પિતાનો દુલાર
“આપણી પેઢીના ગ્રાહકો પાસેથી રોકડા રૂપિયા આવે, તે તમે જમા કરાવતાં નથી, પણ ચાંઉ કરી જાવ છો, રમણીકભાઈ” રાજનીકાંતભાઈ જોરથી બરાડ્યા.
“શું વાત કરો છો રજનીકાંતભાઈ, હું એકેએક રૂપિયો જમા કરાવું છુ. તમને કઇં ગેરસમજ થઈ લાગે છે.” રમણીકભાઈએ ખુલાસો કરતાં કહ્યું.
“મને ગેરસમજ થાય, પણ આ ચોપડા જૂઠું બોલે નહીં, આમાં અગિયાર લાખનો હિસાબ મળતો નથી. તમે જ ચાંઉ કર્યા લાગે છે.” હજુ રજનીકાંતભાઈ ગુસ્સામાં હતા. બંનેની આંગડિયા પેઢી જોરદાર ચાલતી હતી. ત્રીસ વરસથી વહીવટ જામી ગયેલો અને નામ પણ સારું હતું. છેલ્લા બે મહિનાથી હિસાબમાં ગરબડ થતાં બંનેના મન ઊંચા થઈ ગઈ ગયા, વાત છૂટા પડવા સુધીની આવી ગઈ. છૂટા પડ્યા પછી બંનેના મન એટલા ઊંચા થઈ ગયા કે પછી બોલવા ચાલવાનો વહેવાર પણ બંધ. જાણે કે બંને એકબીજાના વરસો જૂના વેરી બની ગયા.
સબંધો સારા હતા ત્યારે રજનીકાંતભાઈની રવિના અને રમણીકભાઈનો રાજીવ બંને ખાસ મિત્રો હતા. બંનેની લગભગ સરખી ઉંમર, બંને શાળામાં સાથે ને સાથે, જ્યારે સબંધો સારા હતા ત્યારે બંને કુટુંબો ભેગા થાય ત્યારે રવિના અને રાજીવ સાથે જ રમવા, જમવા અને ભણવા બેસી જતાં.
સમય જતાં કોલેજમાં આવતાં બંનેમાં તરુણાવસ્થા પ્રવેશવા લાગી. છતાં બંનેનો પ્રેમ અકબંધ. કોમર્સ કોલેજના છેલ્લા વરસમાં આવતાં તો બંને એકબીજાના પ્રેમમાં ગળાબુડ થઈ ગયા. તેમને એમ હતું કે બંનેના કુટુંબોને મનમેળ સારો, જ્ઞાતિ એક જ અને પેઢીમાં વેપાર પણ સાથે ને સાથે જ. તેથી લગ્ન તો થવાના જ છે ને ! બંનેના વાલીઓને પણ શું વાંધો હોય ?
પણ અચાનક.... આ પેઢીના ભાગીદારો વચ્ચે થયેલી તકરારે બધુ તહસનહસ થઈ ગયું. જાણે કે બંને ભાગીદારો એકબીજાના જાની દુશ્મન બની ગયા.
પણ એમાં જુવાન બાળકોનો શું વાંક ? રાજીવ અને રવિનાનો પ્રેમ અકબંધ હતો. રજનીકાંતભાઈ રવિનાને બોલાવી ધમકાવતા કહ્યું “તારે એ રમણીકના છોકરાને ભૂલી જવો પડશે, તું ગ્રેજયુએટ થાય એટલે અમે તારા માટે છોકરો શોધવા માંડીશું.”
“પપ્પા, હું અને રાજીવ નાનપણથી દોસ્ત છીએ, એકબીજાને ઓળખીએ છીએ અને હવે પ્રેમમાં છીએ. હું લગ્ન કરીશ તો રાજીવ સાથે જ, બીજો કોઈ છોકરો હું જોવા નથી માંગતી.” રવિનાએ મક્કમપણે પોતાનો નિર્ણય જાહેર કર્યો.
“ખબરદાર, એ રાજીવનું નામ લીધું છે તો, એ લબાડ, ચોર રમણિકના દીકરા સાથે તારા લગ્ન હરગિઝ નહી થવા દઉં.”
“પપ્પા, હું પરણીશ તો રાજીવ સાથે જ, નહિંતર કુંવારી મરીશ.” રવિના પણ હવે મક્કમ બની ગઈ.
સાંજે તેણે અને રાજીવે મળીને ભાગી જઈને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. રજનીકાંતભાઈ બીજે લગ્નની વાત ચલાવે તે પહેલા તો રવિનાએ ભાગી જઈને રાજીવ જોડે કોર્ટ મેરેજ કરી લીધા. રમણિકભાઈને પણ
ભારે હૈયે બંનેને આશીર્વાદ આપી પોતાને ઘેર બોલાવવા જ પડ્યા. રાજીવ તેમનો એકનો એક
દીકરો હતો. પછી પેઢીનો કારોબાર કોણ સંભાળે ?
રજનીકાંતભાઈ
અને તેમના પત્ની
રમાબેન એકની એક દીકરી ભાગી જવાથી હતાશ થઈ ભાંગી પડ્યા. પણ
રવિના પુખ્ત હોવાથી કરી પણ શું શકે ? રજનીકાંતભાઈ ભારે હૈયે
રવિનાનાં રૂમ પર પહોચ્યા. તેની એકેએક વસ્તુઓ અકબંધ હતી. હવે આનું શું કરવું ? મને પૂછ્યા વગર ભાગીને લગ્ન કર્યા. હવે હું તેને ઘેર જ આવવા નહીં દઉં. તેમણે
રમાબેનને પણ ગુસ્સે થતાં કહ્યું, “હવે
રવિનાને યાદ કરે શું ફાયદો ? તેની વસ્તુઓ અને કપડાં કામવાળાને આપી દો.
રવિનાની યાદ હજુ તેમના મનમાંથી જતી નહોતી, કેટલા પ્યાર અને દુલારથી દીકરીને ઉછેરી હતી, તે યાદ કરતાં રજનીકાંતભાઈ ભાવુક બની ગયા.
કબાટ સાફ કરતાં તેની મેડિકલ ફાઇલ દેખાઈ અને રજનીકાંતભાઈને યાદ આવી ગયો રવિનાનો માઈગ્રેનનો માથાનો દુખાવો. અચાનક માથું ફાટી જાય એવો દુખાવો થાય એટલે રવિના બેહાલ બની જાય.
કેટલા બધા ડોક્ટરને બતાવેલ, પણ છેવટે ડૉ. તન્નાની દવા તેને માફક આવી ગઈ હતી, તેની ફાઇલ હતી. થોડીક ગોળીઓ પણ દેખાઈ. અરેરે ! આના વગર રવિના માથાના દુખાવાથી હેરાન થઈ જશે. એકવાર દુખાવો ઉપડે પછી માથું ફાટફાટ થઈ જાય. પણ હવે શું ? તે તો અમને કહ્યા વગર પરણી ગઈ. એ રમણિક હવે અહી શેનો આવે ? અહી આવે તો તેને ખબર પાડી દઉં. રજનીકાંતભાઈ પોતાની વ્હાલી દીકરીને યાદ કરતાં ગુસ્સે થઈ રહ્યા હતા.
રજનીકાંતભાઈ અને
રમાબેન રાતના દશ વાગ્યે સુવા જતાં હતા અને બેલ વાગ્યો. “આટલા
મોડા કોણ બેલ મારે છે ?” કહેતા રજનીભાઇએ દરવાજો ખોલ્યો. સામે જ રમણિકભાઈ અને
રાજીવને જોઈ તેમનો પિત્તો ગયો.
“હવે શું
લેવા આવ્યા છો ? મારી દીકરીને તો ફોસલાવીને ભગાડી ગયા,
હું તમને છોડીશ નહીં.” રજનીભાઈ ગરમ હતા.
“પપ્પા,
વાત એમ છે ને કે ...” રાજીવ વિનંતી કરવા ગયો, અને રજનીભાઈ બરાડ્યા,”ખબરદાર,
મને પપ્પા કહ્યું છે તો, મારી દીકરી કેમ છે ?”
“એ જ
કહેવા આવ્યા છીએ. રવિનાને
સખત માઈગ્રેનના દુખાવાથી મગજ ફાટફાટ થાય છે અને તે બૂમો પાડે છે. તેની ફાઇલ અને
દવાઓ અહી રહી ગયા છે, તો મહેરબાની કરીને....” રાજીવને
ડર હતો કે કદાચ રજનીભાઈ તેને લાફો મારશે.
“હેં !
મારી રવિના માઈગ્રેનમાં ફસાઈ છે.” રાજનીકાંતભાઈ દીકરીની હાલત સાંભળી ઢીલા પડી ગયા.
“હું
તમારી સાથે આવું છું, લ્યો આ તેની ગોળીઓ અને ફાઇલ. જલ્દી કરો, એક જ ગોળીથી તેને તરત જ આરામ જણાશે.” રજનીભાઈ
નરમ પડી ગયાં. રમાબેન પણ તરત જ દોડી આવ્યા.
રમણિકભાઈને
ઘેર રવિના દુખથી કણસતી સૂતી હતી, તે પપ્પા મમ્મીને જોઈ ખુશ થઈ, પપ્પાને વળગી પડી.
“બેટા,
આવી રીતે ભાગી જવાતું હશે, માબાપની હાલત કેવી થાય તે તો
વિચાર કર.” રજનીકાંતભાઈ રડમસ
થતાં બોલ્યા.
“પપ્પા અમને માફ કરી દો.” દીકરીની હાલત અને પ્યાર આગળ બંને ઝૂકી ગયાં. રજનીભાઈ અને રમાબેને બંનેને ભારે હૈયે રડતાં રડતાં આશીર્વાદ આપ્યા.
રમણિકભાઈ અને રાજીવ
ફાટી આંખે બાપના દુલારને નીરખી રહ્યા. બંને વેવાઈ એકબીજાને રડતાં રડતાં ભેટી
પડ્યા.
“રમણિકભાઇ, મને માફ કરી દો, મેં ગેરસમજમાં
તમારા પર ચોરીનો આક્ષેપ મૂક્યો.” બંને ભાગીદારોના મનદુખ દૂર થતાં,
પાછી ભાગીદારી પેઢી ધમધમવા લાગી.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પિતાનો દુલાર- ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission






ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories