધારણ કરી મુંબઈમાં આ જ રીતે કરોડપતિ સાથે
લગ્ન કરી દશ લાખની ચોરી કરી ભાગી ગઈ. આ મહિલા તો મોસ્ટ વોન્ટેડ મહિલા હતી. તેની મોડસ ઓપરેન્ડી દરેક જગ્યાએ
સરખી હતી. પોતાના રૂપ દ્વારા કરોડપતિને ફસાવી, લગ્ન કરી, લાખો રૂપિયાનો ચૂનો ચોપડી ભાગી જવું, આ તેનો ત્રીજો શિકાર હતો.
ચેતન માથે હાથ દઈને બેસી પડ્યો. પાંચ લાખ રોકડા અને સાત લાખના દાગીના સાથે બાર લાખની છેતરપિંડી કરીને ચાર્મી ગુમ થઈ ગઈ, પણ કેટલી ચાલાકીથી બધાને બનાવી ગઈ, તેનો વસવસો ઘરના બધા અનુભવી રહ્યા.
ચેતન પણ વિચારતો હતો. “મે તેનો પ્રેમ પામવા કેટલો ખર્ચ કર્યો, પણ અંતે બધુ લૂંટાઈ ગયું અને ચાર્મી પણ ગુમાવી.
ત્યાં રેડિયો પર ગીત ચાલુ થયું. “હમને અપના સબકુછ ખોયા, પ્યાર તેરા પાને કો.”
(સત્યઘટના, ફક્ત ફેઇસ બૂક અને
મોબાઈલથી થયેલો પ્રેમ કેટલી મુસીબતો સર્જી શકે છે, તે આજના યુવક યુવતીઓની આંખ ખોલનાર છે. નામ અને સ્થળ બદલાવેલ છે.)
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
કામણગારી ચાર્મી - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories